રક્ષિતા એક સંયુક્ત પરિવારની નાની વહુ હતી. તેમના પરિવારનો રેડીમેડ કપડાનો મોટો વેપાર હતો. તે ભણેલીગણેલી તો હતી, તેથી લગ્ન પછી તે પણ વેપારમાં મદદ કરવા લાગી. તેની ૨ જેઠાણી ઘરે રહેતી, જ્યારે તે દરરોજ તૈયાર થઈને દુકાને જતી અને બિઝનેસમાં મદદરૂપ બનતી, પરંતુ તેની આર્થિક સ્વતંત્રતા બિલકુલ તેની જેઠાણીના સ્તરની રહી હતી. તે એક કર્મચારીની જેમ કામ કરતી અને નાણાકીય બાબતમાં તેના વિચારોને ખાસ મહત્ત્વ આપવામાં આવતું નહોતું. રક્ષિતાને પણ આ વેપારમાં કોઈ ખામી દેખાતી નહોતી અને ઘરની બહાર જવાના અધિકારની ખુશીમાં તે સંતુષ્ટ રહેતી હતી. તેના સસરા, જેઠ અથવા તેના પતિ વિચારી શકતા નહોતા કે ઘરની મહિલાઓને આવકખર્ચ, બચત કે હિસાબકિતાબ જાણવાની જરૂર છે. જ્યારે કેટલીક મહિલાઓ એમ માની લેતી હોય છે કે ઘરની નાણાકીય બાબત તેમના માટે નથી.

શર્મા કોવિડગ્રસ્ત થઈને ૭૫ વર્ષની ઉંમરે મરણ પામ્યા. બધું એટલું અચાનક બની ગયું કે તેમની પત્ની જિંદગીમાં આવેલા બદલાવથી ડઘાઈ ગઈ હતી. આર્થિક રીતે શર્મા દંપતી ખૂબ સંપન્ન હતા. શર્માના મરણ પછી પણ મજબૂત બેંક બેલેન્સ પેન્શન અને ઈંશ્યોરન્સની આર્થિક મજબૂત સુરક્ષા હતી, પરંતુ અફસોસ એ વાતનો હતો કે શર્માની પત્ની પોતાની આર્થિક સુદઢતાથી સંપૂર્ણ રીતે અજાણ હતી. લગ્નના શરૂઆતના દિવસથી તેમણે ક્યારેય શીખવાની અથવા જાણવાની કોશિશ કરી નહોતી કે ઘરમાં કેટલા પૈસા આવી રહ્યા છે, ક્યાં ખર્ચ થઈ રહ્યા છે કે પછી તેની ક્યાં બચત કરવામાં આવી રહી છે. શર્મા તો હંમેશાં તેમના માટે એટીએમ સમાન રહ્યા હતા.

બાળકો પર નિર્ભરતા
દીકરાના પુખ્ત થતા અને રિટાયરમેન્ટ પછી શર્માએ પોતાની પત્ની ઉર્મિલાને પોતાનું નાણાકીય સ્ટેટસ સમજાવવાની ખૂબ કોશિશ કરી હતી. આ જ રીતે બેંક અને ઓનલાઈન ટ્રાંજેક્શન સમજાવવાની પણ, પરંતુ ઉર્મિલાને એમ લાગતું કે કોણ આ બધી માથાકૂટમાં પડે, જ્યારે પતિ બધું કરી લે છે. હવે જ્યારે શર્મા નથી રહ્યા ત્યારે અચાનક તે સંપૂર્ણ રીતે પોતાના દીકરા પર નિર્ભર બની ગયા. તે એકલા રહેવા લાયક તો આ ઉંમરે હતા નહીં, તેથી હવે એકએક રૂપિયા માટે દીકરા પરની નિર્ભરતા તેમને ખૂબ ખૂંચતી, પરંતુ તેમની પાસે બીજેા કોઈ રસ્તો નહોતો. ઉર્મિલાથી વિપરીત કંચન વાજપેયીએ ભલે મોડું, પરંતુ બધું શીખી લીધું હતું અને પોતાના આત્મસન્માનની સાથે જીવન જીવી રહ્યા હતા. ક્યારેક જરૂર પડતા બાળકો અથવા બીજા કોઈની તે મદદ લેતા. જેાકે તેઓ પણ ઉર્મિલાની જેમ એક ગૃહિણી હતા અને પહેલા નાણાકીય જણકારી તેમની પણ શૂન્ય હતી.
અહીં વાજપેયીએ ક્યારેય જણાવવાની જરૂર સમજી નહોતી કે ‘હું છું જ ને’. પરંતુ તેમના મૃત્યુના ૧૦ વર્ષ પહેલાં જ્યારે તેમને પહેલી વાર હાર્ટએટેક આવ્યો તો ત્યારે તેમની પત્નીની અજ્ઞાનતાના લીધે તેમને સગાંસંબંધી અને મિત્રો પર નિર્ભર રહેવું પડ્યું હતું. હોસ્પિટલના બિલ ચૂકવવાથી લઈને બીજી ઘણી બધી બાબતો માટે. પછી સ્વસ્થ થતા તેમણે નક્કી કરી લીધું કે હવે પત્નીને બધું શીખવવું છે. ૬૦ વર્ષના કંચન વાજપેયી ન માત્ર એટીએમમાંથી પૈસા ઉપાડે છે, પરંતુ વિભિન્ન ઓનલાઈન પોર્ટલ પરથી ટ્રાંજેક્શન કરતા પણ તેમને આવડે છે. ક્યાં કઈ બેંકમાં કેટલા પૈસા છે, કોણ નોમિની છે, ખર્ચાના પૈસાને કયા એકાઉન્ટમાંથી ઉપાડવાના છે વગેરે તમામ જાણકારી તેમને છે. પોતાની આ નાણાકીય જાગૃતિના લીધે તે નિર્ણય લેવાની ક્ષમતા પણ રાખતા થઈ ગયા છે અને બાળકોના ઘરમાં એક ફર્નિચરની જેમ રહેવાના બદલે તે પોતાના ઘરમાં પોતાની ઈચ્છાનુસાર રહે છે.

