મારી ઉંમર ૨૬ વર્ષ છે. દરેક માસિકધર્મ લગભગ ૪ દિવસ પહેલાં જ થઈ જાય છે અને આ સમય દરમિયાન પૂરા શરીરમાં અસહ્ય પીડા થાય છે. તમે જણાવો કે હું શું કરું?

અનિયમિત માસિકધર્મના અનેક કારણ હોઈ શકે છે, જેમ કે અચાનક વજન વધી જવું અથવા ઘટી જવું, ખૂબ વધારે કસરત કરવી, નશો કરવો, કુપોષણ, ખૂબ વધારે તણાવ રહેવો, વધારે દવાઓ લેવી કે પછી હોર્મોનલ અસંતુલન. જેાકે તપાસ કર્યા પછી જ કંઈક કહી શકાય કે આ સમસ્યા કયા કારણે થઈ છે માસિકના સમયે બ્લડપ્રેશર ચેક કરાવો. ડોક્ટરને પોતાની સમસ્યા વિશે મુક્તમને જણાવો. સંકોચ ન રાખો. તેમની પાસેથી યોગ્ય આહાર વિશેની જાણકારી લો. તળેલી અને ટીનપેક વસ્તુઓ, ચિપ્સ, કેક, બિસ્કિટ,મીઠા પીણાં વગેરે વધારે ન લો. યોગ્ય માસિકધર્મ માટે સ્વસ્થ ભોજન ખૂબ જરૂરી છે. અનાજ, ઋતુગત ફળ, લીલાં શાકભાજી, પિસ્તાબદામ, ઓછા ફેટવાળા દૂધમાંથી બનાવેલ આહાર પણ તમારા રોજના ખોરાકમાં સામેલ કરો. દિવસની શરૂઆત ૧-૨ ગ્લાસ પાણી પીને કરો. પૂરા દિવસમાં ૮-૧૦ ગ્લાસ પાણી અચૂક પીઓ, સ્ત્રીરોગ નિષ્ણાત પાસે તમારા હોર્મોનની તપાસ કરાવો.

મારી ઉંમર ૨૭ વર્ષ છે. પીરિયડ્સ આવતા પહેલાં પેટમાં ડાબી તરફ ખૂબ દુખાવો થાય છે. તેનું કારણ શું હશે?

બદલાતી જીવનશૈલી, પ્રદૂષણ અને આહારમાં બદલાવના કારણે ઘણીવાર મહિલાઓમાં પીરિયડ્સના દિવસોમાં ખૂબ વધારે દુ:ખાવો થવાની સમસ્યા આજે તો ખૂબ જ સામાન્ય બની ગઈ છે. માસિક ધર્મમાં અનિયમિતતા થવા પર પણ મહિનાના આ દિવસો ખૂબ જ પીડાદાયક હોઈ શકે છે. તમને પેટના ખાસ ભાગમાં દુખાવો થાય છે, તેની તપાસ કરાવવી જરૂરી છે. અંડાશયમાં ગાંઠ કદાચ હોઈ શકે છે. તેથી અલ્ટ્રાસાઉન્ડ કરાવવું જરૂરી છે. જેાકે સંપૂર્ણ તપાસ પછી જ કંઈક કહી શકાય.

મારી ઉંમર ૨૪ વર્ષ છે. મારા મારા પ્રેમી સાથે શારીરિક સંબંધ પણ રહ્યા છે. જેાકે અમે સંબંધ દરમિયાન પૂરતી સુરક્ષાનું ધ્યાન રાખતા હતા, તેમ છતાં મને ડર રહે છે કે ક્યાંક કોઈ ગરબડ ન થઈ જાય. કહો હું શું કરું?

તમે ગાયનેકોલોજિસ્ટ પાસે તપાસ કરાવી લો. તમારી ગર્ભાવસ્થાની તપાસ કરાવી લો. તેની સાથે તમને સલાહ આપીએ છીએ કે ભવિષ્યમાં સ્વયંને ક્યારેય આવી કોઈ પ્રવૃત્તિમાં સામેલ ન કરો.

મારી ઉંમર ૨૯ વર્ષ છે. મારું માસિક અનિયમિત છે, સાથે જ આ દિવસોમાં ખૂબ જ પીડા પણ રહે છે. શું હું પીસીઓએસથી પીડિત છું? શું હું મા બની શકું છું?

