સામગ્રી :
૧ વાટકી આખા અડદ
૧/૪ કપ ડુંગળી સમારેલી
૧/૨ મોટી ચમચી આદુંલસણની પેસ્ટ
૧ બાફેલું બટાકું
૧ લીલું મરચું સમારેલું
૧ નાની ચમચી ચાટમસાલો
૧/૨ કપ કોથમીર સમારેલી
૧/૨ કપ વેસણ
૧/૪ કપ ચોખાનો લોટ
૧ કપ લીલી ચટણી
મીઠું સ્વાદ મુજબ.

રીત :
અડદની દાળને અધકચરી બાફી લો. એક બાઉલમાં ડુંગળી, આદુંલસણની પેસ્ટ, મેશ કરેલા બટાકા, લીલા મરચાં, મીઠું, ચાટમસાલો અને કોથમીર લો. દાળનું પાણી નિતારીને તેમાં મિક્સ કરો. વેસણ અને ચોખાનો લોટ નાખો. થોડુંથોડું પાણી નાખીને ભજિયાંનું ખીરું બનાવો. તૈયાર બેટર હાથ અથવા ચમચીની મદદથી ગરમ તેલમાં ભજિયાંની જેમ તળો. લીલી ચટણી સાથે સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....