મારી સ્કિન ડ્રાય છે. પ્લીઝ જણાવો કે ઠંડીમાં ફેસવોશના બદલે કઈ વસ્તુથી ફેસ ધોવો જેાઈએ?
ડ્રાય સ્કિનના રોમછિદ્ર ખુલ્લા નથી હોતા, તેથી ઠંડીમાં ફેસની કાળજી રાખવા માટે સવારે ફેસને પાણીથી સારી રીતે વોશ કરો. ઓરેન્જની છાલના પાઉડરમાં કાચું દૂધ નાખીને ફેસ પર લગાવો. ૫ મિનિટ પછી હળવા હાથથી માલિશ કરો અને નવશેકા પાણીથી ફેસ વોશ કરો. ઠંડીમાં ડ્રાય સ્કિનને વોશ કરવા માટે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. તે સ્કિનને કોમળ બનાવે છે. એલોવેરાનો ગર કાઢીને ફેસ પર ૩૦ મિનિટ લગાવી રાખો. ફેસને ઠંડા પાણીથી વોશ કરો. બજારમાં કેટલાય પ્રસાધન મળે છે જેમાં એલોવેરાનું થોડું પ્રમાણ હોય છે, પણ તમે કુદરતી એલોવેરાનો ઉપયોગ કરો. તાજું ઠંડું દૂધ ઠંડીમાં ડ્રાય સ્કિન માટે સારો વિકલ્પ છે. તમારે દૂધને બિલકુલ ગરમ કરવાની જરૂર નથી. માત્ર તાજું ઠંડું દૂધ સ્કિન પર લગાવો. તેને ૧૦ મિનિટ લગાવી રાખીને ફેસને નવશેકા પાણીથી ધોઈ લો.

હું નેપાળી યુવતી છું. મારા ફેસ પર બહુ જલદી રેસા થઈ જાય છે. રેસાથી બચવા માટે મારે શું કરવું જેાઈએ અને શું કોઈ ઉપાય છે, જેથી મારો ફેસ સ્વચ્છ અને શાઈન કરે?
તમારી સ્કિનનો રંગ લાલ થઈ જાય છે કે પછી તેમાં રેસા થઈ જાય છે તો આ એલર્જી થવાના લક્ષણ છે. સ્કિનમાં એલર્જી કોઈને પણ થઈ શકે છે. એલર્જીનું મુખ્ય કારણ આપણી જીવનશૈલી અને દિનચર્યા છે, સાથે પ્રદૂષણ જેવા કારક પણ એલર્જીનું કારણ બને છે. તમે જાણીને આશ્ચર્યચકિત થશો કે ખોરાક, હવા, પાણી, પ્રદૂષણથી સ્કિન એલર્જીનો શિકાર થાય છે. જેા એલર્જી થાય તો તમે સ્કિનને ખંજવાળશો નહીં. એલર્જી થતા સ્કિનને માત્ર પાણીથી વોશ કરો. જે સાબુ કે ફેસવોશનો તમે નિયમિત ઉપયોગ કરો છો તેનો ઉપયોગ કરવાનું બંધ કરો. સાબુથી સ્કિન ડ્રાય થાય છે અને ખંજવાળ વધી જાય છે. રોજ સ્નાન કરો અને ડોક્ટરની સલાહથી સાબુનો ઉપયોગ કરો. સૌથી મહત્ત્વની વાત એ છે કે તમને ખબર પડે કે કઈ વસ્તુથી તમને એલર્જી થાય છે તો તેનાથી દૂર રહો. એલર્જી થતા ફટકડીના પાણીથી અસરગ્રસ્ત જગ્યાને ધોઈને સાફ કરો. આમળાની ગોટલી બાળીને ચૂર્ણ કરો. તેમાં ૧ ચપટી ફટકડી અને નાળિયેરનું તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને લગાવતા રહો. કેલામાઈન લોશન ફાયદાકારક રહે છે. ડોક્ટરની સલાહથી એન્ટિએલર્જિક દવાઓ લો.

