દીપિકાના દીકરાની એક આંખમાંથી બાળપણથી પાણી નીકળતું હતું. તેણે ઘણા બધા ડોક્ટરોને બતાવ્યું, પરંતુ કોઈ લાભ થતો નહોતો. એક ડોક્ટરે એમ પણ કહી દીધું હતું કે બાળકની આંખનું ઓપરેશન કરાવવું પડશે. ઓપરેશનની વાત સાંભળીને દીપિકા અને તેના ઘરના લોકો ડરી રહ્યા હતા. આ સમયગાળામાં દીપિકાને એક મોટી હોસ્પિટલ અને સારા ડોક્ટરની જાણ થઈ. જેાકે આ મોંઘી હોસ્પિટલ જરૂર હતી અને ત્યાં ડોક્ટરની ફી પણ વધારે હતી. ઓપરેશનથી બચવાના પ્રયાસમાં તેને આ ફી આમ તો વધારે નહોતી લાગી. ડોક્ટરે તપાસીને દવાઓ લખી આપી. દીપિકા જ્યારે દવાનું પ્રિસ્ક્રિપ્શન લઈને મેડિકલ સ્ટોર પર ગઈ ત્યારે તેને ખૂબ આશ્ચર્ય થયું કે દવાની કિંમત માત્ર ૩૦ રૂપિયા હતી, જ્યારે તે ડોક્ટરની ફી ૫૦૦ રૂપિયા આપીને આવી હતી.
ડોક્ટરના જણાવ્યા અનુસાર દીપિકાએ દીકરાની આંખમાં દવા નાખવાની શરૂ કરી. દવાની અસર એ થઈ કે આંખના એક ખૂણામાં સામાન્ય સોજેા દેખાવા લાગ્યો અને એક દિવસ પછી ત્યાંથી ગંદું પાણી નીકળવા લાગ્યું. જેમજેમ તે ભાગને હળવા હાથે દબાવતા ગયા તેમતેમ સોજેા પણ ઊતરી ગયો અને તેમાં ભરાયેલું બધું પાણી બહાર નીકળી ગયું. ત્રીજા દિવસે દીપિકા ડોક્ટરને મળવા ગઈ. ડોક્ટરે તેના દીકરાને તપાસ્યો અને ગળવાની એક ગોળી લખી આપી. આ ગોળી ૧ અઠવાડિયા સુધી લેવાની હતી.
ડોક્ટરે જણાવ્યું હતું, ‘‘દીકરાની આંખની પાસેની એક નળીમાં ગંદું પાણી ભરાઈ ગયું હતું, જેથી તેની આંખમાંથી પાણી વહી રહ્યું હતું. દવા આંખમાં જવાથી ગંદું પાણી ધીરેધીરે બહાર નીકળી ગયું, નળી સાફ થઈ ગઈ અને પાણી નીકળવાનું બંધ થઈ ગયું. જેા આ દવાએ અસર કરી ન હોત તો ઓપરેશન કરીને નળીને ઓપરેશન કરીને સાફ કરવી પડતી. ૧ અઠવાડિયાની દવા લીધા પછી આંખમાં જે ઈંફેક્શન થયું હતું તે પણ ધીરેધીરે ઠીક થશે. હવે ઓપરેશન કરવાની કોઈ જરૂર નથી.’’

સમજદારીથી કામ લો
દીપિકાને આ વાત સાંભળીને રાહત થઈ ગઈ. પહેલા તેને આ ડોક્ટરની ફી થોડી મોંઘી લાગી હતી, ખાસ કરીને ત્યારે જ્યારે ફીની સરખામણીમાં દવા ખૂબ સસ્તી હતી, પરંતુ હવે તેને લાગી રહ્યું હતું કે મોંઘી ફી ચૂકવવામાં કોઈ આપત્તિ ન હોવી જેાઈએ. જરૂર એ વાતની હોય છે કે સાચી સલાહ મળે. તેથી જેા કોઈ ડોક્ટરની ફી વધારે હોય તો ચિડાશો નહીં, પરંતુ સમજદારીથી કામ લો. જેા ડોક્ટર અનુભવી હોય, યોગ્ય સલાહ અને યોગ્ય સારવાર મળતી હોય તો ઊંચી ફી વાસ્તવમાં વધારે નથી પડતી.
આપણા સમાજમાં એક કહેવત પણ છે કે મોંઘું ખૂંચે એક વાર, સસ્તું ખૂંચે વારંવાર. તેનો અર્થ એ થાય છે કે મોંઘી વસ્તુ સારી હોય છે. તેનાથી વિપરીત જેા આપણે સસ્તી વસ્તુ લઈએ તો વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
અહીં એ વાતને સમજવી જરૂરી છે કે દરેક મોંઘી વસ્તુ અથવા દરેક મોંઘા ડોક્ટર સારા હશે તે તમારી સમજદારી પર નિર્ભર કરે છે કે તમે યોગ્ય ડોક્ટરની પસંદગી કરો. ઘણી વાર ડોક્ટર પોતાને વધારે સારા અને તજ્જ્ઞ બતાવવા માટે પણ પોતાની ફી ઊંચી રાખતા હોય છે. તેથી આ સ્થિતિમાં તમારે સમજદારી રાખવી પડશે કે એવા ડોક્ટરની પસંદગી કરવી, જે સારા હોવાની સાથેસાથે મોંઘા હોય તો પણ ચિડાવું નહીં.

