ભલે ને દાયકાથી એમ કહેવામાં આવી રહ્યું હોય કે સંબંધો નિભાવો, સંબંધોને રોજ પ્રેમના જળથી સીંચતા રહો, પરંતુ શું આપણી જિંદગીના બધા સંબંધ આટલા એટેન્શનને લાયક હોય છે જેાકે આવા સંબંધોને ઓળખવા ખૂબ જરૂરી રહે છે, જે તમને ખુશી નહીં, પરંતુ ટેન્શન આપતા હોય અને જે સંબંધમાં માત્ર તમારો ઉપયોગ કરવામાં આવતો હોય. તેથી આવા સંબંધોને શક્ય એટલા વહેલા અલવિદા કહેવામાં જ ભલાઈ છે. પોતાના પુસ્તક ‘સિંગલ વુમન લાઈફ, લવ એન્ડ અ ડૈશ ઓફ સેન્સ’ માં રિલેશનશિપ એક્સપર્ટ મેન્ડી હેલ હકીકત તરફ ઈશારો કરતા લખે છે, ‘‘આપણે ખરેખર શું ઈચ્છીએ છીએ, આપણે કઈ વસ્તુ માટે સેટલ થવા તૈયાર છીએ, તે વાતને સમજવાની એક તક છે બ્રેકઅપ. જિંદગી અને પ્રેમમાં વસ્તુને સેટલ કરવાની માનસિકતામાંથી બહાર આવી જાઓ અને હવે પછી જ્યારે તમને કોઈ એમ કહે કે તમારું સ્ટાન્ડર્ડ ખૂબ ઊંચું છે ત્યારે માફી ન માંગો, કારણ કે આ સ્ટાન્ડર્ડ જ નક્કી કરે છે કે આપણને કેવી જિંદગી મળશે.’’
કેટલીક મહિલાઓને ટેવ હોય છે કે તે એ વાતને જેાવા નથી ઈચ્છતી કે આ સંબંધમાંથી તેમને શું મળી રહ્યું છે?
પરંતુ જીવન અને સંબંધો પ્રતિ આ દષ્ટિકોણ યોગ્ય નથી. તમારી પાસે હક છે કે તમે તમારો ઉપયોગ થવા દેવાથી ઈન્કાર કરી દો અને એ મેળવો જેના તમે હકદાર છો. એવા સંબંધને તોડવામાં બિલકુલ સંકોચ ન રાખો, જ્યાં તમારો જરૂરથી વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય. જેાકે કોઈનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે :

પ્રતિભા અને હોદ્દાનો ઉપયોગ
નીતા આઈએએસ ઓફિસર હતી, જ્યારે તેનો ભાઈ એક સામાન્ય ક્લાર્ક હતો. પિતાના આકસ્મિક મોત પછી પોતાના નાના ભાઈબહેનને ભણાવવા નીતાએ લગ્ન નહોતા કર્યા. નીતાનો ભાઈ પ્રેમ શરૂઆતથી આળસુ હતો અને મહેનતથી દૂર ભાગતો હતો. તેને એમ પણ બધું તૈયાર ખાવાની ટેવ હતી. પ્રેમ પોતાની બહેનના હોદ્દા અને પ્રતિભાનો ભરપૂર ઉપયોગ કરતો હતો. તે બહેનની ગાડીમાં ફરતો અને બહેનના આલીશાન બંગલામાં રહેતો હતો. જેા કોઈ કામ હોય તો તરત બહેનના નામની મદદ લેતો હતો. જેાકે નીતા લાંબા સમય સુધી આ બાબતે મૌન રહી અને ભાઈને દરેક રીતે લાભ પહોંચાડતી રહી, પરંતુ ધીરેધીરે તેને ભાઈના સ્વાર્થી સ્વભાવનો અહેસાસ થઈ ગયો અને તેણે પોતાનું ઘર વસાવી લેવાનું વિચારી લીધું. પછી ભાઈ સાથે સંબંધ તોડતા તેને પોતાનું અલગ ઘર લેવા અને પોતાની તાકાત પર જીવવાની સલાહ પણ આપી દીધી. સાંભળીને ભાઈનો ચહેરો ઊતરી ગયો, કારણ કે તે જાણતો હતો કે બહેનના પદ અને પ્રતિભાની તેને ટેવ પડી ગઈ છે. તેણે સાથે રહેવા ખૂબ આજીજી કરી, પરંતુ નીતા પોતાના નિર્ણય પર મક્કમ હતી. ઘણી વાર લોકો આપણી સાથે સંબંધ બાંધવા એટલે ઈચ્છે છે, જેથી તે આપણા હોદ્દા અને પ્રતિભાનો ઉપયોગ કરીને કેવી રીતે લાભ ઉઠાવી શકે. આ સ્થિતિમાં આપણી સાથે સંબંધ જાળવી રાખવા પાછળનો તેમનો હેતુ એ હોય છે કે તે આપણા નામનો ઉપયોગ કરીને પોતાના માટે સુવિધા અથવા ફેવર મેળવી શકે.

