વધતા શહેરીકરણના લીધે લોકોમાં ગામડું જેાવા અને સમજવાનો ક્રેઝ વધવા લાગ્યો છે. તેના લીધે ગ્રામીણ ટૂરિઝમમાં લોકોનો રસ વધ્યો છે. હવે લોકો ફરવા જાય છે તો મુખ્ય સ્થળે રોકાવાના બદલે આજુબાજુના ગામડામાં બનેલી હોટલમાં રહે છે. તેના કેટલાય લાભ છે. એક તો અહીં શહેરો જેવી ભીડ નથી હોતી, અહીંનો પ્રાકૃતિક માહોલ ગમે છે અને સ્વાદિષ્ટ ભોજન મળે છે. ગામડાનો માહોલ મળતા મનને શાંતિ મળે છે. સૌથી મોટી વાત શહેરોની સરખામણીમાં ત્યાં ઓછો ખર્ચ હોય છે. ફેમિલી અને મિત્રો સાથે અહીં ફરવા આવવું રસપ્રદ છે.
રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીર જ નહીં, હવે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના ગામડામાં પણ લોકો આ પ્રકારની હોટલ બનાવવા લાગ્યા છે. જ્યાં લોકો આવીને રહે છે. આવી જગ્યા કેટલાય પર્યટક સ્થળોની આસપાસ બનવા લાગી છે, જેથી પર્યટકો ત્યાં રોકાઈને ફરવાનો આનંદ માણી શકે. રાજસ્થાનમાં જૂની હવેલીને હોટલ તરીકે ઉપયોગ કરવાનો ટ્રેન્ડ જૂનો છે.
હવે ઉત્તર પ્રદેશ સરકાર પણ જૂની હવેલી અને રાજાઓના મહેલોને હોટલ બનાવવાની શક્યતા શોધી રહી છે. હવે યુવાવર્ગ પણ પર્યટન વેપારમાં આગળ આવી રહ્યો છે. કેટલાય રિસોર્ટ અને રેસ્ટોરન્ટ એવા છે જેને છોકરીઓ સંચાલિત કરી રહી છે. પહાડી વિસ્તારમાં જ્યાં ગરમીમાં પર્યટકો વધારે જાય છે ત્યાં મેદાની વિસ્તારમાં બહારથી આવનારા પર્યટકો ઓક્ટોબરથી એપ્રિલ સુધી આવે છે. વધારે ગરમી અને વરસાદમાં અહીં ફરવા ઓછા આવે છે. વાઈલ્ડ લાઈફ જેાનારા મધ્ય પ્રદેશ જવાનું પસંદ કરે છે.

પન્નાનું ‘નાહર બાગ રાજગઢ’
મધ્ય પ્રદેશમાં પન્ના જિલ્લા પન્ના ટાઈગર રિઝર્વની સાથેસાથે વોટરફોલ અને મંદિરો માટે પણ પ્રખ્યાત છે. અહીં નજીકમાં ખજુરાહો પણ છે. પર્યટનની નજરમાં પન્ના પર્યટક સ્થળ માનવામાં આવે છે. અહીં ‘નાહર બાગ રાજગઢ’ રિઝોર્ટ છે. તેને રાવી સિંહે બનાવ્યો. વારાણસીની રહેવાસી રાવી સિંહની રુચિ વાઈલ્ડ લાઈફમાં છે. તેને અહીં ફરવું ગમતું હતું. પોતાની રુચિને પોતાની કરિયર બનાવવા માટે રાવી સિંહે ટૂરિઝમ એન્ડ ટ્રાવેલ્સમાં એમ.એ.નો અભ્યાસ પૂરો કર્યો. ત્યાર પછી ‘નાહર બાગ રાજગઢ’ શરૂ કર્યું. તેના દ્વારા તે પર્યટકોને વિલેજ અને વાઈલ્ડ લાઈફ ટૂરિઝમ સાથે જેાડવા માંગે છે.
‘નાહર બાગ રાજગઢ’ માં ૧૦ રૂમ છે, જેમાંથી ૪ ટેન્ટ છે. અહીં પર્યટકોને ગામડાનો માહોલ જેવા મળે છે. પાક કેવી રીતે થાય છે. કેટલીય વાર લોકો એ જેાઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. તેમણે બટાકા, ટામેટા જેવી વસ્તુના છોડ નથી જેાયા. તેમના કિચન ઓર્ગેનિક પાક પર આધારિત છે. પર્યટકોની માગણી મુજબ તેમને જગ્યા બતાવવામાં આવે છે. તેના માટે વિલેજ વોક, નેચર વોક અને લંચ વિથ લોકલ કરાવવામાં આવે છે. બુંદેલખંડી ભોજન અને કલાસંસ્કૃતિ જેાઈ પર્યટક ખૂબ ખુશ થાય છે. રાવી સિંહ જણાવે છે, ‘‘અમારી સાથે ૧૭ લોકોનો સ્ટાફ કામ કરે છે. જે ગામડા સાથે જેાડાયેલા લોકો છે. પન્ના ટાઈગર્સ અને ખજુરાહો નજીક હોવાથી લોકો અહીં આવે છે, જે લોકો એક વાર અહીં આવે છે તેઓ ફરીથી આવે છે અને તેમના ઓળખીતા લોકોને પણ અહીં મોકલે છે. અમારો ઉદ્દેશ ગામડાનો વિકાસ અને શહેરના લોકોને ગામડાના જીવન સાથે જેાડવાનો છે. તેના માટે અમે તેમને એક સુવિધાજનક માહોલ આપવાનું કામ કરીએ છીએ.’’

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....