એવું માનવામાં આવે છે કે દાંપત્ય જીવનમાં સેક્સ લાઈફ સારી હોય તો દાંપત્યજીવન ખુશહાલ રહે છે. વિવિધ સંશોધનમાં આ વાત સામે આવી છે કે જે કપલ્સની સેક્સ લાઈફ સારી હોય છે, તે લાંબા સમય સુધી સ્વસ્થ ઉંમર જીવે છે, પરંતુ કેટલીય વાર દાંપત્યજીવનમાં એક સમય પછી બોરિંગ આવવા લાગે છે. જીવન નીરસ બની જાય છે. કંઈ જ નવું નથી થતું. આપણે એકબીજાથી બોર થવા લાગીએ છીએ. આપણા સંબંધમાં બોરિંગ આવી જાય છે અને આપણે એકબીજાની પરવા કર્યા વિના પોતાની દુનિયામાં ખોવાઈ જવા ઈચ્છીએ છીએ. આપણે કોઈ નિર્ણયમાં એકબીજાની દખલઅંદાજી સહન નથી કરતા અને અવારનવાર ઝઘડા થવા લાગે છે.
જેા તમારા જીવનમાં પણ કંઈ આવું થઈ રહ્યું છે તો તમારે જરૂર છે સંબંધને ફરીથી નિખારવાની. દાંપત્ય જીવનને લાંબા સમય સુધી તરોતાજા રાખવા માટે સેક્સ લાઈફની એક મહત્ત્વની ભૂમિકા હોય છે, તેના માટે સૌથી જરૂરી છે સ્વયંને સ્વસ્થ અને હંમેશાં ઊર્જાથી ભરપૂર રહેવું. આજકાલ દોડધામવાળી આપણી જે લાઈફસ્ટાઈલ છે, તેમાં સ્વયંને સ્વસ્થ રાખવું કોઈ પડકારથી ઓછું નથી. રાતે મોડા ઊંઘવું, સવારે મોડા ઊઠવું, કસમયે ખાણીપીણી, પોતાનો ફ્રી સમય મોબાઈલ અને ટીવી સામે વિતાવવો વગેરેથી આપણને સ્વસ્થ રાખવાનો સમય જ નથી મળતો અને આપણે ૪૦-૪૫ ની ઉંમર સુધી સ્વયંને ફિટ અને ઊર્જાયુક્ત અનુભવતા નથી, તેની અસર આપણી સેક્સ લાઈફ પર પણ થાય છે.
કેટલીય વાર આપણે પાર્ટનરની ઈચ્છા પૂરી નથી કરી શકતા, જેથી આપણા સંબંધમાં બોરિંગ આવવા લાગે છે અને આપણી સેક્સ લાઈફ જલદી પૂરી થઈ જાય છે, તેથી તમે તમારા સંબંધને લાંબા સમય સુધી ખુશહાલ રાખવા માંગો છો તો સ્વયંને સ્વસ્થ રાખો, જેથી તમે તમારા પાર્ટનરની ઈચ્છા પૂરી કરી શકો. ઉંમરના દરેક પડાવ પર ખાસ ૪૦-૪૫ વર્ષની વચ્ચે સ્વયંને સ્વસ્થ અને હંમેશાં ઊર્જાયુક્ત રાખવા માટે શરીરનું સ્વસ્થ હોવું ખૂબ જરૂરી છે, જેથી તમે કસમયે થતી બીમારીથી દૂર રહી શકો અને તમારી સેક્સ લાઈફને લાંબા સમય સુધી એન્જેાય કરી શકો. તેના માટે જરૂરી છે કેટલીક વાત અપનાવવાની અથવા તમારી દિનચર્યાનો ભાગ બનાવવાની, જેથી તમારા સંબંધમાં ક્યારેય બોરિંગ ન આવે અને તમારું દાંપત્યજીવન હંમેશાં ફ્રેશ અને ખુશીથી ભરપૂર રહે. ૪૦ વર્ષની ઉંમર પછી સેક્સ લાઈફમાં રોમાન્સ બનાવી રાખવા માટે તમે કેટલીક ખાસ રીત અપનાવો.
