વર્તમાન સમયમાં હજી એક તરફ કોરોનાનો ડર છે તો બીજી તરફ જિંદગીમાં વધી ગયેલી વ્યસ્તતાની સ્થિતિ છે. આ સ્થિતિમાં બજારની ભીડભાડમાં સામાન ખરીદવાના બદલે ઘરે બેઠાંબેઠાં ઓનલાઈન શોપિંગ કરવું વધારે સુવિધાજનક અને સરળ વિકલ્પ છે. આજે લોકો ઈલેક્ટ્રોનિક્સ આઈટમથી લઈને ઘરેલુ સામાન સુધીની તમામ ચીજવસ્તુ ઓનલાઈન ખરીદવાને પ્રાથમિકતા આપી રહ્યા છે. આમ પણ હવે ખૂબ સરળતાથી દરેક વસ્તુ ઓનલાઈન મળી જાય છે.

ભારતમાં ઓનલાઈન શોપિંગની સૌથી વધારે પોપ્યુલર સાઈટ એમેઝોન, પેટીએમ, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, યેપ મી, ઝેબોંગ, શોપક્લોઝ, મંત્રા વગેરે છે. જ્યારે આપણે નાનીમોટી વસ્તુ જેમ કે જૂના, કપડાં અથવા બ્યૂટિ પ્રોડક્ટ વગેરેના શોપિંગ માટે ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરીએ ત્યારે વધારે વિચારતા નથી હોતા, પરંતુ જ્યારે વાત મોંઘી આઈટમ જેમ કે ફર્નિચરની હોય ત્યારે આપણે વધારે વિચારવું પડે છે, કારણ કે તેમાં એક વારમાં મોટી રકમ ખર્ચાઈ જાય છે. આમ તો ફર્નિચર ન માત્ર જરૂરી સામાન છે, પરંતુ તે ઘરના લુકને પણ શોભા આપે છે. જેા તમે ઓનલાઈન ફર્નિચર ખરીદી રહ્યા છો, તો માત્ર તેની ડિઝાઈન પર ધ્યાન ન આપો, બીજી પણ એવી ઘણી વસ્તુ છે જેની પર ઓનલાઈન ખરીદી કરતી વખતે ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.

જરૂરિયાત હોય ત્યારે જ ખરીદો
ઘણી વાર ઓનલાઈન શોપિંગ દરમિયાન આપણને કોઈ સારું, ઓછી કિંમતનું ડિઝાઈનર ફર્નિચર દેખાઈ જાય, ત્યારે આપણે વધારે વિચાર્યા વિના તેને ખરીદી લઈએ છીએ, પરંતુ ઘરમાં જગ્યા ઓછી હોવાથી ઘર ખૂબ કંઝસ્ટેડ દેખાવા લાગે છે. તેથી ઓનલાઈન ફર્નિચર લેતા પહેલાં પોતાની જરૂરિયાત પર ધ્યાન આપો.

વિશ્વાસપાત્ર સાઈટ પર જાઓ
ઉત્તમ એ જ રહેશે કે ફર્નિચર હંમેશાં વિશ્વાસપાત્ર સાઈટ પરથી જ ખરીદો. આમ ઓનલાઈન માર્કેટ પ્લેટફોર્મ ઘણા છે જે તમને આકર્ષક ફર્નિચર આપવાનો દાવો કરશે, પરંતુ મહત્ત્વપૂર્ણ એ છે કે તમે કોઈ વિશ્વસનીય સાઈટનો ઓપ્શન પસંદ કરો. સાઈટ્સની સિક્યોરિટીને જાણવા માટે તમે લોક આઈકોન પર ક્લિક કરીને પ્રોડક્ટને લગતા રિવ્યૂઝ વાંચો અને કંપનીને ઈમેલ અથવા ફોનથી કોન્ટેક્ટ કરવાની કોશિશ કરો, જેથી તમે તેની ઓથેન્ટિસિટી જાણી શકો. તેની સાથે એ વાતનું પણ ધ્યાન આપો કે કઈ સાઈટ રેગ્યુલરલી અપડેટ થઈ રહી છે.

