વાર્તા – લક્ષ્મી ગુપ્તા

સ્ટોર પર લાંબી લાઈન લાગી હતી. હજી પણ કોવિડ-૧૯ નો આતંક છવાયેલો હતો. લોકો મનફાવે તેમ ખરીદી કરી રહ્યા હતા. ધોમધખતા તાપના લીધે લોકો પરસેવાથી નહાઈ રહ્યા હતા. આ સ્થિતિમાં જેા કોઈ વ્યક્તિ કોઈને પોતાની આગળ ઊભા રહેવા દે તો નિશ્ચય આશ્ચર્યની વાત હતી. આવી દયાની ભાવના રાખવી આ યુગમાં સપનાં જેવી વસ્તુ છે, પરંતુ તે ૨ વ્યક્તિએ મને પોતાની આગળ ઊભી રહેવા દીધી. તે મારા ગામના જ હતા અને જાણતા હતા કે મને વધારે જલદી હોય છે.
આ બંને સાથે મેં કોણ જાણે કેટલીય રાત વિતાવી છે અને તેઓ જાણતા હતા કે મારી શેઠાણી જ્યારે જાય છે ત્યારે ફ્લેટ પર બોલાવે છે અને કોઈ બીજી છોકરીને લઈને આવે તો તેને પણ આવવા દે છે.
એવું નથી કે આ યુગમાં તે કાલિદાસ સમાન નારીને કોમલાંગી સમજીને દયા કરે છે. મેં પૂરા દિલથી પ્રાર્થના કરી કે આ લફંગાનું ભલું થાય, નહીં તો આજકાલ પુરુષ બસમાં પણ મહિલાઓની સીટ પરથી ઊઠવા માટે મહેણાં મારે છે કે જ્યારે મહિલાઓ પુરુષોથી ખભાથી ખભો મિલાવીને ચાલે છે તથા દરેક મામલામાં સમાનતા મળી રહી છે તો બસમાં ઊભા રહેવાથી પરેજ કેમ? મેં આંખ મારીને બંનેનો આભાર માન્યો.
હું હજી સારી રીતે ઊભી પણ નહોતી થઈ કે તેમના હસવાનો અવાજ સંભળાયો. તે કેટલા મસ્ત છે ન ગરમીની પરવા, ન લાંબી લાઈનની, ઉપરથી આ મફત હસી. તેમના હસવાથી મેડમની બધી કવિતાની લાઈન યાદ આવી ગઈ.

મારી જગ્યાએ જેા મેડમવાળા કવિ હોત તો તેઓ આ બંને લફંગાને લાઈનમાં ઊભેલા અને લોકોથી અલગ જાણી એક મોટો નિબંધ લખી દીધો હોત. તેમની મસ્તી નિશ્ચય તેમને કબીરથી પણ રંગીલી લાગતી. ભલે, તેમના હાસ્ય પાછળ છુપાયેલી વાત જાણવા માટે મેં કાન લગાવી દીધા. જેાકે હું તેમના બધા કારણ જાણતી હતી, પરંતુ કેટલીક વાત જે તેઓ ઉતાવળમાં ફ્લેટમાં નહોતા કહી શકતા અહીં લાઈનમાં કહેતા હોય કદાચ. ભલે ગમે તેવી પરિસ્થિતિમાં આ રીતે ખુશ રહેવાનો હુન્નર આપણા શેઠ જાણતા જ નથી.
