વાર્તા – ગરિમા પંકજ
સ્કૂલની ભીડભાડથી દૂર થોડા દિવસ એકાંતમાં પ્રકૃતિની વચ્ચે વિતાવવાના વિચારથી હું દર વર્ષે લગભગ ૧૫-૨૦ દિવસ માટે મનાલી અથવા નૈનીતાલ જેવા કોઈ હિલ સ્ટેશન પર જઈને રહું છું. હું પપ્પા સાથે અમારો ફેમિલી બિઝનેસ સંભાળું છું, તેથી થોડા દિવસ માટે બિઝનેસની પૂરી જવાબદારી તેમની પર છોડીને હું સરળતાથી નીકળી શકું છું.
આ વર્ષે પણ માર્ચ મહિનાની શરૂઆતમાં હું મનાલી જવા નીકળી ગયો. હું ત્યાં જે રિસોર્ટમાં રોકાયો હતો તેમાં ૨૦-૨૫ રૂમ હતા, પરંતુ આ વખતે ત્યાં ૪-૫ રૂમ બુક હતા. હકીકતમાં ઓફ સીઝન હોવાથી મનાલીમાં વધારે ભીડ નહોતી. આમ પણ કોરોના ફેલાવાના લીધે લોકો પોતપોતાના શહેર તરફ જવા લાગ્યા હતા. મેં વિચાર્યું હતું કે હજી ૧ અઠવાડિયું વધારે રોકાઈને નીકળી જઈશ, પરંતુ આ સમય દરમિયાન અચાનક લોકડાઉન લાગી ગયું. ૨-૩ ફેમિલી રાત્રે નીકળી ગયા અને રિસોર્ટમાં માત્ર હું જ રહ્યો.
રિસોર્ટના માલિકે મને બોલાવીને કહ્યું કે તેમણે હવે રિસોર્ટ બંધ કરવો પડશે. નજીકના ગામમાંથી એક છોકરી અહીં સાફસફાઈ કરવા આવતી રહેશે, છોડવાને પાણી સિંચશે અને ફોન રિસીવ કરવાનું કામ કરશે. બીજું બધું તમારે જાતે મેનેજ કરવું પડશે.

હવે આ રિસોર્ટમાં હું એકલો હતો. ચારેય બાજુ એમ્બ્યુલન્સ સાયરનના અવાજ મનને વિચલિત કરી રહ્યા હતા. હું બહાર લોનમાં આવીને ફરવા લાગ્યો. એટલામાં સામે એક છોકરી દેખાઈ જેના હાથમાં ઝાડું હતું. ગોરો ચમકતો રંગ, સુંદર રીતે બાંધેલા લાંબા સોનેરી વાળ, મોટીમોટી આંખો?અને હોઠ પર સુંદર હાસ્ય સાથે તે છોકરી રિસોર્ટમાં લોનની સફાઈ કરી રહી હતી. કામ કરતાંકરતાં તે ખૂબ મધુર અવાજમાં કોઈ પહાડી ગીત ગાઈ રહી હતી. હું તેની નજીક પહોંચ્યો.
મને જેાતા જ તે ગુડમોર્નિંગ સર કહેતા સામે આવીને ઊભી રહી ગઈ.
‘‘તને અંગ્રેજી પણ આવડે છે?’’
‘‘વધારે નહીં, માત્ર જરૂરિયાત જેટલું અંગ્રેજી આવડે છે મને. હું ગેસ્ટને વેલકમ કરવા અને તેમની જરૂરિયાતની વસ્તુ પહોંચાડવાનું કામ કરું છું.’’
‘‘શું નામ છે તારું?’’ મેં પૂછ્યું.
‘‘મારું નામ સપના છે સર.’’ તેણે રણકતા અવાજમાં કહ્યું.
‘‘તારું નામ ખૂબ સુંદર છે.’’
‘‘હા, મારું નામ મારી મમ્મીએ રાખ્યું છે.’’
‘‘સારું બોલ, સપનાનો અર્થ ખબર છે તને?’’
‘‘હા, જાણું છું ને?’’
‘‘હવે બોલ, શું તું સપનાં જુએ છે?’’
