તાજેતરમાં એક ઈકોમર્સ કંપનીએ પોતાની જાહેરખબર માટે અલગઅલગ ઉંમરની ૩૦ મહિલા અને પુરુષ સાથે એક સોશિયલ એક્સપરિમેંટ કર્યો, જેમાં તેમને અનેક પ્રકારનાં પ્રશ્નો પૂછવામાં આવ્યા. તેમાં જેા જવાબ ‘હા’ હોય તો તેમણે એક ડગ આગળ વધારવાનું હતું અને જેા ‘ના’ હોય તો એક ડગ પાછળ જવાનું હતું.
જ્યાં સુધી તેમને સામાન્ય પ્રશ્નો જેમ કે સાઈકલ ચલાવવા, રમત રમવા, સંગીત, કપડાં પ્રેસ કરવા કે પછી ચા-નાસ્તો બનાવવા સાથે જેાડાયેલા પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યાં સુધી મહિલાઓ પુરુષોની સરખામણીમાં બરાબરી પર હતી, પરંતુ જ્યારે બિલ પેમેન્ટ, સેલરી બ્રેકઅપ, વીમા પોલિસી, બજેટ, રોકાણ, મ્યુચ્યુઅલ ફંડ, ઈનકમટેક્સ સંબંધિત પ્રશ્નો પૂછવામાં?આવ્યા તો મહિલાઓ અને પુરુષો વચ્ચેનું અંતર એટલું વધી ગયું કે આખરે માત્ર પુરુષ જ આગળની લાઈનમાં ઊભા રહેલા જેાવા મળ્યા.
ભારતીય શેર બજારમાં બાકીના દેશોની સરખામણીમાં પુરુષો અને મહિલાઓ વચ્ચેનું અંતર સ્પષ્ટ જેાવા મળશે. બ્રોકર ચૂઝરના આંકડામાં જેવા મળ્યું કે ભારતમાં દરેક ૧૦૦ રોકાણકારમાંથી માત્ર ૨૧ રોકાણકાર જ મહિલાઓ છે એટલે કે તેમની સંખ્યા ૨૧ ટકા જ છે. એમ પણ પરંપરાગત રીતે પરિવારમાં જે પણ આર્થિક બાબત હોય છે મોટાભાગનો તેમનો નિર્ણય ઘરના પુરુષ સભ્યો જ લે છે.
હકીકતમાં, તેનું કારણ મહિલાઓ દ્વારા આ વિષયમાં રસ ન લેવો છે. બાળપણથી ઘરનું વતાવરણ કંઈક એવું રહે છે કે યુવતીઓ આર્થિક મુદ્દા સંબંધિત કામ અથવા નિર્ણયથી દૂર રહે છે. તેઓ તેનો પૂરો આધાર પોતાના પિતા, ભાઈ કે લગ્ન પછી પતિ પર છોડીને નિશ્ચિંત થઈ જાય છે. પોતાની, ઘરની કે દેશની આવક વધારવા અંગે સામાન્ય રીતે મોટાભાગની મહિલાઓ વિચારતી પણ નથી. તે સ્વયંને ઘરગૃહસ્થીના કામમાં ગૂંચવી રાખે છે અને?આ રીતે ક્યાંક ને ક્યાંક તે સ્વય સાથે અન્યાય કરે છે.
શ્રમ શક્તિમાં ભાગીદારી ઘટવાના કારક અને રોજગારની સ્થિતિ મહિલાઓની શ્રમ શક્તિમાં ભાગીદારી ઘટવાના કારણ જેાઈએ તો, જ્યાં ભારતમાં મહિલાઓની જનસંખ્યા તેની કુલ જનસંખ્યાની લગભગ અડધી છે તેમની શ્રમ બજારમાં ભાગીદારી લગભગ એક તૃતિયાંશ છે. બેરોજગાર જનસંખ્યામાં મહિલાઓની સરખામણીમાં પુરુષોની સંખ્યા ઘણી વધારે હતી. ભારત એક પિતૃસત્તા ધરાવતો દેશ છે. એક કાલ્પનિક સ્થિતિમાં જેા એક પરિવાર પાસે એટલા સંસાધન છે કે તે પોતાના પુત્ર કે પુત્રીમાંથી કોઈ એકને શિક્ષિત કરે તો તે પરિવારની પ્રાથમિકતામાં પુત્ર આવશે. પ્રાથમિકતાના અભાવે મહિલાઓ શ્રમબળમાં પાછળ રહી જાય છે.

મોટાભાગના દેશની અર્થવ્યવસ્થામાં થયેલી સંરચનાત્ક રૂપાંતરણની પણ મહિલાઓની શ્રમ શક્તિ ભાગીદારી પર અસર થઈ છે જેને અવગણવામાં આવી છે. કૃષિ સાથે જેાડાયેલા રોજગારથી વધતું અંતર અને કૃષિના ઉચ્ચતર મશીનીકરણના લીધે પણ શ્રમ શક્તિમાં ભાગીદારી ઘટી છે.