જેા તમને અનિયમિત માસિકની તકલીફ છે તેમજ વધારે ગરમી લાગતી હોય કે પછી પરસેવાની તકલીફ હોય તો શક્ય તેટલા વહેલા કોઈ ફર્ટિલિટી સેન્ટરમાં જઈને પોતાની તપાસ કરાવી લો. જેા બ્લડ ટેસ્ટમાં તમારું ફોલિક્યૂલ સ્ટિમ્યૂલેટિંગ હોર્મોન ૨૫ટકાથી વધારે આવે, તો તમને પીઓએફનું જેાખમ હોઈ શકે છે. જેાકે આ સમસ્યા આનુવંશિક છે, પરંતુ પર્યાવરણ અને જીવનશૈલી જેવી કે ધૂમ્રપાન, દારૂનું સેવન, લાંબી બીમારી જેવી કે થાઈરોઈડ, રેડિયો થેરપિ, કીમો થેરપિ વગેરે પણ તેના મુખ્ય કારણ છે. તેથી સંપૂર્ણ તપાસ ખૂબ જરૂરી છે.

મારી ઉંમર ૩૧ વર્ષ છે. મારા લગ્નને ૩ વર્ષ થઈ ગયા છે, પરંતુ મને હજી સુધી સંતાનપ્રાપ્તિ થઈ નથી. શું મને મેડિકલ મદદની જરૂર છે?

ગર્ભધારણ ન થવાના ઘણાં બધા કારણ હોઈ શકે છે. તમારે તથા તમારા પતિએ પોતાની સંપૂર્ણ તપાસ કરાવવી જેાઈએ. જેા ઈન્ફર્ટિલિટીનું કારણ પતિમાં જેાવા મળે, તો તેનો અર્થ એ છે કે આ સમસ્યા પતિમાં જરૂરથી ઓછા શુક્રાણુઓના નિર્માણ સાથે જેાડાયેલી છે. બીજું કારણ એ પણ હોઈ શકે કે પતિમાં શુક્રાણુ પૂરતા પ્રમાણમાં ઉત્પાદિત તો થતા હશે, પણ તે તમારા અંડકોષ સુધી પહોંચી શકતા નહીં હોય. મહિલાઓમાં સ્ત્રીબીજ જનનચક્રમાં ગરબડ થવી પણ ઈન્ફર્ટિલિટીનું મુખ્ય કારણ હોઈ શકે છે. આ અનિયમિતતાના કારણે મહિલામાં જરૂરી ઈંડાનું નિર્માણ નથી થતું અથવા તો ઈંડાના નિર્માણની પ્રક્રિયામાં પણ ગરબડ હોઈ શકે છે. જેા મહિલાઓને થાઈરોઈડની સમસ્યા હોય છે. તેમનામાં સ્ત્રીબીજ જનન પ્રક્રિયા બાધિત થઈ જતી હોય છે અને તેમનું ગર્ભધારણ કરવું થોડું મુશ્કેલ બની જાય છે, પરંતુ કોઈપણ તારણ પર પહોંચતા પહેલાં સંપૂર્ણ તપાસ ખૂબ જરૂરી છે.

મારી પત્નીની ઓવરીમાં ૭ સેમીની રસોળી છે. પ્રેગનેન્સીના ૧૧ અઠવાડિયા થઈ ગયા છે. હાલમાં હોમિયોપેથિક દવા ચાલી રહી છે. કૃપા કરીને જણાવો કે હવે કઈ દવા લેવી જેાઈએ?

રસોળી એવી ગાંઠ હોય છે, જે મહિલાઓના ગર્ભાશયમાં અથવા તેની આસપાસ વિકસિત થતી હોય છે. આમ તો ૧૬થી ૫૦ વર્ષની મહિલાઓ ગમે ત્યારે આ બીમારીની ઝપટમાં આવી શકે છે પણ ૩૦થી ૫૦ વર્ષની મહિલાઓમાં આ પરેશાની વધારે જેાવા મળતી હોય છે. આ ગાંઠો અલગઅલગ આકારની હોય છે. જેાકે તેનો આકાર ત્યારે વધે છે જ્યારે એસ્ટ્રોજનનું સ્તર વધવા લાગે છે, જેવું ગર્ભાવસ્થા દરમિયાન અને તેનો આધાર તે સમયે ઘટવા લાગે છે, જ્યારે એસ્ટ્રોજનનું સ્તર ઓછું થવા લાગે છે, જેવું મેનોપોઝ પછી. તેમ છતાં કોઈ સ્ત્રીરોગ નિષ્ણાત પાસે સંપૂર્ણ ચેકઅપ કરાવી લો.

