આજકાલ ક્રોપ ટોપ ખૂબ ટ્રેન્ડમાં છે. તે પહેરવામાં કૂલ ફીલિંગ આપે છે, એટલું જ નહીં તે સેક્સી પણ લાગે છે, પરંતુ ઘણા ઘરમાં છોકરીઓના આવા ક્રોપ ટોપ પહેરવા પર પ્રતિબંધ હોય છે. ક્રોપ ટોપ અશ્લીલતાને પ્રોત્સાહન આપે છે એ બાબતે જાગૃતિ રાય પોતાનો એક એક્સપીરિયંસ શેર કરતા કહે છે, ‘‘હું ૨૦ વર્ષની છું. એક દિવસે હું ક્રોપ ટોપ અને જીન્સ પહેરીને સોફા પર બેસીને ટીવી જેાઈ રહી હતી. એટલામાં મારા પપ્પા આવી ગયા અને ગુસ્સામાં મને કહેવા લાગ્યા કે જાગૃતિ આ તેં કેવા પ્રકારના કપડાં પહેર્યા છે? જા જઈને કપડાં બદલી આવ. શું તને કપડાં પહેરવાનું બિલકુલ ભાન નથી? હવે તું મોટી થઈ ગઈ છે. લાગે છે બહાર જઈને તું થોડી વધારે બગડી ગઈ છે. મારે તારું બહાર જવાનું બંધ કરવું પડશે, ત્યારે જ તારામાં અક્કલ આવશે. પપ્પાને આટલા ગુસ્સામાં જેાઈને હું ડરી ગઈ. મેં કપડાં બદલી નાખ્યા, પરંતુ ત્યાર પછી હું મારા રૂમમાંથી બહાર ન આવી.’’ અહીં જાગૃતિના પપ્પા સુરેન્દ્ર રાયનું તેની પર ગુસ્સે થવાનું કારણ હતું જાગૃતિનું ક્રોપ ટોપ પહેરવું. તેઓ છોકરીઓના ટૂંકા કપડાં પહેરવાના સખત વિરોધી હતા.
કપડાં પહેરવા પર નિર્લજ્જતા કેમ
શું મોડર્ન કપડાં પહેરવા નિર્લજ્જતાની નિશાની છે? આ પ્રશ્ન પર જાગૃતિનું કહેવું છે, ‘‘ક્રોપ ટોપ પહેરવું નિર્લજ્જતા નથી. તે બિલકુલ બ્લાઉઝ જેવું હોય છે. ફરક માત્ર એટલો હોય છે કે બ્લાઉઝને સાડી સાથે પહેરવામાં આવે છે જ્યારે ક્રોપ ટોપને જીન્સ, સ્કર્ટ, શોર્ટ્સ, પ્લાઝો સાથે પહેરવામાં આવે છે.’’ આમ તો આ સોસાયટીએ છોકરીઓ માટે કોણ જાણે અનેક નિયમો બનાવ્યા છે અને તેમાંનો એક નિયમ છે છોકરીઓનું પગ ફેલાવીને બેસવું. આપણો સમાજ છોકરીઓની પગ ફેલાવીને બેસવાની ટેવને ખોટી નજરે જુએ છે. જેા કોઈ છોકરી પગ ફેલાવીને બેઠી હોય તો તેને સેક્સ સિમ્બોલ સમજી લેવામાં આવે છે.
સંસ્કાર કે પાબંધી
છોકરીઓની પગ ફેલાવીને બેસવાની રીત બાબતે ૨૫ વર્ષની સુરભિ પટેલ પોતાના બાળપણનો એક અનુભવ શેર કરતા કહે છે, ‘‘હું જ્યારે ૧૬ વર્ષની હતી ત્યારે મારા મમ્મીપપ્પા સાથે એક પાર્ટીમાં ગઈ હતી. ત્યાં હું કંફર્ટેબલ પગ ફેલાવીને પોતાના મિત્રો સાથે ખાવાનું એન્જેય કરી રહી હતી. તે સમયે પપ્પાએ મારી સામે ગુસ્સાભરી નજરે જેાતા પોતાની પાસે આવીને બેસી જવાનો ઈશારો કર્યો હતો. જ્યારે હું તેમની પાસે ગઈ ત્યારે તેઓ મારો હાથ પકડીને મને સાઈડમાં લઈ ગયા. તેમણે ગુસ્સાભરી નજરે મારી સામે જેાયું અને કહ્યું કે તને વ્યવસ્થિત રીતે બેસતા નથી આવડતું, બેશરમની જેમ પગ ફેલાવીને બેઠી છે? દેખાતું નથી લોકો તને કેવી નજરથી જેાઈ રહ્યા છે? જા જઈને વ્યવસ્થિત રીતે બેસ. પપ્પાના આ શબ્દો સાંભળીને મને ખૂબ આશ્ચર્ય થયું, પરંતુ મારી પાસે તેનો કોઈ જવાબ નહોતો. તેથી હું ચુપચાપ જઈને પગને ક્રોસની મુદ્રામાં વાળીને બેસી ગઈ. ‘‘આપણા સમાજે છોકરીઓના શોષણ માટે જાતજાતના નિયમો બનાવ્યા છે. આપણો સમાજ ગમે તે રીતે તેમને કંટ્રોલ કરવા ઈચ્છે છે અને તેના માટે તેઓ સમયસર તેમને ટોકતા પણ રહે છે અને કોણ જાણે કેવાકેવા પ્રકારના પ્રતિબંધ પણ મૂકેે છે. સ્વયં પરિવાર દ્વારા તેમને નીચા દર્શાવવા, તેમને ખોટા સમજવા, તેમનું અપમાન કરવું આ બધાથી છોકરીઓના મનમાં પરિવાર પ્રત્યે નફરત અને ગુસ્સો પેદા થાય છે.