તમે પણ અનુભવ્યું હશે કે આ લોકો પરિચય થતા સૌપ્રથમ તમારો હોદ્દો જાણવા ઈચ્છે છે. જેા તમે કોઈ સારી પોસ્ટ પર છો અથવા ઊંચા ખાનદાન સાથે સંબંધ ધરાવતા હોય તો તેમનો તમારા પ્રત્યેનો વ્યવહાર બદલાઈ જાય છે. દુનિયા એવી જ છે, પરંતુ આવા લોકો પોતાનો ખરાબ સમય આવતા પોતાનો રસ્તો બદલવામાં બિલકુલ વિચાર નથી કરતા. તેથી આવા લોકોથી સલામત રહેવું જરૂરી છે.

ધનસંપત્તિનો ઉપયોગ
જે રીતે ખાંડ સાથે કીડીનો સંબંધ છે, તે રીતે પૈસા સાથે સ્વાર્થી લોકોનો સંબંધ હોય છે. આ લોકો ગમે તે હોઈ શકે છે, ભાઈબહેન, સગાંસંબંધી, મિત્ર, પાડોશી જેમને તમારી સાથે નહીં, પરંતુ તમારી ધનદોલત સાથે પ્રેમ હોય છે. એક વાર આ લોકોની ઓળખ થાય, પછી તેમનાથી અંતર રાખવામાં બિલકુલ મોડું ન કરો.

૩૪ વર્ષની સીમા જણાવે છે કે તેની એક સાહેલી નિશા હંમેશાં તેની સાથે ખૂબ પ્રેમથી વાત કરતી હતી. તેણે હંમેશાં સીમાના પૈસાનો ઉપયોગ કર્યો હતો. સીમા કરોડપતિ પિતાની દીકરી હતી, તેથી તેને પૈસાની કોઈ સમસ્યા નહોતી. સીમા ગમે ત્યાં શોપિંગ અથવા ફરવા જતી ત્યારે નિશા તેની સાથે થતી અને તેનો ખર્ચ પણ સીમાના ક્રેડિટ કાર્ડથી થતો હતો. એક વાર પોતાના પપ્પાથી રિસાઈને સીમા ઘર છોડીને નિશાના ઘરે રહેવા આવી ગઈ. પછી તેના પપ્પાએ તેનું ક્રેડિટ કાર્ડ બ્લોક કરી દીધું. આ સ્થિતિમાં જ્યારે તે નિશાના ઘરે પહોંચી ત્યારે માત્ર ૨ દિવસમાં નિશાના પ્રેમની પોલ ખૂલી ગઈ અને સીમાએ તેની સાથેનો પોતાનો સંબંધ પૂરો કરી દીધો.

બીજા સામે દેખાડો કરવા ઉપયોગ
પતિ પોતાની સુંદર પત્નીનો પોતાની શાન બતાવવા માટે ઉપયોગ કરતા હોય છે. તે ઓફિશિયલ પાર્ટીમાં પત્નીને શણગાર સજાવીને લઈ જાય છે, જેથી બોસ અથવા મિત્રો પર તેની સારી ઈમ્પ્રેશન પડે. સગાંસંબંધીને બાળવા અને પોતાનું કદ ઊંચું બતાવવા માટે પણ તે ખૂબ સારી રીતે પોતાની પત્નીનો ઉપયોગ કરે છે. પતિ ઈચ્છતા જ હોય છે કે તેમની પત્ની અંગ્રેજીમાં વાતો કરે અને હોટ ડ્રેસિસ પહેરે, જેથી તે થોડી આધુનિક દેખાય અને પતિનું પણ સ્ટેટસ ઊંચું દેખાય.