મને તેની સાથે વાત કરવી ગમી રહી હતી.
તેણે આંખો નચાવતા કહ્યું, ‘‘હું કયા સપના જેાવાની છું સાહેબ. બસ એ જ જેાઉં છું કે મને કોઈ સારો સાથી મળી જાય.’’
જેા મારું ધ્યાન રાખે અને મને ખૂબ પ્રેમ કરે. અમારો એક સુંદર સંસાર હોય.’’ તેણે કહ્યું.
‘‘વાહ, સપનું તેં ખૂબ સુંદર જેાયું છે, પરંતુ એ તો કહે કે સારો સાથી એટલે કેવો? તું શું કહેવા માંગે છે?’’
‘‘સારો એટલે જેને કોઈ ખરાબ ટેવ ન હોય. જે દારૂ, તમાકુ અથવા જુગાર જેવી ટેવથી દૂર હોય, જે દિલનો સાફ હોય, બસ બીજું શું.’’ તેણે હસીને જવાબ આપ્યો. પછી મારા તરફ ફરીને બોલી, ‘‘આમ તો મને લાગે છે કે તમને પણ કોઈ ખરાબ ટેવ નહીં હોય.’’
‘‘તું આવું કેવી રીતે કહી શકે છે?’’ મેં પૂછ્યું.
‘‘બસ, તમને જેાઈને સમજી ગઈ હતી. ભલા અને સારા લોકોના ચહેરા પર લખેલું હોય છે.’’
‘‘સારું, તું ચહેરો જેાઈને સમજી જાય છે કે માણસ કેવો છે?’’
‘‘હા, હું જૂઠું નહીં બોલું. આમ પણ મહિલાઓ પુરુષની આંખો વાંચીને સમજી જાય છે કે તેના મનમાં શું છે સારું તમારી પત્ની ખૂબ ખુશ રહેતી હશે ને?’’
‘‘પત્ની… હજી મારા લગ્ન જ ક્યાં થયા છે?’’
‘‘સારું હજી સુધી તમારા લગ્ન નથી થયા. હવે કહો તમે કેવી છોકરી શોધી રહ્યા છો?’’ તેણે ઉત્સુકતાથી પૂછ્યું.
‘‘બસ એક સુંદર છોકરી જે દિલની પણ સુંદર હોય અને ચહેરાથી પણ… સાથે મને સમજી પણ શકે.’’
‘‘જરૂર મળશે સર… ચાલો હવે હું તમારો રૂમ સાફ કરી દઉં.’’ કહીને તે મારા રૂમ તરફ ચાલવા લાગી.
સપના મારી આગળઆગળ ચાલી રહી હતી. તેની ચાલમાં આત્મવિશ્વાસ અને અલ્હડપણું છલકી રહ્યું હતું.
મેં તાળું ખોલી નાખ્યું અને દૂર જઈને ઊભો રહી ગયો. તેણે સફાઈ કરતાંકરતાં કહ્યું, ‘‘હું જાણું છું તમે મોટા લોકો છો અને અમે નીચી જાતિના. તેમ છતાં તમે મારી સાથે આટલી સારી રીતે વાત કરો છો. આમ પણ તમે અહીંના રહેવાસી નથી ને? તમારું ગામ ક્યાં છે?’’
‘‘હું દિલ્લીમાં રહું છું. આમ તો હું બિહારનો છું.’’
‘‘સારું હવે તમે નહાઈ લો, હું જઉં છું. કોઈ પણ કામ હોય તો મને જણાવી દેજે. હું પૂરો દિવસ અહીં રહીશ.’’
‘‘ઠીક છે. જરા એ તો કહે કે અહીં આજુબાજુમાં કંઈ ખાવાનું મળશે?’’
‘‘વધારે તો કંઈ નહીં સર. થોડે દૂર એક કરિયાણાની દુકાન છે, ત્યાં કંઈક મળી શકે છે. બ્રેડ, ઈંડા મળશે. મેગી અને સમોસા પણ તે રાખે છે. તે પણ ત્યાં મળી જશે.’’
‘‘ઓકે થેંક્સ.’’
