એશિયન પેઈન્ટની એક જાહેરાત તમને બધાને યાદ હશે, જેમાં સુનીલ બાબુની જિંદગી આગળ વધતી રહે છે. દરેક વસ્તુમાં બદલાવ આવતો રહે છે, પરંતુ એક વસ્તુ જે નથી બદલાતી તે છે તેમનું ઘર, જે હંમેશાં નવુંનવું લાગતું હોય છે. તમે પણ તમારા ઘરને પેઈન્ટ કરાવવાનું વિચારી રહ્યા છો તો થોડી સમજાદારી તમે પણ બતાવો, જેથી તમારું ઘર પણ હંમેશાં નવુંનવું લાગે અને લોકો તમારા વખાણ કરતા ન થાકે. તો આવો, જાણીએ કે ઘરને પેઈન્ટ કરાવતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું જેાઈએ અને રંગની પસંદગી કેવી રીતે કરવી જેાઈએ :

કર્ટેન્સ તથા ઈન્ટીરિયરને ધ્યાનમાં રાખો
જ્યારે પણ તમે તમારા ઘરમાં પેઈન્ટ કરાવવાનું વિચારો, ત્યારે સૌપ્રથમ જેાઈ લો કે તમારા ઘરમાં કર્ટેન્સ કેવા પ્રકારના લગાવેલા છે, કારણ કે હંમેશાં પેઈન્ટ ઘરના પડદા અને ઈન્ટીરિયરને ધ્યાનમાં રાખીને કરાવવો જેાઈએ, કારણ કે તેનાથી ઘરના લુકને સૌંદર્ય પ્રાપ્ત થાય છે. જેાકે હંમેશાં એ જરૂરી નથી કે પૂરા ઘરમાં એક સમાન પેઈન્ટ કરાવવો જેાઈએ. તમે તમારી ચોઈસ પ્રમાણે અલગઅલગ રૂમમાં મેચિંગ પેઈન્ટ કરાવી શકો છો, જે સુંદર દેખાવાની સાથેસાથે આજકાલ ટ્રેન્ડમાં પણ હોય. તે માટે કોઈ એક્સપર્ટની સલાહ જરૂર લો, જેથી તમારા ઘરનો યોગ્ય રીતે ન્યૂ મેકઓવર કરવામાં મદદ મળી શકે.

બાળકોને ધ્યાનમાં રાખીને પેઈન્ટ કરાવો
જ્યારે પણ ઘરમાં પેઈન્ટ કરાવો ત્યારે બાળકોને અચૂક ધ્યાનમાં રાખો. એવું એટલા માટે કારણ કે જેા તમારા ઘરમાં નાના બાળકો હશે અને તમે દીવાલ પર નોર્મલ પેઈન્ટ કરાવવાનું વિચારતા હશો તો તમારો કરાવેલો પેઈન્ટ જલદી ખરાબ થવાની સાથે બાળકો દ્વારા દીવાલ પર લખવા અથવા પેઈન્ટિંગ કરાવવાથી ખરાબ તો દેખાશે, સાથેસાથે ઘરની સુંદરતામાં પણ ઘટાડો કરશે. તેથી સાદા પેઈન્ટની જગ્યાએ દીવાલ પર ઓઈલ પેઈન્ટ કે વોટરપ્રૂફ પેઈન્ટ કરાવી શકો છો, જેની પર ડાધ લાગતા તરત વોશ કરવાથી તે દૂર થાય છે. જેા તમારા ઘરને સુંદર બનાવવા માટે કોઈ સારો અને મોંઘો પેઈન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો તો બાળકોના રૂમમાં તેમની થીમનું જરૂર ધ્યાન રાખો, કારણ કે તેમના રૂમમાં તેમની ફેવરિટ થીમનો વોલ પેઈન્ટ જેમ કે કાર્ટૂન કેરેક્ટર્સ વગેરે હોવાથી બાળકો તેની તરફ વધારે એટ્રેક્ટ થશે અને ત્યાં બેસીને ઉત્સાહથી દરેક કામ કરવા તૈયાર થશે.

