હું ૨૬ વર્ષની છું અને મારો બોયફ્રેન્ડ મારાથી ૫ વર્ષ મોટો છે. શું આ કારણસર સેક્સ સંબંધમાં કોઈ સમસ્યા આવી શકે છે? હું તેની સાથે સેક્સ કરવા ઈચ્છુ છું, પરંતુ લાગે છે કે તે મને સાથ નથી આપી શકતો, કારણ કે એક વાર જ્યારે લાંબા સમય સુધી ફોરપ્લે કર્યા પછી પણ તે પોતાના પેનિસને ઈંસર્ટ કરવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે વારંવાર કોશિશ કરવા છતાં પણ તે સફળ થઈ શકતો નહોતો. શું તેને કોઈ સમસ્યા હશે? પ્લીઝ સલાહ આપો?
તમારા પાર્ટનરની ઉંમર એટલી પણ નથી કે તે સેક્સ કરવામાં સક્ષમ ન હોય. હકીકત એ છે કે જેા તે યોગ્ય આહાર સંબંધિત સૂચનોનું પાલન કરે અને નિયમિત એક્સર્સાઈઝ કરે તો સેક્સનો આનંદ લાંબા સમય સુધી લઈ શકશે. આવું સામાન્ય રીતે સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સની જાણકારીના અભાવે થતું હોય છે. શક્ય છે કે ઉતાવળના લીધે અથવા કોઈ ભયના લીધે તે સેક્સ સંબંધ બાંધવામાં નિષ્ફળ રહેતો હોય.
સેક્સ શાંતિથી કરવાની પ્રક્રિયા છે, જેમાં બંને પાર્ટનરનું મન શાંત હોવું જેાઈએ અને વાતાવરણ પણ એકાંતભર્યું અને શાંત હોવું જરૂરી છે. તેથી સારું એ જ રહેશે કે સેક્સ પહેલાં તમે બંને ફોરપ્લેનો આનંદ લો. જ્યારે સાથી પૂરી રીતે સેક્સ માટે તૈયાર થાય ત્યારે પાર્ટનરને પેનિસ ઈન્સર્ટ કરવા કહો. આમ કરવાથી ખરેખર તમને બંનેને ચરમસુખની પ્રાપ્તિ થશે, પરંતુ ધ્યાન રાખો, પુરુષ સાથીને સેક્સ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરવાનું કહો.

હું ૨૮ વર્ષની મહિલા છું. ગત વર્ષે મારા લગ્ન થયા છે. લગ્ન પછી સાસરીમાં આવી ત્યારે ૨-૩ દિવસમાં સમજી ગઈ કે પતિ ‘મમ્માઝ બોય’ છે. તે તેની માને પૂછીને બધા કામ કરે છે અને મારી એક પણ વાત માનતા નથી. ખાવાથી લઈને પડદાના રંગ સુધ્ધાંની પસંદગી મારી સાસુ કરે છે અને મારી વાતને તેઓ જરા પણ મહત્ત્વ નથી આપતા.
હજી તમારા નવાનવા લગ્ન છે. તમારા પતિ સમજદાર છે અને તેથી તેઓ ઈચ્છતા નહીં હોય કે લગ્ન પછી તરત પોતાની માની અવગણના કરીને તમારી વાતને વધારે મહત્ત્વ આપે. આમ કરવાથી ઘરમાં બિનજરૂરી તાણભર્યું વાતાવરણ થશે. તમારે ધીરેધીરે સમયની સાથે ઘરમાં પોતાનું સ્થાન બનાવવું જેાઈએ. સારું એ જ રહેશે કે તમે પણ તમારી સાસુને સાસુ નહીં, પરંતુ મા સમજેા, તેમની સાથે નવરાશના સમયમાં બેસો, ટીવી જુઓ, શોપિંગ કરવા જાઓ તેમજ તેમને ગમતા ડ્રેસિસ વગેરે ખરીદીને આપો. ઘરના કામકાજમાં પણ તેમને મદદ કરો. જ્યારે તમારા સાસુને વિશ્વાસ થશે કે હવે તમે સારી રીતે ઘરગૃહસ્થીને સંભાળી શકો છો, ત્યારે તે પોતે તમને ધીરેધીરે પૂરી જવાબદારી સોંપી દેશે.