‘‘હું નહાઈને બહાર નીકળ્યો. પછી તે દુકાન પર જઈને સમોસા, બ્રેડઈંડા અને મેગીના થોડા પેકેટ લઈને આવી ગયો. ત્યાંથી દૂધ પણ મળી ગયું હતું. બપોર સુધીનું કામ ચાલી ગયું, પરંતુ હજી પણ કોઈ સારી વસ્તુ ખાવાનું મન થઈ રહ્યું હતું. બ્રેડ, દૂધ, ઈંડા ખાઈને પૂરો દિવસ પસાર કરવો મુશ્કેલ હતો.’’
મેં સપનાને બોલાવી અને કહ્યું, ‘‘સાંભળ તને કંઈ બનાવતા આવડે છે?’’
‘‘હા સર, બનાવતા તો આવડે છે, પરંતુ શું તમે મારા હાથે બનેલી રસોઈ ખાશો?’’
‘‘હા સપના હું ખાઈશ. હું ઊંચનીચમાં નથી માનતો… હવે મારી પાસે બીજેા કોઈ રસ્તો નથી તો પછી આ જ સારું છે. તું જ બનાવી દે મારા માટે ખાવાનું.’’
મેં તેને ૫૦૦ રૂપિયાની ૨ નોટ આપતા કહ્યું, ‘‘ચોખા, લોટ, દાળ, શાકભાજી અને બીજું જે કંઈ પણ મળે તે લઈ આવ અને ખાવાનું બનાવી દે.’’
‘‘હા સર.’’ કહીને તે ચાલી ગઈ.
સાંજે ૨-૩ ડબ્બામાં તે ખાવાનું ભરીને લાવી અને બોલી, ‘‘આ લો, દાળ, શાક અને રોટલી. અથાણું પણ છે અને હા કાલે સવારે દાળભાત બનાવી દઈશ.’’
‘‘થેંક્યૂ સપના. પછી મેં તેના હાથમાંથી ડબ્બા લઈ લીધા અને હવે આ રોજનો નિયમ બની ગયો. તે મારા માટે રોજ સ્વાદિષ્ટ ખાવાનું બનાવીને લાવતી હતી. હું જે પણ ઈચ્છા વ્યક્ત કરતો તે બનાવીને લાવતી. હવે હું પણ તેની સાથે વધારે ખૂલીને વાતો કરવા લાગ્યો હતો. તેની સાથે વાતો કરવાથી મન ફ્રેશ થઈ જતું હતું. તે દરેક પ્રકારની વાત કરતી હતી અને તેની વાતમાં જીવન પ્રત્યેની પ્રબળ ઈચ્છા દેખાતી હતી. તેને જિંદગીની દરેક મુશ્કેલીનો સામનો હસીને કરતા આવડતું હતું. તે પોતાના બાળપણના કિસ્સા સંભળાવતી હતી.
તેના ઘરમાં મા, પપ્પા અને નાનો ભાઈ હતા. જેાકે હાલ મા તો તેના ઘરમાં એકલી હતી. ઘરના લોકો નજીકના શહેરમાં એક લગ્નપ્રસંગે ગયા હતા અને ત્યાં ફસાઈ ગયા હતા.

તે વાતચીતમાં જેટલી બિનધાસ્ત હતી તેટલી જ નીડરતા તેના વિચારો અને દષ્ટિકોણમાં સ્પષ્ટપણે છલકતી હતી. કોઈનાથી ડરવાનું અથવા પોતાની પરિસ્થિતિ સામે હાર માની લેવાનું તેણે શીખ્યું જ નહોતું. કોઈ પણ કામ પૂરું કરવા અને કોઈ નવું કામ શીખવા માટે તે પોતાની પૂરી શક્તિ અને પ્રયાસ લગાવી દેતી હતી. હાર સ્વીકારવી તેને આવડતી નહોતી.
તેની વાતમાં બાળપણની નિર્દોષતા અને યુવાવસ્થાની મસ્તી એમ બંને હતા. તે ખૂબ વાતો કરતી હતી, પરંતુ તેની વાત ક્યારેય કંટાળાજનક નહોતી લાગતી, પરંતુ રસ પડે તેવી રહેતી હતી. તેથી હું પણ કલાકો સુધી તેની સાથે વાત કર્યા કરતો હતો.
