કેટલાય સમયથી સેલિબ્રિટી બ્રેકઅપ સમાચારોમાં છવાયેલા છે. પહેલાં સલમાનકેટરિના, ફરહાનઅધુના, બિપાશાજ્હોન અચાનક અલગ થઈ ગયા હવે મલાઈકાઅરબાઝે અલગ થઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. નાના પડદાના જાણીતા અભિનેતા કરણ સિંહ ગ્રોવરના તેની પ્રથમ પત્ની શ્રદ્ધા નિગમ સાથે છૂટાછેડા, પછી જેનિફર સાથે લગ્ન અને પછી છૂટાછેડા, પછી બિપાશા બસુ સાથે લગ્ન. આ સંબંધ કેટલા દિવસ કે હંમેશાં ચાલશે, એ જેાવાનું બાકી છે. આપણને કોઈ સેલિબ્રિટીને જેાઈને વિચાર આવે છે કે વાહ, શું કપલ છે. ખબર પડે છે કે તે કપલનું પણ બ્રેકઅપ થઈ ગયું અને આપણો આધુનિક સંબંધ પર વિશ્વાસ ડગમગવા લાગે છે. રણબીર અને દીપિકાની જેાડી જેાવાલાયક હતી. આજે પણ બંનેના ફેન્સ બંનેને સાથે જેાવા ઈચ્છે છે. રિતિક રોશને જ્યારે સુઝૈન સાથે લગ્ન કર્યા ત્યારે કેટલાય દિલ તૂટી ગયા, પણ હવે તો તે પણ અલગ થઈ ગયા. હોલીવુડના જેાન બ્રેડપિટ અને જેનિફરનો પ્રેમ એક ઉદાહરણરૂપ હતો, પણ એંજેલિના સાથે બ્રેડપિટનો સંબંધ થતા તેમનું બ્રેકઅપ થઈ ગયું. બેન હિંજિસ અને લોરેન બુશનેલ, કેટીપેરી અને ઓલેન્ડો બ્લૂમ, રિચર્ડ પેરી અને જેાન ફોંડા, નિકી મિનાજ અને મીક મિલના બ્રેકઅપે પણ બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ટેલિવિઝનના જાણીતા અદાકારા દિવ્યાંકા ત્રિપાઠી અને શરદ મલ્હોત્રા બંને ‘બનૂં મૈં તેરી દુલહન’ ના સેટ પર મળ્યા હતા. આ સંબંધ ૭ વર્ષ ચાલ્યો, પણ પછી તૂટી ગયો. કરણ પટેલ અને કામ્યા પંજાબીનો સંબંધ પણ ખૂબ સમાચારમાં રહ્યો, પણ સંબંધમાં અચાનક આવેલી તિરાડથી બ્રેકઅપ પણ થઈ ગયું. કરણે ધામધૂમથી અંકિતા ભાર્ગવ સાથે ફરી લગ્ન પણ કરી લીધા.

સામાન્ય લોકોમાં પણ વધતું બ્રેકઅપ : એક તરફ જાણીતા સ્ટાર્સના બ્રેકઅપના સમાચાર રોજ સાંભળવા મળે છે, બીજી તરફ સામાન્ય લોકોના જીવનમાં પણ આ સંબંધ કમજેાર પડતા દેખાય છે. ઝટ પ્રેમ થાય, પણ બ્રેકઅપના સમાચાર આવતા વાર નથી લાગતી. પવઈ નિવાસી જૂહી અને પ્રશાંતનું ૪ વર્ષથી અફેર હતું, બંનેના ફ્રેન્ડ ગ્રૂપમાં આ વાત નક્કી હતી કે બંને જલદી લગ્ન કરશે. જુદીજુદી જ્ઞાતિ હતી, પણ બંનેનો પરિવાર આધુનિક હતો. બંનેનો પરિવાર આ સંબંધ વિશે જાણતો હતો, પણ જ્યારે જૂહીના પરિવારે આ લગ્ન માટે ના પાડી ત્યારે જૂહી પ્રશાંતથી દૂર થઈ ગઈ. આધુનિક, શિક્ષિત જૂહીના નિર્ણયથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા. જૂહીએ ખૂબ જ સહજતાથી કહ્યું કે ફેમિલીને કોણ ટેન્શન આપે. સાથે રહેવાનું જેટલું લખ્યું હતું રહી લીધું. હવે આગળ જેાઈએ. વાત સાંભળવામાં સામાન્ય છે, પણ હવે સંબંધ ખરેખર કમજેાર પડવા લાગ્યા છે. જૂહીના આ વ્યાવહારિક દષ્ટિકોણથી પ્રશાંત તૂટી ગયો. તે કેટલાય દિવસ સુધી દુખી રહ્યો. જૂહીએ ૬ મહિનામાં માતાપિતાની મરજીથી એક છોકરા સાથે લગ્ન પણ કરી લીધા. જીવનમાં આગળ વધવામાં કોઈ બૂરાઈ નથી, પણ પ્રશ્ન એ છે કે આધુનિક સંબંધ આટલા કમજેાર કેમ છે? સંબંધ નિભાવવો આજકાલ મુશ્કેલ કેમ થઈ રહ્યો છે? શું આપણે પ્રેમ કરવાનું ભૂલી ગયા? કે તેનાથી પણ મોટી બૂરાઈ એ છે કે આપણે એ ભૂલી ગયા કે પ્રેમ છે શું? આજકાલના સંબંધ આટલી જલદી કેમ તૂટી રહ્યા છે, કારણો પર એક નજર :

