કિચન ઘરની એ જગ્યા છે, જ્યાં મહિલાઓ પોતાનો સૌથી વધારે સમય પસાર કરે છે. આ સ્થિતિમાં કિચનનું વ્યવસ્થિત અને મોડર્ન હોવું સમયની માંગ બની ગયું છે. તેથી આજકાલ મોડર્ન કિચનનું ચલણ વધી ગયું છે. યાદ રાખો, જ્યારે પણ તમે તમારા ઘરનું ઈન્ટીરિયર કરાવો ત્યારે કિચનને નજરઅંદાજ ન કરો, કારણ કે તેનો ઘરના લુકને વધારે સુંદર બનાવવામાં મહત્ત્વપૂર્ણ રોલ હોય છે, પરંતુ મોડર્ન કિચન તમારા કામને સરળ બનાવવામાં મદદ કરવાની સાથેસાથે ટાઈમ સેવિંગ કરે છે. આવો જાણીએ, જ્યારે તમે તમારા કિચનને મોડ્યુલર બનાવડાવો, ત્યારે કઈ વાતનું ખાસ ધ્યાન રાખશો.

લાકડું કેવું હોવું જેાઈએ
દરેકનું એક સપનું હોય છે કે તેનું પોતાનું પણ ઘર હોય અને તેમાં કિચન મોડ્યુલર હોવાની સાથેસાથે દરેક ફેસિલિટીથી પરિપૂર્ણ હોય, પરંતુ ઘણી વાર આપણે પૈસા બચાવવાના ચક્કરમાં કિચનમાં સસ્તું વુડન વર્ક કરાવી લઈએ છીએ, જે જલદી ખરાબ થવાની સાથેસાથે તમારા પૂરા બજેટને પણ બગાડવાનું કામ કરે છે.
આ સ્થિતિમાં જરૂરી છે કે જ્યારે પણ કિચનમાં લાકડાનું કામ કરાવો ત્યારે ખાસ ધ્યાન રાખો કે તે વોટરપ્રૂફ હોવું જેાઈએ, જેથી કિચનમાં મોઈશ્ચરની અસર તેની પર ન થાય અને જેા તમારું બજેટ હોય તો કોશિશ કરો કે ટરમાઈટપ્રૂફ લાકડાની પસંદગી કરો, જેથી ઊધઈ તમારા કિચનને બિલકુલ સ્પર્શી ન શકે. કિચનમાં હંમેશાં ક્વોલિટી પ્લાયવુડનો ઉપયોગ કરો, જેથી તમારું કિચન વર્ષોવર્ષ નવું જ રહે.

ડબલ પ્રોટેક્શન
જ્યારે પણ તમારા કિચનને ડબલ પ્રોટેક્શન આપવા માટે લેમિનેટની પસંદગી કરો, ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે કાઉન્ટરની નીચેના સ્ટોરેજ માટે ટેક્સચર લેમિનેટની પસંદગી ન કરો, કારણ કે તેમાં વધારે ગંદકી ફસાઈ જવાથી તેના ખરાબ થવાનો ડર સૌથી વધારે રહે છે.
તેની જગ્યાએ તમે પ્લેન લેમિનેટની પસંદગી કરી શકો છો. લેમિનેટ એક એવું મટીરિયલ છે, જેને ક્લીન કરવું સરળ હોવાની સાથેસાથે લાંબા સમય સુધી ચાલે પણ છે અને જેા તમારે કિચનના ઉપરના સ્ટોરેજમાં લેમિનેટ કરાવવું હોય, તો તમે લાઈટ ટેક્સચર કે હેવી ટેક્સચરવાળું લેમિનેટ કરાવીને ન માત્ર તમારા કિચનને સુરક્ષિત બનાવી શકો છો, પરંતુ પોતાની પસંદ પણ પૂરી કરી શકો છો.
સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે કિચનમાં ઓછામાં ઓછા કલર્સવાળા લેમિનેટનો ઉપયોગ કરો, કારણ કે તેનાથી તમે ટ્રેન્ડને તો ફોલો કરશો જ સાથેસાથે તમારું કિચન ટોપ ક્લાસનું દેખાશે. જેા તમારું કિચન નાનું હોય તો ઉપર તથા નીચે એક સમાન કલરનો ઉપયોગ કરો, કારણ કે તેનાથી સારું દેખાવાની સાથેસાથે તેની સાઈઝ પણ ઈગ્નોર થશે.
તમારું કાઉન્ટર ડાર્ક કલરનું હોય અને તમારું નીચેના ભાગમાં ડાર્ક કલરના લેમિનેટને યૂઝ કરવાનું મન હોય તો તમે હેન્ડલ્સની જગ્યાએ પ્રોફાઈલનો ઉપયોગ કરી શકો છો. તે કલરની વચ્ચે બેલેન્સ બનાવવાનું કામ કરશે અને જેા તમને તમારા કિચન માટે વુડન પ્રિન્ટનું લેમિનેટ પસંદ આવ્યું હોય, તો તમારે એ વાતનું ધ્યાન રાખવું જેાઈએ કે લાકડાની ડિઝાઈનને લંબાઈમાં રાખો, તેનાથી તમારું કિચન જરૂર મોટું દેખાશે.