તેણે શહેરની છોકરીઓની જેમ ક્યારેય કોલેજમાં જઈને શિક્ષણ લીધું નહોતું. ગામની નાનકડી સ્કૂલમાં અભ્યાસ કરીને તેણે હાલમાં ૧૨ મા ધોરણની પરીક્ષા આપી હતી. ખાસ વાત એ હતી કે તેનામાં ભરપૂર આત્મવિશ્વાસ હતો અને તે ખૂબ બુદ્ધિશાળી હતી. તે કોઈ પણ વાતને તરત સમજી જતી હતી. દરેક વાતના મૂળ સુધી પહોંચી જતી હતી અને એક વાર મનમાં જે નક્કી કરી લેતી તેને પૂરું કરીને જંપતી હતી.
બુદ્ધિ અને સમજદારીમાં તે કોઈનાથી પણ પાછળ નહોતી. જેાકે પોતાની જાતિના લીધે તેને માબાપનું કામ સ્વીકારવું પડ્યું હતું.
તે દેખાવમાં ખૂબ સુંદર હતી. જેટલો સમય તે મારી પાસે બેસતી હું તેની સુંદરતામાં ખોવાઈ જતો હતો. તે હંમેશાં પોતાની આંખોમાં કાજલ અને માથા પર બિંદી લગાવતી હતી. તેની કાજલવાળી આંખના ખૂણેથી સોનેરી સપનાનો ઉજાસ સ્પષ્ટપણે છલકતો હતો. લાંબી મરૂન કલરની બિંદી હંમેશાં તેના માથા પર રહેતી હતી, જે તેના રંગબેરંગી પોશાક સાથે હંમેશાં મેચ કરતી હતી. કાનમાં કડીઓ અને ગળામાં એક સુંદર હાર રહેતો હતો જેમાંથી એક સોનેરી રંગનું પેન્ડંટ ઊભરીને દેખાતું હતું.
‘‘સપના તને ક્યારેય કોઈની સાથે પ્રેમ થયો છે?’’ એક દિવસ મેં એમ જ તેને પૂછી લીધું.
મારી વાત સાંભળીને તે શરમાઈ ગઈ અને હસીને બોલી, ‘‘અરે, પ્રેમ ક્યારે થાય છે તે કોણ જાણે છે? આમ પણ પ્રેમ ખૂબ ખરાબ રોગ છે. મારું તો માનવું છે કે તે કોરોના કરતા પણ મોટો રોગ છે.’’
તેના બોલવાનો અંદાજ એવો હતો કે હું પણ તેની સાથે હસવા લાગ્યો. હવે અમારા બંને વચ્ચે એક અલગ પ્રકારનું બોન્ડિંગ બની રહ્યું હતું. તે મારી ખૂબ કેર કરતી હતી અને જ્યારે તે મારી સાથે હોય ત્યારે હું પણ પૂરી દુનિયા ભૂલી જતો હતો.
એક દિવસ સાંજના સમયે મારા ગળામાં દુખાવો થવા લાગ્યો અને રાત્રે ખૂબ ખાંસી આવી. બીજા દિવસે મારી તબિયત ખરાબ રહી અને એ જ ગળામાં ખરાશ તેમજ માથામાં દુખાવો શરૂ થઈ ગયો હતો.
મારી તબિયત જેાઈને સપના ખૂબ પરેશાન થઈ ગઈ. તે હવે મારી ખાણીપીણીનું વધારે ધ્યાન રાખવા લાગી. મને નવશેકું પાણી પીવા માટે આપતી અને રાત્રે દૂધમાં હળદર નાખીને પીવા માટે આપતી.

