ધર્મ તથા રાજસત્તાનું ગઠબંધન ફાંસીવાદ તથા અંધભક્તિ પેદા કરે છે. ધર્મને સત્તાથી દૂર કરવા લોકશાહીનો ઉદ્ભવ થયો હતો. રોમને જમીનદોસ્ત કરવામાં સૌથી મોટું યોગદાન સમાનતા, સંપ્રભુતા અને બંધુત્વના નારા લઈને નીકળેલા લોકોનું હતું. આ લોકો ધર્મના દુરુપયોગથી સત્તા પર કબજેા કરીને બેઠેલા લોકોને ઉખાડી ફેંકવા મેદાનમાં ઊતર્યા હતા તેમજ રાજાશાહીને એક મહેલમાં સમેટીને બ્રિટનમાં લોકશાહી તરફ આગળ વધ્યા હતા. અનેક યુરોપિયન દેશ તેનાથી પણ આગળ વધીને રાજાશાહીને દફન કરીને લોકશાહી તરફ વધ્યા અને ધર્મને સત્તાના સ્થાન પરથી દૂર કરીને ચાર દીવાલની અંદર સમેટી દીધો, જેને નામ આપવામાં આવ્યું વૈટિકન સિટી. આજે કોઈ પણ યુરોપિયન દેશમાં ધર્મગુરુ સત્તાના સ્થાને ગળાડૂબ નહીં દેખાય. આ બધા બદલાવ ૧૬ મી શતાબ્દી પછી દેખાવા લાગ્યા હતા, જેને પુન: જાગરણ કાળ કહેવામાં આવ્યો અથવા તો પહેલા લોકો સાચા માર્ગ પર હતા, પછી ધાર્મિક ઉન્માદ ફેલાવીને લોકોનું શોષણ કરવામાં આવ્યું અને હવે લોકો ધર્મના પાખંડને છોડીને ઉચ્ચતા તરફ ફરીથી અગ્રેસર થયા છે.

માનસિકતામાં બદલાવ
આજે યુરોપિયન સમાજ વૈજ્ઞાનિક શિક્ષણ તથા તર્કશીલતાના જેારે દુનિયાનો અગ્રણી સમાજ બની ગયો છે. માનવ સભ્યતાની દોડમાં ક્યાંક સ્થિરતા આવી જાય છે તો ક્યાંક વિરોધાભાસ આવે છે, પરંતુ તેનું સમાધાન તથા નવી ઊર્જ વૈજ્ઞાનિકતાના જેારે પ્રાપ્ત કરેલી ટેક્નિકથી પ્રાપ્ત કરવામાં આવે છે. જેાકે આજે આપણા દેશમાં સત્તા પર કબજેા કરી બેઠેલા લોકોની માનસિકતા ૧૪ મી સદીમાં રહેલા યુરોપિયન સત્તાધારી લોકોથી વધારે અલગ નથી. મહેનતુ લોકો તથા વૈજ્ઞાનિકોના એકમાત્ર જીવન તથા ઉચ્ચ માનસિકતાના લીધે કેટલાક બદલાવ દેખાઈ રહ્યા છે, પરંતુ ધર્મવાદ તથા પાખંડવાદમાં વ્યસ્ત નેતાએ તેમને આ વાતની ક્રેડિટ નથી આપી. જ્યારે કોઈ મંચ પર આધુનિકતાની વાત કરવાની મજબૂરી હોય છે ત્યારે તેઓ આ લોકોની મહેનત તથા માનસિકતાને પોતાની ઉપલબ્ધિ બતાવવાની કોશિશ કરવા લાગે છે. પછી જ્યારે આ જ લોકો કોઈ બીજા મંચ પર જાય છે ત્યારે રૂઢિવાદ અને પાખંડવાદમાં ડૂબેલા ઈતિહાસના ગુણગાન કરવા લાગે છે.

