આમ એક વાર નક્કી કરી દેવામાં આવેલા સંબંધ ઓછા તૂટતા હોય છે, પરંતુ ખાણીપીણીની સ્ટાઈલ અને આદત સાથે તાલમેલ ન બેસાડી શકવાથી કેટલાક સારા સંબંધો જરૂર નથી બની શકતા, જે તૂટી જવા જેવું ભલે ને ન હોય, પરંતુ નુકસાનકારક જરૂર હોય છે. જેાકે આ સ્થિતિ એક રીતે સારી વાત છે કે બધી જરૂરી વાત અને શરત લગ્ન પહેલાં નક્કી થઈ જાય, જેથી બાદમાં કોઈ સમસ્યા ન થાય, પરંતુ અફસોસ ત્યારે થાય છે જ્યારે કોઈ યુવતીને સારા ઘરવર એટલા માટે નથી મળી શકતા, કારણ કે સાસરીના લોકો માંસાહારી હોય કે પછી કોઈ યુવકને સારી પત્ની એટલા માટે નથી મળી શકતી, કારણ કે તે માંસાહારી નથી.

ભોપાલની ૨૮ વર્ષની ઈશિતા (નામ બદલ્યું છે) ના લગ્નની વાત ઈન્દોરના અપૂર્વ સાથે ચાલી ત્યારે શરૂઆતમાં બધું ઠીકઠાક હતું. બંને પુણેની સોફ્ટવેર કંપનીમાં સારા પેકેજ પર જેાબ કરી રહ્યા હતા. બંને બરાબરની હેસિયત ધરાવતા પરિવારના હતા અને આજકાલના દષ્ટિકોણથી જેાઈએ તો સૌથી મહત્ત્વની વાત એ હતી કે બંને એક જાતિના હતા. પછી વાત આગળ વધી ત્યારે બંને પરિવારના ભલે ને દૂરના હોય, પરંતુ કેટલાક કોમન સંબંધીઓ પણ સામે આવી ગયા. ઈશિતા અને અપૂર્વએ એક વારની મીટિંગમાં એકબીજાને પસંદ કરીને પોતાનો નિર્ણય જણાવી દીધો. આજકાલ લગ્નો ‘ચટ મંગની પટ બ્યાહ’ ની જેમ થતા હોય છે, તેથી બંને પરિવારોએ લગ્નની તૈયારી શરૂ કરી દીધી.
થોડા દિવસ પછી અંગેજમેન્ટની તારીખ અને કેટલીક બીજી વાત પર ચર્ચા કરવા ઈશિતાના મમ્મીપપ્પા મીઠાઈ અને ફળ લઈને અપૂર્વના ઘરે ઈન્દોર પહોંચ્યા ત્યારે વાતવાતમાં તેમને જાણ થઈ કે આ લોકો માંસાહારી છે. બસ અહીંથી નક્કી થઈ ગયેલી વાત બગડી ગઈ. આ વાતને અહીં સમાપ્ત કરતા ઈશિતાના માબાપે કહ્યું કે અમારા ઘરમાં તો ક્યારેય નોનવેજ બન્યું નથી અને અમે જે ધાર્મિક સંપ્રદાયને માનીએ છીએ તેમાં માંસાહાર પર સખત મનાઈ છે. ત્યાં સુધી કે અમે લસણકાંદા નથી ખાતા. સ્વયં ઈશિતા પણ બાળપણમાં દીક્ષા લઈ ચૂકી છે, પરંતુ બહારની નોકરીના લીધે ગુરુએ તેને કાંદા ખાવાની મંજૂરી આપી દીધી છે. જેાકે માંસાહારની વાતને તમારે પહેલાં જણાવી દેવી હતી, ફાલતુમાં લગ્નની વાત આટલી આગળ વધી ગઈ.
