વરસાદની મોસમમાં બાળકોનું ઘરની બહાર નીકળીને રમવુંકૂદવું બંધ થઈ જાય છે અને તેઓ કહેતા હોય છે – રેઈન રેઈન ગો અવે… તે જ રીતે વધારે ગરમી અથવા ઠંડીમાં પરેશાન થઈને આપણે કહીએ છીએ કે આ મોસમ હવે ક્યારે જશે. જેાકે મોસમની પોતાની એક અલગ સાઈકલ છે અને સામાન્ય રીતે કોઈ ખાસ ભૌગોલિક સ્થાન પર તે પોતાના સમય પર આવી જાય છે. જેાકે આજકાલ ક્લાઈમેટ ચેન્જના લીધે કમોસમી મોસમમાં બદલાવ જેાવા મળી જાય છે. કોઈ પણ સ્થિતિ, વધારે વરસાદ, વધારે ગરમી અથવા વધારે ઠંડી જ્યારે સતત લાંબા સમય માટે આપણને પરેશાન કરે ત્યારે મનમાં ગુસ્સો આવી જાય છે, પરંતુ શું આ માત્ર મનની પરિકલ્પના જ છે કે ખરેખર મોસમની અસર આપણા મૂડ પર થાય છે. ૭૦ ના દાયકાનો અંત અને ૮૦ ની શરૂઆતમાં તેનો સંબંધ ઊભરીને સામે આવવા લાગ્યો હતો જ્યારે કેટલાક વૈજ્ઞાનિકોએ આ વિષય પર અભ્યાસ શરૂ કર્યો હતો.

મોસમ અને મૂડનો સંબંધ : આ સંબંધ ખૂબ મર્કી છે જેને તમે ધૂંધળો, ઉદાસ, ફિક્કો અથવા ગંદો ગમે તે કહી શકો છો. વિજ્ઞાન અનુસાર મોસમ અને મૂડનો સંબંધ વિવાદોથી ઘેરાયેલો છે અને બંને પ્રકારની દલીલો માન્યતા પણ ભિન્ન હોઈ શકે છે. વર્ષ ૧૯૮૪ માં વૈજ્ઞાનિકોએ મૂડ ચેન્જના વિભિન્ન પાસા પર અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં જેાવા મળ્યું હતું કે મૂડમાં પરિવર્તન જેમ કે ક્રોધ, ખુશી, ચિંતા, આશા, નિરાશા અથવા આક્રમક વ્યવહાર જે પરિબળો પર નિર્ભર કરે છે તે છે – તાપ, ઉષ્ણતામાન, હવા, હ્યૂમિડિટી, વાયુમંડળનું દબાણ અને ઉતાવળ.
અભ્યાસમાં જેાવા મળ્યું હતું કે જે વાતની સૌથી વધારે અસર મૂડ પર થાય છે તે છે – સૂર્યપ્રકાશ, ઉષ્ણતામાન અને હ્યૂમિડિટી. ખાસ કરીને વધારે હ્યૂમિડિટી વધવા પર કોંસંટ્રેશનમાં ઘટાડો થાય છે અને ઊંઘવાની ઈચ્છા થાય છે જ્યારે સારા વાતાવરણમાં બહાર ફરવા જવા અથવા સમય વિતાવવાથી મૂડ સારો રહે છે તેમજ યાદશક્તિમાં વધારો જેાવા મળે છે.

સારો અને ખરાબ મૂડ
વસંત મોસમમાં મૂડ સૌથી સારો અને ઉનાળામાં ખરાબ રહેતો હોય છે, પરંતુ કેટલાક વૈજ્ઞાનિક આ અભ્યાસ સાથે સહમત નહોતા અને તેમણે વર્ષ ૨૦૦૮ માં એક અલગ અભ્યાસ કર્યો. આ અભ્યાસમાં તેમને જેાવા મળ્યું હતું કે સૂર્યપ્રકાશ, ટેમ્પરેચર અને હ્યૂમિડિટીની મૂડ પર કોઈ ખાસ સકારાત્મક અથવા નકારાત્મક અસર નથી થતી. જેા થાય છે તો પણ તે નગણ્ય છે. તેમને એ વાત પણ જેાવા મળી કે વર્ષ ૨૦૦૫ ના અભ્યાસમાં કહેવામાં આવેલી સારી મોસમની ખૂબ સામાન્ય સકારાત્મક અસર મૂડ પર થાય છે.