વિવિધ પ્રકારના પેઈન્ટ
તમે તમારા ઘરને ફ્રેશ લુક આપવા માટે પેઈન્ટ કરાવવાનું વિચારી રહ્યા છો તો તેના માટે તમારે યોગ્ય પેઈન્ટ, કલર અને તેના ફિનિશિંગ પર ધ્યાન આપવું પડશે. આ વાતનું ધ્યાન રાખશો તો જ તમારા ઘરને સુંદર બનાવી શકશો, પરંતુ તેના માટે તમારે સૌપ્રથમ માર્કેટમાં કયાકયા પેઈન્ટ ઉપલબ્ધ છે તે તપાસી લેવું પડશે, જેથી દરેક પેઈન્ટ વિશે જાણકારી મેળવીને તમારા ઘર માટે પેઈન્ટની પસંદગી સરળતાથી કરી શકશો.
તો આવો, જાણીએ પેઈન્ટ વિશે :

ઈનેમલ પેઈન્ટ ઓઈલ બેઝ હોય છે, જે લાંબા સમય સુધી જળવાઈ રહે છે સાથે દીવાલોને ગ્લોસી ફિનિશ આપવાથી ઘરને રોયલ લુક મળે છે. આ પેઈન્ટ એવી જગ્યાએ વધારે સૂટ કરે છે, જ્યાં વધારે મોઈશ્ચર તથા હ્યૂમિડિટી હોય છે, પરંતુ આ પેઈન્ટમાં સમય જતા ક્રેક્સ પડવાની શરૂ થઈ જાય છે.

ડિસ્ટેંપર પેઈન્ટ પોકેટ ફ્રેન્ડલી તો હોય છે સાથે તેને દીવાલ પર પ્રાઈમર એપ્લાય કર્યા વિના ડાયરેક્ટ એપ્લાય કરી શકાય છે. જેાકે તે વોટરપ્રૂફ નથી હોતા, તેથી ભીનાશ આવતા તે નીકળી જાય છે.

ટેક્સ્ચર પેઈન્ટ દીવાલને ખૂબ યૂનિક ટચ આપવાનું કામ કરે છે. તે વોટરપ્રૂફ હોવાની સાથે તેની ખાસ ટેક્નિકની મદદથી દીવાલોને ખાસ ઈફેક્ટ આપવાનું કામ કરે છે. જેાકે આ પેઈન્ટ ખૂબ મોંઘા હોવાની સાથેસાથે તેને એક્સપર્ટ પેઈન્ટર કરી શકે છે.

મેટાલિક પેઈન્ટ વોટર બેઝ હોવાની સાથેસાથે દીવાલને મેટાલિક ફિનિશ આપે છે, તેથી ઘરને એક લક્ઝુરિયસ લુક મળે છે. જેાકે આ પેઈન્ટ વધારે મોંઘા જરૂર હોય છે, તેથી તે શાનદાર ઈફેક્ટ આપે તે માટે તેને રૂમના એક નાના ભાગમાં લગાવવામાં આવે છે.

એક્રેલિક પેઈન્ટ વોટરપ્રૂફ હોવાની સાથે મોટાભાગના લોકોની પસંદ હોય છે, કારણ કે તે લાંબા સમય સુધી જળવાઈ રહેવાની સાથે વધારે ટકાઉ હોય છે. આ પેઈન્ટ મેટ, સાટીન, સિલ્ક દરેક પ્રકારના ફિનિશમાં ઉપલબ્ધ રહે. તે દીવાલ પર ક્રેક્સ પણ નથી પડવા દેતા. આ પેઈન્ટને કરાવતા પહેલાં માત્ર દીવાલ પર પ્રાઈમરનો કોટ કરાવવો જરૂરી રહે છે.