‘‘અરે, મારી શેઠાણી તો તારી શેઠાણીથી પણ વૃદ્ધ છે. મને મીઠાઈ ખૂબ ભાવે છે. ઘરમાં કોઈ પણ મીઠાઈ આવે, તેમાં મારો ભાગ હોય જ, કારણ કે આપણે તે વસ્તુને એવી નજરથી જેાઈએ છીએ કે આપણને ન આપવાથી ખાનારનું પેટ દુખે. જે મારાથી છુપાઈને ખાય તો ખબર પડતા જ વાસણ ઉઠાવવાના બહાને રૂમમાં ઘૂસી જાઉં છું. પછી તેમણે મીઠાઈ આપવી જ પડે છે. તેમ છતાં મન છલકાતું નથી. શેઠાણી મારી ડિશ પીરસીને બહાર જાય છે ત્યારે તક મળતા ૨ ચમચી ખાંડ નાખી દઉં છું. તેમને કંઈ ખબર જ નથી પડતી.’’ એક કહી રહ્યો હતો.
છેવટે છે તો દરભંગા જિલ્લાના જ, તેથી વધારે ખાંડ ખાય છે, પરંતુ હું મધુબનીનો છું, તેથી તાકાતની વસ્તુ વધારે ખાઉં છું. ખાંડથી શુગરની બીમારી થાય છે હું જ્યારે થાળીમાં ભાત લઉં ત્યારે પહેલા જ ૨ ચમચી ઘી થાળીમાં નાખી ઉપરથી ભાત પીરસું છું. દાળમાં નાખવાથી તો ખબર પડે છે.’’
તે બંનેની વાત સાંભળીને મેં કહ્યું, ‘‘હું મેડમની કેક હજમ કરી લઉં છું અને કહું છું કે તેમાં વાસ આવવા લાગી હતી.’’
હું તેમને ઢીલો સમજી રહી હતી, પણ તે હોશિયાર હતા. બાપ રે. તેમના કપડાં જેાઈને મને સ્વયં પર શરમ આવી રહી હતી. મારો પાયજામો ગંદો હતો, મેડમ સામે તો આ જ પહેરવું પડતું હતું. તેમાં મારા દેહના અંગ દેખાતા હતા. તેને છુપાવવા લાગી હતી તો એક બોલ્યો, ‘‘અરે કેમ છુપાઈ રહી છે, અમે શું પારકા છીએ?’’
મેં કહ્યું કે જરા જુઓ તો કેટલી મેડમો લાઈનમાં લાગી છે. સમજદારીથી કામ લો. લાઈન ધીરેધીરે આગળ વધી રહી હતી. બનિયાન ધોતી પહેરેલી મોટીમોટી મૂંછવાળી એક વ્યક્તિએ મારી પાછળ ઊભેલાને પૂછ્યું, ‘‘કેમ બંસી, શું હાલચાલ છે? પગાર વધ્યો કે નહીં?’’
‘‘અરે, વધે જ ને. ૨ દિવસ સતત બહાર નીકળ્યો અને સાંજે ૭-૮ વાગે કામ પર પહોંચ્યો. શેઠાણી પહેલા દિવસ ચુપ રહી, બીજા દિવસે બગડી. પછી શું હતું. મૂંછો પર તાવ આપતા હું પણ બોલ્યો, ‘‘ક્યાં રોજરોજ જઉં છું. કાકા બીમાર થયા તો સાચવવા ના જઉં શું? પૂરો દિવસ ગધેડાની જેમ કામ કરો, થોડો પણ આરામ ના કરો. કેટલો પગાર આપો છો? સારું, મારે કામ નથી કરવું.’’
શેઠ રૂમમાંથી બહાર આવ્યા. પગાર પણ વધી ગયો અને કાકાની કાલ્પનિક બીમારીના નામે ૫૦ રૂપિયા સારવાર માટે આપ્યા.
‘‘આવ ને રામેસર, તું પણ અમારી બંને વચ્ચે ઊભો થઈ જ.’’
‘‘ના બંસી, હું પાછળ જ સારો છું. જલદી રેશનિંગ મળશે તો ઘરે જઈને કામ કરવું પડશે.’’
‘‘પણ કામ અત્યારે કરે કે પછી, કરવું તો તારે જ પડશે.’’
