ફેસ્ટિવ સીઝન શરૂ થતા જ મહિલાઓ ઘર સજાવવા લાગે છે. આ રૂમની સફાઈ, તે રૂમની સફાઈ, પંખાની સફાઈ, કિચનની સફાઈ. બસ તેમાં તેનો પૂરો સમય નીકળી જાય છે. થોડો સમય બચી પણ જાય તો તેને પોતાના ઘરવાળાની સેવાના નામે કરી દે છે, પરંતુ આ દરમિયાન તે સ્વયંને પાછળ છોડી દે છે. તે ભૂલી જાય છે કે તેને પણ કેરની જરૂર છે. હવે આટલા ઓછા સમયમાં તે ફેસ્ટિવ સીઝનમાં કેવી રીતે પોતાનો ફેસ નિખારશે, કેવી રીતે ચંદ્ર જેવી સ્કિન મેળવશે. આ તેમની મોટી સમસ્યા છે, કારણ કે તે પણ ઈચ્છે છે કે તે ફેસ્ટિવ સીઝનમાં સ્પેશિયલ દેખાય. તેની પણ સ્કિન ફ્લોલેસ દેખાય.
અમે તે મહિલાઓ માટે એવી કેટલીક સ્માર્ટ પ્રોડક્ટ્સ લઈને આવ્યા છીએ, જે થોડી મિનિટમાં તેને ચંદ્ર જેવો ચમકતો ફેસ અને દમકતી સ્કિન આપે છે. આ પ્રોડક્ટ શું છે, કેવી રીતે કામ કરે છે, તેની કિંમત શું છે, તેને ક્યાંથી ખરીદી શકો છો, આવો જાણીએ :
એલઈડી ફેસ માસ્ક
લીમડો, પ્લમ, બીટરૂટ, હળદરચંદન ફેસ માસ્ક હવે ઓલ્ડ ફેશન થઈ ગઈ છે. તમે ઈંસ્ટન્ટ ગ્લો મેળવવા ઈચ્છો છો તો એલઈડી ફેસ માસ્ક તમારા માટે એક બેસ્ટ માસ્ક છે. તે ન માત્ર તમારા ફેસને ઈંસ્ટન્ટ ગ્લો આપે છે, પરંતુ તમારા ફેસની પિગમેન્ટેશનની સમસ્યાથી પણ તમને છુટકારો આપશે. આ તમારા ફેસનું ડીપ ક્લિનિંગ કરશે. તમે એક સારા એલઈડી ફેસ માસ્કની શોધમાં છો તો તમે પ્રોટચનો થ્રી ઈન વન એલઈડી ફેસ માસ્ક ઉપયોગ કરી શકો છો. તેની બજારકિંમત લગભગ ૨ હજાર રૂપિયા છે. તેને તમે અઠવાડિયામાં ૨-૩ વાર કરી શકો છો. આ અમેઝોન અને મિંત્રા પર સરળતાથી મળશે.
નોઝ સ્ટ્રિપ્સ
તમારા નોઝ પર બ્લેકહેડ્સ છે અને તમારી પાસે પાર્લર જવાનો સમય બિલકુલ નથી તો ડરશો નહીં. નોઝ સ્ટ્રિપ છે ને. નોઝ સ્ટ્રિપ ૫ મિનિટમાં તમારા નોઝ પરથી બધા બ્લેકહેડ્સ તરત જ રિમૂવ કરશે અને તમારા નોઝને વિધાઉટ બ્લેકહેડ્સ બનાવશે. આ સ્માર્ટ સ્ટ્રિપ્સ પોકેટ ફ્રેન્ડલી છે. માત્ર રૂપિયા ૧૭૬ માં તમે ક્લીન નોઝ મેળવી શકો છો. એમેઝોન, મિંત્રા, ફ્લિપકાર્ટ, મીશો, નાયિકા, આજિયો પરથી ખરીદી શકો છો. આ ઓફલાઈન પણ અવેલેબલ છે.
પિંપલ્સ પેચ
પિંપલ્સનું નામ સાંભળતા જ ઈરિટેશન થવા લાગે છે. આ ઈરિટેશન ત્યારે વધી જાય છે જ્યારે ફેસ્ટિવલ સીઝન ચાલતી હોય છે. તે મહિલા જેને ઘરના ડેકોરેશન અને ગિફ્ટ્સની વચ્ચે પોતાના માટે સમય નથી મળતો તે પિંપલ્સથી ઈંસ્ટન્ટ છુટકારો મેળવવા માટે પિંપલ પેચનો ઉપયોગ કરી શકે છે. આ હાઈડ્રો કોલાઈડથી બનેલ છે. એન્ટિએક્ને કંપોનન્ટ્સ જેમ કે સેલીસિલિક એસિડ અને બોંજાઈલ પિરોક્સાઈડ પણ હોય છે, તેનું જેલ જેવું ડ્રેસિંગ પિંપલ્સ પર લગાવવામાં આવે છે. પિંપલ્સ પર આ પેચ લગાવતા તેને સૂકવી દે છે અને ધીરેથી તેને દબાવીને ફોડી નાખે છે. તેનાથી તે કેટલાક કલાકમાં ગાયબ થઈ જાય છે. તે પિંપલ્સને ફ્લેટ કરવામાં હેલ્પ કરે છે. તે પારદર્શક હોય છે. તે પિંપલ્સના સંક્રમણને વધતા અટકાવે છે. ધ્યાન રાખો કે દિવસે લગાવેલા પિંપલ પેચ અલગ હોય છે અને રાત્રે અલગ. કિંમત લગભગ રૂપિયા ૨ હજાર છે અને એમેઝોન પરથી ખરીદી શકો છો.
