શું તમે ‘એન્ગ્રિ બર્ડ’ મૂવી જેાયું છે? આ મૂવીમાં મુખ્ય પાત્રને ગુસ્સો આવતો હોય છે, તેથી તે પક્ષીઓની વસ્તીથી દૂર દરિયા કિનારે રહેતો હોય છે, પરંતુ જ્યારે તે પોતાના ગુસ્સા પર નિયંત્રણ કરતા શીખી જાય છે ત્યારે તે વસ્તીનો હીરો બની જાય છે. આ મૂવીનો બોધપાઠ એ છે કે ગુસ્સો એ કોઈ પણ બાબતનું સમાધાન નથી. જેાકે સત્ય એ છે કે ગુસ્સો એક કુદરતી અને સામાન્ય ભાવના છે. તે મનુષ્યની એક શારીરિક પ્રતિક્રિયા છે. જેા એમ કહીએ કે ગુસ્સો મનુષ્યના ખુશી અને દુખની જેમ એક ભાવના છે તો તે ખોટું નહીં ગણાય, પરંતુ ક્યારેક-ક્યારેક ગુસ્સો એટલો વધી જતો હોય છે કે તે સ્વયંની અને આસપાસના લોકોની ખુશીઓને પણ અસર કરવા લાગે છે. જીવનમાં ખુશીઓ, મુશ્કેલીઓ તો આવતીજતી રહે છે, તેથી ગુસ્સો કરીને સંબંધમાં તિરાડ પેદા ન કરો. તપાસી લો કે કઈ સ્થિતિમાં તમને ગુસ્સો વધારે આવે છે. સ્થિતિ અને ગુસ્સાના કારણોને સમજેા અને તેનાથી પેદા થયેલી પરેશાનીને દૂર કરવાના પ્રયાસ કરો, પરંતુ ગુસ્સાને દબાવશો નહીં, પણ તેના કારણોને ઓળખો અને ત્યાર પછી તેને દૂર કરવાના પ્રયાસ કરો. તમારા ગુસ્સાથી બીજા કોઈને લાભ થઈ શકે છે, પરંતુ તમને તો માત્ર નુકસાન થશે. તમારો ગુસ્સો તમારું નુકસાન. ગુસ્સો સંબંધને ખરાબ કરી નાખે છે, ગેરસમજને પણ જન્મ આપે છે. ઠંડા મગજથી વિચારવાથી સમસ્યાનો ઉકેલ?આવે છે. ગુસ્સાનો અંત પસ્તાવાથી આવતો હોય છે. ગુસ્સો એ તો ચારિત્રિક ખામી છે.

આ રીતે શાંત કરો ગુસ્સો : જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે જણાવેલ કેટલીક સરળ ટિપ્સ અજમાવીને જુઓ, ગુસ્સો ગાયબ થશે :

  • પાણી પીઓ.
  • નક્કી કરો કે જે વાત પર તમને ગુસ્સો આવ્યો છે, તેની પ્રતિક્રિયા તમે ૪૮ કલાક પછી આપશો. આમ કરવાથી એવો ચમત્કાર થશે તેને જેાઈને તમે પોતે પણ આશ્ચર્યમાં પડી જશો.
  • જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે કોઈ ગમતું ગીત ગાવું શરૂ કરી દો અથવા તો કોઈ મ્યૂઝિકલ ઈંસ્ટ્રુમેન્ટ વગાડો.
  • જ્યારે ગુસ્સો આવી રહ્યો હોય ત્યારે સ્માર્ટફોનનો લાભ ઉઠાવો અને નોટિફિકેશન જેાવા શરૂ કરી દો, જેમ કે ડિસ્કાઉન્ટ્સ. પછી જુઓ તમારો ગુસ્સો આપમેળે કેવો ગાયબ થાય છે.
  • એક અજમાવેલી ફોર્મ્યુલા - ઊલટી ગણતરી એટલે કે ૧૦૦ થી ૦ સુધી ઊલટી ગણતરી મનોમન શરૂ કરી દો.
  • ગુસ્સાના સમયે ભરાયેલી એનર્જીનો યૂઝ કરો. શક્ય હોય તો દૂર સુધી ફરવા નીકળી પડો. પાછા ફરશો ત્યાં સુધીમાં પોતાને ફ્રેશ અનુભવશો અને પોતાને ખુશ તથા શાંત પણ અનુભવશો.
  • કમાનથી છૂટેલું તીર અને મોઢેથી નીકળેલો શબ્દ ક્યારેય પાછો નથી આવતો. જ્યારે ગુસ્સો આવે ત્યારે મૌન બની જાઓ અને લખવું શરૂ કરી દો. તમને થોડા સમય પછી લાગશે કે વાહ પોતે તો કેટલા સારા રાઈટર છો.
  • ઊંડા શ્વાસ લો.
  • વડીલો સાથે વાત કરો અને બાળકો સાથે રમવું પણ શરૂ કરી દો.
  • જે જગ્યાએ ગુસ્સો આવી રહ્યો હોય તે જગ્યાને તરત છોડી દો.
  • સારી ઊંઘ લો. ઊંઘીને ઊઠતા ગુસ્સો પણ આપમેળે શાંત થઈ ગયો હશે.

શું કહે છે પ્રખ્યાત વ્યક્તિ :
ઘણી પ્રખ્યાત વ્યક્તિએ પણ ક્રોધ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે :
ક્રોધના કારણોની સરખામણીમાં તેના પરિણામ વધારે ગંભીર હોય છે - માર્ક્સ ઔરલેસ
એક ક્રોધિત વ્યક્તિ પોતાનું મોં ખોલતી હોય છે અને આંખ બંધ કરી દેતી હોય છે - કેટો
તમારા દુશ્મનોને હંમેશાં ગુસ્સાભર્યા પત્ર લખો, પરંતુ ક્યારેય તેમને મોકલશો નહીં. - જેન્સ ફેલોજ
ક્રોધ એવો તેજાબ છે, જેા કોઈ પણ વસ્તુ, જેના પર તે નાખવામાં આવે, તેના કરતા એ પાત્રને વધારે નુકસાન પહોંચાડી શકે છે, જેમાં તેને રાખવામાં આવ્યો હોય. - માર્ક ટ્વેન

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....