એક જાહેરાતમાં સાસુ દ્વારા પોતાના ચશ્માં ન મળવાની વાત પૂછતા વહુ જણાવે છે, ‘‘જગ્યા પર તો મૂકતા નથી અને આખો દિવસ બકબક કર્યા કરો છો.’’ બીજી જ ક્ષણે જ્યારે તે પોતાના દીકરાને પૂછે છે કે લંચબોક્સ બેગમાં મૂકી દીધું ત્યારે દીકરો જવાબ આપે છે, ‘‘કેમ બકબક કરે છે, મૂકી દીધું છે.’’ આ સમયે વહુ કે જે એક મા છે તે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને પોતાના દીકરાને લાફો મારતા કહે છે, ‘‘આજકાલ સ્કૂલમાંથી ખૂબ આડુંઅવળું બોલતા શીખી લીધું છે.’’ પછી બાળક બેગ લઈને બહાર જતા કહે છે, ‘‘આ શબ્દો મેં સ્કૂલમાંથી નથી શીખ્યા, પણ તમારી પાસેથી થોડી વાર પહેલાં જ શીખ્યા છે.’’ મા પોતાના દીકરાના ચહેરાને જેાતી રહી જાય છે. આ ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે કે બાળક જે જુએ છે તે જ શીખે છે, કારણ કે બાળકો તો ભોળા અને નાસમજ હોય છે અને તેમનામાં અનુકરણની પ્રવૃત્તિ પણ હોય છે. તમારા દ્વારા પતિના પરિવારજનો પ્રત્યે કરવામાં આવેલા વ્યવહારને તમારા બાળકો હવે નોટિસ કરી રહ્યા છે અને કાલે આ જ વ્યવહાર તેઓ તેમની સાસરીના લોકો સાથે પણ કરશે. પરિવારજનો પ્રત્યે તમારા દ્વારા થતો વ્યવહાર બની શકે કે આજે તમારા પતિ નજરઅંદાજ કરી રહ્યા હોય, પરંતુ જરૂરી નથી કે તમારા બાળકોના જીવનસાથી પણ એમ જ કરે. આ સ્થિતિમાં ઘણી વાર પરિણીત સંબંધ તૂટવાની અણી પર આવી જાય છે. તેથી જરૂરી છે કે તમે તમારા બાળકો સામે એક આદર્શ નમૂનો રજૂ કરો, જેથી તેમના દ્વારા કરવામાં આવેલો વ્યવહાર ઘરમાં ક્યારેય કજિયાનું કારણ ન બને.

ભેદભાવ ન રાખો : આ વખતે ઉનાળાની રજામાં રીનાની નણંદ અને બહેન બંનેનો તેના ઘરે આવવાનો પ્રોગ્રામ હતો. રીના જ્યારે તેના બંને બાળકો સાથે મોલમાં ફરવા ગઈ ત્યારે તેણે વિચાર્યું કે બધાને આપવા માટે કપડાં પણ ખરીદી લે. ફોઈના પરિવાર માટે સસ્તા અને માસીના પરિવાર માટે મોંઘા કપડાં ખરીદેલા જેાઈને તેની ૧૪ વર્ષની દીકરીએ પૂછ્યું, ‘‘મા, ફોઈ માટે આવા સસ્તા કપડાં કેમ ખરીદ્યા?’’ ‘‘અરે, તે લોકો તો ગામડામાં રહે છે. તેમના માટે મોંઘા અને બ્રાન્ડેડ કપડાં લેવાનો શું લાભ? જ્યારે માસી તો દિલ્લીમાં રહે છે અને તે તો હંમેશાં બ્રાન્ડેડ કપડાં જ પહેરે છે, ત્યારે તેમના માટે તો એ પ્રમાણ લેવા પડે ને.’’ જેાકે રીનાની દીકરીને તેની માનો આ વ્યવહાર પસંદ ન ગમ્યો.

