વાર્તા - કુસુમ અગ્રવાલ.

પતિ ક્ષિતિજના ઓફિસ ગયા પછી માનસી આકાશના ઘરે આવવાની રાહ કેમ જેાતી હતી? તે બંને વચ્ચે શું સંબંધ હતો, જેનાથી ક્ષિતિજ અજાણ હતો...
અચાનક શરૂ થયેલા વરસાદે મોસમ ખુશનુમા બનાવી દીધી હતી.
માનસીએ બારીની બહાર જેાયું.
વૃક્ષછોડ પર ઝરમરતું પાણી તેમનું રૂપ નિખારી રહ્યું હતું.
આ મોસમમાં માનસીને મન થયું કે વરસાદમાં તે પણ પોતાનું તનમન ભીંજવી લે.
તેની દિનચર્યા તેણે અટકાવી દીધી. જાણે કહેતી હોય કે અમને છોડીને ક્યાં ચાલી નીકળી.
પહેલાં અમને તો મળી લે.
રોજ આ ત્રણ કામ.
હું કંટાળી ગઈ છું આ બધાથી.
સવારસાંજ બંધન જ બંધન. ક્યારેક તનનું, ક્યારેક મનનું.
જા હું તને નહીં મળું.
મનોમન નક્કી કરીને માનસીએ કામકાજ છોડીને વરસાદમાં ભીંજવાનું નક્કી કર્યું.

ક્ષિતિજ ઓફિસ ગયો હતો અને માનસી ઘરમાં એકલી હતી.
જ્યાં સુધી ક્ષિતિજ ઘરમાં રહેતો હતો, તે કોઈ ને કોઈ હલનચલન કરતો રહેતો હતો અને પોતાની સાથે માનસીને પણ તેમાં ગૂંચવેલી રાખતો હતો.
જેાકે માનસીને આ વાતથી કોઈ મુશ્કેલી નહોતી અને તે ખુશીખુશી ક્ષિતિજનો સાથ નિભાવતી હતી.
તેમ છતાં તે ક્ષિતિજના ઓફિસ ગયા પછી સ્વયંને બંધનમુક્ત અનુભવતી હતી અને મનફાવે તેમ કરતી હતી.
આજે પણ માનસી એક આઝાદ પક્ષીની જેમ ઊડવા તૈયાર હતી.
તેણે વાળમાંથી કલ્ચર કાઢીને તેને ખુલ્લા છોડી દીધા, ક્ષિતિજને તે બિલકુલ પસંદ નહોતું.
મોબાઈલને સ્પીકરથી અટેચ કરીને મનપસંદ ફિલ્મી સંગીત લગાવી દીધું, જે ક્ષિતિજની નજરમાં બિલકુલ મૂર્ખામી હતી. તેથી જ્યાં સુધી તે ઘરમાં રહેતો હતો, વગાડી ન શકાય.
એટલે કે હવે માનસી પોતાની આઝાદીના સુખને ભોગવી રહી હતી.

આજે મોસમમાં આનંદ માણવાનો સમય હતો.
તે માટે તે વરસાદમાં ભીંજવા આંગણામાં જવાની જ હતી કે ડોરબેલ રણક્યો.
વરસાદમાં કોણ હશે.
પોસ્ટમેનને તો હજી વાર છે.
ધોબી ના હોય, દૂધવાળો પણ નથી.
તો પછી કોણ છે? વિચારતીવિચારતી માનસી દરવાજાની નજીક પહોંચી.
દરવાજા પર તે વ્યક્તિ હતી, જેની તેણે કલ્પના પણ નહોતી કરી.
‘‘આવો.’’ તેણે દરવાજેા ખોલીને ખચકાટ સાથે કહ્યું અને આગંતુક અંદર આવ્યો તો તે બોલી, ‘‘પણ તે ઓફિસ ગયા છે.’’
‘‘હા, મને ખબર છે. મેં તેમની ગાડીને નીકળતા જેાઈ હતી.’’
આગંતુક તેમની સોસાયટીનો હતો, તેણે અંદર આવીને સોફા પર બેસતા કહ્યું.
આ સાંભળીને માનસી મનોમન ગણગણી કે જેાઈ જ લીધું હતું તો પછી ચાલ્યા કેમ આવ્યા...

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....