એક્ને સ્પોટ કલર કરેક્ટર
એક્નેથી ભરેલો ફેસ કોઈને નથી ગમતો. તે મેકઅપથી પણ પૂરી રીતે છુપાતો નથી. એવામાં ઓછા સમયમાં સ્વયંને બ્યૂટિફુલ બતાવવું કોઈ મેજિકથી કમ નથી. આ રીતે એક મેજિક અથવા સ્માર્ટ પ્રોડક્ટનું નામ છે એક્ને સ્પોટ કરેક્ટર જે તમારા ફેસના એક્ને છુપાવવાનું કામ કરે છે.
તેનો ઉપયોગ કરવા માટે તમે ફેસ પર પ્રાઈમર લગાવ્યા પછી ગ્રીન કલર કરેક્ટરનો ઉપયોગ કરો. ગ્રીન કલર કરેક્ટર લગાવ્યા પછી તમે સૌથી નાની સાઈઝના કંસીલર બ્રશનો ઉપયોગ કરી શકો છો. તેની બજારકિંમત લગભગ રૂપિયા ૧૭૯ થી સ્ટાર્ટ થાય છે અને કોઈ પણ ઓનલાઈન સાઈટ પરથી ખરીદી શકો છો.
એન્ટિરિંકલ આઈ સીરમ પેચ
ઓફિસ અને ઘર બંનેનું કામ કરતાંકરતાં મહિલાઓની આંખો નીચે ડાર્ક સર્કલ્સ આવી જાય છે, જેને આપણે ડાર્ક સર્કલ્સ કહીએ છીએ, પણ એન્ટિરિંકલ્સ આઈ સીરમ પેચનો ઉપયોગ કરીને તેનાથી છુટકારો મળી શકે છે. તેની કિંમત રૂપિયા ૨૫૦ થી શરૂ થાય છે. ઓનલાઈન અને ઓફલાઈન બંને જગ્યા અવેલેબલ છે.
આઈબ્રો રિમૂવર ટ્રિમર
ફેસ્ટિવ સીઝનમાં જ્યારે પાર્લર જવાનો સમય ન મળે તો ડરશો નહીં બસ પોતાના ઘરે લાવો આઈબ્રો રિમૂવર ટ્રિમર. તમને ૫ મિનિટમાં પાર્લરની જેમ આઈબ્રો અને અપરલિપ્સની ફિનિશિંગ આપશે, તેથી આઈબ્રો રિમૂવર ટ્રિમરનો ઉપયોગ કરીને આઈબ્રોઝના બગડેલા શેપને સુંદર અને એટ્રેક્ટિવ લુક આપી શકો છો.
બાથ ગ્લવ્સ
ફેસ્ટિવ સીઝન છે, પણ ઘરના કામકાજ અને ઓફિસની દોડધામ વચ્ચે તમે તમારા માટે સમય નથી કાઢી શકતા. તમારું પેડીક્યોરમેનીક્યોર બધું રહે છે. તમને ટેન્શન થઈ રહ્યું છે કે તમે આટલા ઓછા સમયમાં કેવી રીતે ફ્લોલેસ સ્કિન મેળવશો. આ સમસ્યાનું સમાધાન છે બાથ ગ્લવ્સ. આ ગ્લવ્સની મદદથી તમે તમારા બોડીને સ્ક્રબ કરી શકો છો. તે તમારી બોડીને ગ્લોઈંગ અને સોફ્ટ બનાવે છે. તેનો ઉપયોગ કરવાથી ટેનિંગ પણ ઓછું થઈ જાય છે. કિંમત ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે. શરૂઆતની કિંમત રૂપિયા ૪૯૯ છે.
ફૂટ માસ્ક
જેટલી કેર ફેસની કરો છો જેા એટલી જ કેર પગની પણ થાય તો તે પણ ચમકી ઉઠશે, પણ ફેસ્ટિવ સીઝનમાં તે સરળ નથી. હવે ઘરે બેઠાં પગ ચમકાવી શકો છો, કારણ કે હવે ફૂટ માસ્ક આવી ગયું છે. તેને પગમાં પહેરીને પગને બ્યૂટિફુલ બનાવી શકો છો. એટલું જ નહીં, તે તમારા પગને મોઈશ્ચરાઈઝ પણ કરશે. કિંમત માત્ર રૂપિયા ૧૧૫ છે. તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખરીદી શકો છો.
– પ્રિયંકા યાદવ.





