હું ૨૬ વર્ષની નોકરિયાત મહિલા છું. છેલ્લા થોડાક દિવસથી હું ખૂબ થાક અનુભવું છું અને ઊર્જાની ઊણપ પણ અનુભવું છું. શું મલ્ટિવિટામિન લેવાથી હું સ્વસ્થતા અનુભવી શકીશ?
આજે મલ્ટિવિટામિન લેવાનું ચલણ ખૂબ સામાન્ય બની ગયું છે. લોકો શરીરમાં કમજેારી અનુભવતા અથવા સ્વયંને ફિટ રાખવા માટે ડોક્ટરની સલાહ વિના વિટામિન અથવા મિનરલ્સ માટે સપ્લિમેન્ટ લેવાનું શરૂ કરી દેતા હોય છે. વિટામિનના વધારે સેવનથી વિટામિન પોઈઝનિંગ થઈ જાય છે. તેથી ડોક્ટરની સલાહ વિના તેનું સેવન કરવું તમારા સ્વાસ્થ્ય માટે જેાખમી બની શકે છે. તેથી સૌપ્રથમ કોઈ સારા ડોક્ટરને બતાવો અને જરૂરી તપાસ કરાવ્યા પછી ખબર પડશે કે તમે ઊર્જાની ઊણપ કેમ અનુભવી રહ્યા છો અને તમને કયા વિટામિનની કેટલી માત્રામાં જરૂર છે. થાક અને કમજેારીથી બચવા માટે આહારનું ધ્યાન રાખો. તમારા ડાયટમાં સૂકા મેવા, દૂધ તથા અન્ય ડેરી પ્રોડક્ટ, સીઝનલ ફ્રૂટ તથા શાકભાજીને વધારે પ્રમાણમાં સામેલ કરો. દર ૨-૩ કલાકમાં કંઈ ને કંઈ ખાતા રહો. જેા તમે તમારા આહારનું ખાસ ધ્યાન રાખશો તો તમને મલ્ટિવિટામિનની ગોળી ખાવાની જરૂર નહીં પડે.

મારા પતિને ગત મહિને હાર્ટએટેક આવ્યો હતો. મેં સાંભળ્યું છે કે એક વાર એટેક આવ્યા પછી તેના ફરીથી આવવાનું જેાખમ ખૂબ વધી જાય છે. હું તેમના આહારનું કેવી રીતે ધ્યાન રાખું કે તે અને તેમનું હૃદય બંને સ્વસ્થ રહે?
એક વાર હાર્ટએટેક આવ્યા પછી આગામી ૧૦ વર્ષમાં બીજેા હાર્ટએટેક આવવાની આશંકા ૯૦-૯૫ ટકા સુધી રહેતી હોય છે, પરંતુ બીજા હાર્ટએટેકના જેાખમને ઓછું કરવું શક્ય છે. તેના માટે તમારે તેમની જીવનશૈલી અને આહારમાં બદલાવ લાવવો પડશે તેમજ તેને જાળવી રાખવો પડશે. હૃદયને સ્વસ્થ રાખવા માટે પોષક અને સંતુલિત ભોજનનું સેવન ખૂબ જરૂરી છે. તેમના આહારમાં લીલા પાંદડાવાળા અને તાજા શાકભાજી, ફળ, આખા અનાજને શક્ય તેટલા વધારે પ્રમાણમાં સામેલ કરો. ફેટરહિત દૂધ અને ડેરી પ્રોડક્ટ આપો. દિવસમાં ૧-૨ નાની ચમચી કરતા વધારે તેલ ન ખાવા દો. રેડમીટને તેમના ડાયટ ચાર્ટમાંથી સંર્પૂણપણે દૂર કરો. માછલી અને ચિકનને ગ્રિલ્ડ, બેક્ડ અથવા રોસ્ટેડ રૂપે આપો. તળેલું ભોજન, પેસ્ટ્રી, કેક, મીઠાઈ, જંક ફૂડ વગેરે ન ખાવા દો, કારણ કે તેમાં સેચ્યુરેટેડ ફેટ વધારે પ્રમાણમાં હોય છે, જેનાથી ધમની બોલ્ડ થઈ જાય છે અને હાર્ટએટેકનું જેાખમ વધી જાય છે. મીઠું, ખાંડ, ચા, કોફી વગેરેને પણ થોડા પ્રમાણમાં આપો.

