મારી સ્કિન પર ખૂબ વાળ ઊગી નીકળ્યા છે, જે દાઢી જેવા લાગે છે. તેથી ઘરમાંથી બહાર નીકળવું પણ ગમતું નથી અને મને પીસીઓડીની સમસ્યા પણ છે. હું શું કરું?
તમે તમારી સમસ્યાનું કારણ તમે જ જણાવી દીધું છે. તમારી વાળની સમસ્યા પાછળ પીસીઓડી જ છે. પીસીઓડીમાં તમારી ઓવરીમાં સિસ્ટ બની જાય છે, જેનાથી હોર્મોન્સ ઈંબેલેન્સ થઈ જાય છે. આ કારણસર ફેસ પર વાળ ઊગવા લાગે છે. આ સમસ્યા માટે તમારે આયુર્વેદિક અથવા હોમિયોપેથિક દવા લેવી જેાઈએ. વાળને દૂર કરવા માટે તમારા માટે ઈન્ટેંસ પલ્સ લાઈટ અથવા લેસર ટ્રીટમેન્ટ સારી રહેશે. ૬ થી ૮ સિટિંગ્સની વચ્ચે તમારા વાળ એટલા ઓછા થશે કે દેખાશે જ નહીં. કલર પણ લાઈટ થઈ જશે. તમે ઈચ્છો તો ક્યારેક-ક્યારેક બ્લીચ પણ કરી શકો છો, જેથી તે બિલકુલ દેખાય નહીં.

વાળ માટે સારું સીરમ ખરીદવું હોય તો કઈ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે?
વાળ માટે હેર સીરમ ખરીદતા પહેલાં તમારે જાણી લેવું પડશે કે તમે કયા કામ માટે સીરમ ખરીદી રહ્યા છો. બજારમાં ૨ પ્રકારના સીરમ મળે છે. એક સ્ટાઈલિંગ માટે અને બીજું પોષણ માટે. જેા તમારા વાળ ડ્રાય હોય તો તેના માટે તમારે હેર સ્ટાઈલિંગ સીરમ ખરીદવું પડશે, પરંતુ જેા તમારા વાળ ખરી રહ્યા હોય તો તમારે પોષણની જરૂર છે અને તેના માટે પોષણવાળું સીરમ લેવું પડશે. સ્ટાઈલિંગવાળું સીરમ તમારા વાળને સોફ્ટ અને ચમકદાર બનાવે છે તેમજ સ્ટાઈલ બનાવવામાં તમને મદદરૂપ બને છે. જ્યારે પોષણવાળું સીરમ તમારા વાળને પોષણ આપે છે. તેને સ્કેલ્પની ઉપર લગાવીને મસાજ કરવો જેાઈએ. ઈચ્છો તો તેને સ્પા ક્રીમ સાથે મિક્સ કરીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.

ચોમાસાની મોસમ હવે શરૂ થઈ ગઈ છે અને મારા વાળ ખૂબ ખરવા લાગ્યા છે. હું શું કરું?
વરસાદની મોસમમાં જ્યારે આપણા વાળ વરસાદમાં પલળે છે ત્યારે આપણે તેને સૂકવી લેતા હોઈએ છીએ, ધોતા નથી. આ વાતના લીધે વાળની વચ્ચે ઓઈલ અને ગંદકી પાણીના લીધે જમા થઈ જાય છે અને ત્યારપછી ઈંફેક્શન અથવા ડેંડ્રફ થવા લાગે છે, તેથી વાળ ખરવા લાગે છે. જ્યારે પણ આપણે બહારથી વરસાદમાં પલળીને આવીએ ત્યારે શેમ્પૂ કરવું જરૂરી છે, જેથી વાળ સંપૂર્ણ રીતે સ્વચ્છ થઈ જાય અને ઈંફેક્શનનું જેાખમ ન રહે. તદુપરાંત પોતાના ખોરાક પર ખાસ ધ્યાન આપો. ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો, જેનાથી વાળને પૂરું ન્યૂટ્રિશન મળે અને વાળ ખરતા બંધ થઈ જાય. જેા ઓઈલી હેર હોય તો હેર ટોનિકથી વાળ પર મસાજ કરવાથી વાળ ખરતા ઓછા થશે.

મારા વાળ ખૂબ કર્લી છે, જે દેખાવમાં સારા નથી લાગતા. તેને સીધા કરવાની કોઈ રીત બતાવો?
પરમેનન્ટ સ્ટ્રેટનિંગ કરાવવું તમારા માટે યોગ્ય રહેશે, કારણ કે કર્લી વાળને ટેમ્પરરી સ્ટ્રેટનિંગ કરવા પર તેને દરરોજ સ્ટ્રેટ કરવા પડશે અને વારંવાર હીટ લાગવાથી વાળ ખરાબ થઈ જાય છે. આજકાલ પરમેનન્ટ સ્ટ્રેટનિંગમાં યૂઝ થનાર પ્રોડક્ટ વાળને ન્યૂટ્રિશન પ્રદાન કરે છે અને વાળ સ્ટ્રેટ રહેવાની સાથેસાથે સુંદર પણ દેખાશે.

