હું ૩૦ વર્ષની પરિણીતા અને ૧ દીકરાની મા છું. મેં લવ મેરેજ કર્યા છે. લગ્ન લાગણીમાં આવીને ઉતાવળમાં લીધેલો નિર્ણય નહોતો. અમારો લવ સંબંધ ૮ વર્ષ સુધી ચાલ્યો. જ્યારે લાગ્યું કે અમે બંને એકબીજા માટે પરફેક્ટ છીએ ત્યારે અમે લગ્ન કર્યા. અમે સિક્કિમના રહેવાસી છીએ. લગ્ન પછી અમે મુંબઈ આવ્યા, કારણ કે ત્યાં પતિ એક કોલ સેન્ટરમાં નોકરી કરતા હતા. મુંબઈ આવીને અમે એક વર્ષ ખૂબ મસ્તી કરી. મારા પતિ મારું ખૂબ ધ્યાન રાખતા. ૧ વર્ષ પછી હું ગર્ભવતી થઈ. તેની સાથે જ મેં નોટિસ કર્યું કે પતિને દિવસેદિવસે મારામાં રસ ઓછો થતો ગયો. નિયમિત સહવાસ કરનાર પતિ કેટલાય દિવસ સુધી સહવાસ નહોતા કરતા. પ્રસૂતિ પછી પણ તેમની વર્તણૂકમાં કોઈ પરિવર્તન ન આવ્યું. પછી બાળકનો ઉછેર સારી રીતે થાય, તે માટે મને ગામડે મારી મા પાસે મૂકી આવ્યા. ત્યાં મૂક્યા પછી તે મારાથી અને મારા દીકરાથી સંપૂર્ણ રીતે ચિંતામુક્ત થઈ ગયા. કેટલાય દિવસ સુધી ફોન કરતા નહોતા. હું જ ક્યારેક-ક્યારેક ફોન કરતી હતી. ફોન પર પણ તેમણે ક્યારેય સારી રીતે વાત ન કરી. માત્ર હું જે પૂછું તેનો જ જવાબ આપતા. તેમની વર્તણૂક જેાઈ હું પરેશાન હતી. વારંવાર તેમને લઈ જવાનું કહેતી. એક વર્ષ પછી તે ગામડે આવ્યા, તેમ છતાં તેમણે ન સારી રીતે વાત કરી કે ન સહવાસ. હું ખૂબ જ વ્યાકુળ હતી. તેથી મેં આગોશમાં લઈ ચુંબન કરવાની પહેલ કરી, પણ તેમણે રસ ન બતાવ્યો અને ઊંઘી ગયા. તે આવો વ્યવહાર કેમ કરી રહ્યા છે, તેમણે કંઈ જણાવ્યું નહીં. પછી હું દીકરા સાથે મુંબઈ પાછી આવી. ત્યાં આવીને તે રોજની જેમ ઓફિસથી ઘરે મોડા આવ્યા. આવીને થાકી ગયાનું બહાનું કરીને ઊંઘી જતા. પતિના આ વ્યવહાર પાછળ શું કારણ છે, પૂછવા છતાં કંઈ જાણી ન શકી. કેટલાય મહિના પછી જે હકીકત મારી સમક્ષ આવી તે જાણીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. ખબર પડી કે ઓફિસમાં કોઈ પરિણીત સહકર્મી, જે બાળકોવાળી છે તેની સાથે અફેર ચાલી રહ્યું છે. મારી ગેરહાજરીમાં તે અમારા ફ્લેટમાં પણ કેટલીય રાત રહી ચૂકી છે. મારી એક પાડોશણે જ્યારે મને જણાવ્યું ત્યારે મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું. મેં તેમને ઘણું ખરુંખોટું સંભળાવ્યું. હું રડી, પણ તેમની પર કોઈ અસર ન થઈ. તેમણે કોઈ સ્પષ્ટતા ન આપી અને કોઈ અપરાધબોજ તેમના ફેસ પર ન દેખાયો. એક છત નીચે અમે બંને અજનબીની જેમ રહેતા રહ્યા. અચાનક તેમની નોકરી જતી રહી અને અમે ગામડે પાછા ગયા. મને આશા હતી કે તેમની ફ્રેન્ડથી દૂર થઈને તે પહેલાં જેવા થઈ જશે, પણ અહીં આવીને પણ તે પરેશાન અને બેચેન રહેવા લાગ્યા. તેમના પિતાના વેપારમાં થોડોઘણો રસ લેવા લાગ્યા. આશા કરું છું કે કદાચ પહેલાંની જેમ તે સામાન્ય વ્યવહાર કરવા લાગે અને દાંપત્ય જીવનનું ગુમાવેલું સુખ ફરી મળે, શું આ શક્ય છે?

