વાર્તા – ગાયત્રી ઠાકુર
આજે ધૃતિ ખૂબ ખુશ હતી. ઘરે પહોંચીને તે જલદી પોતાની માને એ શુભ સમાચાર સંભળાવવા ઈચ્છતી હતી. આખરે કેટલો લાંબો સમય રાહ જેાયા પછી અને તેની અથાગ મહેનતના લીધે તે તેને પ્રાપ્ત કરવામાં સફળ થઈ હતી.
તેની માના ચહેરાની એ ચમક, તેની ખુશી જેાવા માટે તે ખૂબ આતુર હતી. પછી તેણે મનોમન વિચાર્યું બસ, હવે બહુ થયું. તે હવે પોતાની મમ્મીને અહીં નરકમાં એકલી વધારે સમય નહીં રહેવા દે. આ વખતે તે તેમને જરૂર સાથે લઈ જશે.
ધૃતિને અમેરિકાથી આવ્યાને ૨ મહિના પસાર થયા હતા. તેણે આવતાની સાથે મમ્મીના વિઝા માટે એપ્લાય કરી દીધું હતું. ખૂબ દોડધામ પછી આજે તેને પોતાની મમ્મી માટે અમેરિકાના વિઝા મળી ગયા હતા.
તેને યાદ આવતું કે કેવી રીતે તેના ડોક્ટર બનવા પર તેની મમ્મીનો ચહેરો ખુશીથી ખીલી ઊઠ્યો હતો અને આજે ફરીથી તેને પોતાની મમ્મીના ચહેરા પર આવેલી ખુશીની ચમક જેાવાની તક મળશે. હા, આ જ દિવસ માટે તેણે આટલી મહેનત કરી હતી.
આ બધું વિચારતા તેના પગ જેવા ઘરના દરવાજા પર પડ્યા કે તેના કાનમાં કોઈ અજાણ્યો અવાજ સંભળાયો. અજાણ્યો. ના ધ્યાનથી સાંભળ્યું ત્યારે લાગ્યું કે આ કોઈ જાણીતો અવાજ છે… પહેલા તેણે ક્યાંક આ અવાજ સાંભળ્યો હતો.
ઘરનો દરવાજેા ખુલ્લો હતો. રૂમમાં દાખલ થતા જે અજણી વ્યક્તિ પર તેની નજર પડી, તે વ્યક્તિના ચહેરાની ધૂંધળી છબિ તેના મગજમાં ક્યાંક હતી.
તેની મમ્મી ડ્રોઈંગરૂમના એક ખૂણામાં ચુપચાપ માથું નીચું કરીને ઊભી હતી. અંદર સોફા પર એકબાજુ તેના મામા અને નાની બેઠા હતા, જ્યારે તે વ્યક્તિ સામેના સોફા પર બેઠી હતી. ચહેરા પર તે જ ચિરપરિચિત ઘમંડ સાથે…
રૂમની અંદર દાખલ થતા ધૃતિના કાનમાં નાનીના શબ્દો સંભળાયા. તે તેની મમ્મીને સમજાવતા શિખામણભર્યા સ્વરમાં બોલી રહ્યા હતા, ‘‘પતિપત્નીનો સંબંધ જન્મોજન્મનો હોય છે રત્ના… તેને આટલી સરળતાથી ન તોડી શકાય. આખરે વિપિનબાબુ બધું ભૂલીને તને ફરી એક વાર સ્વીકારવા ઈચ્છે છે તો પછી તારી પણ ફરજ બને છે કે તું પણ બધું ભૂલીને તેમને માફ કરી દે.’’
નાનીની આ વાત ધૃતિના કાનમાં તીરની જેમ ઘોંચાઈ અને તે ખૂબ ગુસ્સે થઈ, પછી ક્રોધપૂર્ણ નજરે નાની સામે જેાઈને બોલી, ‘‘કેમ નાની… આખરે કેમ… આખરે મમ્મીએ કેમ બધું ભૂલીને તેમને માફ કરવા જેાઈએ?’’
ધૃતિનું આ રીતે વચ્ચે ગુસ્સામાં બોલવું નાનીને જરા પણ ન ગમ્યું અને તે પોતાની આંખના ઈશારે ધૃતિને ચુપ રહેવાનો ઈશારો કરતા બોલ્યા, ‘‘તું વચ્ચે ન બોલ… તારામાં હજી એટલી સમજ નથી… અરે પતિ છે તેનો… પતિની ભૂલને ભૂલીને આગળ વધવામાં જ તેની ભલાઈ છે.’’