ઈમોશનનો ઉપયોગ
પ્રમોદ જ્યારે પણ દારૂ પીને આવતો ત્યારે પત્નીને ખૂબ અપશબ્દો બોલતો, ઘરમાં તોડફોડ કરતો અને જુગારમાં રૂપિયા હારીને આવતો તે અલગ. તેના કરતૂત જેાઈને તેના પિતા પણ તેનાથી ખૂબ નારાજ રહેતા અને તેને એક રૂમમાં બંધ કરીને બહારથી તાળું મારી દેતા. તેને તે ખાવાનું પણ આપતા નહોતા, ત્યારે પ્રમોદ પોતાની પત્નીના ઈમોશનનો ઉપયોગ કરતો. પત્ની સામે ભોળો રડમશ ચહેરો બનાવીને દારૂ પીવા પાછળનું કોઈને કોઈ બહાનું બનાવી દેતો અને તેને વચન આપતો કે હવેથી તે ક્યારેય દારૂ નહીં પીવે. તે પત્નીને કહેતો કે પિતાને મનાવી લે અને રૂમનું તાળું ખોલી નાખે. પછી પત્ની પણ લાગણીમાં આવીને તેનું કામ કરતી. એક વાર તો તે એક મહિલાને પોતાની સાથે લઈને ઘરે આવી ગયો હતો અને કહેવા લાગ્યો કે આ મહિલા મારી સાથે અહીં રહેશે. પિતા મારવા લાગ્યા ત્યારે પત્નીના આંસુનો સહારો લઈને પિતાના મારથી બચી શક્યો હતો. પછી પત્ની પણ ધીરેધીરે સમજવા લાગી હતી કે પતિ માત્ર તેનો ઉપયોગ કરી રહ્યો છે. એક વાર તો તે ખરેખર કોઈની સાથે સાત ફેરા ફરીને આવી ગયો. પિતાએ તેને પોતાની સંપત્તિમાંથી દૂર કરી દીધો ત્યારે તેને ભાન થયું અને તરત પત્ની પાસે મદદ માટે આવી પહોંચ્યો, પરંતુ આ વખતે પત્ની જરા પણ લાગણીના આવેશમાં આવી નહીં, વિપરીત તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હવે મારો તમારી સાથે કોઈ સંબંધ નથી. હું આ ઘરની વહુ છું, પરંતુ તમારી નહીં. પ્રમોદ બિચારો ઘરપરિવાર અને સંપત્તિમાંથી બહાર થઈ ગયો સાથે પત્નીએ પણ તેને હડધૂત કરી દીધો. નવી પત્ની આવતા જ તેની સ્થિતિને જેાઈ ચૂકી હતી.

ખામી છુપાવવા માટે ઉપયોગ
કેટલાક પુરુષ પોતાની સુંદર પત્નીનો ઉપયોગ કરીને બોસ આગળ પોતાની ભૂલો અને ખામીઓ છુપાવવાનો પ્રયાસ કરતા હોય છે. તેઓ એ વાત નથી સમજતા કે પત્ની પર તેની કેવી અસર થશે. તે માત્ર ગમે તે ભોગે બોસને પોતાની પત્નીની સુંદરતાથી આકર્ષિત રાખવા ઈચ્છતા હોય છે, જેથી બોસ તેમને શોધવાનું ભૂલી જાય. આ જ રીતે કેટલાક પુરુષ ઘરમાં પણ પોતાની ભૂલો છુપાવવા માટે પત્નીને આગળ કરી દે છે. આ પતિ પોતાના માબાપની સમક્ષ ખૂબ ભોળા બનીને ઊભા રહી જાય છે અને પૂરો દોષ પત્ની પર મઢી દે છે. અહીં વાત માત્ર પતિપત્નીની નથી, પરંતુ કેટલાક ભાઈબહેન પણ આ હથિયાર અપનાવતા હોય છે. મોટાભાગે ભાઈ બાળપણથી પોતાની દરેક ભૂલની જવાબદારી બહેન પર થોપવામાં જરા પણ ખચકાટ નથી અનુભવતા. ત્યાં સુધી કે તે મોટા થયા પછી અને બહેનના સાસરીમાં ગયા પછી પણ પોતાની આ ટેવને છોડતા નથી હોતા. જેા તમારી સાથે પણ આવું કંઈ થઈ રહ્યું હોય તો તે સંબંધને જાળવી રાખવાની મજબૂરીને છોડી દો, પછી જુઓ તમારા માટે જીવન કેટલું સરળ બની જાય છે.

શારીરિક જરૂરિયાત પૂરી કરવા માટે ઉપયોગ
કેટલાક પતિ એવા હોય છે, જે પોતાની પત્નીનો ઉપયોગ માત્ર પોતાની શારીરિક જરૂરિયાતની પૂર્તિ માટે કરે છે. તેમને પત્નીની ખુશી અથવા ઈચ્છા સાથે કોઈ સંબંધ નથી હોતો. તેઓ પોતાની પત્ની સાથે ભાવનાત્મક રીતે બિલકુલ જેાડાયેલા નથી હોતા અને તેમને પત્નીની કોઈ ચિંતા નથી હોતી.

