સામગ્રી :
૧ કપ ચોખા
૧ લીલું મરચું
૧/૨ કપ ફ્લાવર છીણેલું
૧/૨ ચમચી આદું બારીક સમારેલું
૨ મોટા ટામેટા
૧/૪ ચમચી હળદર
૧/૪ ચમચી જીરું
૧ ચમચી ધાણા પાઉડર
૧/૪ ચમચી ગરમ મસાલો
૧/૪ ચમચી લાલ મરચું પાઉડર
ચપટી હિંગ
૧ મોટી ચમચી ઘી
તળવા માટે તેલ
૧ મોટી ચમચી કોથમીર સમારેલી
મીઠું સ્વાદ મુજબ.

રીત :
ચોખાને પાણીમાં ૧/૨ કલાક પલાળીને બારીક પીસી લો. પછી તેમાં આદું, ફ્લાવર, લીલું મરચું અને મીઠું મિક્સ કરીને બરાબર ફીણી લો. કડાઈમાં તેલ ગરમ કરીને મિશ્રણની નાનીનાની વડી બનાવીને તળી લો. એક કડાઈમાં ઘી ગરમ કરીને જીરું, હળદર, ધાણા પાઉડર, લાલ મરચું પાઉડર, હિંગ નાખો. તેમાં ટામેટાને મિક્સીમાં પીસીને નાખીને બરાબર ફ્રાય કરો. ૧ કપ પાણી અને વડી નાખીને ૮-૧૦ મિનિટ સામાન્ય આંચ પર ચડવા દો. પછી કોથમીર નાખીને પરોઠા સાથે પીરસો.

વધુ વાંચવા કિલક કરો....