પરંતુ ધૃતિનો ગુસ્સો શાંત ન થયો, પરંતુ તે વધારે ચિડાઈ ગઈ, પછી નાનીની વાત પર ખિજાઈને બોલી, ‘‘અરે વાહ નાની… બાળપણથી તમે મમ્મીને પથ્થરના દેવતાને પૂજવાનું શિખવાડતા રહ્યા છો અને હવે તેના લગ્ન પછી પતિને દેવતા માનીને પૂજવાની શિખામણ આપવા લાગ્યા છો… તમારી આવી બધી શિખામણના લીધે પિતા નામના આ પ્રાણીએ મારી મમ્મી પર વર્ષો સુધી અત્યાચાર કર્યા છે.’’ ધૃતિનો ગુસ્સો શાંત પડવાનું નામ જ નહોતો લઈ રહ્યો.
જેાકે તેની મમ્મી આ બધી વાતથી દુખી થઈને પોતાનું માથું ઝુકાવીને ચુપચાપ ઊભી હતી. પોતાની પીડા છુપાવવા માટે તેણે પોતાના હોઠને દાંતથી દબાવી દીધા હતા… તેની આંખમાં આંસુ હતા.
ધૃતિથી આ વાત બિલકુલ સહન નહોતી થઈ રહી કે આટલા વર્ષો પછી કોઈ તેની જિંદગીમાં અચાનક આવીને ટપક્યું છે અને પોતાનો અધિકાર માંગી રહ્યું છે… તેના મનમાં બાળપણની એ કડવી યાદો ફરીથી જીવંત થવા લાગી હતી.
તેના પિતા દ્વારા તેની મમ્મી પર કરવામાં આવેલા અસંખ્ય અત્યાચારને તે કેવી રીતે ભૂલી જતી… તેનું મન નફરતથી ભરાઈ ગયું હતું. ત્યાર પછી તેણે નફરતભરી નજરથી પોતાના પિતા તરફ જેાયું.

એટલા માં તેના કાનમાં મામાના શબ્દ, ‘‘ચુપ કર… પિતા છે તારા… થોડી તો માનમર્યાદા રાખ.’’
પરંતુ પ્રકાશની વાતોએ ધૃતિના મનમાં પિતા પ્રત્યેની નફરતને વધારે ઉત્તેજિત કરી દીધી હતી. તેણે ગુસ્સામાં કહ્યું, ‘‘પિતા… એક પિતા તરીકેની કઈ જવાબદારી નિભાવી છે તેમણે જેા આજે પિતા હોવાનો અધિકાર જમાવવા આવી ગયા? માત્ર તેમના લીધે મારો જન્મ થયો છે, તેનાથી વધારે કંઈ જ નહીં…’’
‘‘શિક્ષણે આ છોકરીનું મગજ બગાડી નાખ્યું છે… ડોક્ટર બન્યા પછી વડીલો સાથે વાત કરવાની માનમર્યાદા ભૂલી ગઈ છે.’’ પ્રકાશે પોતાની ભાણેજ ધૃતિ સામે ગુસ્સામાં જેાતા કહ્યું.
‘‘બસ આ જ માનસિકતા… આ જ માનસિકતાના લીધે તમે લોકોએ મમ્મીનું ભણવાનું છોડાવીને નાની ઉંમરમાં લગ્ન કરાવી દીધા હતા… અરે તમે લોકોએ એ પણ ન જેાયું કે છોકરો ઉંમરમાં તેનાથી કેટલો મોટો છે… તેનો સ્વભાવ કેવો છે…’’
‘‘એક ભણેલાગણેલા એન્જિનિયર છોકરા સાથે તારી માના લગ્ન કરાવ્યા છે અમે… સમાજમાં તેનાથી મોટી ઓળખ અને માનમોભો બીજું શું જેાઈએ તેને… કોઈ પણ છોકરીને બીજું જેાઈએ પણ શું અને ભણીગણીને તેણે શું મેળવી લીધું હોત… તેણે ભણીગણીને કઈ નોકરી કરવાની હતી… આખરે ઘર જ તો સંભાળવાનું હતું ને… પરંતુ આ જવાબદારીને પણ તે બરાબર ન નિભાવી શકી.’’ મામા પ્રકાશે ગુસ્સામાં કહ્યું.

