વાર્તા - રિતુ વર્મા

ડ્રોઈંગ રૂમમાંથી નિતિનનો જેારજેારથી બૂમો પાડવાનો અવાજ આવી રહ્યો હતો, ‘‘શું હું પાગલ છું, મૂરખ છું કે છેલ્લા ૫ વર્ષથી કોર્ટ કેસ પર પૈસા બરબાદ કરી રહ્યો છું અને સિયા પાછળથી રાઘવ સાથે પ્રેમની મોજમસ્તી કરી રહી છે.
એટલામાં નિતિનની મમ્મી બોલી, ‘‘બેટા, છેલ્લા ૫ વર્ષથી વનવાસ ભોગવી રહી છે તારી બહેન. જવા દે, હવે તેને જવું છે તો...’’
નિતિન ખૂબ ગુસ્સામાં બોલ્યો, ‘‘પહેલા પણ તેને કોણે રોકી હતી?’’
સિયા અંદર રૂમમાં બેઠીબેઠી ગભરાઈ રહી હતી. તેણે નિર્ણય લઈ લીધો હતો, પરંતુ આ નિર્ણય શું તેના માટે યોગ્ય સાબિત થશે તેની તેને ખબર નહોતી.
સિયા ૨૮ વર્ષની એક સામાન્ય યુવતી હતી. ૫ વર્ષ પહેલાં તેના લગ્ન આઈઆઈટી એન્જિનિયર રાઘવ સાથે થયા હતા.
સિયાના પિતાનું ઘણા સમય પહેલાં મૃત્યુ થયું હતું. પછી સિયાના મોટાભાઈ નિતિન અને રોનકે સિયા માટે રાઘવની પસંદગી કરી હતી. જ્યારે રાઘવ સિયાને જેાવા માટે આવ્યો હતો ત્યાર દૂબળોપાતળો રાઘવ સિયાને થોડો અટપટો લાગ્યો હતો. રાઘવ અને સિયા વચ્ચે જેાકે કોઈ વાતચીત થઈ નહોતી. સિયાની મોટીમોટી આંખો અને શરમાળ હાસ્ય રાઘવને તેના પ્રત્યે પાગલ બનાવી ગયા હતા.
રાઘવે આ સંબંધ માટે હા કહી દીધી હતી. સંબંધ નક્કી થતા સિયાના મમ્મી ખૂબ ખુશ થઈ ગયા હતા કે એક સામાન્ય ગ્રેજ્યુએટને આટલો ભણેલોગણેલો પતિ મળી ગયો, પરંતુ સિયાને લગ્ન સમયે પણ લાગ્યું હતું કે તેનો સાસરી પક્ષ આ સંબંધથી વધારે ખુશ નથી. તે વિચારવા લાગી કે કદાચ રાઘવના પરિવારજનોને તેમની આશા મુજબની ભેટસોગાદ નથી મળી. જ્યારે સિયા વરમાળા માટે રાઘવ તરફ જઈ રહી હતી, ત્યારે તેના કાનમાં કાકીનો ગણગણાટ સંભળાયો, ‘‘અરે છોકરો ઠીંગણો છે અને પાતળો પણ એટલો જ છે, જાણે કોઈ નાનું બાળક ન હોય.’’
રાઘવ વાસ્તવમાં સિયાની બરાબર હતો, વળી સિયા પણ ક્યાં વધારે લાંબી હતી. એક તરફ સિયાની ૫ ફૂટની હાઈટ તેના કદને નાનું દર્શાવતી હતી, જ્યારે બીજી તરફ રાઘવનું ૫ ફૂટનું કદ તેને બિલકુલ ઠીંગણો દર્શાવી રહ્યું હતું.
જૂતા સંતાડવાની વિધિ સમયે પિતરાઈ બહેન પીહૂ બોલી, ‘‘અરે જીજાજીના જૂતામાં કદાચ હીલ હશે, ખૂબ ધ્યાનથી જેવું પડશે.’’
આ મજાક સાંભળીને સિયા શરમ અનુભવવા લાગી, જ્યારે રાઘવનો ચહેરો પણ પોતાના અપમાનથી લાલ થઈ ગયો હતો. જ્યારે સિયા વિદાય લઈને રાઘવના ઘરે આવી ત્યારે ત્યાંનું વાતાવરણ ખૂબ તાણગ્રસ્ત દેખાઈ રહ્યું હતું.
