હંમેશાં પત્નીઓને ફરિયાદ રહેતી હોય છે કે પતિ ઘરેલુ કામકાજમાં તેમને મદદ નથી કરતા. થોડે ઘણે અંશે તેમની આ ફરિયાદ સાચી પણ છે, કારણ કે લગ્ન પછી મોટાભાગના પતિ ઘરની બહારની જવાબદારી તો સારી રીતે નિભાવતા હોય છે, પરંતુ વાત જેા કિચનમાં પત્નીને મદદ કરવાની હોય કે પછી ઘરની સ્વચ્છતાની તો લગભગ બધા પતિ કોઈને કોઈ બહાનુ બનાવીને આ બધા કામથી બચવાની કોશિશ કરતા દેખાય છે. કહેવાય છે કે પતિપત્ની તો ગાડીના ૨ પૈડાં જેવા હોય છે, પરંતુ જ્યારે તમે એક પૈડા પર ઘરગૃહસ્થીનો પૂરો બોજ નાખી દેશો તો પછી ગાડીનું લથડાવું નક્કી છે. ઘણી વાર પત્નીઓ ઘરના કામકાજમાં એટલી વ્યસ્ત થઈ જાય છે કે તેમની પાસે પોતાના માટે પણ સમય રહેતો નથી. આ સ્થિતિમાં જે તેમને ઘરના કામકાજમાં પતિનો થોડો સહયોગ મળી જાય તો તેમનો માત્ર બોજ ઓછો થઈ જાય, પણ પતિપત્નીના સંબંધમાં મીઠાશ પણ વધશે.

આ રીતે કામ વહેંચો : ઘરના કામકાજને નીચા સમજવાનું છોડીને પતિ કેટલાક કામની જવાબદારી લઈને પોતાની ગૃહસ્થીનો બાગ મહેકાવી શકે છે. એવા ઘણા કામ છે જેને પતિપત્ની પરસ્પર વહેંચી શકે છે :

  • કિચનને લવ સ્પોટ બનાવો. પતિ હંમેશાં કિચનમાં જવાના નામથી દૂર ભાગતા હોય છે, પણ અહીં તમે પત્ની સાથે રસોઈ બનાવવાની સાથેસાથે પ્રેમના એક નવા સ્વાદનો પણ આનંદ લઈ શકો છો. જેમ કે શાકભાજી કાપવા, ભોજન ટેબલ પર મૂકવું, પાણીની બોટલ ભરીને ફ્રિજમાં મૂકવી, સેલડ તૈયાર કરવું વગેરે કામ કરીને તમે પત્નીને મદદ કરી શકો છો. વિશ્વાસ રાખો કે તમારા આ નાનાનાના કામને પત્ની પણ દિલથી વખાણશે. જેનાથી તમે પત્નીના દિલમાં ખાસ જગ્યા બનાવી શકો છો
  • ક્યારેક પત્નીના ઊઠતા પહેલાં ચા બનાવીને તેની સામે મૂકી દો, તમારા આ નાના પ્રયાસને તે દિવસભર ભૂલશે નહીં. જે પત્નીની તબિયત સારી ન હોય તો આ સ્થિતિમાં કોઈ હળવો નાસ્તો બનાવીને તેને થોડો આરામ આપી શકો છો.
  • જે પતિ કિચનમાં કંઈક બનાવવા ઈચ્છે તો તેમને રોકશો નહીં. કિચનને વ્યવસ્થિત રાખો. બધા ડબ્બા પર લેબલ લગાવીને રાખવાથી પતિ તમને દરેક વસ્તુ માટે વારંવાર નહીં પૂછે.
  • જે તમને ફરિયાદ હોય કે તમારી પત્ની પૂરો સમય બાથરૂમમાં કપડાં ધોવામાં પસાર કરે છે અને તમારા માટે તેની પાસે જરા પણ સમય નથી તો આ વાતનો પૂરો દોષ પત્નીને ન આપો, પરંતુ રજાના દિવસે તમે આ કામમાં તેને મદદ કરી શકો છો. કપડાં સૂકવવામાં મદદ કરો. આવા ઘણા કામમાં મદદરૂપ બનીને તમને બંનેને વાત કરવાની તક મળશે.
  • મોટાભાગના ઘરમાં પૂરા અઠવાડિયાના શાકભાજી લાવીને ફ્રિજમાં સ્ટોર કરી દેવામાં આવતા હોય છે. ટીવી પર પોતાને ગમતો પ્રોગ્રામ અથવા ક્રિકેટ મેચ જેાવામાં મશગૂલ પતિને તમે વટાણા ફોલવા માટે કહી શકો છો અથવા તો શાક સમારવા માટે કહી શકો છો.
  • ગાર્ડનના છોડવાને પાણી સિંચવાનું કામ પણ પતિને કહી શકો છો.
  • ઘરમાં કોઈ પાલતુ પ્રાણી હોય તો તેને ટહેલવા લઈ જવાની જવાબદારી બંને સાથે મળીને ઉઠાવો. શ્ર બાળકોને ભણાવવા માટે કેટલાક વિષય તમે પસંદ કરી લો અને થોડા પતિને સોંપો.
  • પતિ તથા ઘરના બીજા સભ્યમાં તેમના નાનામોટા કામ જાતે કરે તેવી ટેવ પાડો. સ્નાન કરી લીધા પછી ભીના રૂમાલ સુકાવા નાખો, પોતાના કપડાં, મોજા વગેરે તિજેારીમાં વ્યવસ્થિત મૂકવા જેવા ઘણા એવા કામ છે, જે ઘરના દરેક સભ્ય જાતે પણ કરી શકે છે.
  • જેા તમે ઈચ્છો છો કે પતિ ઘરેલુ કામકાજમાં તમને દિલથી મદદ કરે તો તેમને પ્રેમથી વિનંતી કરતા કહો. જે તમે જબરદસ્તી કોઈ કામ તેમના પર થોપશો તો સ્વાભાવિકપણે છે કે મિનિટોના કામમાં તેમને કલાકો થશે અને આ કામ પણ ક્યારેય સારી રીતે પૂરું નહીં થાય. શરૂઆતમાં પતિ સાથે મળીને કામ કરો. થોડી ધીરજ રાખો. ભલે ને સમય લાગે, પરંતુ એકવાર પતિ તમને કામમાં સહયોગ આપવા લાગશે તો થોડા સમય પછી તેમને પણ એ વાતનો અહેસાસ થશે કે તમે દિવસભર કેટલા થાકી જતા હશો. પતિ હોય કે પત્ની જ્યારે ઘર બંનેનું છે તો પછી ઘરના કામકાજની જવાબદારી પણ બંનેએ સાથે મળીને ઉઠાવવી જેાઈએ, જે આમ કરવામાં આવશે તો જીવનની ગાડી સુચારુ રીતે ચાલશે.

– પ્રતિનિધિ

વધુ વાંચવા કિલક કરો....