મહિલાઓએ લગ્ન પછી વ્યક્તિત્વ અને સ્વભાવમાં પરિવર્તન લાવવું પડે છે. સમાજ વિચારતો હોય છે કે નારીની સ્વયંની કોઈ ઓળખ નથી. લગ્ન પછી ખૂબ પ્રેમથી તેની સામાજિક અને માનસિક સ્વતંત્રતા તેની પાસેથી છીનવી લેવાય છે અને તેને છીનવનાર બીજું કોઈ નહીં, પણ સ્વયં તેનાં માતાપિતા, સાસુસસરા અને પતિ હોય છે. વિદાય સમયે માતાપિતા દીકરીને રડતાંરડતાં સમજાવે છે કે દીકરી આ તારો બીજેા જન્મ છે. સાસુસસરા અને પતિની આજ્ઞાનું પાલન કરવું તારું પરમ કર્તવ્ય છે. સાસરીમાં સાસુસસરા અને પતિ કેટલાક સ્પષ્ટ સૂચન દ્વારા સાસરી અનુસાર જીવવા સલાહ આપે છે. મધ્યમ વર્ગના તથા ઉચ્ચ મધ્યમ વર્ગના સમાજની આ એક ખાસ સમસ્યા રહી છે. જેા પત્ની વિદૂષી હોય, કોઈ કળામાં પારંગત હોય તો સાસરીના લોકો અને સંકુચિત માનસિકતા ધરાવતો તેનો પતિ તેની પ્રતિષ્ઠાનું ગળું દબાવવામાં વાર નથી કરતો. નૃત્યકળા અથવા સંગીત ક્ષેત્ર હોય તો તેને સ્પષ્ટ રીતે કહેવાય છે કે આ બધું અહીં નહીં ચાલે. પ્રતિષ્ઠિત ખાનદાનના માનસન્માનની વાત અહીં કહેવામાં આવે છે. ત્યાં સુધી કે કેટલાક ઘરમાં વહુને નોકરી કરવાની મનાઈ ફરમાવાય છે, પછી ભલે ને ઘરમાં ગમે તેટલી આર્થિક મુશ્કેલી કેમ ન હોય. કેટલાક ઘરમાં જ્યાં આર્થિક મુશ્કેલી, દુર્દશા ચરમસીમા પર હોય છે તે નોકરીની આજ્ઞા તો આપે છે, પણ ઓફિસમાં કોઈ પુરુષ સાથે વાત કરવાની મનાઈ અને પૂરો પગાર પતિ કે સાસુને આપવાની શરત મૂકાય છે.

કઠપૂતળી જેવી જિંદગી : સુનંદા જિલ્લા કક્ષાની ટેનિસ ખેલાડી હતી. ઘરની લાડકી હતી. જીવન કેવી રીતે હસતાંરમતાં જીવી શકાય તે તેની પાસેથી શીખી શકાય તેમ હતું, પણ જિંદગીની સ્પર્ધામાં તે પાછળ રહી ગઈ હતી. પૂરતી તપાસ કર્યા પછી એક સારા ઘરમાં તેનો સંબંધ નક્કી કરવામાં આવ્યો, પતિ અને સસરા બંને ઉચ્ચ અધિકારી હતા. લગ્નના લગભગ ૧ મહિના પછી કઠપૂતળીની જેમ વ્યવહાર કરવા તે વિવશ થઈ ગઈ, જેની દોરી માત્ર તેના સાસરિયાના હાથમાં હતી. શું પહેરવું, ક્યાં જવું કે ન જવું, કેટલી વાત કરવી બધું પતિ અને સાસરિયા નક્કી કરતા હતા. તેની ભાભીએ છુપાઈને પોતાનો મોબાઈલ તેને આપ્યો. પછી તો તક મળતા સુનંદાએ ફોન પર પિયરમાં પોતાની વ્યથા કહી ત્યારે ભાભી પણ આશ્ચર્યમાં પડી ગયા. ‘મોટી દુકાન ફિક્કા પકવાન’ અહીં સાચી પડી રહી હતી. જેા તે કંઈ કહેતી તો સાસરીના લોકો તેના ભાઈ અને પિતાને નુકસાન પહોંચાડવાની ધમકી આપતા હતા. તક મળતા પિતા તથા ભાઈ સુનંદાને સાસરીમાંથી પાછી લઈ આવ્યા. ૧ વર્ષ સુધી તે તેમની સાથે રહી. પછી જિલ્લા ક્લબમાં ટેનિસની કોચ બની ગઈ. એકાદ વર્ષ તો સાસરિયાં નારાજ થતા તેની કોઈ ખબર લીધી નહીં, પછી એક દિવસ પતિ નમતું ઝોખીને આજીજી કરતો તેના પિયર આવ્યો અને સુનંદાને સાસરીમાં લઈ જવાનો આગ્રહ કરવા લાગ્યો. જેાકે સુનંદાના ઘરના લોકોએ તેની પાસેથી બધું લેખિતમાં લઈ લીધું, જે પતિ, સસરા અને બીજા લોકો તેની સાથે કરતા હતા. તેમજ ફરીથી સુનંદા સાથે આવો વ્યવહાર કે કંઈ ખોટું કરવામાં નહીં આવે તેની ખાતરી રેકોર્ડ કરીને તેને તેના પતિ સાથે મોકલવામાં આવી.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....