ભાઈ ની વાત સાંભળીને રત્નાની આંખમાંથી આંસુ છલકાઈ આવ્યા. આખરે તેનો શું વાંક હતો… કઈ વાત માટે તેને દોષી ઠેરવવામાં આવી રહી હતી? તેની આંખમાંથી આંસુની અવિરત ધારા વહી રહી હતી, જેમાં કોણ જાણે કેટલા વર્ષોની પીડા, અવગણના, અપમાન અને અત્યાચાર જમા હતા. કોણ જાણે કેટકેટલી પીડા. કેવી નરકની પીડા જમા પડી હતી જેા આજે તેની આંખમાંથી વહેવા લાગી હતી. આજે તેના માનસપટ પર ભૂતકાળની એ બધી યાદો ૧-૧ કરીને ઊભરી આવી હતી, જેને તે ભૂલથી પણ યાદ કરવા ઈચ્છતી નહોતી. જિંદગીના જે દુખદ અધ્યાયને તે પાછળ છોડીને આગળ વધી ગઈ હતી, તેને હવે ફરીથી લાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા. જે વ્યક્તિએ આટલા વર્ષોમાં કદિ તેના હાલચાલ જાણવાની કોશિશ સુધ્ધા નહોતી કરી, તેને હવે દીકરી પર પોતાનો અધિકાર જેાઈતો હતો.
આખરે આ બધું હવે કોના માટે, કારણ કે તેની દીકરી હવે પુખ્ત અને સમજદાર બની ગઈ હતી. જ્યારે તે નાની હતી ત્યારે આ વ્યક્તિ ક્યાં હતી? આ વ્યક્તિએ વર્ષો પહેલાં તેને અને તેની દીકરીને એકલા નિ:સહાય છોડી દીધા હતા… દિલ્લીથી બનારસ સુધીની મુસાફરી ભૂખ્યાતરસ્યા તેણે એકલા કરી હતી… તેની પાસે હાથમાં ૧ રૂપિયો પણ નહોતો… આ બધું વિચારતાંવિચારતાં રત્નાનું શરીર અશક્ત થઈ ગયું. પછી તે દીવાલનો સહારો લઈને ત્યાં જ જમીન પર ઘૂંટણભેર બેસી ગઈ.
આજે અહીં સુધી પહોંચવામાં માદીકરીએ કેવાકેવા દિવસો જેયા હતા… કેવાકેવા કષ્ટ સહન કર્યા હતા… તેની દીકરીએ પોતાની હોશિયારીના જેારે આજે આ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેના ડોક્ટર બનવાના સપનાને પૂરું કરવામાં તેણે પણ તનતોડ મહેનત કરી હતી. તેણે નાનીમોટી નોકરી સુધ્ધાં કરી હતી.
જિંદગીના આ મુશ્કેલ સંઘર્ષોએ તેની દીકરીને પણ ખૂબ સમજદાર બનાવી દીધી હતી. આમ તો ધૃતિ બાળપણથી કુશાગ્ર બુદ્ધિ ધરાવતી હતી, પરંતુ જે રીતે આગમાં તપ્યા પછી સોનામાં નિખાર આવે છે, તે જ રીતે જિંદગીના બધા કષ્ટ અને મુશ્કેલીએ તેને ખૂબ સમજદાર અને સાહસિક બનાવી દીધી હતી.
વર્ષો પહેલાં રત્ના અને તેની દીકરીને એકલા જ ટ્રેનમાં બેસાડીને, હમણાં આવું છું કહીને વિપિન પાછો આવ્યો નહોતો. તે સમયે ગમે તેમ કરીને પોતાની ૯ વર્ષની દીકરી સાથે ભૂખીતરસી તે બનારસ પહોંચી તો ગઈ હતી, પણ આગળની મુસાફરી માટે તેની પાસે પૈસા સુધ્ધાં નહોતા. પછી ગમે તેમ કરીને તે પોતાની સાસરીમાં પહોંચી હતી, જ્યાં તેના સાસુસસરાએ પણ તેને સહારો આપવા ઈન્કાર કરી દીધો હતો અને તરત તેને તેની દીકરી સાથે તેના પિયર પહોંચાડી દીધી હતી.

રત્ના પોતાના સાસરિયાની આંખમાં તે સમયથી કાંટાની જેમ ખૂંચી રહી હતી, જે સમયે તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો અને ત્યાર પછી તેના પતિ દ્વારા તરછોડી દેવામાં આવતા તે લોકોએ પણ તેનાથી અંતર બનાવી લીધું હતું.
