નાની બચત કરનાર લોકો માટે સૌથી મુશ્કેલ કામ છે કે તે ભવિષ્ય માટે બચત કેવી રીતે કરે. સામાન્ય રીતે ગોલ્ડ અથવા ફિક્સ ડિપોઝિટનું વધારે ચલણ છે. બચતમાં ગોલ્ડનું મહત્ત્વ જેાતા બેંકોએ ગોલ્ડ લોન આપવાની શરૂ કરી છે. તેથી નવી પેઢીમાં ગોલ્ડનું મહત્ત્વ વધી રહ્યું છે. તેથી તમામ બેંક ગોલ્ડ લોન માટે યોજના લાવી છે. ભારતમાં પહેલાંથી ગોલ્ડમાં ઈન્વેસ્ટમેન્ટ થતું હતું. બેંક ઈચ્છે છે કે જેા ગોલ્ડ તમારી પાસે ઘરમાં નકામું પડ્યું છે તેને બેંકમાં જમા કરીને તેની પર લોન લઈ શકો છો. કેટલીય બેંક હવે ગોલ્ડની એફડી એટલે ફિક્સ ડિપોઝિટ યોજના ચલાવી રહી છે. તેની ખાસ વાત એ છે કે તેમાં ગોલ્ડ પણ સલામત રહે છે અને વ્યાજ પણ મળે છે. ત્યાર પછી બેંકોની એફડી એટલે ફિક્સ ડિપોઝિટ યોજના બચત મુજબ સૌથી વધારે લોકપ્રિય છે. લોકો બેંકોમાં મૂકેલા પૈસા જરૂરિયાત સમયે કાઢવા સૌથી સરળ સમજે છે. બેંકોએ ગોલ્ડ લોનને લઈને તમામ યોજના બનાવી છે.

ગોલ્ડ પ્લસ ડિપોઝિટ સ્કીમ
બેંક હવે ગોલ્ડ સ્કીમને લઈને વધારે પ્રચારપ્રસાર કરી રહી છે, કારણ કે તેમાં બેંકોના પૈસા ડૂબવાના ચાન્સ નથી હોતા. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની કેટલીય શાખા પર રિવેમ્પ્ડ ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. તેના હેઠળ ગ્રાહકને ઓછામાં ઓછા ૩૦ ગ્રામ ગોલ્ડ જમા કરાવવું પડે છે. ગોલ્ડ જમા કરાવવાની કોઈ મહત્તમ મર્યાદા નક્કી નથી કરી. તમે ગમે તેટલું ગોલ્ડ જમા કરીને તેની પર વ્યાજ મેળવી શકો છો. આ સ્કીમ હેઠળ એસબીઆઈએ ૩ પ્રકારની કેટેગરી બનાવી છે. પહેલી કેટેગરીમાં ૧-૩ વર્ષ માટે ગોલ્ડ જમા કરવામાં આવે છે. તેને શોર્ટ ટર્મ બેંક ડિપોઝિટ કહેવામાં આવે છે. બીજી કેટેગરીને મીડિયમ ટર્મ ગવર્નમેન્ટ ડિપોઝિટ કહેવામાં આવે છે. તેનો મેચ્યોરિટી પીરિયડ ૫-૭ વર્ષ છે. બીજી બાજુ લોંગ ટર્મ ગવર્નમેન્ટ ડિપોઝિટ કેટેગરી હેઠળ ૧૨-૧૫ વર્ષ માટે ગોલ્ડ ફિક્સ્ડ કરી શકો છો. પહેલી કેટેગરી હેઠળ એક વર્ષ માટે એફડી કરતા ૦.૫૦ ટકા વ્યાજ આપવામાં આવે છે. ૨ વર્ષ અને ૩ વર્ષવાળી એફડી માટે ક્રમશ ૦.૫૫, ૦.૬૦ ટકા વ્યાજ અપાય છે. લોંગ ટર્મ કેટેગરી હેઠળ ૨.૨૫ ટકાના દરે વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે. એફડીનો મેચ્યોરિટી પીરિયડ પૂરો થયા પછી ગ્રાહક પાસે વ્યાજ સહિત પોતાનું ગોલ્ડ લેવાના ૨ ઓપ્શન મળે છે. તે તેને ગોલ્ડ રૂપે પાછું લઈ શકે છે કે પછી ગોલ્ડની કિંમત સમાન રોકડ લઈ શકો છો. ગોલ્ડ તરીકે લેતા ૦.૨૦ ટકાના દરે એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ વસૂલવામાં આવે છે.

ફિક્સ ડિપોઝિટ પ્રથમ પસંદ
બેંકથી લઈને પોસ્ટ ઓફિસ સુધી રૂપિયાને ફિક્સ ડિપોઝિટ કરવી પ્રથમ પસંદ છે. તેનું કારણ છે કે આ બચતનો સૌથી સરળ અને સેફ રસ્તો છે. ફિક્સ ડિપોઝિટમાં એકસાથે રકમ ફિક્સ કરી શકો છો. તે ઉપરાંત પહેલા દર મહિને નાનીનાની રકમ રિકરિંગ તરીકે જમા કરી શકાય છે. જ્યારે તે એક મોટી રકમમાં ફેરવાઈ જાય ત્યારે તેને બેંકમાં ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકી શકો છો. તેની પર એક નિશ્ચિત વ્યાજ મળે છે. તેમાં કોઈ પણ પ્રકારનું જેાખમ નથી હોતું. તેનો સમયગાળો પૂરો થતા અથવા વચ્ચે જરૂર પડતા ફિક્સ ડિપોઝિટથી પૈસા લઈ શકો છો. રિટાયરમેન્ટ સમયે એકસાથે પૈસા મળે છે. તેને ફિક્સ ડિપોઝિટ કરાવવી સરળ હોય છે. તેમાંથી મળતું વ્યાજ તમે દર મહિને લઈ શકો છો, જેથી તમે રોજિંદા ખર્ચ કરી શકો છો. છેલ્લા કેટલાક વર્ષમાં ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ ઓછું થઈ ગયું છે, જેથી તેમાંથી મળતું રિટર્ન ઓછું થઈ ગયું છે. તેની અસર સીનિયર સિટિઝન ઉપર વધારે થઈ રહી છે.