ડોક્ટર મોંઘા કેમ થયા
હાલના સમયમાં મેડિકલ ક્ષેત્ર સેવાની સાથે વ્યવસાય પણ થઈ ગયો છે. ડોક્ટરનો અભ્યાસ મોંઘો થવાની સાથે લાંબો સમય માંગી લે છે. ખૂબ મહેનત, ખર્ચ અને સમય પછી એક સારો ડોક્ટર તૈયાર થાય છે. સાથે જે ડોક્ટર પોતાની નાની હોસ્પિટલ કે ક્લિનિક ખોલે તો તેણે સૌપ્રથમ એક સારી જગ્યા લેવી પડે છે. તેનું ભાડું ચૂકવવું પડે છે. પહેલાંના સમયમાં ડોક્ટર ગમે ત્યાં પ્રેક્ટિસ શરૂ કરતા હતા અને ત્યાં દર્દીઓ આવવા લાગતા હતા, પરંતુ આજે એવું નથી રહ્યું.
આજે સારી જગ્યાની સાથે હોસ્પિટલ અથવા ક્લિનિકમાં સારી બેઝિક સુવિધા જરૂરી બની ગયા છે. તેના માટે ડોક્ટરોએ નર્સિસ તેમજ બીજા સ્ટાફને રાખવા પડે છે પોતાની આસપાસના ડોક્ટર કરતા પોતાને વધારે ઉત્તમ અને તજ્જ્ઞ દર્શાવવા પડતા હોય છે. હોસ્પિટલને સ્વચ્છ અને હાઈજેનિક રાખવી પડે છે તેમજ હોસ્પિટલનો પ્રચારપ્રસાર કરવો પડે છે.
તેની સાથે હોસ્પિટલ અથવા ક્લિનિકનું રજિસ્ટ્રેશન, તેની ફી, સરકારના ટેક્સિસ, કોર્પોરેશનના ટેક્સ જેવા ખર્ચ કરવા પડે છે. તેને સરકારના ઈન્સ્પેક્ટર રાજનો સામનો કરવો પડે છે. આ બધાની કિંમત પણ તેને ચૂકવવી પડે છે. આ બધા ખર્ચ ડોક્ટર પોતાની ફીમાંથી કરતા હોય છે. આ સ્થિતિમાં તે સસ્તી ફી કેવી રીતે રાખી શકે? પ્રાઈવેટ હોસ્પિટલ કે ક્લિનિક ચલાવતા ડોક્ટરને સરકાર કોઈ મદદ નથી કરતી. આ સ્થિતિમાં ડોક્ટર્સે પોતાના બધા ખર્ચ જાતે ઉઠાવવા પડતા હોય છે, જેને તે પોતાના દર્દીઓ પાસથી વસૂલે છે.

ડોક્ટરની પસંદગી સમજદારીપૂર્વક કરો
એ વાત પણ પોતાની જગ્યાએ સાચી છે કે દરેક મોંઘી વસ્તુ સારી નથી હોતી. આ સ્થિતિમાં માત્ર મોંઘી ફી જેાઈને અથવા ઝાકઝમાળ જેાઈને ડોક્ટરની કે હોસ્પિટલની પસંદગી ન કરો. જેા તમે સમજદારીપૂર્વક ડોક્ટરની પસંદગી કરી હશે તો મોંઘી ફી ચૂકવ્યા પછી પણ તમારે પસ્તાવું નહીં પડે, પરંતુ જેા તમે માત્ર ઝાકઝમાળ જેાઈને હોસ્પિટલ કે ડોક્ટરની પસંદગી કરી હશે તો મોંઘી ફી ચૂકવીને પસ્તાવું પડશે.
વાસ્તવમાં આપણા સમાજમાં લોકો ડોક્ટર પાસે ઈમર્જન્સીની સ્થિતિમાં જતા હોય છે. આ સ્થિતિમાં તેમની પાસે સાચા ખોટાને પારખવાનો સમય નથી હોતો. તેથી ઉત્તમ એ રહેશે કે સમયાંતરે પોતાના શરીરની તપાસ માટે ડોક્ટરને મળતા રહો, જેથી ઈમર્જન્સીની સ્થિતિમાં આમતેમ ભટકવાની જરૂર ન પડે.
– શૈલેન્દ્ર સિંહ.

વધુ વાંચવા કિલક કરો....