રત્ના સહાનુભૂતિ અને પોતાનાપણાની આશા લઈને પોતાના પિયરના આંગણામાં ઊભી હતી. તે વિચારી રહી હતી કે મા હમણાં આવીને તેને ભેટી પડશે. ભાઈ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવશે, તેની પર કરેલા અત્યાચાર બદલ પતિ અને સાસરીના લોકો પાસેથી જવાબ માંગશે, પરંતુ અહીં તેનાથી બિલકુલ વિપરીત થયું, મા અને ભાઈએ તેને દોષિત ઠેરવી દીધી. તેનો કોઈ અપરાધ ન હોવા છતાં રત્ના તેમની સામે એક અપરાધીની જેમ ઊભી હતી અને તેનો અપરાધ પણ શું હતો… પોતાની ગૃહસ્થીને બરાબર ન ચલાવી શકવાનો… પોતાના પતિને ખુશ ન રાખી શકવાનો અપરાધ… અને પતિ પણ કેવો હતો જેને રત્નાના બોલવા, બેસવાઊઠવા, હસવા સુધ્ધામાં આપત્તિ હતી… ખૂબ સંકુચિત માનસિકતા ધરાવતો પતિ.. તેમ છતાં રત્ના તેના બધા અત્યાચાર ચુપચાપ સહન કરતી રહી અને એક દિવસે તેને દીકરીને જન્મ આપવાની અપરાધી જાહેર કરીને તેનો તિરસ્કાર કરવામાં આવ્યો.
‘‘તને પતિ તથા સાસરીના લોકોનો સાથ નિભાવતા ન આવડ્યું… નક્કી તેં જ કોઈ ભૂલ કરી હશે… અરે બે-ચાર વાતને સહન કરી લીધી હોત તો શું જતું હતું તારું, આખરે તેઓ તારી સાસરીના લોકો હતા?’’ માએ તેની ખામીને ગણાવી હતી.
‘‘તારા લગ્ન કરાવીને અમે અમારા માથાનો બોજ હળવો કરી લીધો હતો, પરંતુ હવે અહીં આવીને તેં અમારો બોજ વધારી દીધો છે… અરે સમાજ અને જ્ઞાતિનો થોડો તો વિચાર કરવો હતો.’’ ભાઈએ ધિક્કાર સાથે કહ્યું.
આંસુમાં ડૂબેલી રત્ના પાસે પોતાની સગી મા અને ભાઈ દ્વારા તિરસ્કારનું દુખ સહન કરવા સિવાય બીજેા કોઈ માર્ગ નહોતો. તેની ૯ વર્ષની દીકરી ખૂબ ડર સાથે પોતાની માના પાલવને પકડીને પોતાની નાની અને મામા દ્વારા સગી માને તિરસ્કૃત થતી જેાઈ રહી હતી.
લાચાર અને નિ:સહાય રત્નાએ તે સમયે માત્ર એટલું કહ્યું હતું, ‘‘હું તમારા બધા પર બોજ નહીં બનું… હું ગમે તેમ કરીને કોઈ પણ કામ શોધી લઈશ.’’ બોલતાંબોલતાં તે રડમશ થઈ ગઈ.
જેાકે રત્નાને પણ એ વાતની સારી રીતે ખબર હતી કે તેના જેવી સામાન્ય ભણેલીગણેલી છોકરી માટે નોકરી અથવા કોઈ વ્યવસ્થિત કામ શોધવું સરળ નહોતું, તેમ છતાં તે હિંમત ન હારી. શરૂઆતમાં તેણે સિલાઈ અને ભરતગૂંથણથી લઈને નાના બાળકોને ટ્યૂશન ભણાવવા સુધીના ઘણા બધા કામ કર્યા અને આજે પોતાની દીકરીને ડોક્ટર બનાવી શકી હતી.
પરંતુ રત્નાના મનના એક ખૂણામાં પીડા જરૂર હતી. તેના મનમાં રહીરહીને એક પ્રશ્ન હતો કે આખરે તેની સાથે જે કંઈ થયું તે બધામાં તેનો શું વાંક હતો? પતિનો માર ખાઈને પણ તે પોતાના આ અણગમતા, મેળ વિનાના સંબંધને નિભાવવાની કોશિશ કરતી રહી હતી, પરંતુ આ બધું સહન કરવા છતાં જ્યારે તેના પતિએ તેને દગાથી છોડી દીધી ત્યારે તેને તેના પોતાના લોકોએ દોષી ઠેરવી દીધી હતી. જિંદગીમાં તેને સંબંધની શૂન્યતા સિવાય બીજું કંઈ જ મળ્યું નહોતું. પછી આ નામ માત્રના સંબંધમાં બંધાઈને તે પોતાની અસ્મિતાને શોધતી તો પણ સતત તિરસ્કાર અને ઉપેક્ષાના ડંખે તેના પૂરા અસ્તિત્વને નાબૂદ કરી નાખ્યું હતું.