મારી ઉંમર ૪૭ વર્ષ છે. મારા હાથ અને બાવડા પર ટેનિંગ થઈ ગયું છે. બધું અપનાવી લીધું, પરંતુ કોઈ ફરક પડ્યો નથી. સ્કિન સ્પેશિયાલિસ્ટને પણ હું મળી ગઈ છું, પરંતુ ત્યાંથી પણ નિરાશા મળી છે. દેખાવમાં હાથ ખૂબ ખરાબ લાગે છે. કોઈ ઉપાય જણાવો?
તમે કોઈ સારા સ્કિન ક્લિનિકમાં જઈને સ્કિન પોલિશિંગની ટ્રીટમેન્ટ લઈ શકો છો. તે ટેનિંગને રિમૂવ કરીને સ્કિન પર ચમક લાવે છે. તદુપરાંત તમે જ્યારે પણ તડકામાં બહાર નીકળો ત્યારે પોતાની બોડીના ખુલ્લા ભાગ પર એસપીએફ યુક્ત સનસ્ક્રીન જરૂર લગાવીને નીકળો. સાથે ઘરેલુ ઉપચારરૂપે સંતરાની સૂકી છાલ, સૂકા ગુલાબ અને લીમડાના પાંદડાને સરખા ભાગે લઈને પીસી લો. પછી તેના એક ચમચી પાઉડરમાં એક ચમચી કેલેમાઈન પાઉડર, અડધી ચમચી ચંદન પાઉડર અને કાકડીના રસને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને દરરોજ પોતાના હાથ પર તેનાથી સ્ક્રબ કરો. આ કામને કરવાથી તમારી સ્કિન બિલકુલ સ્વચ્છ દેખાશે.

મારી ઉંમર ૨૬ વર્ષ છે. માથાની સ્કિન પર ઘણી બધી જગ્યાએ શુષ્કતા થઈ ગઈ છે. ઘણા બધા પ્રકારના શેમ્પૂનો યૂઝ કરી રહી છે, પરંતુ કોઈ ફરક નથી પડતો? હું શું કરું?
તમે તમારા વાળને સ્વચ્છ રાખવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર સારા એન્ટિ ડેન્ડ્રફ શેમ્પૂથી વાળ અવશ્ય ધુઓ. જ્યારે પણ વાળ ધુઓ ત્યારે તમારી કાંસકી, ટુવાલ તેમજ તકિયા કવરને કોઈ સારા એન્ટિસેપ્ટિક લોશનમાં ડુબાડીને અડધા કલાક સુધી રાખો, ત્યાર પછી તેને ધોઈને તાપમાં સૂકવીને તેનો ફરીથી ઉપયોગ કરો. તદુપરાંત કોપરેલમાં કપૂર મિક્સ કરીને વાળના મૂળમાં માલિશ કરો. ૪-૫ કલાક પછી ધોઈ લો. તેમ છતાં પણ કોઈ લાભ ન મળે તો કોઈ સારા કોસ્મેટિક ક્લિનિકમાં જઈને ઓઝોન ટ્રીટમેન્ટ એન્ડ બીઓપ્ટ્રોન (યલો લેસર) ના સિટિંગ લઈ શકો છો. તેનાથી ડેન્ડ્રફ કંટ્રોલ થશે સાથે ડેન્ડ્રફના લીધે થઈ રહેલા થઈ રહેલા હેરફોલ પર પણ કાબૂ મેળવી લેવાશે. ઘરેલુ ઉપચાર રૂપે સફરજનને છીણીને તેનો રસ કાઢી લો અને રૂના પોતાથી તેને વાળના મૂળમાં લગાવો. વાળને ૨ કલાક પછી ધોઈ લો.

હું બેંગલુરુથી દિલ્લી શિફ્ટ થઈ ગઈ છું, તેથી મને ખીલ થવા લાગ્યા છે, જે પહેલા ક્યારેય થયા નહોતા. હું શું કરું? જેાકે જે ખાવાનું હું બેંગલુરુમાં ખાતી હતી, તે જ ખાવાનું અહીં ખાઉં છું?
ઘણી વાર વાતાવરણ બદલાવાથી ઓઈલ ગ્લેંડ્સ વધારે એક્ટિવ થઈ જાય છે, તેથી સાફસફાઈ વધારે જરૂરી બની જાય છે. ઓઈલી સ્કિનને ખીલથી બચાવવા માટે તેની નિયમિત સફાઈ કરવી જરૂરી છે. ફેસને સાફ કરવા માટે તમે સ્કિન ટોનરનો ઉપયોગ કરી શકો છો. ઘર પર સ્કિન ટોનર બનાવવા માટે લીમડા તથા ફુદીનાના પાંદડાને પાણીમાં પલાળી રાખો. સવારે આ પાણીની એટલું ઉકાળો કે પાણી લગભગ એક તૃતીયાંશ રહી જાય. પછી આ પાણીને ગાળી લો અને તેને ઠંડું કરી લો. આ સ્કિન ટોનરથી સ્કિન સાફ કરવાથી ખીલની સમસ્યાથી મુક્તિ મળી શકે છે.
આ સિવાય ખીલને દૂર કરવા માટે અડધી ચમચી અખરોટની અંદરના ગરનો પાઉડર અને એક ચમચી ચોખાનો લોટ લો. તેમાં અડધી ચમચી મૂળાનો રસ, એક ચમચી છાશ અને ગુલાબના ટીપા મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ફેસ પર લગાવો અને થોડા સમય પછી પેસ્ટ સુકાઈ જતા ઠંડા પાણીથી ધોઈ લો. આ પ્રક્રિયાથી તમારા ખીલ ઓછા થશે, સાથે ફેસ પર નિખાર આવશે.
– ડો. ભારતી તનેજા.

વધુ વાંચવા કિલક કરો....