કોરોના કાળ પછી ઘણા બધા ઘર પર રહેવા માટે મજબૂર બની ગયા છે. આ સ્થિતિમાં આપણી પાસે બે જ રસ્તા રહે છે. એક તો હંમેશાં સમય બાબતે ફરિયાદો કરતા રહો અથવા સમયનો એવો ઉપયોગ કરો કે મન ખુશ રહે. તો પછી કેમ કોઈ એવા શોખને અપનાવવામાં ન આવે કે જે શોખ રોજની ભાગદોડભરી જિંદગીમાં ક્યાંય પાછળ છૂટી ગયા હતા. ભલે ને પોતાની સ્ક્રેપબુક પર કામ કરવાનું હોય કે પછી પોતાની ગાર્ડનિંગ સ્કિલને નિખારવાની હોય. ભલે ને કોઈ બદલાવ કરીને ઘરના સેટિંગને ચેન્જ કરવાનું હોય, આવા ખૂબ સારા શોખ છે, જેને અપનાવીને તમે તમારા આ સમયને ફન ટાઈમમાં બદલી શકો છો.

સમયનો લાભ લો
જેા તમે સિલાઈકામ અથવા ભરતગૂંથણ જાણતા હતા અને લાંબા સમયથી તમારો આ શોખ છૂટી ગયો છે તો આ સમયનો લાભ લો. ક્રોસ સ્ટિચિંગ, આર્મ નિટિંગ, લૂમ નિટિંગ અને નીડલ પોઈન્ટ દ્વારા તમે આ પ્રકારના પ્રયોગ કરી શકો છો. પોતાના પ્રિયજનો માટે સારી અને થોડી અલગ પ્રકારની નવી ગિફ્ટ્સ તૈયાર કરીને રાખી શકો છો. નેહા પરેશાન હતી. મુંબઈમાં ગત ઓગસ્ટ મહિનામાં જ્યારે તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો ત્યારે લાંબા લોકડાઉનના લીધે તેનાથી બેબીની કોઈ તૈયારી બરાબર થઈ શકી નહોતી. તે વાયરસના ડરથી માર્કેટમાં પણ જઈ શકે તેમ નહોતું. તેને પોતાની બેબી માટે નાનાનાના કપડાની જરૂર હતી. જે હતા તે પણ વરસાદના લીધે બરાબર રીતે સુકાઈ રહ્યા નહોતા. નેહાને પરેશાન જેાઈને તેની પાડોશણ અનીતાએ કહ્યું, ‘‘અરે આટલી પરેશાન કેમ થાય છે? માર્કેટ જઈને જેાખમ કેમ લેવું, મને તારા થોડા જૂના કપડાં આપી દે, હું તેમાંથી કઈ ને કંઈ જરૂરી બનાવીને તને આપી દઈશ.’’
નેહા આશ્ચર્યમાં પડી ગઈ, ‘‘શું તમને સિલાઈકામ આવડે છે આંટી?’’
‘‘આવડતી તો હતી, પરંતુ હવે વર્ષોથી તેની કોઈ જરૂર પડી નહોતી, તેથી કદાચ પ્રેક્ટિસ છૂટી ગઈ હશે, પરંતુ કોશિશ કરું છું.’’

કઈ અલગ કરો
પછી નેહાએ અનીતાને પોતાના જૂના કુરતા અને સલવાર આપ્યા. અનીતાના ઘર પર તેમના પતિ અને દીકરો વર્કફ્રોમ હોમમાં વ્યસ્ત રહેતા, તેથી અનીતા પણ ખૂબ બોર થઈ ગયા હતા. આ સમયે તેઓ પણ કશું ક્રિએટિવ કરવા ઈચ્છી રહ્યા હતા, પરંતુ તેમની સમજમાં આવી રહ્યું નહોતું કે શું કરવું. હવે નેહાને હેલ્પ કરવા માટે કઈ બનાવી આપવા વિશે વિચારતા તેઓ ખૂબ ખુશ થઈ ગયા હતા. અનીતાએ પોતાના સિલાઈ મશીનને કાઢીને સાફ કરી લીધું. જેાકે તેને ફરીથી કામ કરવાલાયક બનાવવામાં તેમને સમય જરૂર લાગ્યો હતો, પરંતુ તેમણે ખૂબ જલદી સિલાઈકામ શરૂ કરી દીધું હતું. આ કામમાં તેમના પતિ અને દીકરાએ પણ તેમનો ઉત્સાહ વધાર્યો. ૨ દિવસમાં તેમણે બાળકની જરૂરિયાત માટેની ઘણી બધી બનાવી દીધી. નેહા અને તેનો પતિ અનિલ તો આશ્ચર્ય અનુભવતા તેમનો આભાર માનતા થાકી રહ્યા નહોતા. આમ થવાથી તેમની પરેશાની ખરેખર દૂર થઈ ગઈ હતી. બીજી તરફ અનીતા પણ ખુશ હતી કે તેમનો જૂનો શોખ ફરીથી જાગૃત થઈને કોઈના કામમાં આવ્યો.