કલરનું ધ્યાન રાખો
લિવિંગરૂમ ઘરનો તે રૂમ હોય છે, જ્યાં આપણે પરિવાર સાથે બેસીને સૌથી વધારે સમય પસાર કરીએ છીએ. ત્યાં સુધી કે આ એ જ રૂમ હોય છે, જે બહારથી આવેલા લોકોને એટ્રેક્ટ કરતો હોય છે. આ સ્થિતિમાં આ ખાસ જગ્યા માટે તમે ન્યૂટ્રલ શેડની પસંદગી કરી શકો છો.

તમે ડાઈનિંગ રૂમને કોફી લુક આપવા ઈચ્છો છો તો તમારે રેડ શેડને પસંદ કરવો જેાઈએ, કારણ કે રેડ કલર લાઈવલીનેસને પ્રમોટ કરવાની સાથેસાથે ભૂખને વધારવાનું કામ કરે છે. આ જ કારણસર સ્પેનિશ રેસ્ટોરન્ટ રેડ કલરની ફેન રહી છે. આ જ રીતે યલો કલર ખુશીઆનંદનું પ્રતીક હોવાની સાથેસાથે તમે વધારે કંફર્ટ બનીને સારું ખાવા વિશે વિચારો છો. જ્યારે ગ્રીન ડાઈનિંગ રૂમ નેચરને નજીક લાવવાની સાથે તેમને સારું ખાવા માટે પ્રમોટ કરવાનું કામ કરે છે.

બાળકોના રૂમમાં હંમેશાં સોફ્ટ ટોન્સ ધરાવતા પેઈન્ટ વધારે કરાવવા જેાઈએ, કારણ કે તે તેમને શાંત અને કુલ રાખવાનું કામ કરે છે.

બેડરૂમ ઘરની એ જગ્યા છે, જ્યાં આપણે પોતાને રિલેક્સ કરવા માટે જઈએ છીએ. આ જેાતા જ્યારે પણ બેડરૂમ માટે પેઈન્ટ કલરની પસંદગી કરો ત્યારે તે સોફ્ટ કલર એટલે કે લાઈટર કલર ઓફ ટોન્સ હોવા જેાઈએ, જે તમને રિલેક્સ ફીલ કરાવવાનું કામ કરે.

જ્યારે વાત આવે કિચનની તો તમે કિચનમાં ગ્રે, વાઈટ, બ્લૂ, રેડ, યલો અને ગ્રીન જેવા શેડને પસંદ કરો, કારણ કે આ કલર વધારે શાઈન કરવાની સાથે એટ્રેક્ટ કરવાનું કામ કરે છે.

બાથરૂમમાં વાઈટ કલર ખૂબ બેસ્ટ રહે છે, કારણ કે તે હંમેશાં ફ્રેશ તથા ક્લીન ફીલ આપવાનું કામ કરે છે, સાથે તમે સોફ્ટ ગ્રે, લાઈટ બ્લૂ, પિસ્તા અને લાઈટ ગ્રીન જેવા શેડ પણ ટ્રાય કરી શકો છો. આ કલર પણ ખૂબ ફીલ આપવાનું કામ કરે છે.

ટ્રેડિશનલ પેઈન્ટનો પણ ટ્રેન્ડ
તમે તમારા ઘરને ટ્રેડિશનલ લુક આપવા ઈચ્છો, તો આજકાલ ટ્રેન્ડમાં ચાલી રહેલા મધુબની પેઈન્ટ દ્વારા દીવાલ સજાવી શકો છો. પહેલા મધુબની પેઈન્ટિંગને રંગોળી રૂપે લોકો સામે પ્રસ્તુત કરવામાં આવતા હતા, પરંતુ હવે તે આધુનિક રૂપે કપડાં, દીવાલ તથા કાગળ પર ઊતરી આવ્યા છે. આ કલાને ન માત્ર ભારતમાં પરંતુ વિદેશમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
– પારુલ ભટનાગર.

વધુ વાંચવા કિલક કરો....