ઈશારાની ગુલામ નહીં
છોકરીઓનું અપમાન કરવામાં સમાજની ખૂબ મોટી ભૂમિકા છે. આ સમાજે છોકરીઓને કઠપૂતળી સમજી લીધી છે, જેની લગામ તેણે પુરુષોના હાથમાં સોંપી દીધી છે અને પુરુષો પોતાની મરજી મુજબ તેને કંટ્રોલ કરી શકે છે. તેથી તેમના હસવાને લઈને પણ તેમને કડક નિયમો જણાવવામાં આવ્યા છે. વધારે જેારથી હસવું નહીં, ખડખડાટ હસવું નહીં, આ જ રીતે હસવાનું છે અને આ રીતે નહીં વગેરેવગેરે. દરેક છોકરીને તેના જીવનમાં તેના પરિવારજનોએ ક્યારેક ને ક્યારેક જરૂર ટોકી હશે. ક્યારેક તેને ધીરેથી હસવા માટે પણ કહ્યું હશે. તેમને આવું કરવા માટે આ સમાજે શિક્ષિત બનાવી છે, જેથી તેમને પોતાના કાબૂમાં રાખી શકાય.
૩૫ વર્ષની રિયા ગજ્જર એક મેરિડ વુમન છે. તે વ્યવસાયે ગ્રાફિક ડિઝાઈનર છે. તે જણાવે છે કે થોડા મહિના પહેલાં તેના ફ્રેન્ડ્સ ગેટટૂગેધર કરવા તેની સાસરીમાં આવ્યા હતા. જ્યારે તેની ફ્રેન્ડ યામિનીએ એક જેાક સંભળાવ્યો ત્યારે તે જેારજેારથી હસવા લાગી. તેનો હસવાનો અવાજ હોલમાં બેઠેલા સાસુસસરાના કાન સુધી ગયો. જ્યારે બીજી વાર આવું ફરી થયું ત્યારે તેની સાસુએ તેને બધાની સામે ટોકતા કહ્યું કે તારે આ રીતે મોટેથી હસવું ન જેાઈએ. મહિલાઓના આ રીતે હસવાને સંસ્કારી માનવામાં નથી આવતું. થોડું ધીરેથી હસવાનું રાખ. જેાકે ૫ વર્ષ પછી પણ રિચા આ ઘટના ભૂલી નથી.
સંબંધોને ગેરસમજ બગાડે છે
ઘણી વાર ખોટી ગેરસમજ સંબંધમાં કડવાશ લાવવાનું કારણ બને છે. આવું જ સચિન વ્યાસ અને પ્રીતિ સાથે પણ થયું, પરંતુ પ્રીતિ પોતાના મિત્રની સામે પોતાના અપમાનને ભૂલી નહીં. તેથી હવે તે એક જ શહેરમાં હોવા છતાં પણ જલદી પોતાના ઘરે નથી જતી. આવી જ એક ઘટના અદા જેાશી સાથે પણ બની હતી. ૩૦ વર્ષના મહેન્દ્ર જેાશીએ જ્યારે પોતાની ૨૩ વર્ષની બહેન અદાને એક કેફેમાં છોકરા સાથે કોફી પીતા જેાઈ ત્યારે તે તેની પર ગુસ્સે થઈ ગયો. પછી તેણે કંઈ જ સમજ્યાવિચાર્યા વિના જઈને અદા અને તેના ફ્રેન્ડને થપ્પડ મારી દીધી. મહેન્દ્ર જેાશીનું આમ કરવું તેમની રૂઢિવાદી માનસિકતા દર્શાવે છે, તેણે એ જાણવાની કોશિશ જ ન કરી કે તે છોકરો કોણ છે. તે અદાનો બોયફ્રેન્ડ છે કે માત્ર ફ્રેન્ડ. હકીકત જાણ્યા વિના અને કંઈ જ સમજ્યાવિચાર્યા વિના તેનું આમ કરવું અદા માટે શરમનું કારણ બની ગયું.