માને રડતી જેાઈને ધૃતિ ખૂબ ગુસ્સે થઈ ગઈ. આંખમાં અંગારા ભરીને તેણે પોતાના પિતા અને મામા તરફ ખૂબ ઘૃણાથી જેાયું.
ધૃતિને આ રીતે પોતાની સામે નફરત અને ગુસ્સાભરી નજરે જેાતા વિપિન છોભીલો પડી ગયો અને ત્યાર પછી વિનમ્રતાથી બોલ્યો, ‘‘ભૂતકાળની વાતોને યાદ કરવાથી હવે શું લાભ… હું તમને બંનેને પાછા લઈ જવા આવ્યો છું… આખરે એક પિતા હોવાથી મારો પણ તારી પર એટલો જ અધિકાર છે, જેટલો તારી માનો તારી પર છે. તારા પ્રત્યેનો મારો પ્રેમ… તારી માની સરખામણીમાં કોઈ પણ રીતે ઓછો નથી.’’
‘‘જૂઠું… બિલકુલ જૂઠ.’’ ધૃતિના ચહેરા પર નફરત, અપમાન અને આશ્ચર્યના ભાવ એકસાથે આવી ગયા.
‘‘હું જૂઠું કેમ બોલીશ… જૂઠું બોલીને મને શું મળશે?’’ વિપિને ખચકાઈને કહ્યું.
‘‘સહાનુભૂતિ, તમે સ્વયંને લાચાર દર્શાવીને સહાનુભૂતિ મેળવવાની કોશિશ કરી રહ્યા છો… અને તેની પાછળ તમારો કોઈ ને કોઈ અંગત સ્વાર્થ છુપાયેલો છે. તમે વ્યર્થ દેખાડો ન કરો, તેનાથી તમને કંઈ જ મળવાનું નથી. તમે મમ્મી પર જે પણ અત્યાચાર કર્યા છે, તેને જેાતા તમારા ગુનાની કોઈ જ માફી નથી… હવે અમારા બંનેની જિંદગીમાં તમારી કોઈ જરૂર નથી… તમે મારા માટે માત્ર એક અજાણી વ્યક્તિ છો મિસ્ટર વિપિન.’’
‘‘એક પિતાની જરૂર તમને જિંદગીના દરેક સમયે પડવાની છે. હું તમને તે સંરક્ષણ અને સુરક્ષા આપવા ઈચ્છુ છું જેની તું હકદાર છે અને જે એક દીકરી તરીકે તને તારા પિતા પાસેથી મળવી જેાઈએ. એક પિતા તરીકે હું પણ તારી જવાબદારી ઉપાડવા ઈચ્છુ છું.’’ વિપિને લગભગ આજીજી કરતા કહ્યું.
‘‘સંરક્ષણ, સુરક્ષા, ફરજ શું તમે આ ભારેભરખમ શબ્દોનો અર્થ સમજેા છો? મિસ્ટર વિપિન સંરક્ષણ અને સુરક્ષાની વાત એ વ્યક્તિ કરી રહી છે જેની સાથે મારી મમ્મીની જિંદગી સૌથી વધારે અસુરક્ષિત હતી… તમે તમારી ફરજનો બોજ નહીં ઉઠાવી શકો. છેલ્લા ૧૫ વર્ષમાં જે કામ તમે નથી કર્યું તે હવે કેમ કરો છો? હકીકતમાં તમે અમને સહારો આપવા નહીં, પણ અમારી પાસેથી સહારો માંગવા આવ્યા છો, પરંતુ આ વાતને સીધેસીધી કહેવાની તમારામાં હિંમત નથી.’’ ગુસ્સામાં બોલી લીધા પછી ધૃતિએ ઘૃણાભરી નજરે વિપિન સામે જેાયું.