મારા શરીર પર દૂરદૂર તલના આકારના નાનાનાના લાલ રંગના દાણા છે. ડોક્ટરને બતાવ્યું તો વાતની કોઈ અસર ન થઈ. શું તમે તેનો કોઈ ઉકેલ જણાવી શકો છો?
સ્કિન પર એલર્જી કે કોઈ ઈંફેક્શન થવાથી કેટલીય વાર શરીર પર નાનાનાના લાલ રંગના દાણા નીકળે છે. આ દાણા કેટલીય વાર જાતે ઠીક થઈ જાય છે, પરંતુ કેટલીય વાર તેના ઈલાજ માટે ટ્રીટમેન્ટની જરૂર હોય છે. તેની તપાસ માટે કોઈ સારા સ્કિન સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરો. જેા આ એલર્જી નથી તો ઘરેલુ ઉપાય કરી શકો છો. જેા એલર્જી છે તો ઘરેલુ ઉપાય ન કરો. જેાકે ઘરેલુ ઉપાય સૌપ્રથમ કાચા દૂધથી સ્કિન સાફ કરો. ચપટી બેકિંગ સોડા પાણીમાં મિક્સ કરીને દાણા પર લગાવો અને થોડી વાર પછી સાફ કરો. તેથી શરીર પર નીકળતા નાનાનાના દાણા દૂર થાય છે. લસણની એક કળી લો અને તેને અડધી કરો. હવે આ અડધી કળીને તલ પર રાખીને પૂરી રાત બાંધી રાખો. કેળાની છાલને અંદરની બાજુથી તલ પર રાખી બાંધી લો. થોડા દિવસના ઉપયોગ કર્યા પછી તલ સુકાઈ જશે અને નીકળી જશે. તમારી સ્કિન વધારે સેન્સિટિવ છે તો ઘરેલુ ઉપાય ન કરો.

મારા ફેસની જેમ ગરદન અને બેકની સ્કિનને પણ સ્વચ્છ ગ્લોઈંગ બનાવવા માટે ઘરેલુ ઉપાય અને બ્યૂટિ ટ્રીટમેન્ટ જણાવો. સ્ક્રબ કરવા માટે બજારનું કયું સ્ક્રબ ખરીદું અને શું બોડી સ્ક્રબ ફેસના સ્ક્રબથી અલગ હોય છે?
ગરદન અને બેકની સ્કિનને સ્વચ્છ અને ગ્લોઈંગ બનાવવા માટે સંતરાના ગરનો ઉપયોગ કરો. તેમાં વિટામિન સી સ્કિન નિખારવામાં મદદ કરે છે. સંતરાના ગરમાં પાઉડર મિલ્કની ૨ ચમચી મિક્સ કરીને પેસ્ટ બનાવીને તેને ગરદન અને પીઠ પર લગાવો. ૨૦ મિનિટ પછી ધોઈ લો. તમારી સ્કિન સાફ થશે. તે ઉપરાંત ૨ ટી સ્પૂન ઓલિવ ઓઈલમાં ૨-૩ લીંબુના રસના ટીપાં મિક્સ કરો, પછી તેને ગરદન અને બેક પર લગાવો. ૨૦ મિનિટ સુધી રહેવા દો અને પછી પાણીથી ધોઈ લો. તમે ઈચ્છો તો બજારમાંથી કોઈ પણ સારી બ્રાન્ડનું સારું સ્ક્રબ ખરીદી શકો છો. સ્ક્રબ દાણાદાર હોવું જેાઈએ, કારણ કે તેનાથી તમારા પોર્સ ખૂલશે અને ગંદકી બહાર નીકળશે, પરંતુ તમે સ્ક્રબ ખરીદતી વખતે સ્કિન ટાઈપ તપાસો. હા બોડી સ્ક્રબ ફેસના સ્ક્રબથી અલગ હોય છે. તમે ઘરે સ્ક્રબ બનાવી શકો છો. ૧ ચમચી ચણાની દાળનો લોટ, ૧ ચમચી ચોખાનો લોટ, ૧ ચમચી ચંદન પાઉડર, ચપટી હળદર, ૧ મોટી ચમચી દૂધ અને ૧ મોટી ચમચી ફ્રેશ એલોવેરા જેલ મિલાવો. આ સ્ક્રબ બનશે. તેનો ઉપયોગ કરો. રંગ પણ નિખરશે અને સાથે સ્કિન મોઈશ્ચરાઈઝ થશે.
– ડો. શીતલ ગુપ્તા.

વધુ વાંચવા કિલક કરો....