સિલાઈ મશીન બહાર નીકળતા જ અનીતાના હાથમાં જાણે જાદૂઈ છડી આવી ગઈ હોય તેવું લાગ્યું. પછી તેમણે પોતાના માટે પણ જૂના કપડામાંથી લેટેસ્ટ ટોપ બનાવી લીધા. તેમાંનું એક ટોપ પહેરીને તેઓ શાકભાજી લેવા ગયા ત્યારે ત્યાં મળેલી સાહેલીએ તેમના ટોપના ભરપૂર વખાણ કર્યા અને પોતાના માટે પણ આ જ પ્રકારનું એક ટોપ બનાવી આપવા વિનંતી કરી. જેાકે અનીતા માટે તો આ ખુશીની પળ હતી. તેમની સાહેલી નીતાએ તેમને પોતાનો એક જૂનો પ્લેન કુરતો મોકલી આપ્યો. પછી અનીતાએ યૂટ્યૂબ પરથી સિલાઈની એક ડિઝાઈન જેાઈને થોડું ભરતગૂંથણ પણ કરી આપ્યું. પ્લેન ટોપમાં થોડું ભરતગૂંથણ કરતા જ ટોપની સુંદરતા ખૂબ વધી ગઈ અને ટોપ વધારે આકર્ષક અને મોડર્ન દેખાવા લાગ્યું. જ્યારે નીતાને પરત કર્યું ત્યારે તે ખૂબ પ્રભાવિત અને ખુશ થઈ ગઈ. આ વાતની જાણ એકથી બીજાને અને બીજાથી ત્રીજાને એમ ધીરેધીરે પૂરી બિલ્ડિંગમાં પહોંચી ગઈ અને અનીતાના હુન્નરની ચર્ચા થવા લાગી. તે સમયે લોકડાઉનમાં ફસાયેલા લોકોની ખૂબ સારી જરૂરિયાતો હતી. તેઓ બહાર નીકળી શકે તેમ નહોતા અને તેમને એવી કેટલીક વસ્તુની જરૂરિયાત હતી, જેના વિના તેમના કામ ચાલી રહ્યા નહોતા. પછી અનીતાની પાસે ધીરેધીરે આ પ્રકારના કામ આવતા ગયા. તેઓ ભરતગૂંથણ પણ સુંદર કરી શકતા હતા. તેમણે ખૂબ સારા જૂના કપડામાંથી નવા કુશન સેટ અને પિલો કવર્સ બનાવી લીધા. કામ પહેલાંથી આવતું હતું, હવે તેઓ ગૂગલ અને યૂટ્યૂબ પરથી ખૂબ સારી મોડર્ન વસ્તુ શીખતા રહ્યા.