ઈશિતાના મમ્મીપપ્પાએ એક રીતે અપૂર્વના પેરન્ટ્સને ઠપકો આપ્યો ત્યારે તેઓ પણ ગુસ્સે થઈ ગયા કે આ કેવી વાત છે. આજકાલ બધું ચાલે છે અને અમારા ઘરમાં આમ પણ રોજ નોનવેજ નથી બનતું, વળી ઈશિતાને પુણેમાં રહેવાનું છે ને. લગ્ન પછી શું ખાવુંપીવું, કેવી રીતે રહેવું આ બધું બાળકોને નક્કી કરવા દો. જેાકે ઈશિતાના પેરન્ટ્સ પર આ વાતની કોઈ અસર ન થઈ અને તેઓ ચાલ્યા ગયા. બીજી તરફ અપૂર્વના માતાપિતા બબડવા લાગ્યા કે જ્યારે બધું ગુરુની મંજૂરીથી તેમના ઘરમાં થાય છે તો પછી લગ્નની બધી વાત કરવા પણ તેમને મોકલવા જેાઈતા હતા ને. તેમના ઘરમાં કાંદાલસણ ખાવા કે ન ખાવા પણ ગુરુ નક્કી કરે છે, આ હદ છે અંધશ્રદ્ધાની. કૂપ મંડૂપ, ભણેલાગણેલા અભણ. લગ્ન પહેલાં દીકરીની જિંદગીના નિર્ણયો પોતે લઈ રહ્યા છે. બાદમાં અપૂર્વને પણ ભાજીપાલો ખવડાવશે તેમની લાડકી. સારું થયું સમયસર બચી ગયા, નહીં તો ન જાણે આગળ શું શું થયું હોત.

જે થઈ ગયું તે થઈ ગયું
આવો સારો સંબંધ એક સામાન્ય વાતના ચક્કરમાં હાથમાંથી નીકળી ન જાય એમ વિચારીને આ વાતને જેા છુપાવી લેવામાં આવી હોત તો શું થાત? આ પ્રશ્નનો કોઈ ઠોસ જવાબ નથી સિવાય એ કે સામાન્ય રીતે છોકરીઓ માંસાહારી સાસરી મળવાની સ્થિતિ સાથે સમજૂતી કરી લેતી હોય છે અને ધીરેધીરે સાસરીના વાતાવરણમાં ઢળી પણ જાય છે એટલે કે માંસાહારને અપનાવી લેતી હોય છે અને જે છોકરીઓ એવું નથી કરી શકતી તે સમજદારી દર્શાવતા પોતાના લગ્ન જીવનમાં આગ નથી લગાવી દેતી, પરંતુ એમ કહેતી હોય છે કે નોનવેજ ખાવાનું બનાવવું હોય તો ખુશીથી બનાવો, પરંતુ હું નોનવેજ ખાઈ શકું તેમ નથી.
જેાકે આવું કરવામાં ૪-૫ વર્ષ લાગી જાય છે. સાગરની રહેવાસી ઈન્દુ કુશવાહા જણાવે છે, ‘‘મને લગ્નના સમયે જાણ નહોતી કે મારી સાસરી માંસાહારી છે. મેં નોનવેજ ખાવા માટે ના કહી ત્યારે કોઈને આ વાત પર આપત્તિ પણ ન થઈ કે ન કોઈએ ખાવા માટે દબાણ કર્યું. પછી જે દિવસે સાસરીના લોકોને નોનવેજ ખાવાનું હોય, તે દિવસે હું પહેલાંથી અલગ વાસણમાં પોતાનું ખાવાનું બનાવી લેતી. આમ કરવાથી ક્યારેય કોઈ મુશ્કેલી આવી જ નહીં. મમ્મીપપ્પાએ પણ સમજાવ્યું કે હવે જે થઈ ગયું તે થઈ ગયું, તેના લીધે ઘરમાં વિવાદ કરવા સમજદારીની વાત નથી.