જેાકે મોસમ અને મૂડના સંબંધ બાબતે હજી વધારે અભ્યાસની જરૂર છે, પરંતુ એક વાત જેની પર લગભગ બધા સહમત છે તે એ છે કે ઋતુનો માણસ પરનો પ્રભાવ કોઈ વ્યક્તિ વિશેષ પર નિર્ભર કરે છે જે બધા માટે એકસમાન નથી હોઈ શકતો.
શું દરેક વ્યક્તિ વેધર ટાઈપ હોય છે : મોસમ પ્રત્યે પ્રતિક્રિયા અથવા સંવેદના દરેક વ્યક્તિની અલગઅલગ હોય છે. ઉદાહરણરૂપે એસએડી (સીઝનલ ઈફેક્ટિવ ડિસઓર્ડર) જેને મોસમ અનુસાર મૂડમાં બદલાવ કહેવામાં આવે છે તેને લઈને ઠંડીની મોસમમાં દિવસ ટૂંકો હોવાથી કેટલાક લોકોનો મૂડ ડિપ્રેસિવ જેાવા મળે છે જેને વિંટર બ્લૂ પણ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર વિંટર બ્લૂ સિંડ્રોમ દુનિયાની ૬ ટકા વસ્તીમાં જેાવા મળ્યો છે, તેથી તેને રેર મૂડ રિલેટેડ ડિસઓર્ડર કહેવામાં આવે છે. અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થના જણાવ્યા અનુસાર એસએડી એક ખૂબ સામાન્ય સ્તરનું ડિસઓર્ડર છે.

સમર સેડ : અભ્યાસમાં જેાવા મળ્યું છે કે કેટલાક લોકોમાં સમર સેડ હોય છે જેનાથી તેઓ ડિપ્રેસ્ડ અનુભવતા હોય છે. ખાસ બાઈપોલર ડિસઓર્ડર રોગમાં ગરમીના લીધે લોકોને એટેક આવી શકે છે જેનાથી તે બેભાન અથવા હાઈપોમેનિયક થઈ શકે છે. કેટલાક લોકો ઉનાળામાં ચિંતિત, ચીડિયા અથવા હિંસક થઈ શકતા હોય છે. કેટલાક કિસ્સામાં ખરાબ મોસમ (વ્યક્તિ વિશેષ માટે વધારે ગરમી, વધારે ઠંડી અથવા વરસાદ ગમે તે હોઈ શકે છે) માં લો મૂડ વધારે ખરાબ હોઈ શકે છે. હ્યૂમિડિટી (બાફ) માં અસહજ અને પ્રેરણાહીન બની જવાતું હોય છે.

સંબંધિત પ્રતિક્રિયા
ત્યાર પછી ફરીથી વર્ષ ૨૦૧૧ માં અભ્યાસ કરવામાં આવ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે વાતાવરણ કે મોસમની અસર મૂડ પર જરૂર થાય છે. પછી ભલે ને કેટલાક લોકોને ન થાય. જે લોકો પર આ અભ્યાસ કરવામાં આવ્યો હતો, તેમાંના ૫૦ ટકા પર મોસમની કોઈ જ અસર જેાવા મળી નહોતી, જ્યારે બાકીના ૫૦ ટકા માં તેની પોઝિટિવ અથવા નેગેટિવ અસર જેાવા મળી હતી. આ પ્રમાણેના અભ્યાસ પછી અભ્યાસમાં સામેલ લોકોમાં નિમ્નલિખિત ૪ મોસમ સંબંધિત વાત અથવા પ્રતિક્રિયા જેાવા મળી છે –

વાતાવરણ અને મૂડને કોઈ જ સંબંધ નથી : જેમની પર મોસમની કોઈ અસર નથી થતી તેમના મત અનુસાર મૂડ અને વાતાવરણ વચ્ચે કોઈ સંબંધ નથી.

સમર લવર્સ : કેટલાક લોકોમાં ગરમી અને સનશાઈનની મોસમમાં મૂડ સારો રહે છે.

સમર હેટર્સ : ઠંડા અને વાદળછાયા દિવસોમાં મૂડ સારો રહે છે.

રેન હેટર્સ : આ લોકોને વરસાદની મોસમ બિલકુલ ગમતી હોતી નથી. આ દિવસોમાં તેમનો મૂડ સારો નહીં રહેતો હોય. લગભગ ૯ ટકા લોકો આ શ્રેણીમાં આવે છે. અમેરિકન મનોવૈજ્ઞાનિક ડો. ટેક્સિઆ એવંસના જણાવ્યા અનુસાર વરસાદની અંધારી રાતમાં એકલતા અને ડર અનુભવાતો હોય છે અને મૂડ સારો નથી રહેતો. તેનાથી વિપરીત ન્યૂયોર્કના મનોચિકિત્સક અને લાઈટ થેરપિસ્ટ ડો. જુલિયા સેમ્ટન વરસાદ અને ક્લાઉડી દિવસોમાં પણ પોતાના બીમાર પેશન્ટને બહાર પ્રકાશમાં જવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમના જણાવ્યા અનુસાર લાઈટથી કેટલાક લોકોનું સિરકાડિયન રિહ્મ રેગ્યુલેટ થતું હોય છે અને તેમનો મૂડ સુધરી જાય છે.
પેન્સિલવેનિયા યુનિવર્સિટીના ફેલો ડો. ઉરી સિમોન્સન દ્વારા રજૂ કરાયેલ શોધ પેપર ‘ક્લાઉડ્સ મેક નર્ડ લુક બેટર (વાદળ મૂર્ખને ઉત્તમ બનાવે છે’ માં કહેવામાં આવ્યું છે કે યુનિવર્સિટીના એડમિશન અધિકારી વિદ્યાર્થીઓના શૈક્ષણિક ગુણનું આંકલન ક્લાઉડી દિવસોમાં કરતા હતા અને બિનશૈક્ષણિક યોગ્યતાનું આકલન તડકાના દિવસોમાં કરતા હતા.

