તાજેતરમાં રૂચિ શાહને મળવાનું થયું ત્યારે તે કહેવા લાગ્યા, ‘‘શું કરું દીકરીને તો સમય જ નથી મળતો.’’
‘‘તે ક્યાં વ્યસ્ત રહે છે આટલી?’’ મેં પૂછ્યું.
‘‘શું જણાવું આજકાલ પર્સનાલિટી ડેવલપમેન્ટ અને સેલ્ફ ગ્રૂમિંગ કોર્સ જેાઈન કર્યા છે. સવારે ૧ કલાક જિમમાં જાય છે. અભ્યાસ તો ચાલુ છે.’’ આટલું બધું આખરે કેમ?
‘‘હવે જિંદગીમાં કંઈક કરવું જ છે તો પછી મહેનત તો અત્યારથી જ કરવી પડશે ને.’’ રૂચિ શાહનો જવાબ સાંભળીને હું ચુપ થઈ ગઈ, પરંતુ મનોમન વિચારવા લાગી કે એવું તે શું છે કે આટલી મહેનત કરે છે. મારી દીકરી પણ તેની સાથે જ ભણે છે ને અને તેને ખૂબ સમય મળે છે. ઈન્ટરનેટ પર ઘણું બધું છે... ઘરે આવીને જ્યારે હું અને મારી દીકરી સાથે કામ કરી રહ્યા હતા ત્યારે વાતવાતમાં મેં કહ્યું, ‘‘આજે મને રૂચિ શાહ મળ્યા હતા. તે જણાવી રહ્યા હતા કે તેમની દીકરી માયરા પૂરો દિવસ કંઈ ને કંઈ શીખતી રહે છે. ખૂબ વ્યસ્ત રહે છે અને એક તું છે જે ઈંસ્ટાગ્રામ અને યૂટ્યૂબ પર સમય પસાર કરી રહી છે.
‘‘આવું તમે કેમ વિચારી રહ્યા છો મોમ? શું હું મારો પૂરો સમય ઈંસ્ટા અને યૂટ્યૂબ પર ફાલતુમાં પસાર કરું છું? હા, ઈન્ટરનેટ પર પણ ખૂબ સારા ઈન્ફર્મેટિવ વીડિયો આવતા હોય છે, હું તે જેાતી હોઉં છું. હા, ઈંસ્ટા પર પોતાના ઓળખીતા લોકોને મળું છું. આખરે મારે પણ મારી જિંદગી જીવવાની છે. શું હું એક ટાઈમ મશીન બનીને રહી જાઉં? ઓહ, મોમ તમે પણ કેમ કોઈની સાથે મારી સરખામણી કરી રહ્યા છો?
‘‘આ કોઈ નવી વાત નથી કે માયરા પૂરો સમય વ્યસ્ત રહે છે, પરંતુ શું તેની જિંદગી કોઈ જિંદગી છે? ન તે કોઈને મળે છે કે ન તેની પાસે કોઈની સાથે વાત કરવાની નવરાશ છે. બીજી એક જરૂરી વાત એ છે કે શું તે પોતે પણ ખુશ છે આવી જિંદગીથી?

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....