વાર્તા - ગરિમા પંકજ
સ્કૂલની ભીડભાડથી દૂર થોડા દિવસ એકાંતમાં પ્રકૃતિની વચ્ચે વિતાવવાના વિચારથી હું દર વર્ષે લગભગ ૧૫-૨૦ દિવસ માટે મનાલી અથવા નૈનીતાલ જેવા કોઈ હિલ સ્ટેશન પર જઈને રહું છું. હું પપ્પા સાથે અમારો ફેમિલી બિઝનેસ સંભાળું છું, તેથી થોડા દિવસ માટે બિઝનેસની પૂરી જવાબદારી તેમની પર છોડીને હું સરળતાથી નીકળી શકું છું.
આ વર્ષે પણ માર્ચ મહિનાની શરૂઆતમાં હું મનાલી જવા નીકળી ગયો. હું ત્યાં જે રિસોર્ટમાં રોકાયો હતો તેમાં ૨૦-૨૫ રૂમ હતા, પરંતુ આ વખતે ત્યાં ૪-૫ રૂમ બુક હતા. હકીકતમાં ઓફ સીઝન હોવાથી મનાલીમાં વધારે ભીડ નહોતી. આમ પણ કોરોના ફેલાવાના લીધે લોકો પોતપોતાના શહેર તરફ જવા લાગ્યા હતા. મેં વિચાર્યું હતું કે હજી ૧ અઠવાડિયું વધારે રોકાઈને નીકળી જઈશ, પરંતુ આ સમય દરમિયાન અચાનક લોકડાઉન લાગી ગયું. ૨-૩ ફેમિલી રાત્રે નીકળી ગયા અને રિસોર્ટમાં માત્ર હું જ રહ્યો.
રિસોર્ટના માલિકે મને બોલાવીને કહ્યું કે તેમણે હવે રિસોર્ટ બંધ કરવો પડશે. નજીકના ગામમાંથી એક છોકરી અહીં સાફસફાઈ કરવા આવતી રહેશે, છોડવાને પાણી સિંચશે અને ફોન રિસીવ કરવાનું કામ કરશે. બીજું બધું તમારે જાતે મેનેજ કરવું પડશે.

હવે આ રિસોર્ટમાં હું એકલો હતો. ચારેય બાજુ એમ્બ્યુલન્સ સાયરનના અવાજ મનને વિચલિત કરી રહ્યા હતા. હું બહાર લોનમાં આવીને ફરવા લાગ્યો. એટલામાં સામે એક છોકરી દેખાઈ જેના હાથમાં ઝાડું હતું. ગોરો ચમકતો રંગ, સુંદર રીતે બાંધેલા લાંબા સોનેરી વાળ, મોટીમોટી આંખો?અને હોઠ પર સુંદર હાસ્ય સાથે તે છોકરી રિસોર્ટમાં લોનની સફાઈ કરી રહી હતી. કામ કરતાંકરતાં તે ખૂબ મધુર અવાજમાં કોઈ પહાડી ગીત ગાઈ રહી હતી. હું તેની નજીક પહોંચ્યો.
મને જેાતા જ તે ગુડમોર્નિંગ સર કહેતા સામે આવીને ઊભી રહી ગઈ.
‘‘તને અંગ્રેજી પણ આવડે છે?’’
‘‘વધારે નહીં, માત્ર જરૂરિયાત જેટલું અંગ્રેજી આવડે છે મને. હું ગેસ્ટને વેલકમ કરવા અને તેમની જરૂરિયાતની વસ્તુ પહોંચાડવાનું કામ કરું છું.’’
‘‘શું નામ છે તારું?’’ મેં પૂછ્યું.
‘‘મારું નામ સપના છે સર.’’ તેણે રણકતા અવાજમાં કહ્યું.
‘‘તારું નામ ખૂબ સુંદર છે.’’
‘‘હા, મારું નામ મારી મમ્મીએ રાખ્યું છે.’’
‘‘સારું બોલ, સપનાનો અર્થ ખબર છે તને?’’
‘‘હા, જાણું છું ને?’’
‘‘હવે બોલ, શું તું સપનાં જુએ છે?’’
મને તેની સાથે વાત કરવી ગમી રહી હતી.
તેણે આંખો નચાવતા કહ્યું, ‘‘હું કયા સપના જેાવાની છું સાહેબ. બસ એ જ જેાઉં છું કે મને કોઈ સારો સાથી મળી જાય.’’
જેા મારું ધ્યાન રાખે અને મને ખૂબ પ્રેમ કરે. અમારો એક સુંદર સંસાર હોય.’’ તેણે કહ્યું.
‘‘વાહ, સપનું તેં ખૂબ સુંદર જેાયું છે, પરંતુ એ તો કહે કે સારો સાથી એટલે કેવો? તું શું કહેવા માંગે છે?’’
‘‘સારો એટલે જેને કોઈ ખરાબ ટેવ ન હોય. જે દારૂ, તમાકુ અથવા જુગાર જેવી ટેવથી દૂર હોય, જે દિલનો સાફ હોય, બસ બીજું શું.’’ તેણે હસીને જવાબ આપ્યો. પછી મારા તરફ ફરીને બોલી, ‘‘આમ તો મને લાગે છે કે તમને પણ કોઈ ખરાબ ટેવ નહીં હોય.’’
‘‘તું આવું કેવી રીતે કહી શકે છે?’’ મેં પૂછ્યું.
‘‘બસ, તમને જેાઈને સમજી ગઈ હતી. ભલા અને સારા લોકોના ચહેરા પર લખેલું હોય છે.’’
‘‘સારું, તું ચહેરો જેાઈને સમજી જાય છે કે માણસ કેવો છે?’’