ઊડતીઊડતી વાતો સિયાના કાનમાં પહોંચી હતી કે તેના બંને ભાઈએ તેને તેમની સાથે દગો કર્યો હતો. સારુંસારું બોલીને પોતાની સામાન્ય ભણેલી બહેનને તેમના ગળે વળગાડી દીધી હતી.
રાઘવની મમ્મી પોતાની દેરાણીને કહી રહી હતી, ‘‘અરે રાઘવના ખૂબ સારાસારા કરોડપતિના માંગા આવી રહ્યા હતા. માત્ર થોડી ઊંચાઈ ઓછી છે રાઘવની, નહીં તો મારો દીકરો લાખોમાં એક છે. શું હું મારા દીકરા માટે એવી છોકરી ન લાવી હોત જે સામાન્ય ગ્રેજ્યુએટ હોય?’’
સિયા પોતાના આંસુને છુપાવીને બેઠી હતી. તેને જાણ નહોતી કે વાસ્તવિકતા શું છે? શું પોતાના ભાઈએ આવું કર્યું હતું?
રાત્રે રાઘવે પણ સિયા સાથે ખૂબ રૂક્ષ વ્યવહાર કર્યો. તેણે સિયાની સામે આંખ ઊંચી કરીને પણ ન જેાયું. દૂધ પીધા પછી રાઘવે સિયાને કહ્યું, ‘‘જ્યારે તને હું ઠીંગણો અથવા વિચિત્ર લાગતો હતો તો પછી તને કોણે કહ્યું હતું મારી સાથે લગ્ન કરવા?’’
સાંભળીને સિયાની આંખમાંથી ટપટપ આંસુ વહેવા લાગ્યા. પછી ખચકાટ સાથે બોલી, ‘‘શું છોકરીની ઈચ્છાને ક્યારેય પૂછવામાં?આવે છે?’’
રાઘવે કટાક્ષ કરતા કહ્યું, ‘‘તું તોતડી પણ છે. તેથી તારો પરિવાર તારા માટે વર નહોતા શોધી રહ્યા, પરંતુ ખરીદી રહ્યા હતા, પરંતુ કિંમત પણ ક્યાં ચૂકવી છે તેમણે મારી.’’
સિયા બોલી, ‘‘તમે તમારો ગુસ્સો મારી પર કેમ ઉતારી રહ્યા છો?’’
રાઘવે ચિડાઈને કહ્યું, ‘‘મહારાણી મેં નહીં, તેં મારી જિંદગી કેમ બરબાદ કરી છે? કોઈ લાંબા છોકરાને ખરીદી લેવો હતો ને?’’
સિયાની સમજમાં આવી રહ્યું સમજાતું નહોતું કે કેમ રાઘવ તેની સાથે આ રીતે આવી વાત કરી રહ્યો છે. પછી જ્યારે કંઈ સમજમાં ન આવ્યું તો તે રડવા લાગી અને રાઘવ પણ ગુસ્સામાં તકિયો ઉઠાવીને વરંડામાં જઈને ચાદર ઓઢીને ઊંઘી ગયો.
સવારે સિયાની મોટી નણંદ પૂજા હસતીહસતી ખુશી સાથે ચાની ટ્રે લઈને આવી અને સિયાની લાલ આંખો જેાઈને ચોંકી ગઈ. પછી માત્ર એટલું જ સિયાને કહ્યું, ‘‘થોડી ધીરજ રાખજે સિયા, બધું ઠીક થઈ જશે.’’
પરંતુ બધું ઠીક ક્યાં થઈ શક્યું હતું. પગફેરા માટે જ્યારે સિયાના ભાઈ નિતિન અને રોનક આવ્યા ત્યારે વાત ખૂબ વધી ગઈ.
પૂજાએ સિયાને જણાવ્યું કે રાઘવને એ વાતથી ગુસ્સો આવ્યો હતો કે રાઘવના માતાપિતાએ તેને જૂઠું કહ્યું હતું કે સિયા ગ્રેજ્યુએટ છે. હવે તે સિવિલ સર્વિસની તૈયારી કરી રહી છે. જેાકે રાઘવને લગ્નના દિવસે જાણ થઈ હતી કે સિયા એક ઘરેલુ છોકરી છે અને રાઘવના પરિવારે સારા લગ્નની અવેજમાં સિયાને પસંદ કરી હતી.
સિયાની સાસુ કલ્પના સિયાના પરિવારને કોણ જાણે શું શું બોલી રહી હતી.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....