કાઉન્ટરટોપ ખાસ હોવું જેાઈએ
કિચનમાં કાઉન્ટરટોપ, જેનો ઉપયોગ ખૂબ વધારે કરવામાં આવે છે. તેથી જ્યારે પણ તેની પસંદગી કરો ત્યારે જુઓ કે તે હીટ રિજિસ્ટેંટ, સ્ટેન રેસિસ્ટેંટ જરૂર હોવું જેાઈએ, જેથી તેના પર હીટ તથા ડાઘધબ્બાની કોઈ અસર ન થાય અને જેા તેની પર ડાઘધબ્બા પડી જાય તો પણ તેને સરળતાથી સાફ કરી શકાય. કિચન કાઉન્ટરટોપ માટે આમ તો અનેક ઓપ્શન ઉપલબ્ધ છે. જેમ કે ગ્રેનાઈટ સ્લેબ અથવા ટાઈલ્સ, માર્બલ, નેનો વાઈટ, સોલિડ સરફેસ, સ્લેટ, રીસાઈકલ્ડ ગ્લાસ સ્લેબ તથા ટાઈલ્સ વગેરે, જેને તમે તમારી પસંદ તથા જરૂરિયાત પ્રમાણે લગાવીને તમારા કિચન કાઉન્ટરને લોંગલાસ્ટિંગ તથા સુંદર બનાવી શકો છો.

પ્રોફાઈલ હેન્ડલ્સ
આ હેન્ડલ્સની જેમ કામ કરે છે, પરંતુ આજકાલ હેન્ડલ્સની જગ્યાએ મોડ્યુલર કિચનમાં પ્રોફાઈલ હેન્ડલ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે ડોરને સરળતાથી ખોલવામાં મદદ કરે છે, પરંતુ વાતનું ધ્યાન રાખવાની જરૂર છે કે પૂરા કિચન કેબિનેટમાં એક જ પેટર્નનો ઉપયોગ કરવામાં આવે, જેમ કે જેા લોઅર કેબિનેટમાં પ્રોફાઈલ હેન્ડલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હશે, તો ઉપર તથા બેંકમાં પણ એક જેવી પેટર્નને ફોલો કરો.
આ જ રીતે જેા નોર્મલ હેન્ડલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હશે તો પૂરા કિચનમાં આ જ પ્રકારના હેન્ડલ્સનો ઉપયોગ કરવો સારો રહેશે, નહીં તો ન લુક વાઈઝ કિચન સારું દેખાશે, ન તમને કંફર્ટ ફીલ થશે. તેથી એક સમાન પેટર્નનું ખાસ ધ્યાન રાખો.