બસ પછી ક્યારેય કોઈ સમસ્યા ન થઈ. આજે મારા લગ્નને ૨૨ વર્ષ થયા છે અને ૩ બાળકો પણ થઈ ગયા છે જેઓ નોનવેજ ખાય છે. હવે મને પણ પહેલાંની જેમ નોનવેજ પ્રત્યે ફીલિંગ નથી થતી. ઈશિતા અને ઈન્દુના પેરન્ટ્સમાં જમીનઆસમાનનો ફરક સ્પષ્ટ દેખાય છે, એક એ માંસાહારના ચક્કરમાં એક સારો સંબંધ ગુમાવી દીધો, જ્યારે બીજાએ પોતાની દીકરીને સારી સલાહ આપીને તેને બિનજરૂરી વિવાદથી બચાવી લીધી, પરંતુ ઈશિતા જેવી યુવતી પરિસ્થિતિ સાથે સમજૂતી નથી કરી શકતી, ત્યારે સ્થિતિ બગડી જાય છે અને ત્યાર પછી નોબત પોલીસ સ્ટેશન, કોર્ટકચેરી અને ડિવોર્સ સુધી પણ પહોંચી જાય છે, તેથી જેા આવું ન થયું હોત તો તેવું થઈ ગયું હોત કહેવું અને જાણવું જરૂરી રહે છે.

જ્યારે બંને એકલા હોય
વાસ્તવમાં ૭૦ ટકા શહેરી છોકરીઓને હવે સાસરીમાં રહેવું નથી પડતું, કારણ કે તેઓ મેટ્રો સિટીમાં જેાબ કરી રહી હોય છે. પરિણામે વારતહેવાર પર તેમને સાસરીનું અલ્પકાલિક સુખ મળતું હોય છે. આ સ્થિતિમાં જેા પતિ માંસાહારી હોય તો કેવી મુશ્કેલી આવે છે તેના પર બેંગલુરુમાં નોકરી કરી રહેલી દીક્ષા જણાવે છે કે મને નોનવેજ શું વેજ પણ બનાવતા નથી આવડતું. ઘરમાં કુક છે, પરંતુ જે દિવસે પતિને નોનવેજ ખાવાનું મન હોય ત્યારે અમે લોકો હોટલમાં જઈએ છીએ જ્યાં તેઓ નોનવેજ ખાય છે હું વેજ. આ નવા યુગના યુવાનોની સમજ અને સમજૂતી છે કે એકબીજા પર કંઈ જ થોપવામાં ન આવે, જેનાથી તેમના લગ્નજીવનમાં કોઈ મુશ્કેલી પેદા ન થાય.

મૂળમાં ધર્મ છે
જેાકે બધા યુવાનો આવા હોય તે જરૂરી નથી, પરંતુ બધા યુવાનો આવા બની જાય તો એક એવી સમસ્યાથી છુટકારો મળી જશે, જે મૂળરૂપે ધર્મ, સેલ્સમેન અને એજન્ટોના લીધે છે, કારણ કે આ ધર્મ નક્કી કરે છે કે લોકોએ કેવી રીતે રહેવું જેાઈએ, શું ખાવુંપીવું જેાઈએ વગેરેવગેરે. અહીં અપૂર્વના પિતાનો બબડાટ પ્રાસંગિક થઈ જાય છે જે ઈશિતાના પેરન્ટ્સના ગયા પછી સાંભળવામાં આવી હતી. માંસાહારના કિસ્સામાં ધર્મના વિરોધાભાસને સામાન્ય લોકો ઓછું જાણતા હોય છે કે ધર્મગ્રંથ માંસાહાર ખાવાના પ્રસંગથી ભરેલા પડ્યા છે અને ધર્મનો ઢોલ પીટતા રહેનાર પણ ખૂબ ઉત્સાહથી નોનવેજ ખાતા હોય છે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે હિંદુ શાકાહારી હોય છે, પરંતુ હકીકતમાં ૫૦ ટકા હિંદુ માંસાહારી છે. તેમાં પણ બ્રાહ્મણો અને બીજી ઊંચી જાતિના લોકોની સંખ્યા પણ સારી એવી છે. બિહાર પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઓરિસ્સા સહિતના બધા પૂર્વોત્તર રાજ્યના બ્રાહ્મણ, ક્ષત્રિય અને કાયસ્થ માંસાહારી છે.