આ બાબતમાં એ સમજવું પણ જરૂરી છે કે દેશમાં મહિલાઓના રોજગારની પણ સ્થિતિ કંઈક એવી જ છે. વર્લ્ડ બેંકના ૨૦૨૦ના આંકડા પ્રમાણે, ભારતમાં લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ માત્ર ૧૮.૬ ટકા છે. લેબર ફોર્સ પાર્ટિસિપેશન એટલે કે કામકાજી ઉંમરની કેટલા ટકા મહિલાઓ કામ કરી રહી છે અથવા કામની શોધમાં છે.
જેા મહિલાઓની આસપાસ એવા લોકો છે જે ‘આ બધું તારાથી નહીં થાય’ એમ કહેવાની જગ્યાએ તેમનું સમર્થન કરે, તેમને જેાબ કે બિઝનેસ કરવા પ્રેરિત કરે અને તેમના તમામ પ્રશ્નોનાં જવાબ આપે તો મહિલાઓ બધું વધારે સારી રીતે સમજી શકશે અને સંભાળી શકશે. સામાન્ય ઘરમાં થાય છે કંઈક અલગ. યુવતીઓને બાળપણથી જ આ શીખવવામાં આવે છે મહિલાઓનું કામ ઘર, કિચન અને બાળકો સાચવવાનું છે.
ધીમેધીમે તેમના મગજમાં આ વાત બેસી જાય છે અને તે તેનાથી ઉપર કંઈ વિચારવા જ નથી ઈચ્છતી. તેમને લાગે છે કે ઘરનાં કામની સાથે તે ઓફિસનાં કામ નથી સાચવી શકતી, તેથી જેાબની વાત વિચારવી પણ બેઈમાની છે. તે પોતાનો સમય ઘરગૃહસ્થી અને આમતેમની વાતોમાં જ પસાર કરવા ટેવાઈ જાય છે અને વ્યર્થના કામોમાં પોતાનો સમય બરબાદ કરે છે.

શિક્ષણ શું કામનું
બલવિંદર એક સ્માર્ટ અને સુંદર મહિલા છે. ઉંમર ૪૫ વર્ષ છે, ૨ યુવા બાળકોની મા છે, પણ કોઈ તેને ૩૦ વર્ષથી વધારે નથી કહેતું. તે દરરોજ સવારે ૬ વાગ્યે નહાઈધોઈને, તૈયાર થઈને, ફુલ મેકઅપમાં જાતે કાર ડ્રાઈવ કરીને ગુરુદ્વારા જાય છે. લગભગ કલાક ત્યાં માથા પર દુપટ્ટો મૂકીને શ્રદ્ધાભાવથી સામે ગવાઈ રહેલા ભજન સાંભળે છે અને પછી પ્રસાદ લઈને ઘરે આવી જાય છે. વર્ષોથી તેનું આ રુટીન છે. લગ્ન કરીને આવી હતી ત્યારે આ નિયમ તેના સાસુએ બંધાવ્યો હતો. પહેલાં સાસુ સાથે ગુરુદ્વારા જતી હતી. તેમના અવસાન પછી હવે એકલી જાય છે. તે જ રસ્તો, ત્યાં ગુરુદ્વારા અને ત્યાં ૪-૫ ભજન જે ફેરવી ફેરવીને ગવાય છે. તેમાં તેના સવારના ૩-૪ કલાક બરબાદ થઈ જાય છે.
બલવિંદર કૌર પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ સાવચેત રહે છે, તેથી સાંજનો સમય તેનો પાર્કમાં સાહેલીઓ સાથે એક્સર્સાઈઝ કરતા વીતે છે. દિવસમાં તેનો સમય ટીવી પર મનપસંદ ફેમિલી ડ્રામા જેાતા અથવા કોઈ કિટ્ટી પાર્ટીમાં પસાર થાય છે. તેના પતિનો ચાંદની ચોકમાં કપડાંનો મોટો વેપાર છે. પૈસાની કમી નથી. ઘરમાં ૩ ગાડીઓ છે, ૨ ફુલટાઈમ નોકર છે. બલવિંદર કૌરને ઘરનું કોઈ કામ નથી કરવું પડતું.
તે એમએ પાસ છે. કોલેજ પૂરી કરતા જ લગ્ન થઈ ગયા. લગ્ન પછી ન તો તેમને કોઈએ નોકરી કરવા માટે કહ્યું અને ન તેમની પોતાની ઈચ્છા નોકરી કરવાની થઈ.
પ્રશ્ન એ છે કે બલવિંદર કૌરે ઉચ્ચ શિક્ષણ કેમ મેળવ્યું? કેમ પોતાના શિક્ષણમાં માતાપિતાના લાખો રૂપિયા ખર્ચ કરાવ્યા જ્યારે તે શિક્ષણથી કોઈ પ્રોડક્ટિવ કામ નહોતું થવાનું? જ્યારે તે શિક્ષણથી સમાજ અને દેશને કોઈ લાભ નહોતો થવાનો?

