દરેક યુવતી માટે બ્રેસ્ટ તેની પર્સનાલિટીનો ખાસ ભાગ હોય છે. તેથી ફેસની જેમ બ્રેસ્ટની કેર કરવી ખૂબ જરૂરી છે. આવો જાણીએ કે બ્રેસ્ટની કેર કેવી રીતે કરશો :

બ્રેસ્ટ સાફ રાખો
બ્રેસ્ટને હંમેશાં સાફ રાખો. તે સોપ અથવા બોડીવોશનો ઉપયોગ કરો, જેમાં સેલિસિલિક એસિડ હોય. તેનાથી ફાયદો એ થાય છે કે તેના ઉપયોગ કરવાથી બ્રેસ્ટ પર રિંકલ્સ નહીં થાય.

બ્રેસ્ટની માલિશ કરો
નહાયા પછી બ્રેસ્ટની માલિશ કરો. તેના માટે બાયો ઓઈલ, ઓલિવ ઓઈલ અને કોકોનટ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. તેનાથી બ્રેસ્ટને પોષણ મળશે, બ્લડ ફ્લો અને બ્રેસ્ટ સાઈઝ વધશે. તેનાથી બ્રેસ્ટ સોફ્ટ અને અટ્રેક્ટિવ પણ થશે. એક ફાયદો એ પણ થશે કે તેના ઉપયોગથી બ્રેસ્ટ ઓલ્ડ એજમાં સગી નહીં થાય.

પરફેક્ટ બ્રા પસંદ કરો
પોતાના માટે પરફેક્ટ બ્રા પસંદ કરો. તે ન માત્ર વધારે ટાઈટ હોય ન વધારે ઢીલી. તમે ટીનેજર છો તો પ્રયત્ન કરો કે ટીશર્ટ બ્રા લો. તમે ૨૦ થી ૩૫ વર્ષના છો તો નોર્મલ બ્રા પહેરો. તમે બ્રેસ્ટ ફીડિંગ મધર છો તો હાઈ કવરેજ બ્રાનો ઉપયોગ કરો. હંમેશાં બ્રાન્ડેડ બ્રા પહેરો.

તમારી પોતાની જ બ્રા પહેરો
ક્યારેય બીજી મહિલાની બ્રા ન પહેરો. તેનાથી તમને ઈંફેક્શન થઈ શકે છે. ક્રાયોજેનિક બ્રેસ્ટ કેન્સર પણ થઈ શકે છે. બ્રેસ્ટનો સીઈએ માર્કર પોઝિટિવ હોઈ શકે છે. તેથી હંમેશાં પોતાની બ્રા જ પહેરો.

દોડતી વખતે સ્પોર્ટ બ્રા
તમે દોડો છો ત્યારે બ્રેસ્ટના બાઉન્સ થવાથી તકલીફ થઈ શકે છે. તમે રોજ સ્પોર્ટ બ્રા વિના દોડો છો તો તેની બ્રેસ્ટના ટિશ્યૂ પર ખરાબ અસર થાય છે. તેથી તેનાથી બચવા માટે સારી ક્વોલિટીની સ્પોર્ટ બ્રા પહેરવી જેાઈએ.

નિપલ કવરનો ઓછો ઉપયોગ કરો
વધારે નિપલ કવર અને બ્રા ટેપનો ઉપયોગ કરવાથી દૂર રહો. તેનો તમે ૧ અઠવાડિયામાં ૧ વાર ઉપયોગ કરી શકો છો. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તેનો ૮ કલાકથી વધારે ઉપયોગ ન કરો.

મોઈશ્ચરાઈઝર લગાવો
બ્રેસ્ટ બોડીનો સેન્સિટિવ પાર્ટ છે. તેથી બોડીના અન્ય પાર્ટની જેમ બ્રેસ્ટ પર પણ મોઈશ્ચરાઈઝર લગાવો. જ્યારે પણ ઘરની બહાર જાઓ ફેસની સાથેસાથે બ્રેસ્ટ પર પણ સનસ્ક્રીન લગાવો.

ખાણીપીણીનું ધ્યાન રાખો
જે યુવતીઓ પ્રેગ્નન્ટ હોય છે તેણે ખાણીપીણીનું પૂરું ધ્યાન રાખવું જેાઈએ. પોતાના ખોરાકમાં મલ્ટિવિટામિન અને આયર્ન પ્રોડક્ટ સામેલ કરો. તેના માટે તમે લીલા શાક અને ટેબ્લેટ લઈ શકો છો. તેને ઈગ્નોર કરવાથી બ્રેસ્ટમાં મિલ્ક બનવામાં પ્રોબ્લેમ આવે છે. આ પ્રોલેક્ટિન હોર્મોન્સની ઊણપના લીધે થાય છે.

મેગ્નેશિયમયુક્ત ભોજન
ભોજનમાં મેગ્નેશિયમ સામેલ કરો. મેગ્નેશિયમયુક્ત ભોજન બ્રેસ્ટને ફૂલવા અને ઢીલા થતા બચાવે છે. કેળાં, બદામ, પાલક, ફણગાવેલા કઠોળ, કાજુ, સોયાબીન, ડાર્ક ચોકલેટ, કોળાના બીજ, દહીં, માછલીમાં મેગ્નેશિયમ મળી રહે છે. તેને ઈગ્નોર કરવાથી પ્યૂબિક પીરિયડમાં બ્રેસ્ટ ઈનક્રીઝ નથી થતા.

એક્સર્સાઈઝ કરો
બ્રેસ્ટને હેલ્ધિ રાખવા માટે એક્સર્સાઈઝ કરો. પુશઅપ્સ, ડંબલ પ્રેસ, કેમલ પોઝ, આર્મ પ્રેસ જેવી એક્સર્સાઈઝ બ્રેસ્ટ માટે ફાયદાકારક છે, જે બ્લડ સર્ક્યુલેશન વધારે છે.

બ્રેસ્ટની તપાસ કરો
સમયસર બ્રેસ્ટની તપાસ કરતા રહો. બ્રેસ્ટમાં કોઈ પણ બદલાવ, સોજેા દેખાય તો તરત ડોક્ટરની સલાહ લો.

નો સ્મોકિંગ નો ડ્રિંકિંગ
સ્મોકિંગ અને ડ્રિંક કરવું હેલ્થ માટે સારું નથી તેથી તેની ટેવ ન પાડો. સ્મોકિંગ બોડીમાં ઈલાસ્ટિનને તોડે છે. જેથી બ્રેસ્ટની આસપાસની સ્કિન લૂઝ થઈ જાય છે. તે બ્રેસ્ટના શેપને પણ બગાડે છે.
– પ્રિયંકા યાદવ.

વધુ વાંચવા કિલક કરો....