આજકાલ હોમ ઈન્ટીરિયર ડેકોર એટલે કે એથનિક લુક અને કંટેંપરરી સ્ટાઈલનો ટ્રેન્ડ છે. તેના માટે મોંઘા સાજસામાન અથવા ફર્નિચરની જરૂર નથી. વ્યક્તિગત રુચિ, કલાત્મકતા, મેનેજમેન્ટ નિપુણતા, નવા વિચારો અને જીવનશૈલીના આધારે ઘરને ઈચ્છાનુસાર બનાવી શકાય છે. ઘરના ઈન્ટીરિયરને જેાઈને વ્યક્તિના વ્યક્તિત્વનું અનુમાન લગાવી શકાય છે, કારણ કે ઈન્ટીરિયર વ્યક્તિના વ્યક્તિત્વનો અરીસો હોય છે. આજે ઈન્ટીરિયર ડિઝાઈનિંગમાં મિનિમલિસ્ટ, પેસ્ટલ કલર્સનો જમાનો છે. કિયારા અડવાણીએ પોતાના ઘરમાં આઈવરી રંગ ચૂઝ કર્યો હતો. જ્હોન અબ્રાહમ અને જેકલીન ફર્નાન્ડિસે પણ પોતાના ઘરમાં સફેદ રંગ કરાવ્યો છે અને ઘણા બધા મોડર્ન ડિઝાઈનના ફ્લાવર પોટ્સ અને ગ્રીન પ્લાન્ટ્સ દ્વારા રંગને ટચ આપ્યો છે.

હવે કાચની મોટી બારીમાં પાતળા શીયર પડદાનો જમાનો છે, હેવી રંગીન પડદાનો નહીં. સ્ક્રીનના કલાકારો પણ દિવસભર ગ્રીન રૂમમાં સમય વિતાવ્યા પછી જ્યારે ઘરે આવે છે, ત્યારે તેમનું સુંદર ઘર તેમને ખૂબ શાંતિ આપતું હોય છે. આ પળો તેમની પોતાની અંગત હોય છે. જ્યાં ન કોઈ સંવાદ કે ન કોઈ સીનના શૂટિંગની ચર્ચા હોય છે.

રંગોની ભૂમિકા
ઈન્ટીરિયર વિના ઘર આશ્રમ જેવો લાગે છે. ઈન્ટીરિયર પરથી જણાય છે કે તમારી જીવનશૈલી કેવા પ્રકારની છે. આ સ્થિતિમાં તમારે તમારા ઘરના રૂમની સજાવટ પર ખાસ ધ્યાન આપવું જેાઈએ. રંગની ભૂમિકા ઈન્ટીરિયર કરતી વખતે સૌથી વધારે ખાસ હોય છે. રંગ એવા હોવા જેાઈએ જે આંખોને ઠંડક અને શાંતિ આપે. આજે હળવા રંગ જે આંખોને આરામ આપે, તેને ખાસ પસંદ કરવામાં?આવે છે. તેમાં સફેદ ઓફ વાઈટ મુખ્ય છે. ઉપરાંત ફૂલને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. ઘરમાં ચારે બાજુ લટકાવેલા ફૂલોના કૂંડાથી સજાવટ કરવામાં આવી રહી છે. ફૂલ વગેરેના છોડ હંમેશાં તમને તાજગીભર્યું વાતાવરણ આપે છે તેને આગળપાછળ કરીને તમે સજાવટમાં નવીનતા લાવી શકો છો.

સુંદર ઘર દરેક વ્યક્તિનું સપનું હોય છે, ઘર નાનું હોય છે કે મોટું, તેમાં વ્યક્તિ ૨ કલાક રહે કે ૪ કલાક, તેને જે શાંતિ મળે છે તેને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે. સેલિબ્રિટી પોતાના ઘરને મોટું દર્શાવવા માટે ઓફ વાઈટ રંગ રાખતા હોય છે, જેમાં હળવા લીલા રંગનો ટચ હોય છે. બેડરૂમને થોડો બ્રાઈટ રંગ આપે છે, જેમાં એક દીવાલ પર કોઈ અલગ રંગ પેઈન્ટ કરેલો હોય છે. આ સિવાય બેડરૂમની ઉપર છતમાં ચાંદતારા સજાવતા હોય છે, જેથી જેા રાત્રે લાઈટ બંધ કરતા ખુલ્લા આકાશ નીચે ઊંઘી રહ્યાનો અહેસાસ થાય.

ક્લાસિક લુક
યુવા સેલિબ્રિટી દરેક જગ્યાએ સોફ્ટ ટોયઝ વધારે પ્રમાણમાં રાખે છે, પછી ભલે ને તે ટીવીની ઉપર હોય કે ડ્રોઈંગરૂમમાં. દરેક પ્રકારના સજાવેલા પડદાનો રંગ દીવાલ સાથે મેચ કરે છે, જે મસ્ટર્ડ રંગના હોય છે. હળવા રંગનો પ્રયોગ કરવાથી સેલિબ્રિટી ઘરને સ્પેશિયલ બનાવે છે. રંગનો ટચ આપવા માટે ગોલ્ડન?અને લાલ રંગનો પણ પ્રયોગ કરી શકાય છે. ઘરનું ફર્નિચર બ્રાઉન?અને લાઈટ કલરનું હોવું જેાઈએ. ઘરના લેમ્પ શેડો ક્લાસિક લુક પર આધારિત હોઈ શકે છે.
રંગની સાથેસાથે પ્રકાશની પણ યોગ્ય વ્યવસ્થા દરેક રૂમમાં કરવી જરૂરી છે. ઘરને સુંદર અને આકર્ષક બનાવવા માટે ક્રિસ્ટલ કલેક્શન તમે કરી શકો છો. આ બધાની સાફસફાઈ ઘરના લોકોએ જાતે કરવી જેાઈએ. ઘરની સજાવટમાં સમયાંતરે કોઈ ને કોઈ બદલાવ અવશ્ય કરતા રહો.

સપનાનું ઘર બનાવો
કલાકારોને માત્ર અભિનયનો શોખ નથી હોતો, તેમને પોતાના ઘરને સુંદર, ભવ્ય રીતે સજાવવામાં પણ ખૂબ આનંદ આવે છે. તેમને ઘરમાં દરેક વસ્તુને જેાઈને ખૂબ ખુશી મળે છે, જેને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે. દરેક સેલિબ્રિટી અભિનેત્રી હાઉસ મેકર પણ હોય છે, પરંતુ ઘરમાં નોર્મલ ફીલ થાય અને પાર્ટીમાં વસ્તુ તૂટે નહીં તેનું ખાસ ધ્યાન રાખો. ઘણી બધી સેલિબ્રિટીને ઈન્ટીરિયર કરવું સૌથી વધારે ગમતું હોય છે. પૂરા દિવસના થાક પછી જ્યારે તેઓ ઘરે આવે છે, ત્યારે તે પોતાના ઘરનું વાતાવરણ એવું ઈચ્છે છે, જ્યાં તેમને દરેક ચીજવસ્તુને જેાઈને શાંતિ અને ખુશી મળે અને પોતાનું યોગદાન પણ દેખાય.
– સોમા ઘોષ.

વધુ વાંચવા કિલક કરો....