મારી ઉંમર ૨૯ વર્ષ છે અને હું પ્રથમવાર ગર્ભવતી બની છું. કૃપા કરીને જણાવો કે ગર્ભવતી મહિલાએ શું ખાવું જેાઈએ અને શું નહીં?

આ સમયગાળા દરમિયાન ઘરે બનાવેલો સંતુલિત આહાર જ શ્રેભ છે. આહારમાં વિટામિન અને મિનરલ્સની જરૂરી માત્રા હોવી જરૂરી છે. ગર્ભાવસ્થા દરમિયાન ફ્રાઈડ, સ્પાઈસી અને ખાટ્ટા ભોજનથી દૂર રહો. ફાસ્ટફૂડથી દૂર રહો.

મારા કપાળની બંને તરફ કરચલીઓ છે. કૃપા કરીને કોઈ ઉપાય જણાવો?

ફેસ પરની કરચલીઓને દૂર કરવા માટે વેસણ ઉપયોગી છે. ૧/૨ ચમચી લીંબુ, ૧/૨ ચમચી હળદર?અને ૨ ચમચી વેસણને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ મિશ્રણથી બનેલા માસ્કને ફેસ પર નિયમિત રીતે દિવસમાં ૧ વાર લગાવો. કરચલીઓ દૂર થઈ જશે.

મારો ફેસ સવારે નોર્મલ રહે છે, પરંતુ બપોર સુધીમાં લાલ થઈ જાય છે. તેનું કારણ શું હોઈ શકે છે?

તાપ, ચિંતા, ચોકલેટ, મસાલેદાર ભોજન વગેરેના લીધે આ બીમારી વધે છે. તેનાથી બચવા માટે ફેસને બરાબર સાફ કરો અને આહાર પર વિશેષ રીતે ધ્યાન આપો. તાપમાં બહાર નીકળવાની ૧૫-૨૦ મિનિટ પહેલાં યૂવીએ અને યૂવીબીથી રક્ષણ આપતી સનસક્રીન ક્રીમનો ઉપયોગ કરો. તડકામાં વધારે સમય રહેવા પર સનસ્ક્રીન ક્રીમ ૨ કલાક પછી ફરીથી લગાવો અને પુષ્કળ પાણી પીઓ.

મારી આંખની નીચે ડાર્ક સર્કલ થઈ ગયા છે. તેને દૂર કરવા માટે મારે શું કરવું જેાઈએ?

આંખની નીચેના ડાર્ક સર્કલની સમસ્યા માટે ૧ ટામેટું, ૧ ચમચી લીંબુનો રસ, ચપટી વેસણ અને હળદર લઈને પેસ્ટ તૈયાર કરો. પછી આ ઘટ્ટ પેસ્ટને તમારી આંખની ચારેય બાજુ લગાવો. ૧૫ મિનિટ પછી ફેસને ધોઈ લો. આ પ્રમાણે અઠવાડિયામાં ૩ વાર કરો.

મારા માથા અને હોઠની આસપાસ કાળાશ આવી ગઈ છે. આ કાળાશ કેવી રીતે દૂર થશે?

હોઠ પરની કાળાશ દૂર કરવા માટે સૌપ્રથમ તો તે મોઈશ્ચરાઈ કરવા જરૂરી છે. તે માટે વધારે પ્રમાણમાં પાણી પીવો અને ઊંઘતા પહેલાં તમારી નાભિમાં વિટામિન ઈ યુક્ત તેલના ૩-૩ ટીપાં નાખો. હોઠ પરની કાળાશને દૂર કરવા માટે ગુલાબના પાંદડાંની પેસ્ટ સચોટ ઉપાય છે. તેના નિયમિત ઉપયોગથી હોઠનો રંગ હળવો ગુલાબી અને ચમકદાર બની જશે. તમે ઈચ્છો તો ગુલાબના પાંદડાની પેસ્ટમાં થોડું ગ્લિસરીન પણ મિક્સ કરી શકો છો.