આ રીતે વધારો આત્મવિશ્વાસ
એવો સમય પણ આવ્યો કે લોકડાઉન ધીરેધીરે ખૂલ્યા પછી પણ તેમણે ઘરના એક ખૂણામાં પોતાની એવી જગ્યા બનાવી લીધી કે જ્યાં પોતે આરામથી કામ કરી શકે. પછી કામમાં સમયની તેમને જાણ થતી નહોતી અને હવે તેઓ એક પ્રોફેશનલ બની ગયા હતા. લોકો પણ નવીનવી વસ્તુ ખરીદવા લાગ્યા હતા, પરંતુ માર્કેટમાં જવાથી બીમારીનો ડર જરૂર રહેતો હતો. સ્વચ્છ ઘરમાંથી સામાન લેવામાં તેમને સુરક્ષા સાથે આરામ પણ દેખાતો હતો. તેમનું પોતાનું ઘર પણ નવુંનવું અને બદલાયેલું દેખાતું હતું. આટલા દિવસોથી કંટાળાજનક બની ગયેલા વાતાવરણમાં ઘરમાં મૂકેલી નવી વસ્તુ સારી દેખાતી હતી. આ જ રીતે પોતાના સમયને એક નવી ભાષા શીખવામાં લગાવો. કોઈ નવી ભાષા શીખવાના ઘણા બધા લાભ છે. આજકાલ તો એવી ઘણી બધી એપ્સ અને ઓનલાઈન પ્રોગ્રામ ઉપલબ્ધ છે, જેની સાથે જેાડાઈને તમે કોઈ પણ ભાષા શીખી શકો છો. જે ભાષા તમે શીખી રહ્યા છો, તે ભાષામાં સબટાઈટલ્સની સાથે કોઈ શો અથવા મૂવી જેાવામાં તમને મજા આવશે. જેા તમને કોઈ મ્યૂઝિકલ ઈંસ્ટ્રુમેન્ટમાં રસ હતો, તો હવે ફરીથી તેનો આનંદ માણી શકો છો. આમ કરવાથી તમારી ક્રિએટિવિટી અને મેમરી સારી થશે. શરૂઆતમાં થોડી મુશ્કેલી થઈ શકે છે, પરંતુ ધીરેધીરે મારો આત્મવિશ્વાસ વધતો જશે.

શોખથી એન્જેાય
આજકાલ તો યૂટ્યૂબ પરથી તમે ગમે તે શીખી શકો છો. દરેક વસ્તુના સ્ટેપ બાય સ્ટેપ વીડિયો ઉપલબ્ધ છે. પોતાના કિંમતી સમયને ફાલતુમાં આડીઅવળી વાતમાં ખરાબ કરવાથી કઈ પ્રાપ્ત થતું નથી. તેથી કઈ ક્રિએટિવ કરીને જુઓ. માનસિક અને આર્થિક રૂપે તમને લાભ જ લાભ થશે. કોઈ પણ નવી વસ્તુને શીખવું ક્યારેય નુકસાનકારક નથી હોતું. આજકાલ તો ફ્યૂઝનનો જમાનો છે, નવી જૂની વસ્તુને મિક્સ કરીને કઈ પણ બનાવો. મહિલાઓ માટે સિલાઈકામ અને ભરતગૂંથણનો શોખ ખૂબ સારો સાબિત થશે, કારણ કે દરેક મહિલામાં આ કલા થોડી ઘણી હોય છે. માત્ર જરૂર હોય છે તેને નિખારવાની.

માત્ર જરૂર છે શોખની
આધુનીકરણે આજે આ શોખને જે રીતે પ્રોત્સાહન આપ્યું છે, તેનાથી હવે ચિંતા નથી રહેતી કે કામ ચાલશે કે નહીં. આ ક્ષેત્રમાં આગળ વધવા માટેના ઘણા બધા કોર્સિસ પણ છે, જેની ટ્રેનિંગ શહેરોથી લઈને ગામડા સુધ્ધામાં આપવામાં આવે છે. જેાકે હજી મહામારીનું જેખમ સંપૂર્ણ રીતે ટળી નથી ગયું, તેથી લોકો પણ વધારે ભીડભાડવાળી જગ્યાએ જવાનું ઓછું પસંદ કરી રહ્યા છે. આ સ્થિતિમાં મહિલાઓ ઘર પર રહીને સમયનો ભરપૂર સદુપયોગ કરી શકે છે. તેઓ પોતાના કોઈ હુન્નર માટે કોઈ કોર્સ કે ટ્રેનર પાસેથી ઓનલાઈન ટ્રેનિંગ લઈ શકે છે. આ કલાને શીખવા માટે ઉચ્ચ શિક્ષણની જરૂર નથી પડતી, માત્ર જરૂર પડે છે શોખની, લગનની. સ્કોપની વાત કરીએ તો સિલાઈકામ અને ભરતગૂંથણને ફેશન ડિઝાઈનિંગ અંતર્ગત મૂકવામાં આવે છે. બોલીવુડથી લઈને સામાન્ય લોકોના જીવનમાં પણ તે પોતાનું સ્થાન બનાવી ચૂક્યું છે. આજે બધા જ સ્ટાઈલિશ દેખાવા ઈચ્છતા હોય છે અને તેના માટે પોતાના પહેરવેશ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કેટલીક મહિલાઓ આ કલામાં પોતાની કાબેલિયતને દર્શાવીને આજે પ્રખ્યાત ફેશન ડિઝાઈનર પણ બની ચૂકી છે.