ડિટોક્સિફિકેશન
તમે ૪૦-૪૫ ની ઉંમરમાં હંમેશાં થાક અનુભવો છો અને ઊર્જાયુક્ત અનુભવતા નથી તો તમારા શરીરને જરૂર છે ડિટોક્સિફિકેશનની, જેથી તમે તમારા શરીરને સ્વસ્થ અને યુવાન રાખી શકો અને પોતાના દાંપત્યજીવનને હંમેશાં ખુશહાલ રાખો.
ડિટોક્સિફિકેશન માટે શું કરવું
શરીરની અંદરનું ડિટોક્સિફિકેશન : ડિટોક્સ, શરીર અને મગજને સ્વસ્થ અને ફ્રેશ રાખવાની પ્રક્રિયા છે અને તેનાથી નવી ઊર્જાનો સંચાર થાય છે, તમારી માનસિક તાણ અને અન્ય બીમારી દૂર થાય છે. શરીરને ડિટોક્સ કરવા માટે કેટલાક ખાદ્ય અને પીણાપદાર્થનું સેવન કરવું, વધારે પાણી પીવું અને લીલા શાકભાજી ખાવા ખૂબ જરૂરી છે, કેટલાક પદાર્થનો ત્યાગ કરવો પડે છે જેમ કે દારૂ, ઓઈલી પદાર્થ, ખાંડ, રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોસેસ્ડ ફૂડ વગેરેના લીધે તાણ વધી જાય છે અને આ તાણ શરીરની ક્રિયાની સાથેસાથે તમારી સેક્સ લાઈફને પ્રભાવિત કરે છે. તમે અસ્વસ્થતાના લીધે ૪૦-૪૫ ની ઉંમર સુધી તમારી સેક્સ લાઈફનો ભરપૂર આનંદ માણી નથી શકતા, તમારી સેક્સ લાઈફમાં બોરિંગ આવવા લાગે છે.
શરીરને સુડોળ બનાવો : દરેક પરિણીત દંપતીની ઈચ્છા હોય છે કે તેનો પાર્ટનર સુંદર દેખાય ભલે મહિલા હોય કે પુરુષ, તેના માટે આપણે સારા કપડાં, ફૂટવેર, સૌંદર્યનો સામાન વગેરે ખરીદીએ છીએ અને પોતાના પૈસા પણ તેમાં ખર્ચ કરીએ છીએ. લગ્ન પછી મહિલાઓ સુંદર દેખાવા માટે વધારે કોંસિયસ થઈ જાય છે અને ઈચ્છે છે કે પોતાના પાર્ટનરને ઈમ્પ્રેસ અને આકર્ષિત કરી શકે, પરંતુ બધાની સાથેસાથે પોતાના આહાર પર પણ ધ્યાન આપો અને સાથે નિયમિત એક્સર્સાઈઝ અને પૂરતી ઊંઘ પણ જરૂરી છે. તેના માટે વ્યસ્તતાની વચ્ચે પોતાની ઉંમર અને સ્વાસ્થ્ય મુજબ એક્સર્સાઈઝને દિનચર્યાનો ભાગ બનાવો. યોગ, પ્રાણાયામ અને મેડિટેશન આપણને બહારથી જ નહીં અંદરથી પણ મજબૂત બનાવે છે. ઉંમરના દરેક પડાવ પર સ્વયંને સ્વસ્થ રાખવા માટે યોગ, મેડિટેશન, સાઈક્લિંગ, મોર્નિંગ વોક વગેરેની ટેવ પાડો, જેથી તમે હંમેશાં સ્વયંને ફિટ અને ઊર્જયુક્ત રાખી શકો, માનસિક અને શારીરિક બીમારીથી દૂર રાખી શકો.