પતિનો વિશ્વાસ ન તોડો : લગ્ન પછી પતિ પોતાની પત્ની પાસેથી પરિવારજનો પ્રત્યે પૂરી ઈમાનદારીપૂર્વકના વ્યવહારની અપેક્ષા રાખે છે. આ સ્થિતિમાં તમારી પણ ફરજ બને છે કે તમે તમારા પતિના વિશ્વાસ પર ખરા ઊતરો. માત્ર પતિને જ પ્રેમ કરવાના બદલે તેના પૂરા પરિવાર સાથે પ્રેમ અને આત્મીયતાભર્યો વ્યવહાર કરો. રીમા તેની બીમાર નણંદને જ્યારે પોતાની પાસે લાવી ત્યારે વારંવાર તેમની બીમારીના કારણે તેમને હોસ્પિટલાઈઝ કરવા પડતા હતા. તે જેાઈને રીમાની માએ તેને એક દિવસ સમજાવ્યું, ‘‘જેા બેટા, તેઓ શરૂઆતથી જે વાતાવરણમાં રહ્યા છે તેમાં જ રહી શકશે. તેથી સારું તો એ જ રહેશે કે તું તેમને તેમની સાસરીમાં જેઠાણી પાસે જ મૂકી આવ અને પ્રતિ માસ ખર્ચ માટે નિશ્ચિત રકમ મોકલતી રહે. આ સલાહ પર રીમાએ કહ્યું, ‘‘મા આજે વિપિનની બહેનની જગ્યાએ મારી બહેન હોત તો પણ શું તમે મને આ જ સલાહ આપત?’’ આ શબ્દો સાંભળીને તેની માં નિરુત્તર થઈ ગઈ અને ફરી ક્યારેય આ પ્રકારની વાત ન કરી. પતિપત્નીના સંબંધની ઈમારત જ વિશ્વાસના પાયા પર ટકેલી હોય છે, તેથી તમારા પ્રયાસથી તેને સતત મજબૂતી પ્રદાન કરવાના પ્રયાસ કરતા રહેવું જેાઈએ.

આદર્શ ઉદાહરણ પ્રસ્તુત કરો : આજકાલ સોશિયલ મીડિયા પર એક સંદેશ વાંચવા મળ્યો, જેમાં એક પિતા પોતાના દીકરાને એક ફોટો બતાવતા કહે છે, ‘‘આ અમારો ફેમિલી ફોટો છે.’’ ૮ વર્ષનું બાળક ભોળપણમાં પૂછે છે, ‘‘આ ફોટામાં મારાં દાદાદાદી તો છે જ નહીં. શું તે બંને આપણા ફેમિલી મેમ્બર નથી?’’ પિતાના મૌન રહેવા પર બાળકને ખૂબ જ આશ્ચર્ય થયું અને ત્યાર પછી તેણે નિર્દોષતાથી કહ્યું, ‘‘ઉફ, તો થોડા વર્ષો પછી તમે પણ અમારા ફેમિલીના મેમ્બર નહીં રહો.’’ આ વાત સાંભળીને બાળકના માતાપિતા ચોંકી ગયા. તેમને પોતાની ભૂલનો અહેસાસ થાય છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે બાળકો આજે જે કંઈ જેાઈ રહ્યા છે, કાલે એ જ વ્યવહાર તમારી સાથે પણ કરશે. તેથી પિયર અને સાસરીમાં ખોટો માર્ગ ન બતાવો જે આગળ જતા તમને જ ન ગમે.

પારદર્શિતા રાખો : બીજાની ખોદણી કરવી, અપમાન કરવું, સાસરી પ્રત્યેની જવાબદારી ન નિભાવવી, પિયર પ્રત્યે વધારે લાગણી રાખવી જેવી વાતો પતિપત્નીના સંબંધને તો કમજેાર બનાવે જ છે, સાથે અપરોક્ષ રીતે બાળકો પર પણ નકારાત્મર અસર કરે છે, તેથી જરૂરી છે કે સંબંધમાં હંમેશાં પારદર્શિતા રાખો. મારી બહેન અને તેના પતિએ લગ્ન પછી એકબીજાને વચન આપ્યું હતું કે બંનેના માતાપિતાની જવાબદારી તે બંનેની જ છે અને આ જવાબદારીને તેઓ સાથે મળીને નિભાવશે, પછી ભલે ને ગમે તેવી સ્થિતિ આવે, તે બંને પીછેહઠ નહીં કરે. આજે તેમનાં લગ્નને ૧૦ વર્ષ થવા આવ્યાં છે અને આજ દિન સુધી તેમની વચ્ચે પિયર અને સાસરી બાબતે ક્યારેય કોઈ મતભેદ સર્જાયા નથી.