સરકારી યોજનાઓનો શું લાભ
દિલ્લીની પોશ કોલોનીની ફ્લેટ સિસ્ટમમાં રહેતી મહિલાઓની દિનચર્યા પર નજર દોડાવો તો ૧૦માંથી કોઈ એક મહિલા મળશે જેા કોઈ સંસ્થામાં કાર્યરત હશે, જેના શિક્ષણનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો હોય નહીં તો બાકીની ૯ મહિલાઓનો બધો સમય પૂજાપાઠ, વ્રત-તહેવાર, શોપિંગ કે કિટ્ટી પાર્ટીઓમાં પસાર થાય છે.
ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારની આ તમામ મહિલાઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત છે. દેશનાં તમામ સરકારી અધિકારીઓ, મંત્રીઓની પત્નીઓ મોટી મોટી શૈક્ષણિક ડિગ્રીઓ હોવા છતાં આજીવન ઘરની ચાર દિવાલમાં પરિવાર અને બાળકોની સંભાળમાં વિતાવી દે છે. તેમના શિક્ષણનો કોઈ લાભ દેશને નથી થઈ રહ્યો.
સરકારી આંકડાનું માનીએ તો વર્તમાન સમયમાં દેશમાં મહિલાઓનો સાક્ષરતા દર ૭૦.૩ટકા છે. શહેરી ક્ષેત્રોની જ નહીં પરંતુ ગામની યુવતીઓ પણ હવે સ્કૂલે જઈ રહી છે. શિક્ષણનાં ક્ષેત્રમાં યુવતીઓ છોકરાઓથી વધારે સારું પ્રદર્શન પણ કરે છે. ૨-૩ દાયકાની હાઈસ્કૂલ અને ઈન્ટરમીડિએટના રિઝલ્ટ ઉઠાવીને જેાઈ લો યુવતીઓનું પ્રદર્શન છોકરાઓથી વધારે સારું જ રહ્યું છે.
પરંતુ તેમના શિક્ષણથી દેશ કે સમાજને શું લાભ થઈ રહ્યો છે? યુવતીઓને શિક્ષણ કેમ આપવામાં આવી રહ્યું છે? યુવતીઓ ઉચ્ચ ડિગ્રી કેમ મેળવી રહી છે? શિક્ષણનો તેમના આવનારા જીવનમાં શું ઉપયોગ થઈ રહ્યો છે? આ પ્રકારનાં અનેક પ્રશ્નો છે જેના જવાબ હતોત્સાહિત કરનારા છે.

શિક્ષણનો અર્થ લગ્ન નથી
ભારતમાં સામાન્ય રીતે સામાન્ય મધ્યમવર્ગનો પરિવાર પોતાની દીકરીને સ્નાતક એટલે કરાવે છે જેથી તેના કોઈ સારા પરિવારમાં લગ્ન થઈ શકે. ૧૦માંથી ૭ પરિવારની યુવતીના શિક્ષણનો ઉદ્દેશ્ય માત્ર સારા લગ્ન સુધી જ સીમિત હોય છે.
ગ્રામ્ય ક્ષેત્રની યુવતીઓના શિક્ષણની વાત કરીએ તો સરકારી પ્રયત્નથી આંગણવાડી કેન્દ્રો અને પ્રાથમિક શિક્ષણ સંસ્થાઓમાં હવે યુવતીઓની સંખ્યા વધી રહી છે. આ એ કારણ પણ છે કે સરકાર સ્ત્રી શિક્ષણનો આંકડો વધારવા અને પોતાની પીઠ થપથપાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે જેની લાલચમાં બાળકીઓ સ્કૂલે આવવા લાગી છે.
ગરીબ બાળકોને મિડ ડે મીલની લાલચ, ફ્રી યૂનિફોર્મ, ફ્રી પુસ્તકો, ફ્રી સ્ટેશનરી બેગ, શિષ્યવૃત્તિના પૈસા, તેમની લાલચમાં માતાપિતા હવે દીકરીઓને પણ સ્કૂલે મોકલવા લાગ્યા છે. કન્યાશ્રી યોજનામાં ૧૩ વર્ષથી ૧૮ વર્ષની વચ્ચેની યુવતીઓ માટે ૭૫૦ રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ૧૮થી ૧૯ વર્ષની વચ્ચેની યુવતીઓ માટે ૨૫ હજાર રૂપિયા એકસાથે ફાળો આપવામાં આવે છે.