સંબંધોમાં મુશ્કેલીનું એક મોટું કારણ એ પણ છે કે હવે લગ્નો પણ આંતરજાતીય થવા લાગ્યા છે, પરંતુ લોકો આહારનો પોતાનો પૂર્વાગ્રહ છોડવા માટે હજી પણ તૈયાર નથી, જ્યારે ધર્મ માંસાહાર પર કોઈ પાબંધી નથી લગાવતો વિપરીત પ્રોત્સાહન અને આદેશ આપે છે. હિંદુઓના બંધારણ કહેવાતા અને માનવામાં આવતા ગ્રંથ મનુસ્મૃતિમાં નિર્દેશ છે કે પિત્રણા માસિક શ્રાદ્ધમન્વાહાર્ય બિદુર્બુધા તરચામિશેન કર્તવ્યં પ્રશસ્તેંન પ્રયત્નત. (મનુસ્મૃતિ- અધ્યાય -૩, શ્લોક ૧૨૩) અન્વા પિતૃઓના માસિક શ્રાદ્ધને વિદ્યવાન પિંડાન્વાહાર્યક નામના શ્રાદ્ધ કહેવામાં આવે છે અને તેને પ્રયત્નપૂર્વક ઉત્તમ માંસથી સંપન્ન કરવું જેાઈએ.

વિચિત્ર દલીલ
બીજેા એક શ્લોક છે ક્કક્ષ્યં ભોજયં ચ વિવિધ મૂલાનિ ચ ફલાનિ ચ હહ્યાની ચૈવ માંસાનિ પાનાનિ સુરભીણી ચ. (મનુસ્મૃતિ અધ્યાય ૩ શ્લોક ૨૨૭) અથવા વિવિધ પ્રકારના ભોજ્ય પદાર્થ મૂળ અને ફળ ઉત્તમ પ્રકારના માંસ તથા પેયપદાર્થ તેમની (આમંત્રિત બ્રાહ્મણોની) સામે મૂકો. આ અધ્યાયમાં વિસ્તારથી જણાવવામાં આવ્યું છે કે કઈ ડિશ અથવા અન્નથી પિતૃઓ કેટલા સમય સુધી તૃપ્ત રહે છે. માંસથી સૌથી વધારે સમય સુધી પિતૃઓ તૃપ્ત રહેતા હોવાનું જણાવવામાં આવ્યું છે. માછલીના માંસથી ૨ મહિના, હરણના માંસથી ૩ મહિના, ઘેટાબકરાના માંસથી ૪ મહિના તથા પક્ષીના માંસથી ૫ મહિના સુધી પિતૃઓના તૃપ્ત રહેવાની વાત શ્લોક ક્રમાંક ૨૬૮માં કહેવામાં આવી છે, જ્યારે શ્લોક ૨૬૯ માં તેને આગળ વધારતા જણાવવામાં આવ્યું છે કે કયા પ્રકારના હરણના માંસથી પિતૃઓ સર્વાધિક સમય સુધી તૃપ્ત રહે છે.