ત્રીજા દિવસે મને તાવ આવી ગયો. સપનાએ તરત મારા પરિવારજનોને જાણ કરી દીધી, સાથે તેણે રિસોર્ટના ડોક્ટરને પણ ફોન કરી દીધો. પછી ડોક્ટરની સલાહ અનુસાર તેણે મને તાવની દવા આપી દીધી. રિસોર્ટમાં પહેલા ઈમર્જન્સી સામાનથી મારી સારસંભાળ લેવા લાગી. તેણે મારા માટે સ્ટિમ લેવાની વ્યવસ્થા કરી દીધી. તુલસી, મરી, આદું અને સૂંઠ મિક્સ કરીને તેણે મારા માટે હર્બલ ટી બનાવી. થોડી વાર પછી એલોવેરાનો જ્યૂસ પિવડાવ્યો. વારંવાર પૂરા દિવસ દરમિયાન મને નવશેકું પાણી પણ પિવડાવતી રહી.
સપનાની જગ્યાએ જેા બીજું કોઈ હોત તો મારામાં કોરોનાના આ લક્ષણને જેાઈને ક્યારનું ભાગી ગયું હોત, પરંતુ સપના જરા પણ ન ડરી. કોઈ પણ જાતના સુરક્ષાના સાધનો વિના તે મારી સંભાળ રાખતી રહી. મારા વધારે આગ્રહ પર તેણે પોતાના નાક અને મોં પર દુપટ્ટો ઢાંકવાનું શરૂ કર્યું.
બીજી તરફ સમાચાર જાણીને મારા ઘરના લોકો ખૂબ પરેશાન થઈ ગયા હતા. તેમની સાથે વાત કરવાની મારી હિંમત નહોતી ચાલતી, પરંતુ સપના તેમને વીડિયો કોલ કરીને સ્થિતિની પૂરી જાણકારી આપતી રહેતી હતી અને મારી પણ તેમની સાથે વાત કરાવતી હતી. ખોરાકથી તે મારી જે કંઈ સારવાર કરી રહી હતી તે વિશે પણ તે મારા ઘરના લોકોને જણાવતી હતી. મા પણ તેને સમજાવતી કે આ સ્થિતિમાં બીજું શું શું કરી શકાય તેમ છે.
બીજી તરફ પપ્પા સતત એ કોશિશ કરી રહ્યા હતા કે મારા માટે એમ્બ્યુલન્સ અને હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા થઈ જાય. તેના માટે તેઓ દિવસભર ફોન પર ફોન કરતા રહ્યા, પરંતુ આ પહાડી વિસ્તારમાં એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ નહોતી. આ પરિસ્થિતિમાં હું અને મારા ઘરના લોકો સપનાની સેવાભાવના અને તેનો કેરિંગ નેચર જેાઈને આશ્ચર્યમાં પડી ગયા હતા. મમ્મી તેના વખાણ કરતા થાકતી નહોતી.
હું પણ વિચારતો કે જેા સપના ન હોત તો મેં પોતાની જાતને કેવી રીતે સંભાળી હોત. થોડા દિવસ પછી મારો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો અને રિપોર્ટ નેગેટિવ આવ્યો.
આ સમાચાર સાંભળીને બધાને ખૂબ રાહત થઈ. આખરે સપનાની મહેનત સફળ થઈ હતી અને બીજા ૨-૪ દિવસમાં હું સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો.
એક દિવસ તે બપોર સુધી ન આવી. તે દિવસ પસાર કરવો મારા માટે મુશ્કેલ બની ગયો.
તેની વાતો થોડાથોડા સમયે યાદ આવી રહી હતી. આમ પણ મને તેની ટેવ પડી ગઈ હતી. સાંજે તે આવી, પરંતુ ખૂબ ઉદાસ દેખાઈ રહી હતી.
‘‘શું થયું સપના? બધું ઠીક તો છે ને?’’ મેં પૂછ્યું ત્યારે તે રડવા લાગી.
‘‘જી હું ઘરમાં એકલી છું ને. કાલે સાંજે ૨ ગુંડા મારા ઘરની આસપાસ ફરી રહ્યા હતા અને મારી છેડતી કરી રહ્યા હતા. ખૂબ મુશ્કેલીથી ઘરમાં ઘૂસીને મેં દરવાજેા બંધ કરી દીધો હતો. જેાકે સવારે પણ તેઓ મારા ઘરની આસપાસ ફરતા દેખાયા હતા, તેથી હું ઘરની બહાર નીકળી નહોતી.’’