જવાબદારી અનુભવો : ઘણી વાર જેાવા મળે છે કે પતિ પોતાના પરિવારની જવાબદારીને અનુભવતો પરિવારને આર્થિક મદદ કરવાની ઈચ્છા રાખે છે અને પત્નીને આ વાત બિલકુલ નથી ગમતી. આ સ્થિતિમાં ઘર મહાભારતનું મેદાન બની જાય છે અથવા તો પતિ પત્નીથી છુપાઈને પોતાના પરિવારને મદદ કરે છે. જેા સાસરીમાં કોઈ પરેશાની હોય તો તમે પતિને જવાબદારી નિભાવવામાં પૂરો સાથ આપીને સાચા અર્થમાં સહયાત્રી બનો. એવું કરવાથી પતિની સાથેસાથે તમે પણ શાંતિ અનુભવશો.

ખોદણી કરવાથી બચો : રજનીના સાસુ જ્યારે પણ તેની પાસે આવતા, ત્યારે દરેક સમયે રજની તેમને મહેણાં મારતી રહેતી, ‘‘જ્યારે જુઓ ત્યારે અહીં ચાલ્યા આવે છે, કેટલી ગંદકી ફેલાવે છે. વ્યવસ્થિત રીતે રહેતા પણ નથી આવડતું.’’ તેની કિશોરવયની દીકરી આ બધું જેાતી અને સાંભળતી હતી, તેથી તેને પણ દાદીનું આવવું ગમતું નહોતું. સાસરી પક્ષના પરિવારજનોના આવવા પર તેમના વર્તન વિશે બિનજરૂરી ટીકાટિપ્પણી અથવા ખોદણી ન કરો, કારણ કે તમારી વાતો સાંભળીને તેમના પ્રત્યે તમારા બાળકો પણ નકારાત્મક ધારણા બાંધી લેશે. ઉપરાંત પિયરમાં સાસરીની અને સાસરીમાં પિયરની સારી વાતોની જ ચર્ચા કરો. નકારાત્મક વાતો કરવાથી દૂર રહો, જેથી બંને પક્ષના સંબંધમાં ક્યારેય કડવાશ ન પેદા થાય. જે પ્રકારે એક પત્નીની જવાબદારી બને છે કે તે પોતાની સાસરી અને પિયર વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન રાખે તે જ રીતે પતિની પણ ફરજ બને છે કે તે પોતાની પત્નીના પરિવારજનોને પણ પૂરતું માનસન્માન આપે અને જે પત્નીના પિયરમાં કોઈ સમસ્યા હોય તો તેનો ઉકેલ લાવવામાં પોતાનું યોગદાન આપે, જેની અપેક્ષા તમે તમારી પત્ની પાસેથી રાખો છો, કારણ કે ઘણી વાર જેાવા મળે છે કે જેા છોકરી પોતાના પિયર પ્રત્યે કોઈ જવાબદારી નિભાવવા ઈચ્છે, તો તે તેના સાસરિયાને નથી ગમતું. તેથી પતિપત્ની બંનેની જવાબદારી બને છે કે તે બંને પોતપોતાની સાસરી પ્રત્યે કોઈ પણ પ્રકારનો ભેદભાવપૂર્ણ વ્યવહાર ન રાખે. એક વાત સાચી છે કે જ્યાં ચાર વાસણ હોય ત્યાં પરસ્પર ટકરાશે તો ખરા, પરંતુ તેને સંભાળીને રાખવા પણ તમારી જ ફરજ બને છે. બાળકોના સુખદ ભવિષ્ય અને ખુશહાલ ગૃહસ્થજીવન માટે જરૂરી છે કે બાળકો સામે કોઈ એવું ઉદાહરણ ન રજૂ કરો, જેની પર અમલ કરીને તેઓ પોતાના ભવિષ્યને દુખદાયી બનાવી લે.

– પ્રતિભા અગ્નિહોત્રી

વધુ વાંચવા કિલક કરો....