હું ૨૬ વર્ષની કોલેજ સ્ટુડન્ટ છું. પીરિયડ દરમિયાન મને પાચનતંત્ર સંબંધિત ઘણી બધી સમસ્યા થાય છે. તેનાથી બચવા આ દિવસોમાં મારો આહાર કેવો હોવો જેાઈએ?
પીરિયડ દરમિયાન પાચનતંત્ર સંબંધિત સમસ્યા થવાનું સૌથી મહત્ત્વનું કારણ હોર્મોનના સ્તરમાં બદલાવ આવવો છે. એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બંને હોર્મોન માસિકચક્રને નિયંત્રિત કરે છે. ઈંડાં છૂટા પડી શકે તે કારણે પ્રોજેસ્ટેરોન હોર્મોનનું સ્તર વધે છે અને તેનાથી પાચનતંત્ર પ્રભાવિત થાય છે.
લીલા પાંદડાવાળા શાકભાજી, માછલી, ચોકલેટ, દહીં, કેળાં અને પપૈયાનું સેવન કરો. તળેલા ખાદ્યપદાર્થ, રિફાઈન્ડ ફૂડ્સ, મીઠાયુક્ત ખાદ્યપદાર્થ તથા ડેરી પ્રોડક્ટનું સેવન સીમિત પ્રમાણમાં કરો. કોફીનું સેવન પણ ઓછું કરો અથવા ન કરો, કારણ કે તે કુદરતી લેક્સેટિવની જેમ કામ કરે છે. તેનાથી આંતરડાની દીવાલની માંસપેશીઓનું સંકોચન વધી જાય છે, જેનાથી ડાયેરિયાની સમસ્યા થઈ શકે છે. સ્ટાર્ચયુક્ત પદાર્થો જેમ કે ચોખા, બટાકા, વટાણા, ફળીઓ, વિવિધ દાળ વગેરેનું સેવન ઓછા પ્રમાણમાં કરો.
એવું ભોજન જેમાં સલ્ફરની માત્રા વધારે હોય તેનું સેવન પણ ન કરો, જેમ કે ઈંડાં, કાંદા, લસણ અને બ્રોકલી. તેનાથી ગેસ વધારે પ્રમાણમાં બને છે. જેાકે આ દિવસોમાં ગરમ સૂપનું સેવન ખૂબ લાભદાયક રહે છે.

હું એક ઘરેલુ મહિલા છું અને મારું વજન ખૂબ વધી ગયું છે. થોડું કામ કરતા થાકી જાઉં છું. હું મારા આહારમાં કેવા બદલાવ લાવું, જેથી મારું વજન પણ ઓછું થઈ જાય અને થાકથી પણ મુક્તિ મળી જાય?
તમે તમારા આહાર પર નિયંત્રણ મૂકીને અને એક્સર્સાઈઝ કરીને તમારું વજન ઘટાડી શકો છો અને થાકથી પણ મુક્તિ મેળવી શકો છો. તમારે રોજ ૧ કલાક ઝડપથી ચાલવું જેાઈએ અથવા એક્સર્સાઈઝ કરવી જેાઈએ. દિવસમાં ઓછામાં ઓછું ૫ વાર મિની મીલ ખાઓ, નાસ્તો હેવી લો, લંચ અને ડિનર હળવું લો. ભોજનની વચ્ચે થોડો સેલડ અને ફળ ખાઓ, ખાંડ, બટાકા, ચટપટા બિસ્કિટનું સેવન ન કરો. નાસ્તામાં ડબલ ટોન્ડ મિલ્ક, કોર્નફ્લેક્સ અથવા ઓટ્સ વગેરે લઈ શકો છો. વાઈટ બ્રેડના બદલે મલ્ટિ ગ્રેન બ્રેડ ખાઓ. હવે મલ્ટિ ગ્રેન લોટ પણ મળવા લાગ્યો છે. સામાન્ય લોટના બદલે તેને પ્રાથમિકતા આપો. જેાકે તમારે થોડા રૂટિન ટેસ્ટ જેમ કે થાઈરોઈડ ફંક્શન બ્લડશુગર, વિટામિન ડી, વિટામિન બી ૧૨ વગેરે કરાવવા જેાઈએ.

મારા પતિની સ્ટ્રોકની સારવાર ચાલી રહી છે. તેમની ઝડપી અને ઉત્તમ રિકવરી માટે તેમના આહારનું કેવી રીતે ધ્યાન રાખું?
એક વાર સ્ટ્રોક આવ્યા પછી આહારનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી રહે છે, જેથી સ્ટ્રોક પછીની રિકવરી સારી રીતે થઈ શકે અને ફરીથી સ્ટ્રોકની ઝપટમાં આવી જવાનું જેાખમ ઓછું થઈ જાય. સંતુલિત, પોષક અને સાદું ભોજન બ્લડપ્રેશર અને વજનને નિયંત્રિત રાખવામાં મદદરૂપ થાય છે, જેને સ્ટ્રોકના મુખ્ય રિસ્ક ફેક્ટર માનવામાં આવે છે.
સ્ટ્રોકના દર્દીના ડાયટ ચાર્ટમાં આખું અનાજ, રંગબેરંગી ફળો અને શાકભાજી, ફેટરહિત દૂધ તથા બીજી ડેરી પ્રોડક્ટ, વિવિધ દાળ, ફળીઓ વગેરેને સંતુલિત માત્રામાં લેવા જેાઈએ. તમે તમારા પતિને થોડી માત્રામાં ચિકન અને ફિશ પણ આપી શકો છો, પરંતુ તેને બનાવવામાં તેલમસાલાનો ઉપયોગ વધારે પ્રમાણમાં ન કરો. તેલ, ઘી, મીઠું, ખાંડ અને ચા-કોફી ખૂબ થોડા પ્રમાણમાં આપો. જંક અને પ્રોસેસ્ડ ફૂડ્સ, ધૂમ્રપાન અને દારૂનું તેમને બિલકુલ સેવન ન કરવા દો. તેનાથી ન માત્ર રિકવરીની પ્રક્રિયા ધીમી પડશે, પરંતુ ફરીથી સ્ટ્રોક આવવાની આશંકા વધશે.
– અનુષ્કા ગરસા.

વધુ વાંચવા કિલક કરો....