મા-દીકરીનો સંબંધ ખૂબ પ્રેમાળ અને વહાલભર્યો હોય છે. દરેક મા ઈચ્છે છે કે તેની દીકરી તેની સાસરીમાં ખુશ રહે, જેા સંતાનમાં એકમાત્ર દીકરી જ હોય તો મા તેના ભવિષ્ય માટે થોડી વધારે ચિંતા કરે છે. આ જ કારણસર મા પોતાની દીકરીને બાળપણથી સારા સંસ્કાર આપે છે, પરંતુ પરિવર્તનશીલ સમાજમાં હવે માન્યતા બદલાઈ રહી છે. આજકાલ મોટાભાગના ઘર તૂટવાનું કારણ માતાપિતાનો દીકરીની ઘરગૃહસ્થીમાં બિનજરૂરી હસ્તક્ષેપ અને તેમના દ્વારા આપવામાં આવતું શિક્ષણ હોય છે. જેા દીકરી પોતાની સાસરીમાં ખુશ હોય, તેને પોતાના પતિ અને સાસરીના લોકો સામે કોઈ ફરિયાદ ન હોય તો માની ફરજ હોય છે કે તે પણ દીકરી અને તેની સાસરીના લોકો સાથે મજબૂત સંબંધ બનાવે.
ભાવનાત્મક લગાવ
સંતાનમાં એકમાત્ર દીકરી હોય તો તેના જન્મથી પોતાના ઘરની લાડકી હોય છે. આ જ કારણસર તેના પેરન્ટ્સ પોતાની દીકરી માટે ઓવર પ્રોટેક્ટિવ હોય છે. તેઓ તેની દરેક ઈચ્છાને શક્ય પૂરી કરવાનો પ્રયાસ કરે છે. આ દીકરી પોતાના પેરન્ટ્સ સાથે એટલી વધારે જેાડાયેલી હોય છે કે તે પોતાની સાસરીમાં જઈને પણ પૂરો સમય માબાપ માટે ટેન્શન અનુભવતી હોય છે. તેના માટે બીજા સાથે તાલમેલ બેસાડવો અને શેરિંગ કરવું મુશ્કેલ પડે છે. પોતાના ઘરે પેરન્ટ્સ પાસેથી તેમને વિશેષ ધ્યાન મળતું હતું, તેથી તે સાસરીમાં પણ એવી જ અપેક્ષા રાખવા લાગે છે અને ન મળતા મનની પીડા પોતાની માને કહેવા લાગી જાય છે. વીડિયોકોલ અથવા ઓડિયોકોલથી દીકરી દરેક પળની ખબર પોતાની મા સુધી પહોંચાડતી હોય છે અને માની આક્રોશિત પ્રતિક્રિયા તેના વ્યવહાર અને જીભમાં ભળીને વ્યક્ત થઈને એકબીજા સાથેના ઝઘડાનું કારણ અથવા આગળ જઈને સંબંધમાં કડવાશ પેદા કરી દે છે.
દીકરીની સમસ્યા
દીકરીની સમસ્યા સાંભળીને આરતી ખૂબ દુખી થઈ જતી. તેના ઘરના લોકો તેને સમજાવતા, પરંતુ હવે તેને પોતાનો જમાઈ વિલન લાગતો, કારણ કે લગ્ન કરીને તેના સપનાં પણ તૂટી ગયા હતા. તેને નાસ્તામાં આમલેટ જેાઈતી હતી, જ્યારે સીમાને કાંદાથી ચીડ હતી. ન તો સુકેશને સમય પર ચા મળતી હતી કે ન ખાવાનું, કારણ કે કાચની ઢીંગલી જેવી તેની પત્ની તો ઘરના કામ કરી શકતી નહોતી. આખરે નારાજ થઈને સુરેશે એક દિવસ ગુસ્સામાં તેની પર હાથ ઉપાડી લીધો. બસ પછી શું. આરતી બહાનાની શોધમાં હતી. તે પ્રેગ્નન્ટ દીકરીને પોતાના ઘરે લઈ આવી. જેાકે તેના સંબંધમાં કડવાશ તો લગ્નના દિવસથી શરૂ થઈ ગઈ હતી, પરંતુ સ્થિતિ એ હદે વણસી કે સમાધાન ન થઈ શક્યું. હવે સીમા એ ઘડીને દોષ આપે છે, જ્યારે તે માનો હાથ પકડીને પિયર આવી ગઈ હતી.