બેટી બચાવો બેટી પઢાઓ યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, બાલિકા સમૃદ્ધિ યોજના, ધનલક્ષ્મી યોજના, લાડલી સ્કીમ, ભાગ્ય શ્રી યોજના, કન્યા શ્રી પ્રકલ્પ યોજના જેવી હજારો યોજનાઓ દેશભરમાં ચાલી રહી છે જેના માધ્યમથી છોકરીઓના ખાતામાં સરકાર પૈસા નાખે છે. આ લાલચ યુવતીઓને સ્કૂલ સુધી લાવે છે પરંતુ ગ્રામ્ય ક્ષેત્રની યુવતીઓ ૮મા કે ૧૦મા સુધી પહોંચી જાય છે કે તેમના લગ્ન થઈ જાય છે.

ભણેલુંગણેલું બધું ભૂલી જાય છે
લગ્ન પછી તેમને ખેતરોમાં એ જ કામ કરવાના છે જે તેમની સાસરીની અન્ય નિરક્ષર મહિલાઓ કરી રહી છે. સાસરીમાં જઈને તે પોતાના શિક્ષણને આગળ નથી વધારી શકતી પરંતુ રસોઈ કરવી, બાળકો પેદા કરવા અને તેમના ઉછેરમાં આગામી થોડાક વર્ષમાં તે બધું ભણેલુંગણેલું ભૂલી જાય છે. તો એવું શિક્ષણ આપવાનો શું લાભ? સરકાર જે કરોડો રૂપિયા તમામ યોજનાઓ પર લૂંટાવી રહી છે તેનાથી દેશને શું મળી રહ્યું છે? આખરે શું કારણ છે જે યુવતીઓને કામ કરતા રોકે છે?
ધર્મ અને કર્મકાંડ : યુવતીઓના શિક્ષણ પર થયેલા રોકાણને ઉત્પાદનમાં પરિવર્તિત નથી કરવામાં આવી રહ્યું, તેનું સૌથી મોટું કારણ છે ધર્મ. ધર્મે ભારતીય સમાજને એટલો સંકુચિત અને કુંઠીત બનાવી દીધો છે કે તે સ્ત્રીને આઝાદી નથી આપવા ઈચ્છતો. ધર્મ, કર્મકાંડ, વ્રત, પૂજા, તહેવારની એવી બેડીઓ તેના પગમાં નાખી છે કે ભણીગણીને પણ તે તેમાંથી મુક્ત નથી થઈ રહી. તમામ ધાર્મિક કર્મકાંડ તેના માથે મઢી દેવામાં આવ્યા છે. બધા વ્રત તેણે જ કરવાના છે.
મંદિરનાં ભગવાનથી લઈને ઘરના વડીલો સુધીની સેવાની જવાબદારી તેની છે. વર્ષ આખું આવનારા તહેવારોમાં સારા-સારા પકવાન બનાવવાની જવાબદારી તેની છે. લગ્ન પછી વંશ વધારવાની જવાબદારી તેની છે. પતિની સેવા તેણે જ કરવાની છે. બાળકોનો ઉછેર તેણે કરવાનો છે. તમામ સંસ્કાર તેણે જ નિભાવવાના છે.
આ સ્થિતિમાં એક શિક્ષિત મહિલા ઘરમાંથી નીકળીને નોકરી કરવા અને પોતાના શિક્ષણના સદુપયોગ કરવા અંગે વિચારી પણ નથી શકતી. માત્ર તે જ પરિવારની મહિલાઓ ઘર અને બહાર બંને જગ્યાએ કામ કરવાની જવાબદારી ઉઠાવે છે જ્યાં પૈસાની કમી હોય છે. ત્યારે ત્યાં તેમના પગમાં નાખેલી ધાર્મિક બેડીઓને થોડી ઢીલી કરી દેવામાં આવી છે.

મહિલાઓને જવાબદારીમાંથી દૂર રાખવી :
બાળપણથી જ પરિવારના લોકો યુવતીઓ અને યુવકોથી અલગઅલગ વ્યવહાર કરે છે. યુવકોને અભ્યાસ માટે ઠપકો આપવામાં આવે છે. તેમને એ અહેસાસ કરાવવામાં આવે છે કે જેા સારી નોકરી નહીં મળે અને તું ઘરની જવાબદારી બરાબર નહીં ઉઠાવી શકે તો સમાજમાં ખાનદાનમાં શું મોં બતાવશો? યુવાનોને એ ભાવના સાથે મોટા કરવામાં આવે છે કે પરિવારનું ગુજરાન ચલાવવું તેમની ફરજ છે પરંતુ યુવતીને ક્યારેય એ નથી કહેવામાં આવતું કે તારે પરિવારની જવાબદારી ઉઠાવવાની છે, તેથી સારી રીતે અભ્યાસ કર જેથી સારી નોકરી મળે. યુવતીઓને એ ભાવના સાથે ઉછેરવામાં આવે છે કે તેમના સારા પરિવારમાં લગ્ન થાય. યુવક અને યુવતી બંનેના અભ્યાસ પર સમાન ખર્ચ કરવા છતાં યુવકનું શિક્ષણ ઉત્પાદનમાં પરિવર્તિત થઈ જાય છે, પણ યુવતીનું શિક્ષણ નકામું જાય છે.