મારી ઉંમર ૪૫ વર્ષ છે. મારા વાળ ખૂબ ઓઈલી છે. હું અઠવાડિયામાં ૩ વાર શેમ્પૂથી વાળ ધોઉં છું. સફેદ વાળ માટે હેરડાઈ પણ લગાવું છું, પરંતુ ૧૫-૨૦ દિવસમાં ફરીથી માથા પર તથા માંગની આસપાસ સફેદ વાળ દેખાવા લાગે છે અને વાળ પણ ખૂબ ખરે છે. મારા વાળને લઈને હું ખૂબ પરેશાન છું. વાળ ન ખરે અને વધારે સમય સુધી કાળા રહે, તે માટે કોઈ સરળ ઉપાય જણાવો?

ઓઈલી વાળ માટે પાણીમાં ૧ નાની ચમચી વિનેગર અને ૨-૩ ટીપાં લવન્ડર એસેંશિયલ ઓઈલના નાખીને વાળને ધુઓ. કલર્ડ વાળ માટે કોઈપણ કાયમી સારવાર નથી. સારું એ રહેશે કે તમે કોઈ પ્રોફેશનલ સલૂનમાં જઈને તમારા રૂટ ટચ અપ કરાવો. વાળને ખરતા અટકાવવા માટે નાળિયેરના દૂધમાં ૧/૨ લીંબુનો રસ અને ૨ ચમચી કેસ્ટર ઓઈલ મિક્સ કરીને માથાની સ્કિન પર મસાજ કરો, પરંતુ તેને ૫-૬ કલાક માટે એ જ સ્થિતિમાં રહેવા દો. વાળને માઈલ્ડ શેમ્પૂથી ધુઓ અથવા જપાકુસુમના ફૂલના પાંદડાંને ક્રશ કરીને તેમાં ૧ મોટી ચમચી મેથીના દાણા ક્રશ કરીને મિક્સ કરો. તેને માથાની સ્કિન પર ૨-૩ કલાક લગાવેલું રાખો, ત્યાર પછી માઈલ્ડ શેમ્પૂ કરી લો.

૩૦ વર્ષની નોકરિયાત મહિલા છું. મારી સમસ્યા મારા પગ સંબંધિત છે. મારા પગની સ્કિન ખૂબ જ ડ્રાઈ છે, સાથે પંજા પર ટેનિંગ પણ થયું છે. હું ઈચ્છું છું મારા પગ સુંદર દેખાય, જેથી હું શોર્ટ ડ્રેસ પહેરી શકું અને સાથે કોઈ પણ ફૂટવેર મારા પગ પર સુંદર લાગે. યોગ્ય ઉપાય જણાવશો?

જ્યાં સુધી પગની ડ્રાયનેસની સમસ્યા છે, તો તે માટે પગને નિયમિત ક્લીંઝિંગ, સ્ક્રબિંગ, ટોનિંગ અને મોઈશ્ચરાઈઝ કરો. પગને ગરમીની મોસમમાં સૂર્યપ્રકાશના સીધા સંપર્કથી બચાવો. તે ઉપરાંત દિવસમાં ૮-૧૦ ગ્લાસ પાણી જરૂર પીઓ. આ રીતે પગની સ્કિનને અંદરથી ભેજ મળશે. રાત્રે ઊંઘતી વખતે પગને વ્યવસ્થિત ક્લીંઝિંગ કરીને ઓલિવ ઓઈલ કે મોઈશ્ચરાઈઝર ક્રીમથી મસાજ કરો. પંજાના ટેનિંગ માટે ૧ વાટકીમાં દહીં, લીંબુ અને ટમેટાંનો રસ મિક્સ કરીને પંજા પર લગાવો. સુકાયા પછી ધુઓ. આ નિયમિત કરો. લીંબુ, દહીં અને ટમેટાંમાં બ્લીચિંગ પ્રોપર્ટીસ હોય છે, જેા પગનો રંગ નિખારવામાં મદદ કરે છે.