‘‘આ તો ખૂબ ખોટું થયું. તેં આસપાસના લોકોને જણાવ્યું પણ નહીં?’’
‘‘હા, અહીં અમારા ઘર દૂરદૂર આવેલા હોય છે. બાજુના ઘરમાં મારા કાકા રહે છે, પરંતુ તેઓ હાલમાં બીમાર છે, તેથી મેં તેમને જાણીજેાઈને જણાવ્યું નથી. મને હવે ઘરે જવામાં ડર લાગી રહ્યો છે. આમ પણ ગુંડાઓ સાથે દુશ્મની ક્યાં કરવી.’’ સપનાએ જણાવ્યું.
‘‘તું ડરીશ નહીં. જેા આજે રાત્રે ગુંડાઓ તને પરેશાન કરે તો કાલે સવારે પોતાનો જરૂરી સામાન લઈને અહીં આવી જજે. હાલમાં અહીં કોઈ છે નહીં. તું અહીં જ રહેજે. જેા રિસોર્ટનો માલિક કંઈ કહેશે તો હું તેની સાથે વાત કરી લઈશ.’’
‘‘હા, તમે ખૂબ સારા વ્યક્તિ છો.’’ બોલતાંબોલતાં તેની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા.
બીજા દિવસે સવારે તે થોડો સામાન લઈને રિસોર્ટ પર આવી ગઈ. જેાકે તે ખૂબ ડરેલી દેખાઈ રહી હતી અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા.
‘‘હા હવે હું ઘરમાં એકલી નહીં રહું. કાલે પણ ગુંડા આવીને મને પરેશાન કરી રહ્યા હતા. હું સામાન લઈને આવી ગઈ છું.’’
‘‘સારું કર્યું સપના તું સામાન લઈને આવી ગઈ. હવે અહીં જ રહે. તું અહીં સુરક્ષિત રહેશે.’’ મેં વિશ્વાસ અપાવતા તેના હાથ પર મારો હાથ મૂકી દીધો.
તેના હાથના સ્પર્શથી મારી અંદર એક મીઠી ધ્રુજરી આવી ગઈ. મેં તરત હાથ ઉઠાવી લીધો. જેાકે મારી આંખોમાં જેાઈને તે બધું સમજી ગઈ હતી. પછી તેનો ચહેરો શરમનો માર્યો લાલ થઈ ગયો.
તે દિવસે તેણે રિસોર્ટના કિચનમાં ખાવાનું બનાવ્યું. પછી મારા માટે થાળી સજાવીને થોડે દૂર જઈને ઊભી રહી ગઈ ત્યારે મેં સહજતાથી તેને કહ્યું,‘‘તું પણ ખાને મારી સાથે.’’
‘‘હા સારું.’’ કહેતા તે પોતાની થાળી લઈને આવી ગઈ.
ભોજન કરી લીધા પછી અમે બંને લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા. તેની સમજદારીભરી અને સરળ વાત મારા દિલને સ્પર્શી રહી હતી. તેની અંદર કોઈ બનાવટીપણું નહોતું. હવે હું પણ તેને ખૂબ પસંદ કરવા લાગ્યો હતો.
મારા મનની ઈચ્છા કદાચ તેની સમજમાં આવવા લાગી હતી. એક દિવસે રાત્રે ખૂબ સહજતાથી તેણે મારી આગળ સમર્પણ કરી દીધું. તે સમયે હું પણ પોતાની જાતને રોકી ન શક્યો. પછી પળભરમાં તે મારી જિંદગીનો એક સૌથી મહત્ત્વનો અને જરૂરી ભાગ બની ગઈ. ધીરેધીરે બધી ઊંચનીચ અને ભેદભાવની મર્યાદા ભૂલીને અમે બે તનમાંથી એક દેહ બની ગયા હતા.
લોકડાઉનના આ દિવસોમાં આકસ્મિક મને મારી જીવનસાથી મળી ગઈ હતી અને હવે તે વાતને સ્વીકારવામાં મને પણ કોઈ સમસ્યા નહોતી.
થોડા દિવસ પછી આ વાત મારા પેરન્ટ્સને કરી, ત્યારે તેમણે પણ તેનો સહર્ષ સ્વીકાર કરી લીધો.