મહિલાને આરશ્રત બનાવી રાખવી : ભારતીય સમાજમાં ધર્મે સ્ત્રીને હંમેશાં પુરુષને આધીન રહેવા અને તેની પર આરશ્રત રહેવા માટે મજબૂર કરી છે. ભારતીય પરિવાર પોતાની દીકરીઓને દીકરા સમાન શારીરિક રીતે બળવાન બનવાની તક નથી આપતો. તે તેમને કસરત કરવા માટે ક્યારેય ઉત્સાહિત નથી કરતો. આઉટડોર ગેમ્સમાં તેમને ભાગ નથી લેવા દેવાતો, પરંતુ તે યુવતીઓને દૂબળીપાતળી, શરમાળ, સંકોચશીલ, ઓછા બોલી, ગાય જેવી ભોળી અને દબાયેલી બનાવવા ઈચ્છે છે જેથી સાસરીમાં તે તમામ જવાબદારી ઉઠાવવા અને હેરાન કરવા પર પણ અવાજ ન કરે પરંતુ ચુપચાપ બધું સહન કરે.

મહિલાના કામને મહત્ત્વ ન આપવું : માણસ કોઈ નાનીમોટી નોકરી જ કરતો હોય, ઓછું કમાતો હોય, પણ જ્યારે તે સાંજે ઘરે પાછો આવે છે ત્યારે તેને ટેબલ પર ચા મળે છે, તૈયાર ભોજન મળે છે, ધોવાયેલા કપડા મળે છે અને માતાપિતા ગાય છે કે તેમનો પુત્ર કેટલી મહેનત કરે છે. ત્યાં ઘરની વહુ જ્યારે ઓફિસથી આવે છે ત્યારે કોઈ તેને એક ગ્લાસ પાણી પણ નથી પૂછતું. ઘરે આવીને તે બધા માટે ચા-નાસ્તો બનાવે છે, ભોજન બનાવે છે, પતિ અને બાળકોનાં કપડાં પ્રેસ કરે છે વગેરે વગેરે અનેક કામ પતાવે છે, પણ તેની પ્રશંસામાં કોઈ એક શબ્દ નથી કહેતું. કહેવાનો અર્થ એ કે ભારતીય સમાજ, પરિવારમાં મહિલાના કામને કોઈ મહત્ત્વ નથી આપવામાં આવતું.
ડબલ જવાબદારી : જેા મહિલાઓ ભણીગણીને નોકરી કરવા ઈચ્છે છે અને કરી રહી છે, તે જેા પરીણિત છે તો ઘરના કામથી અને બાળકોની સંભાળની જવાબદારીથી મુક્ત નથી. ઓફિસ જતાં પહેલાં અને ઓફિસથી આવ્યા પછી ઘરનાં બધા કામ તેમણે જ કરવાના હોય છે. પતિ જે પહેલાં આવી ગયા છે તો તેની પાસેથી એ આશા નથી રાખવામાં આવતી કે તે જમવાનું બનાવશે અથવા બાળકોનું હોમવર્ક કરાવશે. ડબલ જવાબદારી વેંઢારતી વર્કિંગ વુમન એક સમય પછી ઓફિસના કામમાં પાછળ રહેવા લાગે છે અને ઘણીવાર નોકરી છોડી દે છે. આ રીતે તેનો અભ્યાસ સમાજને તે નથી આપી શકતો જે આપવાનું સપનું તેણે જેાયું હતું.
‘‘નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ’ (એનએસઓ) તરફથી તાજેતરમાં બહાર પાડેલો પીરિયોડિક લેબર ફોર્સ સર્વે બહાર પડાયો છે. સર્વે પ્રમાણે દેશમાં ૧૫ વર્ષથી ઉપરની કામકાજી જનસંખ્યામાં મહિલાઓની ભાગીદારી માત્ર ૨૮.૭ ટકા છે જ્યારે પુરુષોની ભાગીદારી ૭૩ટકા છે. આ સ્થિતિ ત્યારે છે જ્યારે સરકાર તરફથી મહિલાઓને અનેક પ્રકારની સુવિધા અપાઈ રહી હોય. જેમ કે પેઈડ મેટરનિટી લીવ, સુરક્ષાની સાથે નાઈટ શિફ્ટમાં કામ કરવાની પરવાનગી વગેરે.
ભલે ને મહિલાઓને સંવિધાન હેઠળ શિક્ષણ અને કામનો અધિકાર મળ્યો છે પણ તેમના શિક્ષણનો કોઈ લાભ દેશ કે સમાજને નથી થઈ રહ્યો. તેમની ડિગ્રી માત્ર કિચનમાં કામ આવી રહી છે. મહિલાઓનું શિક્ષણ અને તેની કાબેલિયતનો દેશને ત્યારે લાભ થશે જ્યારે તેના પ્રત્યે સમાજની સંકુચિત વિચારસરણી બદલાશે.