બીજી તરફ તડકો હોય કે ન હોય ઉષ્ણતામાનની અસર પણ વ્યક્તિના વ્યવહાર અને મગજ પર થાય છે. સામાન્ય રીતે ૨૫ ટકા ઉષ્ણતામાનથી જેટલા દૂર (વધારે અથવા ઓછું) હોય તેટલી જ વ્યક્તિ વધારે અસહજ અનુભવતી હોય છે. એક અભ્યાસમાં જેાવા મળ્યું છે કે આ ઉષ્ણતામાનથી દૂર થતી વ્યક્તિમાં સહાયતા કરવાની પ્રવૃત્તિ ઓછી થાય છે.

શું મોસમ અને સેક્સ વચ્ચે સંબંધ છે : જેાકે વાતાવરણ અને સેક્સ વિષયે કોઈ એક જનરલ નિયમ નથી જે બધા પર લાગુ પડે. તેમ છતાં મોસમની અસર થોડે ઘણે અંશે સેક્સ ડ્રાઈવ પર થાય છે.

ઉનાળામાં સેક્સ ડ્રાઈવ શિયાળાની સરખામણીમાં ઉત્તમ : વિડંબણા એ છે કે ગરમીની મોસમમાં ઠંડીની સરખામણીમાં સેક્સની ઈચ્છા વધારે થાય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર તેના માટે હોર્મોન્સ અભિનંદનને પાત્ર છે. મહિલાઓના સેક્સ હોર્મોન ગરમી અને સનશાઈનમાં વધારે બને છે, જેથી તેમનામાં સેક્સ ડ્રાઈવ વધારી દે છે. ઉપરાંત ફીલ ગુડ ન્યૂરો ટ્રાન્સમીટર, સેરોટોનિન, મહિલા અને પુરુષ બંનેમાં વસંત અને ગરમીમાં વધારે બને છે, જેથી મૂડ સારો રહે છે.

શિયાળામાં સેક્સ ડ્રાઈવ : આ મોસમમાં ફીલ ગુડ હોર્મોન, સેરોટોનિન ઓછા બને છે અને મહિલાઓમાં એસ્ટ્રોજન પણ ઓછા બને છે જેથી સેક્સની ઈચ્છામાં ઘટાડો થઈ શકે છે. ઉપરાંત ઠંડીમાં શરીર પર હંમેશાં વધારે કપડાં રહેતા હોવાથી સ્કિનનું એક્સપોઝર ઓછું થાય છે અને તેના લીધે પરસ્પર આકર્ષણમાં થોડો ઘટાડો થાય છે. આ મોસમમાં જેાકે અનડ્રેસ થવું પણ મુશ્કેલ હોય છે. જ્યારે સૂર્યપ્રકાશમાં ઓછું એક્સપોઝર થવાથી વિટામિન ડીનું ઓછું બનવું પણ એક કારણ હોઈ શકે છે.

મોનસૂન સેક્સ માટે સૌથી ઉત્તમ : મોનસૂનને સેક્સ માટે સર્વોત્તમ મોસમ માનવામાં આવે છે. વીજળીની ચમક અને વાદળોની ગર્જનાથી એક અલગ થ્રિલનો અહેસાસ થાય છે અને સેક્સની ઈચ્છા પણ ખૂબ થાય છે. ઠંડી હવા અને વરસાદના છાંટા સેક્સની જ્વાળાને ભડકાવે છે. વરસાદમાં કડલિંગથી લવ હોર્મોન ઓક્સિટોસિન પણ વધારે બને છે, જે બંને પાર્ટનરમાં સેક્સ ડ્રાઈવને વધારે છે.

બોટમ લાઈન : આ અભ્યાસથી જાણ થાય છે કે કેટલીક વ્યક્તિ મોસમ કે વાતાવરણ પ્રત્યે નરમ વ્યવહાર રાખે છે એટલે કે એક રીતે તે વેધરપ્રૂફ હોય છે, તેમની પર કોઈ પણ મોસમની ખાસ અસર થતી નથી. જેાકે સૌથી સારી વાત એ છે કે મોટાભાગના માણસો સ્વાભાવિક રીતે મોસમને અનુકૂળ પોતાને એડજસ્ટ કરી શકે છે. જ્યારે બીજી તરફ કેટલાક લોકો ખાસ મોસમ પ્રત્યે સંવેદનશીલ હોય છે અને વાતાવરણની પ્રતિક્રિયાની તીવ્રતા તે વ્યક્તિ વિશેષ પર નિર્ભર કરે છે.
– શકુંતલા સિંહા.

વધુ વાંચવા કિલક કરો....