પોતાની ઉંમર મુજબ આહાર પસંદ કરો : આપણે મહિલા હોય કે પુરુષ પોતાની ખાણીપીણી ઉંમર અનુસાર કરવી જેાઈએ, ખાસ મહિલાઓએ પોતાના ડાયટને લઈને સતર્ક રહેવું જેાઈએ, કારણ કે તેમને ઉંમરના દરેક પડાવ પર અલગઅલગ ન્યૂટ્રિયસ હેલ્ધિ ડાયટની જરૂર હોય છે અને ઘરેથી લઈને ઓફિસ સુધીની જવાબદારી નિભાવવી પડે છે. તેના માટે જરૂર છે કે તે સ્વયં ફિટ અને મજબૂત રહે, તેના માટે તેમની ખાણીપીણી સારી હોવી ખૂબ જરૂરી છે. ૪૦ થી ૫૦ ની ઉંમરમાં મહિલાઓના શરીરમાં હોર્મોનલ પરિવર્તન અને તેમના ઈન્સ્યુલિન લેવલમાં પણ પરિવર્તન આવે છે. હાડકાં સંબંધિત, મેનોપોઝ અને અન્ય પ્રકારની સમસ્યા શરૂ થવા લાગે છે. તેથી આ ઉંમરમાં ખાણીપીણી પર ખાસ ધ્યાન આપવાની જરૂર હોય છે. તેના માટે વધારે ફાઈબરયુક્ત, લીલા શાકભાજી, કેલ્શિયમયુક્ત ડેરી પ્રોડક્ટ, નટ્સ વગેરે ભોજનમાં સામેલ કરો.
ટેન્શન ઓછું લો : મહિલા હોય કે પુરુષ, બંનેમાં સેક્સ ક્ષમતા ઓછી થવાનું કારણ હોર્મોન્સમાં ગરબડ, રોજિંદી તાણ અને ઉંમર સાથે ઘટતું એનર્જી લેવલ છે. જેાકે સેક્સ તાણને ઓછી કરે છે, પરંતુ કેટલીય વાર રોજિંદા જીવનના ટેન્શન અને તાણ તમારી પર હાવિ થઈ જાય છે કે તમારી સેક્સ લાઈફને અસર કરવા લાગે છે. તેના માટે તમે પૂરતી ઊંઘ લઈને તાણ અને ચિંતા ઓછી કરી રોજ યોગ અને ધ્યાનની મદદથી તમારી સેક્સની ઈચ્છા જાળવી રાખી શકો છો તથા એનર્જી લેવલ વધારી શકો છો.
ઉપયોગી કપડાં પસંદ કરો
સેક્સ સમયે તમારા પાર્ટનરે શું પહેરવું તેની પણ સેક્સ લાઈફ પર અસર થાય છે, તેથી સેક્સ સમયે સેક્સી કપડાં પસંદ કરો, જેથી પાર્ટનરને આકર્ષિત કરી શકો. કેટલીય વાર લોકો સેક્સ દરમિયાન આનંદ વધારવા માટે આલ્કોહોલનો ઉપયોગ કરે છે, પરંતુ ધ્યાન રાખો કે તમે થોડા પ્રમાણમાં તેનું સેવન કરો છો તો ઠીક છે, પરંતુ વધારે પ્રમાણમાં ઉપયોગ તમારી સેક્સ લાઈફને પ્રભાવિત કરે છે, તેથી કોઈ પણ નશીલા પદાર્થથી દૂર રહો.
આ રીતે તમારી દિનચર્યામાં પરિવર્તન કરી તમારા સંબંધને બોરિંગ થવાથી દૂર રાખી શકો છો અને ઉંમરના ૪૦-૪૫ વર્ષના પડાવ પર સેક્સ લાઈફનો આનંદ માણી શકો છો. તમારા દાંપત્ય જીવનની ગાડીને લાંબા સમય સુધી ખુશહાલ રાખી શકો છો.
– શોભા કટારે.