આવો, જણીએ કે કયા કારણથી મહિલાઓનો ટાઈમ બરબાદ થાય છે અને તેને બરબાદ થતા કેવી રીતે બચાવી શકાય છે :
નકામા મુદ્દા પર ધ્યાન આપવું : ઘણીવાર મહિલાઓ બીજી મહિલાઓની ચાડી, ડોકિયા કરવા કે પછી બૂરાઈ કરવામાં કલાકો સમય બરબાદ કરી દે છે. પૈસાદાર ઘરની મહિલાઓ ઘણીવાર પોતાનો સમય કિટ્ટી પાર્ટી કે પછી ધાર્મિક કાર્યક્રમોને અટેન્ડ કરવા જેવા બિનજરૂરી કામોમાં બરબાદ કરે છે. વ્યર્થના મુદ્દાના ચક્કરમાં પણ તેમનો મોટાભાગનો ટાઈમ વ્યર્થ બગડે છે અને તે જરૂરી અને પ્રોડક્ટિવ કામ પર ધ્યાન નથી આપી શકતી.
પૂજાપાઠમાં સમયની બરબાદી : એક બીજી વસ્તુ જેમાં મહિલાઓ જ સૌથી વધારે સમય બરબાદ કરે છે અથવા તો પછી એમ કહો કે તેમની પાસે કરાવવામાં આવે છે તે છે પૂજાપાઠના તમામ ઝાકઝમાળ. મહિનામાં ૧૦ દિવસ તો કોઈને કોઈ વ્રત જ રહે છે. લગભગ ૨૦ દિવસ કોઈને કોઈ સ્પેશિયલ પૂજા કરવાની હોય છે. ક્યારેક વ્રત, ક્યારેક ઉપવાસ, ક્યારેક મંદિર જવું, ક્યારેક પંડિતને ભોજન કરાવવું, ક્યારેક ઘરમાં યજ્ઞ કરાવવો, ક્યારેક પરંપરાગત રીતે આખો દિવસ પૂજા, ક્યારેક પૂજા સામગ્રી લઈને આવવું, ક્યારેક પૂજાની તૈયારી કરવી અને ક્યારેક પૂજામાં બેસવું એટલે કે આ પૂજાના ચક્કરમાં તે જીવવાનું કે કેટલાક ઉપયોગી કામ કરવાના જ ભૂલી જાય છે.

કેવી રીતે વધારવી પ્રોડક્ટિવિટી
ઓફિસ અને ઘરનાં કામને મેનેજ કરવામાં અને પોતાની પ્રોડક્ટિવિટી વધારવામાં આ ટિપ્સ ખૂબ કારગત સાબિત થશે :
તાણમુક્ત રહો : તાણમાં કામ કરવાથી આપણી પ્રોડક્ટિવિટી, ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને મોરચા પર ઘટે છે. તેથી જ્યારે પણ કામ કરો તો તાણમુક્ત રહો. જેા તમે તાણ મુક્ત નથી થઈ રહ્યા તો કામમાંથી થોડા દિવસની રજા લઈ લો. હાર્વર્ડ યુનિવર્સિટીમાં સાઈકોલોજીના પ્રોફેસર મેથૂ કિલિંજવોર્થ કહે છે કે મગજની શાંતિ આપણા મુડ સાથે જેાડાયેલી હોય છે. આપણું દિમાગ જેટલું શાંત રહેશે, આપણે એટલા જ ખુશ રહીશું. આપણે જેટલા ખુશ રહીશું આપણી પ્રોડક્ટિવિટી એટલી જ સારી રહેશે.
મહિલાઓ ઘરની તાણ ઘરે જ મૂકીને આવે એમાં જ ભલાઈ છે અને મનમાં કોઈ પ્રકારનો ગિલ્ટ ન રાખે. આખરે બાળકોને સારું ભાવિ આપવા અને પોતાની કારકિર્દી બનાવવા માટે જ તે બહાર આવી છે તો તે સમયનો ભરપૂર ઉપયોગ કરે.
પહેલાંથી કરો પ્લાનિંગ : જીવનમાં આગળ વધવા માટે ટાઈમ મેનેજમેંટ ખૂબ જરૂરી છે. તમારો સમય ક્યાંય પણ વ્યર્થ ન બગાડો અને પોતાના કામ અને ટાર્ગેટ પર ધ્યાન આપો. વર્કપ્લેસ પર સોશિયલ મીડિયા કે તમારા સાથીઓ સાથે વાતોમાં વધારે સમય ન બગાડો. આ રીતે ઘરમાં પણ નકામી સીરિયલ્સ જેવા સાહેલીઓ સાથે ફોન પર વાત કરવા કે નાની-નાની વાતમાં તાણ લેવા અને લડવા ઝઘડવાના બદલે મગજને કામ પર ફોકસ રાખો. તમે ટાઈમ મેનેજમેંટ કરીને તમારા સમયને બચાવી શકો છો અને તમારી પ્રોડક્ટિવિટી વધારી શકો છો.