હું ૪૮ વર્ષની છું. સેક્સની ઈચ્છા થાય છે, પરંતુ ભીનાશ ઓછી થાય છે. જેાકે એવું પણ નથી કે હું ચરમ પર નથી પહોંચતી. જણાવો કે હું શું કરું?
શક્ય છે કે આ સમસ્યા તમને મેનોપોઝના લીધે થઈ રહી હશે, કારણ કે મેનોપોઝ પછી શરીરમાં ફીમેલ હોર્મોન એસ્ટ્રોજનની ઊણપ થતી હોય છે અને તેના લીધે આ સમસ્યા થાય છે. શરીરમાં એસ્ટ્રોજનની માત્રાને વધારવા માટે તમે આહાર સંબંધી પોતાની જરૂરિયાત પર ધ્યાન આપો. આહારમાં ઋતુગત ફળો, લીલા શાકભાજી, દૂધ, પનીર વગેરેનું સેવન કરો અને નિયમિત ચાલવા જાઓ તેમજ એક્સર્સાઈઝ કરો. સેક્સ કરતી વખતે હાલપૂરતું તમે ક્રીમનો ઉપયોગ કરી શકો છો. ક્રીમથી ચીકાશ આવી જશે અને સેક્સમાં આનંદ મળશે. સારું તો એ જ રહેશે કે સેક્સ પહેલાં થોડો સમય ફોરપ્લે કરો. ફોરપ્લેથી પણ ઘણે બધે અંશે શુષ્કતાની સમસ્યાથી છુટકારો મળશે.

હું ૫૨ વર્ષની મહિલા છું. પતિના મૃત્યુને ૫ વર્ષ થઈ ગયા છે. છેલ્લા થોડા મહિનાથી એક ૨૭ વર્ષના કુંવારા યુવક સાથે મારા શારીરિક સંબંધ છે. તે મારી ખૂબ કાળજી રાખે છે અને બંને એકબીજાની સંમતિથી સેક્સ સંબંધ બનાવીએ છીએ. હું તેની સાથે સહજતા અનુભવું છું અને તે માત્ર સેક્સમાં નહીં, પરંતુ મારા દુ:ખ, તકલીફમાં પણ સાથ નિભાવે છે. તે ખૂબ જેાશીલો છે, પરંતુ સેક્સ સમયે તેને કોન્ડોમ લગાવવો પસંદ નથી. જેાકે હું પરિવાર નિયોજનનું ઓપરેશન કરાવી ચૂકી છું. સેક્સમાં મને કોઈ જેાખમ નથી ને? પ્લીઝ સલાહ આપો?
તમારા સેક્સ પાર્ટનરનું સેક્સ દરમિયાન કોન્ડોમનો પ્રયોગ ન કરવાને પરિવાર નિયોજન સાથે કોઈ સંબંધ નથી. સેક્સ સંબંધ દરમિયાન ગર્ભ રહી જશે તેની શક્યતા પણ ન બરાબર છે, પરંતુ કોન્ડોમ ન માત્ર ગર્ભનિરોધમાં , પણ યૌનજનિત ઈંફેક્શનથી સુરક્ષિત રાખવાનું એક સારું સાધન છે. સેક્સ પાર્ટનરને કહો કે તે સેક્સ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરે. તેનાથી તમે બંને યૌન ઈંફેક્શનથી સુરક્ષિત રહેશો અને તાણમુક્ત થઈને સેક્સનો આનંદ માણી શકશો.
– મિની સિંહ.

વધુ વાંચવા કિલક કરો....