મેજરમેન્ટ પર ધ્યાન આપો
દરેક ફર્નિચર અલગઅલગ સાઈઝ અને પેટર્નમાં મળી જાય છે. તેનું મટીરિયલ પણ અલગઅલગ હોય છે, તેથી ફર્નિચર વિશે આપવામાં આવેલી ઓનલાઈન જાણકારી ધ્યાનથી વાંચી લો. ડિઝાઈનની સાથેસાથે ઘરની સ્પેસ પર પણ ધ્યાન આપો. પહેલા જ નક્કી કરો કે તમારે ફર્નિચરને ક્યાં મૂકવાનું છે અને ત્યાં કેટલી જગ્યા છે, જેથી ઘર કંઝસ્ટેડ ન બને. ઘણી વાર આપણે બેડ, સોફા અથવા બીજું મોટું ફર્નિચર જરૂર ખરીદીએ છીએ, પરંતુ તે જ્યારે ઘરમાં આવે છે ત્યારે આપણા રૂમમાં ફિટ નથી થતું અને મોટી સમસ્યા ઊભી થાય છે. તેથી સૌપ્રથમ રૂમનું મેજરમેન્ટ લેવાનું ન ભૂલો. સાથે ફર્નિચરની યોગ્ય સાઈઝ પસંદ કરો. કેટલીક સાઈટમાં ઈન્ટીરિયર સ્પેશ્યાલિસ્ટને કસ્ટમરના ઘરે મોકલવામાં આવે છે, જે કસ્ટમરને યોગ્ય ફિટિંગ ધરાવતું ફર્નિચર લેવામાં મદદ કરે છે.

એ બાબત જાણી લેવી પણ જરૂરી છે કે શું આ ફર્નિચરને એસેમ્બલ કરીને તમને મોકલવામાં આવશે, કારણ કે તમારે પણ ધ્યાન રાખવું પડશે કે પ્રોડક્ટની પહોળાઈ ક્યાંક ઘરના દરવાજાથી મોટી નથી ને? તેનો અર્થ એ કે તેને દરવાજામાંથી રૂમમાં પહોંચાડી શકાશે કે નહીં? જે તેને સીડી પરથી લઈ જવાનું હોય તો શું તે શક્ય બનશે?

ઓફરનો લાભ લો
મોટાભાગની કંપનીઓ મોટાભાગે પોતાની પ્રોડક્ટ પર ઓફર આપતી રહે છે અને તેમાં પણ ખાસ કોઈ દિવસે અથવા તહેવાર પર અનેક ઓફર રહેતી હોય છે. કોઈ ખાસ તહેવાર પર તમને વધારે ડિસ્કાઉન્ટ મળી જાય છે. આ જેાતા તમારે ઓનલાઈન પ્રોડક્ટ ખરીદતા પહેલાં દરેક સાઈટ પરની ઓફર ચેક કરવી જેાઈએ. આમ કરવાથી તમને સારો એવો લાભ થશે.

ટર્મ્સ એન્ડ કંડિશન્સ પર ધ્યાન આપો
ઓનલાઈન ફર્નિચર ખરીદતા પહેલાં તેની સાથે જેાડાયેલા ડિસ્ક્રિપ્શનમાં તેની ટર્મ્સ એન્ડ કંડિશનને ધ્યાનથી વાંચી લો. ઘણી વાર જરૂરી જાણકારી પણ ખૂબ નાના શબ્દોમાં લખવામાં આવે છે, જેથી તેની પર કોઈની ખાસ નજર ન પડે. પાછળથી વિવાદ થતા વેન્ડર પાસે સ્વયંને બચાવવાનો ઓપ્શન રહે છે. ઉપરાંત તમે ફર્નિચરને ફાઈનલાઈઝ કરતા પહેલાં કસ્ટમર્સ રિવ્યૂ અચૂક વાંચો. તેનાથી તમને ઘણી બધી જાણકારી મળશે. મટીરિયલ, તેના કલર વિશે પણ ડિટેલથી વાંચો. જેાકે આ બધામાં તમને થોડો સમય જરૂર લાગશે, પરંતુ આમ કરીને તમે કોઈ ખોટી પ્રોડક્ટની ખરીદીથી બચશો.

ડિલિવરી ચાર્જ ઈગ્નોર ન કરો
ઘણી વાર ઓનલાઈન શોપિંગ સમયે આપણે તેના ડિલિવરી ચાર્જ પર ધ્યાન નથી આપતા. જેાકે તમે એ ભૂલમાં રહો છો કે તમે મોંઘી આઈટમ ખરીદી છે, તેથી પ્રોડક્ટની ફ્રી ડિલિવરી થશે, હકીકતમાં એવું નથી હોતું. તમારે વસ્તુની કિંમત ઉપરાંત શિપિંગ ચાર્જ પણ ચૂકવવો પડે છે. તે સમયે તમે છેતરાયા હોય તેવું ફીલ કરશો, કારણ કે ફર્નિચર તમને થોડું વધારે મોંઘું પડ્યું હોય છે.

