જ્યારે કૌટુંબિક સંબંધ તૂટી જાય છે ત્યારે એક બીજેા સંબંધ આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે અને તે છે મિત્રતાનો, જે વિશ્વાસ, સહયોગ પર ટકેલો હોય છે. મિત્ર રાજદાર હોય છે અને સુખદુખનો સાથી પણ. આ સ્થિતિમાં જે લોકો લગ્ન વિશે નથી વિચારતા, તે મિત્રતાની છાયા અને સુરક્ષામાં રહે છે. કેરળની બાસ્કેટબોલ ખેલાડી ગીતા વી મેનન અને પ્લેબેક સિંગર સોની સાઈ તે તમામ લોકો માટે આદર્શ છે, જે જીવનમાં એકલા છે. ગીતા અને સોનીનો સંબંધ તમામ પરિભાષાથી અલગ છે. તાજેતરમાં લગ્ન, છૂટાછેડા અને નિરાશા સામાન્ય વાત છે, ત્યાં આ મિત્રતા એક ખૂબ સારું ઉદાહરણ છે. મનોવૈજ્ઞાનિક જણાવે છે કે જીવનમાં એક સાચો મિત્ર હોવો ખૂબ જરૂરી છે. એક એવો મિત્ર જેની સાથે તમે તમારા દુખદર્દ વહેંચીને મન હળવું કરી શકો. મિત્રતાની આમ તો કેટલીય કહાણી આપણને જેાવા મળે છે, પણ અહીં આપણે એ કહાણી વિશે જાણીશું જે બીજી કહાણીથી બિલકુલ અલગ છે :

પહેલી મુલાકાત : તે પહેલી વાર અચાનક વરસાદમાં મળ્યા હતા. તે બંને જાણતા નહોતા કે તે દિવસે એક છત નીચે ૨ અજાણ્યા વચ્ચે અતૂટ મિત્રતાની શરૂઆત થઈ ગઈ હતી. સિંગર સોની સાઈ તેના દીકરા સાથે તેની બાસ્કેટબોલની પ્રેક્ટિસમાં આવી હતી. ગીતા બાસ્કેટબોલ ખેલાડી અને શિક્ષક છે. તે વરસાદમાં તેમના માટે છત્રી લઈને આવી અને કહ્યું, ‘‘આવો.’’ આ એક શબ્દથી જ તેમની મિત્રતાની શરૂઆત થઈ.

એકબીજાનો ભરપૂર સાથ : ગીતા અને સોનીની મુલાકાત થઈ, તે સમયે બંને જીવનમાં એકલા હતા અને જીવનના ઉતારચઢાવમાંથી પસાર થઈ રહ્યા હતા. બંને એકબીજાનો સહારો બની શકે છે, એ વિચારીને ધીરેધીરે તેમની વચ્ચે મિત્રતા વધી અને આ સત્ય પણ સાબિત થયું. આજે આ બંને સાથે એક જ ઘરમાં રહે છે. સોની ગીતા સાથે તે સમયે ઊભી રહી જ્યારે ગીતા બાસ્કેટબોલના ખેલાડીઓ માટે એક એકેડેમી શરૂ કરવાનું વિચારી રહી હતી. સોનીએ જાતે જ આ એકેડેમી શરૂ કરવાની સલાહ આપી હતી. પેગાસસ નામથી શરૂ થયેલી આ એકેડેમી મુપ્પાથદમ ગવર્નમેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં કામ કરે છે. આ જગ્યા ખાસ આ એકેડેમી માટે મિનિસ્ટર ઈબ્રાહિમ કુંજુ દ્વારા નિશ્ચિત કરવામાં આવી. ૫ થી ૧૫ વર્ષની ઉંમરનાં બાળકોને અહીં ટ્રેનિંગ આપવામાં આવે છે. સોની પેગાસસ મેનેજર તરીકે અહીંની દરેક નાનીમોટી વસ્તુ પર નિરીક્ષણ રાખે છે. કેટલાય બાળકો જેા અહીં ટ્રેનિંગ લેવા આવે છે તે ગરીબ પરિવારના હોય છે, તો એવામાં તેમને ઓછી કિંમતમાં બાસ્કેટબોલની ટ્રેનિંગ આપવામાં આવે છે. જેાકે આ એકેડેમીની નાણાકીય સ્થિતિ સારી નહોતી. ગીતાનું કહેવું છે કે તે તેના લક્ષ્યથી પીછેહઠ નહીં કરે. એફએસીટીના તમામ સાથી ખેલાડીઓએ તેમને પૂરેપૂરો સાથ આપ્યો. ગીતા જણાવે છે કે, ‘‘સોનીએ જાતે આ એકેડેમીને શરૂ કરવાની સલાહ આપી. જ્યારે આ એકેડેમી શરૂ થઈ, ત્યારે સોની હંમેશાં મારી સાથે ઊભી રહી અને મને સહારો આપ્યો. જ્યારે ગીતા મારી સાથે રેકોર્ડિંગ સમયે સ્ટુડિયોમાં હોય છે, ત્યારે હું સારું અનુભવું છું. જ્યારે હું મલયાલમ ફિલ્મ ‘જલેસિયા’ માટે સોંગ ગાઈ રહી હતી ત્યારે ગીતા પણ મારી સાથે જ હતી. તે ડાયરેક્ટર જેમણે અમારી મિત્રતાને સમજી, તેમણે સોંગના પૂર્વાભ્યાસના તમામ ચિત્રમાં ગીતાને સામેલ કરી.’’ તે બંને તેમનો વેપાર વધારવા માટે ખૂબ મહેનત કરે છે, પણ જ્યારે તે બંને સાથે હોય છે ત્યારે તેમના વેપારનો ગ્રાફ વધી જાય છે. એકલી મહિલાને પણ જીવવાનો અધિકાર છે, તેમને પણ વેપારની જરૂર છે. જ્યારે એફએસીટીની ટીમે બાસ્કેટબોલમાં રાષ્ટ્રીય સ્તરે અનેક પુરસ્કાર હાંસલ કર્યા ત્યારે તેનો શ્રેય ગીતા વી મેનનને આપવામાં આવ્યો. છેલ્લા ૧૦ વર્ષથી એફએસીટીની મહિલાઓ તમામ મુખ્ય ટૂર્નામેન્ટ જેવા ફેડરેશન કપમાં પોતાનો ધ્વજ લહેરાવી રહી છે. ગીતાએ તે સમયે પણ આ જ રમતને પસંદ કરી જ્યારે તેમની કેટલીય સાહેલી આ માર્ગ છોડીને તેમના પરિવાર તરફ જવા લાગી હતી, પણ ગીતાના મનમાં હંમેશાંથી જ સિટીનો અવાજ અને રમતની ભાવના જીવિત રહી. એક એવી મહત્ત્વકાંક્ષા, જેણે ગીતાને આ રમતમાં રહેવાની શક્તિ આપી. જીવનની મુશ્કેલ સમસ્યાઓમાં પણ સામનો કરીને ઊભા રહેવાની મહત્ત્વાકાંક્ષાએ હંમેશાં તેને પ્રેરણા આપી.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાર્તાઓ વાંચવા ક્લિક કરો...