મમ્મીએ ખૂબ હળવાશ અને ખુશીથી કહ્યું, ‘‘જ્યારે તેં વિચારી જ લીધું છે તો પછી લગ્ન પણ કરી લે બેટા. ખબર નહીં લોકડાઉન ક્યારે ખૂલશે. જ્યારે ઘરે આવી જઈશ ત્યારે તારું રિસેપ્શન ખૂબ ધામધૂમથી કરીશું, પરંતુ ધ્યાન રાખજે, લગ્ન ઓનલાઈન રહીને કરજે, જેથી અમે પણ જેાઈ શકીએ.’’

સપના આ બધી વાત સાંભળીને ખૂબ શરમાઈ ગઈ. પછી બીજા દિવસે અમે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. સપનાએ કહ્યું કે તે પોતાના પરિચિત કાકાને લઈને આવશે, જે ગામમાં બધાના લગ્ન કરાવે છે. સાથે પોતાના માનેલા ભાઈને પણ લાવશે જે થોડે દૂર રહે છે. અમે બધું પ્લાનિંગ કરી લીધું હતું. તે પોતાની માના લગ્નના ઘરેણાં અને કપડાં પહેરીને આવવાની હતી અને મેં પણ મારો નવો સફારી સૂટ કાઢી લીધો હતો. બીજા દિવસે અમારા લગ્ન હતા. અમે રિસોર્ટમાં પડેલા સામાનનો ઉપયોગ અમારા લગ્નની સજાવટ માટે કરી લીધો. પછી રિસોર્ટનો એક વિશાળ ભાગ મેં અને સપનાએ સાથે મળીને સજાવી લીધો.
બીજા દિવસે સપના પોતાના ઘરેથી શણગાર સજીને પોતાના કાકા અને ભાઈ સાથે રિસોર્ટ પર આવી ગઈ. તે જાણીજેાઈને ઘૂંઘટ ઓઢીને ઊભી હતી. મેં ઘૂંઘટ ઉઠાવ્યો ત્યારે આશ્ચર્યથી જેાતો રહી ગયો. સુંદર કપડાં અને ઘરેણામાં તે એટલી સુંદર દેખાઈ રહી હતી, જાણે કોઈ પરી ઊતરી આવી ન હોય.
અમે મારા મમ્મીપપ્પા અને બીજ પરિવારજનોની હાજરીમાં ઓનલાઈન લગ્ન કરી લીધા. હવે વારો આવ્યો લગ્નના ફોટા પાડવાનો. સપનાના ભાઈએ રિસોર્ટના ખાસ રીતે સજાવેલા ભાગમાં ખૂબ સુંદર ફોટા પાડ્યા. અલગઅલગ એંગલથી પાડેલા ફોટાને જેાઈને એક ભવ્ય લગ્નનો અહેસાસ થઈ રહ્યો હતો. સજાવેલો રિસોર્ટ ખરેખર કોઈ ફાઈવસ્ટાર હોટલની ફીલિંગ કરાવી રહ્યો હતો.
પછી આ ફોટા મેં ઘરના લોકો અને સગાંસંબંધીને ફોરવર્ડ કર્યા ત્યારે બધા પૂછવા લાગ્યા કે કઈ હોટલમાં આટલા ભવ્ય લગ્ન કર્યા અને તે પણ આ લોકડાઉનમાં?
અમારા લગ્નના ૩ મહિના પસાર થઈ ગયા હતા અને આજે અમારું રિસેપ્શન હતું. બધા સગાંસંબંધી એકઠા થયા હતા. રિસેપ્શનની ઉજવણી ખૂબ ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. ખાવાપીવાની પણ ખૂબ સુંદર અને ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. જેાકે આ રિસેપ્શનની ભીડ અને ઝાકઝમાળ વચ્ચે મને મારા લગ્નનો દિવસ ખૂબ યાદ આવી રહ્યો હતો કે તે દિવસે માત્ર ૨ જ લોકોની હાજરીમાં અમે જીવનભરનો સંબંધ જેાડી દીધો હતો.

વધુ વાંચવા કિલક કરો....