  • આપણે કદાચ ત્યાગ માટે, સમજૂતી માટે, કોઈ શરત વગર પ્રેમ કરવા માટે તૈયાર જ નથી. આપણે આજકાલ દરેક વસ્તુ સરળતાથી મેળવવી છે. પ્રેમને સારી રીતે ઉછરવા જ નથી દેતા. સમય પહેલાં જ બધું હાંસલ કરી લેવું છે કે બધું છોડી દેવું છે. શ્ર આ તે પ્રેમ છે જ નહીં, જેની તમે શોધમાં છો. લાઈફમાં હવે ઉત્તેજના અને રોમાંચ ઈચ્છો છો. મૂવી અને પાર્ટી માટે એક સાથી જેાઈએ, ન કે કોઈ એવો જે આપણું મૌન સમજી શકે. સમય સાથે તો વિતાવો છો, પણ યાદોને સજાવી નથી રાખતા. બોરિંગ લાઈફ નથી જેાઈતી. હવે જીવનસાથી નહીં, માત્ર વર્તમાન માટે સાથી વિચારે છે. અંદરની સુંદરતામાં વિશ્વાસ નથી કરતા, કારણ કે આપણને હવે સાહસંપૂર્ણ રોમાંચ ગમે છે. શ્ર આપણી પાસે પ્રેમ માટે સમય જ નથી, સંબંધ નિભાવવાની ધીરજ ખૂટી ગઈ છે. શહેરની દોડધામ પછી પ્રેમ માટે સમય જ નથી રહેતો. આપણે ભૌતિક સપનાં જેનાર બિઝી માણસ થઈ ગયા છીએ. હવે સંબંધ સુવિધાથી વધારે કંઈ જ નથી.
  • દરેક વાતે તરત જ ખુશી જેાઈએ. તે આપણી ઓનલાઈન પોસ્ટ હોય, કરિયર હોય કે તે વ્યક્તિ, જેને તમે પ્રેમ કરો છો. સંબંધમાં ગંભીરતા સમય સાથે આવે છે, બીજી વ્યક્તિ સાથે સંપૂર્ણ રીતે જેાડાવામાં વર્ષો વીતી જાય છે. હવે પ્રેમ માટે સમય અને ધીરજ ખૂટી જાય છે.
  • વિકલ્પમાં વિશ્વાસ થવા લાગ્યો છે. સોશિયલ લોકો છે, લોકોને જાણવાને બદલે બસ તેમને મળીએ છીએ. લાલચુ થઈ ગયા છીએ. બધું જેાઈએ. થોડું આકર્ષણ થતા સંબંધ શરૂ કરી દો છો અને થોડો અપેક્ષાકૃત સારો સાથી મળતા તરત જૂનામાંથી બહાર આવી જાઓ છો.
  • ટેક્નોલોજી એકબીજાની નજીક લાવી દે છે. એટલા નજીક કે શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો. શારીરિક હાજરીના બદલે ટેક્સ્ટ્સ, વોઈસ મેસેજ, સ્નેપ ચેટ્સ, વીડિયો કોલે જગ્યા લીધી છે. એકબીજા સાથે સમય વિતાવવાની જરૂર નથી. એકબીજા વિશે પહેલાંથી જ ઘણી માહિતી હોય છે, વાત કરવા માટે કંઈ રહેતું જ નથી.
  • પ્રેમ અને સેક્સને અલગઅલગ જેાવા લાગ્યા છીએ. સેક્સ હવે સરળ છે, નિભા રાખવી મુશ્કેલ છે. સંબંધની બહાર સેક્સ હવે મોટી વાત નથી રહી. પ્રેમની જગ્યા જીવનમાં મર્યાદિત થઈ ગઈ છે.
  • આ વ્યાવહારિક પેઢી છે, જે તર્ક જાણે છે. તેમને પાગલની જેમ પ્રેમ કરતા નથી આવડતું. પોતાનું હિતઅહિત સમજીવિચારીને કોઈ ડગલું ભરે છે. પ્રેમમાં દીવાનાની જેમ કોઈને જેાવાનો સમય હવે કોઈની પાસે નથી. શ્ર પ્રેમમાં કમિટમેન્ટ અને દિલ તૂટવાનો ડર રહે છે. હવે આંખ બંધ કરીને કોઈના પ્રેમમાં પડીને પોતાની લાઈફ નથી બગાડી શકતા. વ્યક્તિનો સૌથી ખાસ ગુણ પ્રેમ છે. કદાચ ધીરેધીરે આ શબ્દના અર્થ જ ભુલાઈ રહ્યા છે. આધુનિક સમયમાં રહેતા આપણે લોકો ક્યાંક પ્રેમનું અસ્તિત્વ, મહત્ત્વ જ ન ભૂલી જઈએ. આ વિચારવા લાયક વાત છે. સંબંધથી પ્રેમ, સહયોગ, સમર્પણ સંપૂર્ણ રીતે ગુમ ન થઈ જાય. આ વાતનું ધ્યાન રાખવું જેાઈએ. મશીન જેવું જીવન ન જીવતા જીવનરૂપી છોડને પ્રેમભર્યા સંબંધથી સીંચો, જેથી ચારે બાજુ વાતાવરણમાં પ્રેમભર્યા સંબંધની ખુશબૂ આવે.

– પૂનમ અહમદ

વધુ વાંચવા કિલક કરો....