કંઈ નવું કરીએ, આપણે આવું બોલીએ તો છીએ, પણ જ્યારે આવું કરવાનું વિચારીએ છીએ ત્યારે મામલો ટાંયટાંય ફિસ થઈ જાય છે. તહેવારમાં જ જેાઈ લો, જ્યારે કોઈને ગિફ્ટ આપવાનું વિચારીએ છીએ, ત્યારે કપડાં, મીઠાઈ, રોકડા વગેરેથી આગળ વિચારી નથી શકતા. બાળકો સાથે આપણે અન્યાય કરીએ છીએ. તેમને નજરઅંદાજ કરવાની આપણી આદત બની ગઈ છે, જ્યારે દિવાળી જેવા મોટા તહેવારમાં તેમને નાની ગિફ્ટ પણ ખુશ કરી દે છે. પારવીની મમ્મીએ તેની લાગણીને નજરઅંદાજ ન કરી. તે એક સિંગલ મધર છે અને એક મોટી પ્રાઈવેટ કંપનીમાં સારા હોદ્દા પર કાર્યરત છે. તેમણે આ વખતે દિવાળી પહેલાં પોતાના જ વિસ્તારના એક કથક ડાન્સરના ત્યાં પારવીનું એડમિશન કરાવી દીધું. આ કરવા પાછળ મોટું કારણ એ હતું કે પારવી ઘરમાં ટીવી સામે કોઈ ગીત વાગતા જ નાચવા લાગતી હતી. મમ્મીએ જ્યારે આ વાત નોટિસ કરી તે તેમને લાગ્યું કે પારવીમાં ડાન્સ કરવાનો નેચરલ ટેલેન્ટ છે. જ્યારે તે શીખ્યા વિના ગીતની દરેક બીટ પકડી લે છે, તો શીખ્યા પછી વધારે રંગ લાવશે. વિશ્વાસ રાખો, જ્યારે પારવીને ખબર પડી કે આ દિવાળીમાં તેની મમ્મીએ તેને આ અમૂલ્ય ગિફ્ટ આપી છે તો તે ખૂબ ખુશ થઈ. ૫ વર્ષની તે નિર્દોષ છોકરી આટલી ખુશ કદાચ જ ક્યારેક થઈ હશે.

મનપસંદ ગિફ્ટ
રોહિણીના ધીરજ સેદવાલના ૨ દીકરા છે. બંને પોતાના પિતાના કદથી લાંબા થઈ ગયા છે. ૧૭ વર્ષનો નાનો દીકરો દિવિત સેદવાલ નવીનવી ડિશ બનાવવાનો શોખીન છે અને તેના હાથમાં હુન્નર પણ છે. જ્યારે તેનું મન થાય છે તે કિચનમાં જતો રહે છે અને પછી પરિવાર સામે કોઈ એવી ડિશ પીરસે છે જે જેાવામાં સારી અને ખાવામાં ટેસ્ટી હોય છે. એટલું જ નહીં, દિવિત સેદવાલનું ઈંસ્ટાગ્રામ અને યૂટ્યૂબ પર ચેનલ છે, તેમાં તેની બનાવેલી ડિશને લોકો ખૂબ પસંદ કરે છે. ધીરજે દિવિતના આ ટેલેન્ટને ઓળખતા તેને આ દિવાળીમાં તેની મનપસંદ ગિફ્ટ આપી અને કુકરી ક્લાસ જેાઈન કરાવ્યા. દિવિત એટલે ખુશ હતો કે પપ્પાએ તેના ટેલેન્ટની કદર કરી અને પપ્પા એટલે ખુશ કે દિવિતને જેા આ ફિલ્ડમાં આગળ જવું છે તો આ તેની મંજિલનું પહેલું ડગલું હશે.
દિલ્લીના જ કપિલ મોહન અને ઋચાની નાની દીકરી સુહાનીએ આ વર્ષે ૧૨ મા ક્લાસમાં હ્યૂમેનિટીમાં ૯૯.૨ ટકા સ્કોર કર્યો અને સીયૂઈટી (ક્યૂટ) ની એક્ઝામમાં બેસ્ટ ફોર સબ્જેક્ટમાં તે ૧૦૦ ટકા માર્ક્સ લાવી. પોતાની સ્કૂલની તે ટોપર પણ રહી. પરિણામે આ દિવાળીમાં તેના માટે કોઈ યાદગાર ગિફ્ટ બનતી જ હતી.

એક રસ્તો બે કામ
આ સિલસિલામાં કપિલ મોહને જણાવ્યું કે સુહાનીને ફોટોગ્રાફી કરવાનો શોખ છે અને જેાકે આ વર્ષે તે કોલેજમાં પણ જશે તો તે તેને એવો મોબાઈલ ફોન આપવાનું વિચારી રહ્યા છે, જેમાં કેમેરાના ફીચર્સ વધારે સારા હોય. કપિલ મોહનની વિચારસરણી સારી છે અને તેનાથી એક રસ્તો બે કામવાળી કહેવત સાચી સાબિત થાય છે. ઘરેથી બહાર જતા સુહાનીને મોબાઈલ ફોનની જરૂર પડશે, સાથે તે પોતાનો ફોટોગ્રાફીનો શોખ પૂરો કરશે. જેાકે દરેક વ્યક્તિ પોતાના બજેટ મુજબ તહેવારમાં ખર્ચ કરે છે, પરંતુ જેા તે તેના બાળકો માટે કોઈ ગિફ્ટ આપવાનું ઈચ્છે છે, તો તેને બાળકોની પસંદ અને જરૂરિયાતનું ધ્યાન રાખવું જેાઈએ.

ગિફ્ટમાં છુપાયો પ્રેમ
એવું પણ નથી કે બાળક ટેલેન્ટેડ છે, ત્યારે જ તેને કોઈ સ્પેશિયલ ગિફ્ટ આપવામાં આવે. તહેવારમાં બાળકોને ગિફ્ટથી વંચિત ન રાખો. તેમને તેમની પસંદની બુક્સ, મેગેઝિન વગેરે આપી શકો છો, જેથી તેમની વાંચવામાં રુચિ જળવાઈ રહે, નહીં તો આપણા દેશમાં વાંચવાના નામે કોર્સના પુસ્તકો જ વાંચવામાં આવે છે. મોટાભાગની યુવતીઓ અભ્યાસ પૂરો થયા પછી પુસ્તકોથી દૂર થાય છે અને તેમના હાઈ એજ્યુકેશન પણ કોઈ કામનું નથી રહેતું. કોઈ પણ સ્થિતિ હોય, ભણવાભણાવવાથી ક્યારેય પિંડ ન છોડાવો. તહેવાર ખુશીઓ ઊજવવાના બહાના હોય છે અને બાળકોને એટલે પ્રિય હોય છે, કારણ કે પરિવારથી મળેલી ગિફ્ટમાં તેમના માટે પ્રેમ છુપાયેલો હોય છે.
– સુનીલ શર્મા.

વધુ વાંચવા કિલક કરો....