ગર્ભાવસ્થામાં જ્યાં સુધી કોઈ સ્વાસ્થ્યગત સમસ્યા ન થાય શારીરિક સંબંધથી દૂર રહેવાની જરૂર નથી. તમારા પતિ તમારાથી દૂર રહેતા હતા તો શરૂઆતમાં જ તમારે સાવચેત થઈ જવાની જરૂર હતી. તેમના બદલાતા વ્યવહારથી તમારે ગુસ્સે થવાની જરૂર હતી અને તેમને પૂછવું જેાઈતું હતું કે તે તમને પહેલાંની જેમ સમય કેમ નથી આપતા, જ્યારે તે સ્થિતિમાં તેમની દેખરેખની તમારે વધારે જરૂર હતી. એટલું જ નહીં, પતિની વધતી ઉપેક્ષાની પરવા ન કરી તમે તેમની વાતમાં આવીને ગામડે જતા રહ્યા. તેમને પાછળથી રંગરેલિયા કરવાની તક આપીને તમે જતા રહ્યા. હવે તે યુવતીથી તો તમને છુટકારો મળી ગયો. શરૂઆતમાં તમારા પતિને થોડું ખરાબ લાગશે અને હમણાં તેમની નોકરી બંધ થઈ. તેમને તેનું દુખ થશે. બિઝનેસમાં સ્થાપિત થવામાં થોડો સમય થશે. થોડા સમય પછી જ્યારે સ્થિતિ અનુકૂળ થશે ત્યારે તેમનો વ્યવહાર પણ સામાન્ય થઈ જશે. તે સમય માટે થોડી ધીરજ રાખો અને તેમને ભરપૂર પ્રેમ આપો. હકારાત્મક વિચારસરણી રાખો. સમય બદલાતા વાર નથી લાગતી.

હું ૪૦ વર્ષની યુવતી છું. મારે કોઈ ભાઈ નહોતો. તેથી મેં દીકરો બનીને મારા માતાપિતાની તનમનધનથી સેવા કરી. મારે સરકારી નોકરી છે. મેં મારી બંને નાની બહેનના લગ્ન કરાવ્યા. પપ્પાની આર્થિક સ્થિતિ સારી નહોતી. તે એકલા બધો ખર્ચ ઉઠાવી શકતા નહોતા. પપ્પા સેવા નિવૃત છે. મમ્મી ગયા વર્ષે ગુજરી ગયા. હું ઈચ્છુ છું કે લગ્ન કરીને ઘર વસાવી લઉં. મારો એક મિત્ર છે, જેને હું ૧૦ વર્ષથી મારી મજબૂરી કહીને લગ્નની ના પાડી રહી છું. તે મારાથી ૫ વર્ષ નાનો છે. શું ઉંમરનું અંતર અમારા દાંપત્યજીવન પર પ્રભાવિત થશે? અમારા લગ્ન સફળ થશે કે નહીં? કૃપા કરીને જણાવો?

દીકરી થઈને તમે તમારા માતાપિતા પ્રત્યે તમારી ફરજ સમજી તે પ્રશંસનીય છે. તમારો મિત્ર તમારી સાથે લગ્ન કરવા માંગે છે, તેને તમારાથી ઉંમરમાં નાનો હોવા પર કોઈ મુશ્કેલી નથી, તો તમે લગ્ન કરી લો. તમે લગ્ન માટે પહેલાં જ મોડું કરી દીધું છે. બીજી તરફ તમારો મિત્ર લાંબા સમયથી તમારી ‘હા’ ની રાહ જેાઈ રહ્યો છે. જ્યાં સુધી દાંપત્ય સુખી થવાની વાત છે તે પતિપત્નીની સમજદારી અને પરસ્પર તાલમેલ પર નિર્ભર કરે છે. તમે બંને મેચ્યોર છો, તેથી તમે સારા જીવનસાથી સાબિત થશો. સૌથી મોટી વાત એ છે કે ઘરની જવાબદારી નિભાવતાંનિભાવતાં તમને જીવનનો અનુભવ છે.

વધુ વાંચવા કિલક કરો....