સ્ટોરેજ બાસ્કેટ
જે રીતે મોડ્યુલર કિચન લોકોમાં પોપ્યુલર છે, બરાબર તે જ રીતે મોડ્યુલર કિચનમાં સ્ટોરેજ બાસ્કેટની પણ ખૂબ મહત્ત્વની ભૂમિકા હોય છે, જેથી તમને સામાન મૂકવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય. તમને માર્કેટમાંથી હાઈ ક્વોલિટીના સ્ટેનલેસ સ્ટીલના વિભિન્ન શેપ તથા આકારમાં સ્ટોરેજ બાસ્કેટ મળી જશે, જેને તમે ખૂબ સરળતાથી પોતાના કિચનમાં ફિટ કરાવી શકો છો, જેમ કે તમારી ચોઈસ મુજબ પ્લેન વાયર બાસ્કેટ, પ્લેટ બાસ્કેટ, કટલરી બાસ્કેટ, કપ સોસર બાસ્કેટ, અંડર સિંક બાસ્કેટ, ડિશ ડ્રેનિંગ બાસ્કેટ, બિન બાસ્કેટ, બોટલ બાસ્કેટ, કોર્નર યૂનિટ્સ વગેરે લગાવીને કિચનને સુંદર બનાવવાની સાથેસાથે તેમાં વસ્તુને વ્યવસ્થિત રાખવા માટે તમને ખૂબ સ્પેસ પણ મળી જશે.

કલર કોમ્બિનેશન
તમે ઘરમાં ગમે તેટલું મોંઘું કામ કેમ ન કરાવ્યું હોય, પરંતુ જેા કલર કોમ્બિનેશનનું ધ્યાન નહીં રાખ્યું હોય તો તમારી પૂરી મહેનત પર પાણી ફરી વળશે. જેથી ઘરની દરેક જગ્યાની જેમ કિચન કેબિનેટમાં પણ કલર કોમ્બિનેશનનું ખાસ ધ્યાન રાખવું જેાઈએ, જેથી ન કિચન વધારે ડલ લાગે કે ન વધારે ચમકતું. જેાકે તેના માટે તમારે તમારા કિચનની સ્પેસને ધ્યાનમાં રાખવી પડશે. આમ આજકાલના ટ્રેન્ડમાં ચાલી રહેલા કિચન કેબિનેટ ડિઝાઈનમાં કલર્સ છે.
સી એન્ડ સ્કાય, લીફ ગ્રીન એન્ડ વાઈટ, બોલ્ડ બ્લૂ એન્ડ સોફ્ટ બ્લૂ, ચેરી કલર, કૂલ ગ્રે એન્ડ હોટ ઓરેન્જ, ડીપ એક્વા એન્ડ વાઈટ, કોર્નફ્લોર એન્ડ યલો આ પ્રકારના કોમ્બિનેશનને તમે તમારા કિચન માટે પસંદ કરી શકો છો.

હોબ
જેા તમે તમારા કિચનને સુંદર બનાવવા ઈચ્છો છો તો કિચનમાં હોબ પણ જરૂર લગાવડાવો. તેમાં કિચનના સ્લેબને કાપીને તેમાં હોબ ઈંસ્ટોલ કરવામાં આવે છે અને ત્યાર પછી પાઈપ વગેરેને સારી રીતે સેટ કરવામાં આવે છે, જેથી બહાર કંઈ જ ન દેખાય. તેને લગાવવાથી થોડું બજેટ જરૂર વધી જાય છે, પરંતુ તે મોડ્યુલર કિચનમાં પ્રાણ ફૂંકવાનું કામ કરે છે. જેાકે તેનું પ્લાનિંગ પહેલાંથી કરો. ઉપરાંત સિંકની પસંદગીમાં પણ ખાસ ધ્યાન રાખો.

ચીમની
ભલે ને ચીમની માત્ર એક ઓર્ડર કરવા પર ઘરે આવી જાય અથવા માત્ર કલાકોમાં તેની ડિલિવરી મળી જાય, પરંતુ જ્યારે મોડ્યુલર કિચન બનાવડાવવા પર વિચારો છો, ત્યારે સ્પેસ અને માપના હિસાબે પહેલાંથી ચીમની ખરીદી લો, જેથી પાછળથી તેને લગાવવામાં કોઈ મુશ્કેલી ન પડે. તે કિચનમાંથી ધુમાડાને બહાર કાઢવાનું કામ કરે છે, સાથે કિચનને પણ મોર્ડન બનાવે છે. તો હવે જ્યારે પણ મોડ્યુલર કિચન બનાવડાવવા વિશે વિચારો તો અહીં જણાવેલી આ વાત ધ્યાનમાં રાખો.
– પારૂલ ભટનાગર.

વધુ વાંચવા કિલક કરો....