આર્થિક ગુલામી
આર્થિક આત્મનિર્ભરતા દરેક વ્યક્તિ માટે જરૂરી છે. હવે દિવસેદિવસે નોકરિયાત અને આર્થિક રીતે સ્વતંત્ર મહિલાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે, પરંતુ હજી એવી મહિલાઓની સંખ્યા વધારે છે જેા આર્થિક સ્વાવલંબનથી દૂર છે. આ લેખ મૂળ એ મહિલાઓ માટે છે, જેા સંપન્ન હોવા છતાં આર્થિક ગુલામીની જિંદગીને પસંદ કરતી હોય છે. મોટાભાગની મહિલાઓ આર્થિક રીતે પોતાના પિતા, પતિ અથવા પુત્ર પર નિર્ભર હોય છે. મહિલાઓની માનસિકતા એવી હોય છે કે તેમને આ સ્થિતિનું દુખ પણ હોતું નથી. જેાકે તેમને ખબર હોવી જેાઈએ કે આ ગુલામીનું પ્રતીક છે. દીકરીઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવી દરેક માબાપની મહત્ત્વની ફરજ છે. તેમ છતાં જેા કોઈ કારણવશ એક છોકરી આર્થિક આત્મનિર્ભરતાને પ્રાપ્ત ન કરી શકી હોય તો પણ તેનો હક છે કે પોતાની ગૃહસ્થીના ફાઈનાન્શિયલ સ્ટેટસને પૂરી રીતે સમજેા. જરૂરિયાત અને મુશ્કેલી ક્યારેય કહીને નથી આવતા. તેથી દરેક પતિપત્નીએ શરૂઆતથી પ્લાનિંગ કરવું જેાઈએ અને મહત્ત્વપૂર્ણ વાતને એકબીજા સાથે શેર કરવી જેાઈએ. પતિપત્ની બંનેએ સાથે મળીને પોતાના ભવિષ્યની તૈયારી કરવી જેાઈએ, ન કે પતિ પોતાની પત્નીને માત્ર ઘરેલુ કામ કરનાર સમજેા. ઘણા બધા લોકો પોતાના મિત્રો કે સગાંસંબંધી સાથે પોતાની નાણાકીય જાણકારી શેર કરે છે, પરંતુ પોતાની પત્નીને જણાવતા હોતા નથી. આ સ્થિતિમાં ઘરની મહિલાઓને ખબર નથી હોતી કે મુશ્કેલીના સમયે નાણાકીય વ્યવસ્થા કેવી રીતે કરી શકાશે.