‘‘હા, હું જૂઠું નહીં બોલું. આમ પણ મહિલાઓ પુરુષની આંખો વાંચીને સમજી જાય છે કે તેના મનમાં શું છે સારું તમારી પત્ની ખૂબ ખુશ રહેતી હશે ને?’’
‘‘પત્ની... હજી મારા લગ્ન જ ક્યાં થયા છે?’’
‘‘સારું હજી સુધી તમારા લગ્ન નથી થયા. હવે કહો તમે કેવી છોકરી શોધી રહ્યા છો?’’ તેણે ઉત્સુકતાથી પૂછ્યું.
‘‘બસ એક સુંદર છોકરી જે દિલની પણ સુંદર હોય અને ચહેરાથી પણ... સાથે મને સમજી પણ શકે.’’
‘‘જરૂર મળશે સર... ચાલો હવે હું તમારો રૂમ સાફ કરી દઉં.’’ કહીને તે મારા રૂમ તરફ ચાલવા લાગી.
સપના મારી આગળઆગળ ચાલી રહી હતી. તેની ચાલમાં આત્મવિશ્વાસ અને અલ્હડપણું છલકી રહ્યું હતું.
મેં તાળું ખોલી નાખ્યું અને દૂર જઈને ઊભો રહી ગયો. તેણે સફાઈ કરતાંકરતાં કહ્યું, ‘‘હું જાણું છું તમે મોટા લોકો છો અને અમે નીચી જાતિના. તેમ છતાં તમે મારી સાથે આટલી સારી રીતે વાત કરો છો. આમ પણ તમે અહીંના રહેવાસી નથી ને? તમારું ગામ ક્યાં છે?’’
‘‘હું દિલ્લીમાં રહું છું. આમ તો હું બિહારનો છું.’’
‘‘સારું હવે તમે નહાઈ લો, હું જઉં છું. કોઈ પણ કામ હોય તો મને જણાવી દેજે. હું પૂરો દિવસ અહીં રહીશ.’’
‘‘ઠીક છે. જરા એ તો કહે કે અહીં આજુબાજુમાં કંઈ ખાવાનું મળશે?’’
‘‘વધારે તો કંઈ નહીં સર. થોડે દૂર એક કરિયાણાની દુકાન છે, ત્યાં કંઈક મળી શકે છે. બ્રેડ, ઈંડા મળશે. મેગી અને સમોસા પણ તે રાખે છે. તે પણ ત્યાં મળી જશે.’’
‘‘ઓકે થેંક્સ.’’
‘‘હું નહાઈને બહાર નીકળ્યો. પછી તે દુકાન પર જઈને સમોસા, બ્રેડઈંડા અને મેગીના થોડા પેકેટ લઈને આવી ગયો. ત્યાંથી દૂધ પણ મળી ગયું હતું. બપોર સુધીનું કામ ચાલી ગયું, પરંતુ હજી પણ કોઈ સારી વસ્તુ ખાવાનું મન થઈ રહ્યું હતું. બ્રેડ, દૂધ, ઈંડા ખાઈને પૂરો દિવસ પસાર કરવો મુશ્કેલ હતો.’’
મેં સપનાને બોલાવી અને કહ્યું, ‘‘સાંભળ તને કંઈ બનાવતા આવડે છે?’’
‘‘હા સર, બનાવતા તો આવડે છે, પરંતુ શું તમે મારા હાથે બનેલી રસોઈ ખાશો?’’
‘‘હા સપના હું ખાઈશ. હું ઊંચનીચમાં નથી માનતો... હવે મારી પાસે બીજેા કોઈ રસ્તો નથી તો પછી આ જ સારું છે. તું જ બનાવી દે મારા માટે ખાવાનું.’’
મેં તેને ૫૦૦ રૂપિયાની ૨ નોટ આપતા કહ્યું, ‘‘ચોખા, લોટ, દાળ, શાકભાજી અને બીજું જે કંઈ પણ મળે તે લઈ આવ અને ખાવાનું બનાવી દે.’’
‘‘હા સર.’’ કહીને તે ચાલી ગઈ.
સાંજે ૨-૩ ડબ્બામાં તે ખાવાનું ભરીને લાવી અને બોલી, ‘‘આ લો, દાળ, શાક અને રોટલી. અથાણું પણ છે અને હા કાલે સવારે દાળભાત બનાવી દઈશ.’’
‘‘થેંક્યૂ સપના. પછી મેં તેના હાથમાંથી ડબ્બા લઈ લીધા અને હવે આ રોજનો નિયમ બની ગયો. તે મારા માટે રોજ સ્વાદિષ્ટ ખાવાનું બનાવીને લાવતી હતી. હું જે પણ ઈચ્છા વ્યક્ત કરતો તે બનાવીને લાવતી. હવે હું પણ તેની સાથે વધારે ખૂલીને વાતો કરવા લાગ્યો હતો. તેની સાથે વાતો કરવાથી મન ફ્રેશ થઈ જતું હતું. તે દરેક પ્રકારની વાત કરતી હતી અને તેની વાતમાં જીવન પ્રત્યેની પ્રબળ ઈચ્છા દેખાતી હતી. તેને જિંદગીની દરેક મુશ્કેલીનો સામનો હસીને કરતા આવડતું હતું. તે પોતાના બાળપણના કિસ્સા સંભળાવતી હતી.
તેના ઘરમાં મા, પપ્પા અને નાનો ભાઈ હતા. જેાકે હાલ મા તો તેના ઘરમાં એકલી હતી. ઘરના લોકો નજીકના શહેરમાં એક લગ્નપ્રસંગે ગયા હતા અને ત્યાં ફસાઈ ગયા હતા.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....