લેતાં પહેલાં એક વિશ લિસ્ટ બનાવો
ઓનલાઈન ફર્નિચર ખરીદવું એટલું સરળ નથી હોતું, તેથી તમારે સારી રીતે રિસર્ચ કર્યા પછી કોઈ વસ્તુ ફાઈનલ કરવી જેાઈએ. તેથી સારું એ રહેશે કે તમે કોઈ પણ પ્રોડક્ટ લેતા પહેલાં એક વિશલિસ્ટ તૈયાર કરો. તેમાં તમને ગમેલા ફર્નિચરનું એક લિસ્ટ બનાવો. અંતે બધા વિકલ્પ તપાસી લીધા પછી આખરે નિર્ણય લેવો સરળ રહેશે કે તમારા ઘર માટે કયું ફર્નિચર ખરીદવું વધારે સારું રહેશે.

કિંમતની સરખામણી કરો
ઈન્ટરનેટ પર અનેક ઓનલાઈન શોપિંગ સાઈટ ઉપલબ્ધ છે. અલગઅલગ સાઈટ પર ઘણી વાર એક જ પ્રોડક્ટના અલગઅલગ રેટ જેાવા મળે છે. તેથી કોઈ પણ ફર્નિચર ખરીદતા પહેલાં અન્ય સાઈટ પરથી કિંમતની સરખામણી કરવાનું ન ભૂલો. ઘણી વાર અલગઅલગ સાઈટ પર એક જ પ્રોડક્ટની કિંમતમાં રૂપિયા ૧૦૦૦ થી ૧૦,૦૦૦ સુધીનું અંતર પણ હોઈ શકે છે, પરંતુ એમ કરવાનું ન ભૂલો કે ક્યાંક ઓછી કિંમતના ચક્કરમાં તમે લોકલ અથવા હલકી ગુણવત્તાવાળા લાકડાની પ્રોડક્ટ તો નથી લઈ રહ્યા ને. તેથી ખરીદતી વખતે કિંમતની સાથેસાથે ક્વોલિટીની સરખામણી પણ અચૂક કરો.

કેશ ઓન ડિલિવરી ઉત્તમ વિકલ્પ
નકલી માલ અથવા કોઈ પણ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે જરૂરી છે કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ પસંદ કરવો. તેને સીઓડી પણ કહેવામાં આવે છે. આ વિકલ્પમાં ઉપયોગકર્તા પોતાની પ્રોડક્ટ પ્રાપ્ત કર્યા પછી તેનું પેમેન્ટ કરતો હોય છે. આ વિકલ્પથી તમે ઘણી બધી સમસ્યાથી બચી શકો છો.

રિટર્ન પોલિસી
ઓનલાઈન શોપિંગમાં આપણે મોટાભાગે રિટર્ન પોલિસીનું ધ્યાન નથી રાખતા, પરંતુ આ બેદરકારીથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ઘણી વાર ફર્નિચરની ડિલિવરી થયા પછી તે વસ્તુ તમને પસંદ નથી આવતી કે પછી સામાનમાં ક્રેક અથવા બીજી કોઈ ખામી જેાવા મળે છે. આ જાણ આપણને પ્રોડક્ટના આવી ગયા પછી થતી હોય છે. આ સ્થિતિમાં જેા કંપનીની નો રિટર્ન પોલિસી હશે તો તેને પરત કરવી મુશ્કેલ બની જશે અને તમારે પણ દુખી થઈને આ જ ફર્નિચરને રાખવું પડશે. તેથી એવી સાઈટ પર ઓર્ડર કરો, જ્યાં સામાન પસંદ ન આવતા રિટર્ન કરવાનો ઓપ્શન હોય. જેા આઈટમ ડેમેજ હોય તો ઉત્તમ એ રહેશે કે તમે તેની ડિલિવરી ન લો. આ ડેમેજ પીસનો ફોટો પાડીને કંપનીમાં મોકલી શકો છો. આ ફોટો તમારી પાસે પ્રૂફ તરીકે પણ રહેશે કે મોકલવા દરમિયાન એટલે કે ડિલિવરી થયા પહેલાં ફર્નિચરનો કોઈ ભાગ ડેમેજ થયો હતો. તેનાથી પ્રોડક્ટ પરત કરવામાં તમારે કોઈ રૂપિયા એટલે કે રિટર્ન કરવાની કોસ્ટ પણ નહીં આપવી પડે અને તે સરળતાથી પરત થઈ જશે.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....