જવાબદારી વહેંચો : તમારી જિંદગીને સરળ બનાવવા અને ઓફિસમાં પ્રેજેંટેબલ રહેવા માટે ઘરનાં કામ અને જવાબદારીને તમારા પાર્ટનર સાથે વહેંચી લો. માત્ર પાર્ટનર જ નહીં ઘરના તમામ સભ્યોમાં પોતાના કામ જાતે કરવાની ટેવ પાડો. તેનાથી તમારી પર કામનો બોજ નહીં પડે, તમારું કામ વહેંચાઈ જશે અને તમને થોડો સમય પોતાના માટે મળી જશે, તેની સાથે એકબીજાની ચિંતા તમને એકબીજાની નજીક લાવશે.
જેા જરૂરી હોય તેને પહેલા કરો : જે કામ ખૂબ જરૂરી હોય તેને પહેલાં કરો. જે ઓફિસ તરફથી કોઈ નવો પ્રોજક્ટ મળ્યો હોય તો તેને પહેલાં મહત્ત્વ આપો. એટલે કે ઓફિસના કામના દબાણની વચ્ચે તમે આ દિવસે સમય બચાવવા માટે ભોજન બહારથી ઓર્ડર કરી શકો છો. ત્યાં જેા ઘરમાં તમારા બાળકને તમારી જરૂર વધારે છે તો આ દિવસે તમે ઓફિસથી જલદી રજા લઈને ઘરે આવી શકો છો.
વિકલ્પ શોધો : આજના સમયમાં મહિલા પાસે તો કિચનનાં કામ કરવા અને ગપ્પા મારવા સિવાય પણ અસંખ્ય કામ છે. નેટ અને ટેકનોલોજીનો જમાનો છે. ઓનલાઈન જુદાજુદા કોર્સ શીખી શકે છે, પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે, ઓનલાઈન ક્લાસિસ લઈ શકે છે, જેાબ કરી શકે છે, ઘરે બેઠા મેગેઝિન અને પુસ્તક વાંચીને દરેક પ્રકારનું જ્ઞાન ભેગું કરી શકે છે. ફોન પર કે કોઈ સાહેલી સામે બીજાની નિંદા, ચુગલી કરીને મનોમન ભડાશ કાઢવા અને વ્યર્થ ગપ્પા મારીને સમય બરબાદ કરવાથી સારું છે કામ કરીને ઈનકમ વધારવી.
આટલું જ નહીં તે સ્વયં માટે સમય કાઢી શકે છે. મનન, ચિંતન અને આત્મવિશ્લેષણથી પોતાનુ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ સુધારી શકાય છે જે તેમના જીવનને સામાન્યથી અસામાન્ય બનાવવાની દિશામાં ઉત્તમ ડગ છે. શોપિંગ, ગપ્પા અને હરવું ફરવું તો ક્ષણિક ખુશીનું સાધન છે. આજકાલ તો નેટ સિવાય ઘરની આસપાસ જ દુનિયાભરનો રસ અને સાર્થક પ્રવૃત્તિઓ થતી રહે છે. નજર અને દષ્ટિકોણની મર્યાદા ખોલવાની જ તો વાર છે.

સ્વાવલંબી બનવું જરૂરી
વધતી મોંઘવારી અને કોવિડ-૧૯ એ બધાને સમજાવી દીધું કે નોકરી કે વ્યવસાયનો મુખ્ય હેતુ આર્થિક રીતે સ્વાવલંબી બનવું આજના સમયમાં ખૂબ જરૂરી છે. મહિલાઓ આજે ઉચ્ચ શિક્ષિત અને રોજગારલક્ષી થઈ છે, આ સ્થિતિમાં તેમના સપનાને તે આત્મનિર્ભર બનીને સ્વયંને સાબિત કરવા ઈચ્છે છે. તેમાં કોઈ પ્રકારની દખલગિરી તેમને પસંદ નથી. આ સિવાય નોકરી કરનારી મહિલાઓ સામાજિક અને આર્થિક રીતે અપ ટૂ ડેટ રહે છે. તે સ્વયંની સંભાળ શારીરિક, માનસિક અને આર્થિક રીતે રાખી શકે છે.
માત્ર એટલું જ નહીં આર્થિક રીતે સશક્ત મહિલાઓએ પુરુષોના મહિલાઓ પ્રત્યેના વ્યવહારને પણ મહદ્અંશે પ્રભાવિત કર્યો છે અને પુરુષોના પૈસાનો રોફ પણ ઓછો થયો છે. ઘરેલુ મહિલાઓની જેમ તેમને પોતાની પસંદની વસ્તુ લેવામાં કોઈ પ્રકારની કોઈ સમજૂતી નથી કરવી પડતી. આર્થિક રીતે આત્મનિર્ભર ન હોવાની સ્થિતિમાં ઘણીવાર મહિલાઓએ પરિવારનો દુર્વ્યવહાર સહન કરવા માટે વિવશ થવું પડે છે, જ્યારે નોકરીયાત મહિલાઓ આ સમયમાં સબળ હોય છે અને પોતાના જીવનનાં નિર્ણય જાતે લઈ શકે છે.