ધર્મગુરુના કપડાં પહેરીને આ બૌદ્ધિક તથા નૈતિક રીતે ભ્રષ્ટ નેતાઓના સહયોગી પહેલા લોકો વચ્ચે ભય તથા ઉશ્કેરાટનું વાતાવરણ પેદા કરે છે અને ત્યાર પછી સત્તા મળતા અપ્રત્યક્ષ સત્તાનું કેન્દ્ર બનીને બેસી જાય છે. સરકારો કોઈ પણ પાર્ટીની હોય, આ કારનામા કરવાથી કોઈ દૂર રહેતા નથી. પંડિત નેહરુથી લઈને નરેન્દ્ર મોદી સુધીના વડાપ્રધાનની તસવીર ધર્મગુરુના ચરણોમાં નતમસ્તક થતી જેાવા મળે છે. ઉલ્લેખનીય છે કે જ્યારે ધર્મગુરુ જનતા દ્વારા ચૂંટાયેલા વડાપ્રધાનથી ઉપર હોય છે ત્યારે લોકશાહી માત્ર દેખાડાથી વધારે કંઈ જ નથી હોતી અને ભ્રષ્ટ લોકો આ લોકતંત્રનું નામ લઈને મજક ઉડાવતા દેખાય છે.

લોકશાહી પતન તરફ
આ રોગગ્રસ્ત લોકશાહીની ચોપાઈનો જપ કરતાંકરતાં અપરાધી સંસદમાં બેસવા લાગે છે ત્યારે ધર્મગુરુ લોકતંત્રના સંસ્થાનોને મંદિર જણાવીને પાખંડના પ્રવચન આપવા બેસી જાય છે અને નાગરિકોના મગજ ચક્કરડીની જેમ ફરવા લાગી જાય છે. નાગરિક ભ્રમિત થઈને બંધારણને ભૂલી જાય છે અને ટુકડામાં વહેંચાઈને સત્તાની ટેકરીઓની આજુબાજુ ભટકવા લાગે છે. જ્યાં જવાના દરવાજા તો મોટા ચમકદાર હોય છે, પરંતુ પાછા ફરવાનો માર્ગ મરણની સ્થિતિ સુધી પહોંચાડી દે છે. આ રીતે લોકશાહી સમર્થક હોવાનો દાવો કરનારા લોકો પ્રાચીનકાલીન કબીલાવાળું જીવન જીવવાનું શરૂ કરી દે છે, જ્યાં દરેક ૫-૭ પરિવારના મોભી મહારાજ અધિરાજ કહેવાતા હતા. આજકાલ લોકતંત્રમાં આ ઉપાધિ વોર્ડ પંચ, કોર્પોરેટર તથા લગભગ દરેક સરકારી કર્મચારીએ પ્રાપ્ત કરી લીધી છે. આ ઉપાધિ જેમને નથી મળી તે કોઈ ખાનગી સંગઠનનું મનથી નિર્માણ કરીને પ્રાપ્ત કરી લે છે. આ રીતે માનવ સભ્યતા ફરીથી પ્રાચીનકાળ તરફ ચાલવા લાગી અને લોકશાહી પોતાના પતન તરફ.

નિરાશાજનક વલણ
જ્યાં સત્તા ધર્મના સહારાની આશા રાખવા લાગે તથા ધર્મ સત્તાના સહારાની ત્યારે લોકશાહીનું પતન નજીકમાં જ હોય છે. હવે દરેક અપરાધી, ભ્રષ્ટ, અપ્રમાણિક, ધર્મગુરુ, લૂંટારા વગેરે બધા પોતપોતાના હિસાબે લોકશાહી પ્રક્રિયાનો ઉપયોગ કરવા લાગ્યા છે. બંધારણીય જેાગવાઈ ચમત્કારનું રૂપ લઈ ચૂકી છે, જેને સાંભળવામાં આવે તો તે ખૂબ સુંદર લાગે છે, પરંતુ તેને ક્યારેય વાસ્તવિકતામાં ફેરવી શકાય તેમ નથી. ખેડૂત આંદોલન પ્રતિ રાજકીય તથા ધાર્મિક બંને સત્તાના કેન્દ્રોનું વલણ દુશ્મનો જેવું રહ્યું છે. દેશના નાગરિકો તથા ધર્મના અનુયાયી પ્રતિ આ શરમજનક ક્રૂરતા જેાઈને અનુભવાય છે કે હવે દેશમાં લોકશાહી રહી નથી.
– મદન કોથુનિયા.

વધુ વાંચવા કિલક કરો....