ગોલ્ડ વેચવાના બદલે ગોલ્ડ લોન લો
તમારા ઘરમાં ગોલ્ડ મૂક્યું છે અને તમને પૈસાની જરૂર છે તો ગોલ્ડ લોન તમારા માટે સારો ઓપ્શન છે. ગોલ્ડ લોન દ્વારા તમે ઓછા સમય માટે લોન લઈ શકો છો અને તેની જરૂર ન પડતા બંધ કરાવી શકો છો. ગોલ્ડ લોનમાં તમારે ગોલ્ડ બેંકમાં જમા કરાવવું પડે છે અને ગોલ્ડ રેટ મુજબ તમને લોન આપવામાં આવે છે. ગોલ્ડના બદલે લોન માટે દસ્તાવેજી કાર્યવાહી ઓછી છે. લોનની સરખામણીમાં ગોલ્ડ લોન પર વ્યાજ દર ઓછો આપવો પડે છે.
તમને જે લોન મળશે તેની રકમ ગોલ્ડની શુદ્ધતા અને બજાર વેલ્યૂ પર આધારિત હોય છે. ૧૮ કેરેટ કે તેનાથી વધારે શુદ્ધતાની જ્વેલરી પર લોન મળે છે. લોનનું કેલ્ક્યુલેશન પ્રતિ ગ્રામ ગોલ્ડ મુજબ થાય છે. ગોલ્ડ લોન માટે કોઈ ક્રેડિટ સ્કોરની જરૂર નથી હોતી. ગોલ્ડ લોનમાં ગોલ્ડ મુજબ ૧૦ હજારથી લઈને એક કરોડ રૂપિયા સુધીની લોન લઈ શકો છો. તેમાં તમારા ગોલ્ડના ૭૫ ટકા ભાગની કિંમતની લોન લઈ શકો છો. જેમ કે તમારી પાસે એક લાખ રૂપિયાનું ગોલ્ડ છે તો ૭૫ હજારની લોન લઈ શકો છો.
કરજ વ્યાજ સહિત તમારે પાછું કરવું પડે છે. જેવી લોન પૂરી થઈ જાય કે તરત તમને ગોલ્ડ પાછું મળી જાય છે. ગોલ્ડ લોન લઈને કોઈ ગ્રાહક કરજની જાળમાં એ રીતે ફસાતો નથી જે રીતે કોઈ અનસિક્યોર્ડ લોનમાં. સાથે તેમાં જ્યારે તમારી પાસે પૈસાની વ્યવસ્થા થાય ત્યારે તમે તેને બંધ કરાવી શકો છો. તેમાં તમારે માત્ર વ્યાજ ભરવું પડે છે અને પછી પૈસા જમા કરાવીને ગોલ્ડ પાછું મેળવી શકો છો. આ રીતે તમારું ગોલ્ડ સલામત રહે છે.

ગોલ્ડ ખરીદવું, બચત કરવી
ગોલ્ડ ખરીદીને જે લોકો બચત કરે છે. તેની સરખામણી જેા બેંકમાં જમા ફિક્સ ડિપોઝિટ સાથે કરશો તો ગોલ્ડની ખરીદી પછી રિટર્ન સારું નથી મળતું. ગોલ્ડની કિંમત ધીરેધીરે વધે અને ઘટે છે. આ સ્થિતિમાં જેા ગોલ્ડ ખરીદ્યા પછી કિંમત ઘટે તો નુકસાન થાય છે. ગોલ્ડની કિંમતમાં શેરબજાર પ્રમાણે વધઘટ થાય છે. શેરબજાર જ્યારે વધે છે ત્યારે ગોલ્ડની કિંમત ઘટે છે. શેરબજાર નીચે જાય છે ત્યારે ગોલ્ડની કિંમત વધે છે. ગોલ્ડની ખરીદી પર માત્ર નફો થશે. આ વાતની ગેરન્ટી નથી હોતી.
ગોલ્ડની ખરીદી કરવાથી ૨ પ્રકારના લાભ થાય છે. બેંકના દેવાળિયા થવાથી પૈસા ડૂબવાનું જેાખમ રહે છે. ગોલ્ડમાં આવું જેાખમ નથી રહેતું. ગોલ્ડ જેા જ્વેલરી રૂપે છે તો તેને મહિલાઓ પહેરી શકે છે. ગોલ્ડની ખરીદીમાં તેની ચોરી થવાનું જેાખમ હોય છે. બેંકમાં જમા પૈસા સાથે ચોરી થવાનો ચાન્સ નથી હોતો. તેથી નાની બચતમાં ફિક્સ ડિપોઝિટ અને ગોલ્ડ બંનેનું પોતાનું મહત્ત્વ છે. ગોલ્ડને લઈને બેંકોએ જે યોજના બનાવી છે. તેનો લાભ લઈ શકો છો. પોતાની જરૂરિયાત મુજબ યોજના પસંદ કરો.
– શૈલેન્દ્ર સિંહ.

વધુ વાંચવા કિલક કરો....