શ્લોક ૨૭૦ માં સૂવર, ભેંસ અને સસલાના માંસથી પિતૃઓને તૃપ્ત કરવાનો ઉલ્લેખ છે, તો શ્લોક ૨૭૧ માં દૂધ તથા ખીર ઉપરાંત એક ખાસ પ્રકારના બકરાનો ઉલ્લેખ છે, જેના માંસથી પૂરા ૧૨ મહિના સુધી પિતૃઓ તૃપ્ત રહે છે. આ બકરાને વાર્ધિનસ કહેવામાં આવે છે અને તેની ખાસિયત એ બતાવવામાં આવી છે કે પાણી પીતી વખતે તેના કાન પલળતા હોય છે. હવે કોઈ એમ ઈચ્છે છે કે વારંવાર શ્રાદ્ધની ઝંઝટ કરવી ન પડે તો તેના માટે શું વિધાન છે? આ વાત પર મનુસ્મૃતિ જણાવે છે કે કાલશાકં મહાશલ્કા ખડંગલોહામિષમ મધુ આનંત્યાયૈવ કલ્પન્તે મુન્યંનાનિ વ સર્વશ (અધ્યાય-૩ શ્લોક ૨૭૨) અથવા કાંટાવાળી માછલી, ગેંડા અને લાલ રંગના બકરાનું માંસ મધ તથા બધા પ્રકારના મુનિ અન્નોથી પિતૃઓની અનંતકાળ સુધી તૃપ્તિ થાય છે.
વાસ્તવમાં માંસાહાર હિંદુ ધર્મમાં પ્રતિબંધિત નથી અને તેના ઘણા બધા પ્રમાણ પણ છે. સ્વામી વિવેકાનંદ પણ માંસાહારના હિમાયતી હતા. વર્ષ ૧૮૯૮ માં પોતાના એક શિષ્ય દ્વારા પ્રશ્ન પૂછવા પર તેમણે માંસાહારના લાભ ગણાવ્યા હતા. આ વાતનો ઉલ્લેખ એક પુસ્તક વિવેકાનંદ સંગ શરદચંદ્ર ચક્રવર્તીમાં મળે છે. ડોક્ટર ભીમરાવ આંબેડકર જેઓ કટ્ટર બ્રાહ્મણ વિરોધી હતા. તેમણે વેદોનો હવાલો આપતા સાબિત કર્યું છે કે આર્ય એટલે કે હિંદુ માંસ ખાતા હતા. આ બાબત તેમણે કહી હતી, ઋગ્વેદ ૧૦.૮૬.૪૧ માં ઈન્દ્ર કહે છે. તેમણે એકવારમાં ૫ કરતા વધારે બળદ રાંધ્યા હતા. ઋગ્વેદ ૧૦.૯૧.૧૪ મુજબ અગ્નિ માટે ઘોડા, બળદ, સાંઢ, વાંઝણી ગાય અને ઘેટાબકરાનો બલિ આપવામાં આવ્યો.
અહીં હેતુ માંસાહારની વકીલાત કરવાનો નથી, પણ આજના યુગમાં માંસાહારને લઈને ફેલાઈ રહેલી નવી પરેશાનીના મૂળ સુધી પહોંચવાનો છે, જેનો શિકાર આજે યુવાનો વધારે પ્રમાણમાં બની રહ્યા છે, કારણ કે આહારની બાબત પોતાની પસંદનાપસંદ કરતા વધારે ધર્મ સાથે જેાડાયેલી છે તો પછી ભલા લગ્નમાં આવી રહેલી અડચણના નુકસાનને કેમ ભોગવવા? જેા બધું ઠીક હોય તો માંસાહાર લગ્નમાં મુખ્ય અડચણરૂપ મુદ્દો તો ન બનવો જેાઈએ.
જેા જાણ થઈ જાય કે દીકરીની ભાવિ સાસરી માંસાહારી છે તો શું લગ્ન માટે હા કહી દેવું જેાઈએ? આ પ્રશ્નનો જવાબ પણ મુશ્કેલ નથી. દીકરીને પૂછવું જેાઈએ કે શું તે આ સ્થિતિને એડજસ્ટ કરી લેશે? જેા તે હા કહે તો આ બાબતે વિચારવિમર્શ કરવાની કોઈ જરૂર રહેતી નથી, પરંતુ એક સારો સંબંધ માત્ર આહારના લીધે તોડી નાખવામાં આવે તે વાત ક્યારેય બુદ્ધિપૂર્વકનો નિર્ણય નહીં ગણાય.
– ભારત ભૂષણ શ્રીવાસ્તવ.

વધુ વાંચવા કિલક કરો....