‘‘ના શેઠાણી નોકરોના ભરોસે કામ પડ્યું નથી રહેવા દેતી. તેમનું બધું કામ સમય પર થવું જેાઈએ. તે જાતે કરી લે છે અને પછી આજે રવિવાર છે. ફરવા જશે તો જાતે બધા કામ કરી લેશે.
તે લોકોની વાત સાંભળીને મારું માથું દુખવા લાગ્યું. મને ખબર પડી ગઈ કે કેમ તે બંનેએ મને આગળ ઊભી રહેવા દીધી હતી. ખબર નહીં મારો નંબર ક્યારે આવશે.
‘‘ઓર્ડર આપો.’’ દુકાનદારે કહ્યું, ત્યારે હું ભાનમાં આવી. હું પોતાને હોશિયાર સમજતી હતી, આ તો મારાથી પણ ૨૪ નીકળ્યા.
તે બંનેની વાતથી દિલમાં એટલી હલચલ થઈ હતી કે ઘરનો રસ્તો માપવો મુશ્કેલ થઈ ગયું. થેલો અગાશીમાં મૂકીને તરત જ પાડોશવાળી શ્યામાને ફોન કરતા કહ્યું, ‘‘સાંભળે છે, મગજની કસરત?’’
તે કદાચ કિચનમાં હતી, ‘‘ગ્રોસરી લાવવામાં તારા મગજની કસરત કેવી રીતે થઈ ગઈ?’’
‘‘વાત તો સાંભળ મજાક પછી કરજેા પહેલા કરવા લાગે છે. હું મારા મગજની થોડી કહી રહી છું. તે નાલાયકના મગજ વિશે કહી રહી છું.’’
‘‘સ્પષ્ટ બોલ, તું તો ઉખાણાં બોલી
રહી છે.’’
‘‘ઝઘડો ન કર. હું તને નોકરોની…’’
‘‘ભાઈ આપણે નોકર તો આજકાલ શેઠાણીથી પણ વધારે વીઆઈપી વધારે ખાસ વ્યક્તિ થઈ ગયા છીએ.’’
મેં રેશનિંગની લાઈનમાં સાંભળેલી પૂરી વાત તેને જણાવી.
‘‘હેં.’’

શ્યામા એ કહ્યું, ‘‘સાચું છે, જ્યાં સુધી આ શેઠાણીઓ પોતાનું કામ જાતે કરતા નહીં શીખે, આપણે લોકોને તો રાજ છે, ભલે થોડા દિવસ માટે.’’
મેં પણ કહ્યું, ‘‘ખબર છે, બાજુની સોસાયટીમાં એક કામ વિના નોકરી શોધી રહી હતી.’’
‘‘તાજેતરમાં કોઈ ૪-૫ નોકર ગયા છે. કોઈ સવારે આવે તો સાંજે રવાના થઈ જાય. જે સાંજે આવે તો તેની આ ઘરમાં સવાર જ નથી પડતી. કોઈ જવા માટે પોતાની માને મારી ગયું તો કોઈ બાબાને. એટલું જ નહીં, કેટલાય તો કંઈ કહ્યા વિના ભાગી ગયા.’’
‘‘પણ તે જે પહેલાં રહેતો હતો, તે ક્યાં ગયો?’’ શ્યામાએ સાડી ઠીક કરતા પૂછ્યું.
‘‘તે એક નંબરનો ચોર હતો. શેઠાણી બાળકને વસ્તુ અપાવવા માટે પૈસા આપતી હતી. સસ્તી વસ્તુ અપાવીને બાકીના પૈસા હજમ કરી લેતો હતો. એક તો આટલો પગાર અને પછી ઉપરથી આ ચોરી. એક દિવસ શેઠાણીએ પકડી લીધો તો તેને કાઢી મૂકવા સિવાય બીજેા કોઈ રસ્તો નહોતો. હવે રોજ ઈન્ટરવ્યૂ લે છે. રોજ વાસણ ઘસે છે.’’ બંને હસવા લાગી.

વધુ વાંચવા કિલક કરો....