મહિલાઓમાં ઉચ્ચ શિક્ષણ
સાઈકોલોજિસ્ટ રાશીદા કાપડિયા આ બાબતમાં કહે છે કે અત્યારે મોટાભાગની મહિલાઓ ઉચ્ચ શિક્ષિત બની રહી છે, આ સ્થિતિમાં તેમની ભાગીદારી સમાજ, પરિવાર અને આર્થિક વ્યવસ્થામાં થઈ છે. આજે વિશ્વની સરખામણીમાં ભારતમાં સૌથી વધારે મહિલા પાયલટ છે. તે સિવાય કેટલીય મોટી કંપનીઓમાં પણ મહિલાઓ સીઈઓની ભૂમિકા સફળતાપૂર્વક નિભાવી રહી છે. સ્પેસમાં મહિલા પહોંચી છે.
આજે મહિલાઓ સંપૂર્ણ રીતે આત્મનિર્ભર છે, પરંતુ સમસ્યા એ છે કે જેા તે લગ્ન કરે છે, તો તેની પર પરિવારની પૂરી જવાબદારી મૂકી દેવાય છે. મારી પાસે એવી અનેક ક્લાયન્ટ આવે છે, જે સફળતા મેળવવા ઈચ્છે છે, પરંતુ ઘરમાં સાસુસસરા, ભોજન બનાવીને કામ પર જવાની સલાહ આપે છે, જે ખૂબ મુશ્કેલ હોય છે. આખો દિવસ ઓફિસમાં કામ કરીને સવારે ૫ વાગ્યે ઊઠવું શક્ય નથી હોતું, થાક લાગે છે.
જેા તમારી કમાણી સારી છે, તો કોઈની હેલ્પ લેતા ખચકાવું ન જેઈએ. તેનાથી મહિલા પોતાની કારકિર્દી પર સારી રીતે ફોકસ્ડ રહે છે. આજે ટ્રેન્ડ બદલાયો છે, અનેક ઓફિસમાં પણ બેબી સિટર્સ મળે છે. કોર્પોરેટ વર્લ્ડે મહિલાઓના ફાળાને સમજ્યો છે, તેથી તમામ સુવિધાઓ આપવાનો પ્રયાસ કરે છે અને મહિલાઓના કામ કરવા પર જ ઝડપથી વિકાસ શક્ય છે કારણ કે તેમના કામની સ્ટાઈલ પુરુષોથી અલગ હોય છે. મહિલાોમાં મલ્ટિટાસ્કિંગ સ્કિલ્સ, અંડરસ્ટેંડિંગ, ટીમ વર્ક, ટફ ટાઈમમાં નિર્ણય લેવો વગેરે અનેક વાતો છે, જે દેશને એક વંડરફુલ નેશન બનાવવામાં સક્ષમ હોય છે.

આંકડા શું કહે છે
આજે આર્થિક વિકાસમાં મહિલાઓની ભાગીદારીની વાત કરીએ તો દુનિયાભરના દેશોમાં હજી પણ ભારત ઘણું પાછળ છે પરંતુ હવે મહિલાઓ સ્વયંને આગળ વધારી રહી છે, જે ઘણું સારું પગલું છે. આંકડા પ્રમાણે એ પણ ખબર પડી છે કે જ્યારે યુવતીઓની કારકિર્દી બનાવવાનો સમય હોય છે ત્યારે તેમના લગ્ન કરાવી દેવાય છે.
વર્લ્ડ બેંકના જણાવ્યા મુજબ ભારતમાં મહિલાઓની નોકરી છોડવાનો દર ખૂબ વધારે છે અને એકવાર પારિવારિક કારણોસર નોકરી છોડ્યા પછી તે ફરીથી નોકરી નથી કરી શકતી. જેા ભારતમાં મહિલાઓ આર્થિક ગ્રોથની બાબતમાં પુરુષોની સમકક્ષ ભાગીદારી આપી દો તો નિશ્ચિતપણે ભારતના જીડીપીમાં ૨૭ ટકા સુધીનો વધારે થશે. મેકેંજી ગ્લોબલ ઈન્સ્ટિટ્યૂટના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં આર્થિક સ્તરે સમાનતા પછી તો ૨૦૨૫ સુધી જીડીપીમાં ૭૭૦ અબજ ડોલરનો વધારો થશે. પરંતુ આ ત્યારે શક્ય છે જ્યારે મહિલાઓ સ્વયંને આર્થિક મોરચે પુરુષોની સમકક્ષ લઈ જશે.
– ગરિમા પંકજ, નસીમ અંસારી, સોમા ઘોષ અને પારુલ ભટનાગર.

વધુ વાંચવા કિલક કરો....