‘‘શિક્ષણે ખરેખર આ છોકરીનું મગજ ખરાબ બગાડી નાખ્યું છે… હું કહું છું કે આ બધી ભૂલ રત્નાની છે, જેણે પોતાની દીકરીને આટલી છૂટ આપી રાખી છે… જે શરૂઆતથી તેને નિયંત્રણમાં રાખી હોત તો આજે આ સ્થિતિ જેાવા મળી ન હોત.’’ પ્રકાશે પોતાની ભાણેજ પર ગુસ્સાભરી નજરે જેાતા કહ્યું.
‘‘નિયંત્રણ, કયા નિયંત્રણની વાત કરો છો તમે? એ જ જે તમે મમ્મી પર જબરદસ્તી રાખ્યું હતું, જેથી તે ક્યારેય ખૂલીને શ્વાસ ન લઈ શકી? ખુલ્લા આકાશમાં ઊડવું ખૂબ દૂરની વાત હતી. તેમને પોતાના હિસ્સાના સપના સુધ્ધા જેાવાની આઝાદી ન આપી તમે લોકોએ.’’

જેાકે રત્નાને આ વાતની તે સમયે સારી રીતે ખબર હતી કે તેના જેવી સામાન્ય ભણેલીગણેલી છોકરી માટે નોકરી અથવા કોઈ વ્યવસ્થિત કામ શોધવું સરળ નથી, તેમ છતાં તે હિંમત ન હારી…

ધૃતિ ખૂબ ગુસ્સાભરી નજરે પોતાના પિતા અને મામા સામે જેાતા બોલી રહી હતી, ‘‘અરે તમારા જેવા પુરુષ મહિલાઓને દેવી પણ ત્યાં સુધી નથી માનતા જ્યાં સુધી તે તમારા દ્વારા બનાવવામાં આવેલા પરિઘની અંદર હોય છે, તમારા દ્વારા બનાવવામાં આવેલી સીમા અને માન્યતાનું પાલન કરતી હોય, પરંતુ જેવી તે તમારા દ્વારા બનાવવામાં આવેલા રૂઢિવાદી બંધન તોડીને મુક્ત અને સ્વતંત્ર થવાની કોશિશ કરે છે, ત્યારે તમારા દ્વારા તેને કુલટા જાહેર કરવામાં આવે છે, કારણ કે તેના આ કૃત્યથી તમારા જેવા પુરુષોને પોતાનું સામ્રાજ્ય જેાખમમાં મુકાયેલું દેખાવા લાગે છે. તમને તમારું સિંહાસન ડોલતું દેખાય છે, પરંતુ હું આવા કોઈ પણ રૂઢિવાદી બંધનની ચિંતા નથી કરતી. જિંદગીમાં ઊંચાઈને સ્પર્શવા માટે, મુક્તમને આકાશમાં વિહરવા માટે મારે કોઈના સહારાની કે કોઈના સંરક્ષણની જરૂર નથી. તેમાં પણ આવા નીચ અને સ્વાર્થી પિતાની જરૂર તો ક્યારેય પણ નહીં.’’
‘‘મેં મારી મહેનતથી આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. મેં આવા કોઈ પણ રૂઢિવાદી બંધનની ચિંતા કરી નથી… બધા સામાજિક પ્રતિબંધ અને બંધનને તોડીને મારા સપના સાકાર કર્યા છે અને હા તે જ બંધનને તોડી નાખ્યા, જે બંધને મારી માને હંમેશાં કેદ કરીને રાખી હતી, પરંતુ હવે વધારે સમય નહીં, આ વખતે હું મારી મમ્મીને મારી સાથે લઈ જવા આવી છું.’’
પછી ધૃતિએ પોતાની મમ્મીના આંસુને પોતાના હાથથી લૂછતા કહ્યું, ‘‘મમ્મી, હવે તમારે આ લોકો માટે વધારે આંસુ વહેવડાવવાની કોઈ જરૂર નથી. હું તમને અહીં હવે વધારે રહેવા દેવાની નથી. મમ્મી આજે તમારો વિઝા મળ્યો છે. હું તે જ સમયે તમને જણાવવા ઈચ્છતી હતી. જવા દો આ બધી વાત, આ વખતે તમે મારી સાથે આવી રહ્યા છો. જે બંધને તમને દુખ સિવાય કંઈ આપ્યું નથી, તેનાથી મુક્ત થવાનો સમય આવી ગયો છે.’’ ધૃતિનો ઈશારો પોતાના પિતા અને મામા તરફ હતો. તમે આવતા અઠવાડિયે મારી સાથે અમેરિકા માટે ઉડાણ ભરવાના છો.

વધુ વાંચવા કિલક કરો....