હું ૧૯ વર્ષની યુવતી છું. મારી હડપચી પર ખૂબ જ વાળ છે. તેને દૂર કરવાનો ઉપાય જણાવો? હું વેક્સિંગ અને લેસર ટ્રીટમેન્ટ કરાવવા નથી ઈચ્છતી. કોઈ ઘરેલુ ઉપાય જણાવો?

કેટલીક વાર હોર્મોન પરિવર્તનના લીધે પણ હડપચી પર વાળ ઊગવા લાગે છે. જે તમે વેક્સિંગ કે લેસર ટ્રીટમેન્ટ કરાવવા નથી ઈચ્છતા તો ઘરેલુ ઉપાય તરીકે હળદરની ગાઢ પેસ્ટ બનાવો અને ચિન પર લગાવો. જ્યારે પેસ્ટ સુકાઈ જાય તો ઘસીને ધોઈ લો. આ પ્રક્રિયા ૪-૫ અઠવાડિયા સુધી નિયમિત કરો. ધીમેધીમે વાળનો ગ્રોથ ઘટી જશે. તે સિવાય લીંબુ અને ખાંડના મિશ્રણને પણ તમે ચિન પર લગાવી શકો છો. આમ ચિન પરના વાળ દૂર થવામાં મદદ મળશે. લીંબુ અને ખાંડના મિશ્રણને ચિન પર લગાવો અને સુકાયા પછી ધોઈ લો.

હું ૧૬ વર્ષની યુવતી છું. મારી ૩ સમસ્યા છે – પહેલી સમસ્યા એ છે કે મારો નીચેનો હોઠ ખૂબ જ જાડો છે, જેથી હું સારી લાગતી નથી. કોઈ ઉપાય જણાવો કે જેથી મારા હોઠ પાતળા દેખાય. મારી બીજી સમસ્યા મારા બ્રેસ્ટની છે. મારા બ્રેસ્ટ ખૂબ જ નાના છે, જેથી હું કંઈ પણ પહેરું ગ્રેસ આવતો નથી. ત્રીજી સમસ્યા મારી વેજઈનાની ઢીલાશને લીધે છે. મારો ૩ વર્ષથી એક છોકરા સાથે શારીરિક સંબંધ છે, જેથી આ સમસ્યા થઈ છે. કૃપા કરીને આ સમસ્યાનું સમાધાન જણાવો?

જાડા હોઠને પાતળા દર્શાવવા માટે નેચરલ લિપલાઈન છુપાવો. તે માટે ફાઉન્ડેશનનો ઉપયોગ પૂરા હોઠ પર કરો. પછી ઈચ્છો એવી આઉટલાઈન બનાવો અને લાઈટ શેડની લિપસ્ટિકથી ફિલિંગ કરો. તમારી બીજી સમસ્યા જેનેટિકલી છે. તેમ છતાં તમે ખાણીપીણી પૌષ્ટિક અને સંતુલિત રાખો. પેડેડ બ્રા પહેરો. તેનાથી બ્રેસ્ટની સાઈઝ મોટી લાગશે. હજી તમારી ઉંમર માત્ર ૧૬ વર્ષ છે. વધતી ઉંમરની સાથે અને લગ્ન તેમજ ગર્ભાવસ્થા પછી પણ બ્રેસ્ટના આકારમાં અંતર આવે છે. ત્રીજી સમસ્યા માટે તમે સ્વયં જવાબદાર છો. તમે હજી ૧૬ વર્ષના જ છો અને છેલ્લા ૩ વર્ષથી તમારો એક છોકરા સાથે શારીરિક સંબંધ છે. તે સ્વાસ્થ્યની દષ્ટિએ બિલકુલ ખોટું છે. તેમ છતાં તમે વેજઈનાની ઢીલાશને દૂર કરવા માટે પેલ્વિક ફ્લોર એક્સર્સાઈઝ કરો. આ રીતે વેજઈનાની ઢીલાશ દૂર થશે. તે સિવાય બજારમાં વી ટાઈટ જેલ ઉપલબ્ધ છે. મહિલા ડોક્ટરની સલાહથી તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો.

– ઈશિકા તનેજ.

વધુ વાંચવા કિલક કરો....