આ ઘટના પછી તેના જેટલા પણ મેલ ફ્રેન્ડ્સ હતા તે બધાથી અંતર બનાવી લીધું. તેના બધા મેલ દોસ્ત તેની સાથે સંબંધ રાખવાથી ડરવા લાગ્યા કે કોણ જાણે ક્યારે તેનો ભાઈ અથવા પપ્પા આવશે અને તેમને ગમે તે વાત પર મારવા લાગશે. અદા જણાવે છે, ‘‘મારા ભાઈની આ હરકતે મારા બધા મિત્રોને મારાથી દૂર કરી દીધા. આપણા સમાજમાં છોકરીઓને આવી સિચ્યુએનમાંથી ઘણી વાર પસાર થવું પડે છે, જ્યારે તેમાં તેમની કોઈ ભૂલ પણ નથી હોતી સિવાય કે તે છોકરી છે.’’ ઘણી વાર છોકરીઓનું અપમાન પોતાના જ ઘરમાં એટલું વધી જાય છે કે તેની પોતાની ફેમિલી તેના કેરેક્ટર પર પ્રશ્ન ઉઠાવવા લાગે છે. આવું મોટાભાગે ઓછું ભણેલાગણેલા અને આર્થિક રીતે નબળા લોકોના ઘરમાં થાય છે. આવું જ એક ઘર મૌલી ગૌડાનું છે. મૌલી ગૌડા ૨૪ વર્ષની છે. તે મુંબઈની ગીચ વસ્તીવાળી એક ચાલીમાં રહે છે. અવારનવાર તેના ઘરે તેના નાના ભાઈ જયંત ભાવસારની ફીમેલ ફ્રેન્ડ આવતી રહે છે, પરંતુ જ્યારે મૌલીનો દોસ્ત પંકજ પંડ્યા ઘરે આવ્યો ત્યારે તેના પપ્પા મૌલી પર ગુસ્સે થઈ ગયા. તેઓ ઊંચા અવાજે બોલ્યા, ‘‘આ મારું ઘર છે કે કોઈ કોઠો નથી, મન ફાવે ત્યારે ગમે તે અહીં આવી જાય છે? ક્યારેક કોઈ મિત્ર. તમારું કોઈ કેરેક્ટર છે કે નહીં કે પછી તમને કોઈ એક છોકરાથી સંતોષ નથી કે અવારનવાર કોઈ ને કોઈ અહીં આવતું રહે છે? આ શબ્દો સાંભળતા જ મૌલી રડતાંરડતાં પોતાના રૂમમાં ચાલી ગઈ. તેના પપ્પાનો ગુસ્સો જેાઈને તેનો મિત્ર પણ ત્યાંથી ચાલ્યો ગયો. આ ઘટના પછી તે ફરીથી ક્યારેય મૌલીના ઘરે આવ્યો નહીં.
સૌપ્રથમ ઘરમાં માનસન્માન જરૂરી
આ પ્રકારની વાત ગરીબ વર્ગના લોકો માટે સામાન્ય બની ગઈ છે. વધારે ભણેલાગણેલા ન હોવાથી તેઓ આ પ્રકારના શબ્દોનો યૂઝ કરતા હોય છે, પરંતુ એ વાતને નજરઅંદાજ ન કરી શકાય કે આખરે તેઓ કોઈ છોકરી અથવા મહિલા માટે આવું કેવી રીતે કહી શકે છે જે મહિલાઓના ચારિત્ર્ય પર આંગળી ચીંધે છે, પરંતુ તેમ છતાં રોકટોક વિના મહિલાઓ માટે અપશબ્દોનો યૂઝ કરવામાં આવે છે. જે લોકો પોતાના ઘરમાં છોકરીઓ અને મહિલાઓનું અપમાન કરતા હોય છે તેઓ એ વાત સમજી નથી શકતા કે આમ કરીને તેઓ વાસ્તવમાં પોતાના માટે ખાડો ખોદી રહ્યા છે, કારણ કે અપમાન સહન કરનાર છોકરીઓ ફરીથી તે ઘરમાં પગ મૂકવા નથી ઈચ્છતી. પછી ભલે ને તેના પરિવારજનો તેમને વારંવાર આવવા માટે આગ્રહપૂર્વક કહ્યા કરે. આ સ્થિતિમાં જેા માતાપિતાએ પોતાની એકમાત્ર સંતાન એવી દીકરીનું અપમાન કર્યું હોય છે તેઓ એક સમયે પોતાની દીકરીને જેાવા માટે તરસી જતા હોય છે, કારણ કે તે તેમને જેાવા સુધ્ધાં નથી ઈચ્છતી. અપમાન સહન કરનાર કેટલીક છોકરીઓ જે પોતાના ઘરે પ્રેમપૂર્વક કોઈની સાથે વાત નથી કરતી. જેા તેમના આવા વ્યવહારને બદલવો હોય તો શરૂઆતથી જ પોતાના ઘરની છોકરીઓ અને મહિલાઓને હક આપવા પડશે અને તેમની સાથે માનપૂર્વક વાત કરવી પડશે.
– પ્રિયંકા યાદવ.