પ્રમોશન માટે ઉપયોગ
ભૂતકાળમાં કોચ્ચિમાં નૌસેનાના એક અધિકારીની પત્નીએ આરોપ લગાવ્યો હતો કે તેના પતિએ પોતાના પ્રમોશન માટે તેનો ઉપયોગ કર્યો હતો અને તેને પોતાના અધિકારીઓ સાથે ઊંઘવા વિવશ કરી હતી. મહિલાએ બીજેા આરોપ એ પણ મૂક્યો હતો કે આ વાતનો વિરોધ કરવા પર તેના પતિ અને અધિકારીઓએ તેની સાથે મારપીટ કરી હતી. ત્યાર પછી આ મહિલાની ફરિયાદના આધારે તેના પતિ સહિત ૧૦ લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ ૪૯૮ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ જ રીતે ગુજરાતમાં પતિએ પ્રમોશન મેળવવા માટે પત્નીને બોસની સામે પીરસી દીધી હતી. આ ઘટના અમદાવાદના નારણપુરા વિસ્તારની છે. આ ઘટનામાં પતિએ પોતાની પત્નીને બોસ સાથે ઊંઘવા માટે વિવશ કરી દીધી હતી. તેણે પોતાની પત્ની અને બોસને રૂમમાં બંધ કરીને બહારથી સાંકળ મારી દીધી હતી અને પોતે બહાર નીકળી ગયો હતો. જાણકારી અનુસાર યુવકે પોતાની પત્ની પર જબરદસ્તી સંબંધ બનાવવા દબાણ કર્યું અને તાબે ન થતા તેની મારપીટ કરી હતી. ત્યાર પછી આ મહિલાએ પોતાના પતિ અને સાસરિયા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાનું કહેવું હતું કે લગ્નના ૪ વર્ષ સુધી બધું ઠીક ચાલતું રહ્યું, પરંતુ ધીરેધીરે તેના પતિએ પોતાની ગંદી હરકતો શરૂ કરી દીધી હતી અને બીજા લોકો સાથે સંબંધ બનાવવા તે દબાણ કરવા લાગ્યો હતો તેમજ ઈન્કાર કરવા પર તે પત્ની સાથે મારપીટ કરતો હતો.

જ્યારે સંબંધ એકતરફી હોય
યાદ રાખો જ્યારે તમારા બંને વચ્ચે દરેક નિર્ણયો અથવા વાતચીતનું કારણ તેમની સુવિધા અથવા લાભ હોય, તમારા વિચારોમાં હંમેશાં તે રહેતા હોય, પરંતુ તે તમારા વિશે ક્યારેય કોઈ વાત ન કરતા હોય તો જાહેર છે કે તે તમારી સાથેના સંબંધનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરી રહ્યા છે. જેાકે આવી વ્યક્તિ સાથે ખૂલીને વાત કરવાથી ક્યારેક-ક્યારેક મુદ્દાને ઉકેલવામાં મદદ મળી જાય છે, પરંતુ જેા તમને વિશ્વાસ થાય કે તમારા સંબંધમાં બધું એકતરફી છે તો તેને નજરઅંદાજ કરવું લાંબા ગાળે તમારા માટે મુશ્કેલી વધારશે.

આર્થિક મુદ્દે ચર્ચા
એક ખુશહાલ સંબંધ માટે જરૂરી છે કે સામેની વ્યક્તિ પણ તમારી સાથે ખૂલીને નાણાકીય બાબત વિશે ચર્ચા કરે, કંઈ જ છુપાવે નહીં. સંબંધને ચકાસવા માટે ધ્યાન રાખો કે શું તમારા પતિ અથવા સગાસંબંધી તમારી સાથે પૈસાના હિસાબકિતાબ બાબતે કંફર્ટેબલ છે? શું વાત કરે છે? જેા તેઓ સંબંધને મહત્ત્વ આપતા હોય અને તમારી સાથે મજબૂતાઈથી જેાડાયેલા હશે તો તમારી સાથે બધું ડિસ્કસ કરશે અને જેા આવું નહીં હોય તો જહેર છે કે તેમણે તમારો માત્ર ઉપયોગ કર્યો છે, તેમને તમારી સાથે કોઈ લગાવ નથી.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....