કટિંગ અને ટેલરિંગ
આ ફિલ્ડમાં તમે તમારી કરિયર બનાવવા ઈચ્છતા હો તો તેમને કટિંગ અને ટેલરિંગની સાથેસાથે ડિઝાઈનિંગનું જ્ઞાન હોવું પણ જરૂરી છે. સાથે તમને માર્કેટમાં આવી રહેલા કપડાની નવીનવી ડિઝાઈનોની જાણકારી અને તેને તૈયાર કરવાની કલા પણ આવડતી હોવી જેાઈએ. હવે તમે યૂટ્યૂબની મદદથી ઘરે બેઠા ઘણું બધું શીખી શકો છો. ઘણું ખરું મહિલાઓ ઘરની બહાર જઈને શીખવા નથી ઈચ્છતી. આ સ્થિતિમાં યૂટ્યૂબ તેમના માટે સિલાઈકામ અને ભરતગૂંથણ શીખવાનું એક સારું માધ્યમ બની શકે છે. તેના પર તમને ઘણા બધા પ્રકારના વીડિયો મળશે. તદુપરાંત જેા તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો તમે નીચે કોમેન્ટમાં જઈને પૂછી શકો છો.

આ કલાને શીખવાની યૂટ્યૂબ સૌથી સસ્તી રીત છે. સૌથી મોટી વાત એ છે કે તમે અહીં ઘણા બધા પ્રકારના વીડિયો જેાઈ શકે છો, જેમ કે તમારે કુરતા સીવવા હોય તો તમે કુરતાને સીવવાની ઘણી રીતો અહીં જેાઈ શકો છો અને બધું જ તમને ફ્રીમાં મળશે. આમ પણ સિલાઈ અને ભરતગૂંથણ શીખવાના ઘણા બધા લાભ છે, જેમ કે પૈસાની બચત થાય છે અને તમે પોતાની પસંદના કપડાં પોતે સીવી શકો છો. તમને પૂરી આઝાદી રહે છે અને ટેલરની પાસે જવાનો સમય ખરાબ નથી થતો. જેટલી જલદી જરૂર હોય, તેટલી જલદી તમે જાતે સીવી શકો છો. આમ પણ ટેલર તો સીવવામાં ખૂબ સમય લેતા હોય છે. વળી, આ શોખ તમારી કમાણીનું સાધન પણ બની શકે છે.

આત્મનિર્ભર થવું જરૂરી
એક મહિલાનું આત્મનિર્ભર બનવું ખૂબ સારી વાત છે. મુંબઈમાં જન્મેલા ફેશન ડિઝાઈનર અનીતા ડોંગરેનું નામ તો તમે બધાએ સાંભળ્યું હશે. એક સમયે તેમણે તેમનો સિલાઈનો આ બિઝનેસ માત્ર ૨ મશીનની મદદથી શરૂ કર્યો હતો, પરંતુ આજે પૂરી દુનિયા તેમના નામથી પરિચિત છે. તેમની બ્રાન્ડ દુનિયાભરમાં આજે ફેમસ છે. ૨૦૧૭ ની સૌથી પાવરફુલ મહિલાઓની યાદીમાં તેમના નામની ગણતરી કરવામાં આવી હતી. તેમણે એક વાર એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમણે નાની બહેન સાથે મળીને ઘરની બાલ્કનીમાં આ કામ શરૂ કર્યું હતું. હવે તમે પણ પોતાની અંદરના શોખને દબાવી ન રાખો. ટીવી પરના ફાલતુના અંધશ્રદ્ધા ફેલાવનાર પ્રોગ્રામને છોડીને કંઈ નવું શીખો, આગળ વધો અને તમારા સમયને સાર્થક કરવામાં વાપરો. તમને પણ જરૂર તેનાથી લાભ થશે.
– પૂનમ અહેમદ.

વધુ વાંચવા કિલક કરો....