તમે ફ્રેંચ મેનીક્યોર કરાવવા ઈચ્છો છો, પણ સલૂનના ખર્ચાથી પરેશાન છો તો તમારા માટે એક બેસ્ટ ઉપાય છે. તમે ઘરે પણ ફ્રેંચ મેનીક્યોર કરી શકો છો. તમારા પ્રાકૃતિક નખ તમારી સુંદરતા વધારે છે અને તમારી પર્સનાલિટીને નિખારવામાં મદદ કરે છે તેથી નખનું પણ સ્કિનની જેમ ધ્યાન રાખવાની જરૂર હોય છે. આપણી પાસે હંમેશાં નખની કાળજી લેવા માટે નેલ સલૂન જવાનો સમય નથી હોતો. તેથી અમે તમને અહીં ઘરે બેઠા ફ્રેંચ મેનીક્યોરની રીત જણાવી રહ્યા છીએ, જેા તમારા નખને સ્વસ્થ અને સ્વચ્છ રાખવામાં મદદ કરશે. આ રીતથી ન માત્ર તમે સલૂનનો ખર્ચ બચાવશો, પણ તમારી પાસે અન્ય કામ માટે પણ સમય રહેશે.

ફ્રેંચ મેનીક્યોર ઘરે કેવી રીતે કરશો
તમે પહેલાં ક્યારેય ફ્રેંચ મેનીક્યોર નથી કર્યું તો તમારે જાણવું જરૂરી છે કે ફ્રેંચ મેનીક્યોરમાં સામાન્ય રીતે હળવો પિંક બેઝ અને સફેદ ટિપ્સ સામેલ હોય છે. આ તમારા નખને ક્લાસી લુક આપે છે. આવો જાણીએ તેના વિશે :

નખ તૈયાર કરો : એક બાઉલમાં ગરમ પાણી લો અને તેમાં હાથને ૧ કે ૨ મિનિટ માટે ડુબાડી રાખો. આવું કરવાથી તેલ અને ડ્રાય સ્કિનથી છુટકારો મેળવવામાં મદદ મળે છે અને મેનીક્યોર લાંબા સમય સુધી ટકી રહે છે. જ્યારે તમે તમારા નખને તૈયાર કરો છો ત્યારે ધ્યાન આપો કે તે સમાન આકાર અને સ્વચ્છ હોય. ખોટી રીતે કાપેલા નખ તમારા લુકને બગાડશે.

બેઝ કોટ એપ્લાય કરો : તમારે નખ પર બેઝ કોટ લગાવવાની જરૂર છે. ફ્રેંચ મેનીક્યોર માટે આ સ્ટેપ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી તમારા પ્રાકૃતિક નખ મુલાયમ દેખાશે.

ટોચ પર કામ કરો : તમારા નખની ટોચ પર સફેદ નેલપોલિશનો ઉપયોગ કરો. બ્રશની મદદથી સમાન રેખા બનાવો. વધારે પોલિશને ક્યૂ ટિપથી સાફ કરો અને નખ સુકાવા દો.

ઓવર ટોપ નેલપોલિશ એપ્લાય કરો : તેના માટે તમે બેબી પિંક નેલપોલિશનો ઉપયોગ કરો. આ શેડ બધા રંગને મિક્સ કરશે, જેથી તમારા મેનીક્યોર વધારે સુંદર દેખાશે.

ટોપ કોટ એપ્લાય કરો : તમારા મેનીક્યોરને સેટ કરવા માટે નખ પર એક પારદર્શક ટોપ કોટ લગાવો. તેના સુકાયા પછી હાઈડ્રેશન માટે તેમાં ક્યૂટિકલ ઓઈલ મિલાવો.

રિવર્સ ફ્રેંચ મેનીક્યોર : રિવર્સ ફ્રેંચ મેનીક્યોર ફેમસ નેલ ટ્રેન્ડ છે. તેમાં તમારો વધારે સમય નહીં બગડે અને તે કરવામાં સરળ છે.

કેવી રીતે કરશો

બેઝ કોટ લગાવો : બેઝ કોટનું એક પાતળું પડ લગાવવાથી શરૂઆત કરો. તેનાથી નેલપોલિશ તમારા નખ પર સરળતાથી ચોંટી જાય છે. આ રીત તમારા નખને ડાઘરહિત રાખશે.

પ્રથમ નેલ કલર લગાવો : તમે તમારી મનપસંદ નેલ પોલિશ લઈ શકો છો. તેનું એક પાતળું પડ નખ પર લગાવો.

બીજેા નેલ કલર લગાવો : તેના માટે થોડા પ્રમાણમાં પોલિશ લો અને તમારા ક્યૂટિકલના આકારને મેચ કરતા બ્રશનો ધ્યાનથી ઉપયોગ કરો. પહેલા રંગને બતાવવા માટે નાની જગ્યા છોડી દો.

ટોપ કોટ લગાવો : મેનીક્યોરને સેટ કરવા ધ્યાન રાખો કે ટોપ કોટ એ રીતે લગાવો કે તે લાંબા સમય સુધી ચાલે.
– ગૃહશોભા.

વધુ વાંચવા કિલક કરો....