ડગલે ને પગલે દગો
રમીલા ઘરે બ્લાઉઝ સીવવાનું કામ કરતી હતી. કેટલાક દરજી સાથે તેના સંપર્ક હતા, જેા તેની પાસે સિવડાવીને પોતાના ગ્રાહકોને આપતા હતા. રમીલા આ કામથી સારું એવું કમાઈ લેતી હતી, પરંતુ પોતાની પૂરી કમાણી પતિ રમેશના હાથમાં મૂકીને નિશ્ચિંત થઈ જતી હતી. રમેશ ટેમ્પો ચલાવતો હતો. એક દિવસ રમેશ ટેમ્પો સહિત દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયો. આસપાસના લોકોની મદદથી તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા પછી રમીલાને સમજતું નહોતું કે હવે તે હોસ્પિટલનું બિલ કેવી રીતે અને ક્યાંથી ભરશે. તેણે પૂરું ઘર તપાસી લીધું, પરંતુ થોડા હજાર રૂપિયા સિવાય તેને કંઈ જ મળ્યું નહીં. રમેશ બેભાન હતો. તે પૂછે તો કોને પૂછે કે રણબીરે પૈસા ક્યાં મૂક્યા છે. પછી સમય પર પૈસા જમા ન કરાવવાના લીધે સારવારમાં મોડું થયું. પોતાના સિલાઈમશીન સિવાય ઘરનો બધો સામાન વેચીને તેણે ગમે તેમ કરીને પોતાના પતિની સારવાર કરાવી અને હંમેશાં માટે અપંગ થઈ ગયેલા પતિને ઘરે લાવી શકી. બાદમાં તેને જાણ થઈ કે રમેશે પોતાની અને રમીલાની પૂરી કમાણી મિત્રને વ્યાજે ઉધાર આપી રાખી હતી, જે પૂરી રકમ હજમ કરી ગયો હતો. આ છેતરપિંડી પછી રમીલાએ ફરીથી પોતાનું બ્લાઉઝ સીવવાનું કામ શરૂ કરી દીધું ત્યારે પોતાની કમાણીનો હિસાબકિતાબ રાખવા લાગી.

ભૂલ કોની
બિલ ગેટ્સનું એક પ્રસિદ્ધ વાક્ય છે કે જેા તમે ગરીબ પરિવારમાં જન્મ્યા છો તો તે તમારી ભૂલ નથી, પરંતુ જેા તમે ગરીબ જ મરી જઓ છો તો તે તમારી ભૂલ છે. આ જ રીતે કોઈ મહિલા પૂર્ણ રીતે સમૃદ્ધ હોવા છતાં પોતાની અણસમજ અને અજ્ઞાનતાના લીધે કોઈની પર આરશ્રત બનીને જીવતી હોય તો તે તેની ભૂલ છે. આસપાસ એવી ઘણી મહિલાઓ જેાવા મળે છે. જે બધી રીતે સમૃદ્ધ હોવા છતાં પતિના મૃત્યુ પછી લાચાર અને આરશ્રત થઈ જાય છે. આ સમયે અફસોસ થાય છે કે તેમની પરાધીનતા પર. મોટભાગે ઘરેલુ અને ઘણી વાર કામકાજી કમાતી પત્નીઓ પણ પતિના બધું જ જણાવ્યા છતાં ફાઈનાન્શિયલ જ્ઞાનથી અજાણ રહેવાનું પસંદ કરે છે. જેાકે આ ખરેખર ખોટું છે. શરૂઆતથી પતિની સહભાગી બનીને બધી જાણકારી રાખવી જેાઈએ. બદલાતા સમયની સાથે સ્વયંને અપડેટ પણ કરતા રહેવું જેાઈએ. બેંકિંગ અને ટેક્નોલોજી પ્રતિ તમારી થોડી જાગૃતિ ભવિષ્યમાં તમને મદદરૂપ બનશે.

કેતકી પંચાલ ૭૨ વર્ષની ઉંમરે ખૂબ સક્રિય રહે છે. પંચાલ સાહેબ થોડા વર્ષોથી ખૂબ વધારે બીમાર રહેવા લાગ્યા ત્યારે ન માત્ર કેતકીએ બધી જવાબદારી ઉપાડી લીધી, પરંતુ બેંક, પોસ્ટ ઓફિસ, પેન્શન અને મેડિકલ ઈંશ્યોરન્સ સહિત તમામ નાણાકીય બાબતની લગામ પોતાના હાથમાં લીધી. ક્યારેક બાળકોના ઘરે જઈને રહેવા પર પણ તે તેમના આરશ્રત નથી રહેતા. ગૃહસ્થીની શરૂઆતથી પતિપત્ની વચ્ચે ખૂબ સુંદર તાલમેલ રહ્યો હતો. તેથી હવે જ્યારે જરૂર પડી ત્યારે કેતકીએ પોતાની ભૂમિકા બદલીને જિંદગીને સરળ અને વધારે આનંદમય બનાવી દીધી છે. જેાકે એક કડવું સત્ય એ પણ છે કે પતિપત્નીમાંથી કોઈ એકે તો પહેલા મરણને સ્વીકારવાનું છે. ઉંમર નાની હોવાથી મહદ્અંશે પત્ની પતિ કરતા વધારે જીવતી હોય છે. કોઈ એકના મરણ પછી એક તો વિખૂટા પડવાનું દુખ અને બીજું પત્નીની પરતંત્રતા તેમને બેવડો માર મારતી હોય છે, તેથી સ્માર્ટ વુમન બનો અને જિંદગીને પોતાની શરતો પર કેવી રીતે જીવી શકાય તે કલા જાણી લો. તમારી આર્થિક સ્વતંત્રતા જીવનભર તમારા સુખદ અને સરળ જીવનની ચાવી છે.
– રીતા ગુપ્તા.

વધુ વાંચવા કિલક કરો....