પ્રેમ ઉંમર નથી જેાતો, મર્યાદા નથી જેાતો, બંધન નથી જેાતો. જે એક વાર પ્રેમમાં પડી જાય છે તે દરેક પ્રતિબંધ તોડીને પોતાના પ્રેમને પરવાન ચઢાવવા પૂરજેાશ પ્રયત્ન કરવા લાગે છે. હા, એવી જ કહાણી છે રાજસ્થાનની કનિકા સોનીની જેને બિહારના જિમ ટ્રેનર લક્કી સાથે પ્રેમ થઈ ગયો અને બંનેએ ભાગીને લગ્ન કરી લીધા. પહેલાં લોકોનો પ્રેમ સ્કૂલકોલેજ, ઓફિસ કે પછી લગ્નપ્રસંગ જેવી જગ્યાએ પરવાન ચઢતો હતો, પણ હવે તેની જગ્યા જિમ સેન્ટરે લઈ લીધી છે. લોકો જિમમાં પરસેવો પાડતા પ્રેમમાં પડી જાય છે. બિહારના જમુઈના રહેવાસી માતાપિતાએ દીકરીને શહેરના સૌથી મોટા જિમમાં એક્સર્સાઈઝ કરવા મોકલી, પણ દીકરી તે જ જિમ ટ્રેનરને પ્રેમ કરી બેઠી અને બંનેએ માતાપિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરી લીધા. માત્ર યુવા જ નહીં, પરંતુ પરિણીત લોકો પણ જિમ ટ્રેનરના પ્રેમમાં પડી જાય છે. એક પરિણીત મહિલાનું કહેવું છે કે તેને પોતાના જિમ ટ્રેનર સાથે પ્રેમ થઈ ગયો, પરંતુ આ વાત તે તેના પતિને કેવી રીતે જણાવે સમજાતું નથી. માત્ર સામાન્ય ઘરની છોકરીઓ કે મહિલાઓનું દિલ જ પોતાના જિમ ટ્રેનર પર આવે છે એવું નથી, પણ વર્કઆઉટ કરતાંકરતાં પોતાના જિમ ટ્રેનરને દિલ આપી બેઠી આ હસીનાઓ પણ :
આયરા ખાન : આમીર ખાનની દીકરી આયરા ખાનના થોડા મહિના પહેલાં નુપુર શિખરે સાથે લગ્ન થયા, તે બંને એકબીજાને પ્રેમ કરતા હતા. નુપુર શિખરે આયરાના પપ્પાના જિમ ટ્રેનર હતા. આયરા નુપુરને ૩ વર્ષથી ડેટ કરી રહી હતી.
સુષ્મિતા સેન : મિસ યુનિવર્સનું ટાઈટલ જીતનાર બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન એક સમય પહેલાં મોડલ રોહમાન શૌલને ડેટ કરી રહી હતી. બંને વચ્ચે એટલો પ્રેમ વધી ગયો કે રોહમાન શૌલ સુષ્મિતા સેનના જિમ ટ્રેનર બની ગયા હતા. રોહમાન સુષ્મિતાને જિમ ટ્રેનિંગ આપતા હતા જેના કેટલાય વીડિયો સુષ્મિતાએ ઈંસ્ટાગ્રામ પર શેર કર્યા.
નિગાર ખાન : એક્ટ્રેસ નિગાર ખાને સાહિલ ખાન સાથે લગ્ન કર્યા હતા. ક્યારેક બોલીવુડમાં એક્ટિંગ કરનાર સાહિલ ખાન જિમ ટ્રેનર છે. જેકી શ્રોફની પત્ની આયશા શ્રોફનું પણ નામ જિમ ટ્રેનર સાહિલ સાથે જેાડાયું છે. જેાકે આયશાએ તેને અફવા કહી હતી.
અલાયા એફ : અલાયા એફનો બોયફ્રેન્ડ ઐશ્વર્ય ઠાકરે પણ પહેલાં જિમ ટ્રેનર હતો. તેનું પણ એક્ટરના બદલે જિમ ટ્રેનર પર દિલ આવી ગયું.
મેડોના : હોલીવુડ એક્ટ્રેસ મેડોનાનો એક્સ બોયફ્રેન્ડ કાલોંસ લિયોન પણ જિમ ટ્રેનર છે. જેાકે હવે મેડોના કોઈ બીજાને ડેટ કરી રહી છે.
દિશા પટણી : બોલીવુડની સૌથી ફિટ એક્ટ્રેસમાં સામેલ દિશા પટણી એક સમયે ટાઈગર શ્રોફ સાથે રિલેશનમાં હતી, પણ આ બંને તેમને પોતાના નવા હેન્ડસમ બોયફ્રેન્ડ સાથે જેાવા મળે છે. તે તેના નવા બોયફ્રેન્ડ એલેક્ઝેંડર એલેક્સને ડેટ કરી રહી છે. બંને સાથે વર્કઆઉટ કરે છે. એલેક્ઝેંડર જિમ ટ્રેનર પણ છે.
દેબોલીના ભટ્ટાચાર્ય : ટીવી એક્ટ્રેસ દેબોલીના ભટ્ટાચાર્યએ પોતાના જિમ ટ્રેનર શાહનવાજ શેખ સાથે લગ્ન કરી બધાને ચોંકાવી દીધા. દેબોલીનાએ પોતાના પ્રેમ માટે ધર્મની દીવાલ તોડીને મુસ્લિમ ટ્રેનર શાહનવાજને હમસફર બનાવી લીધો.
પ્રેમ એ જ, પણ તેની પેટર્ન બદલાઈ ગઈ છે
ઓનલાઈન પ્રેમનો ક્રેઝ છે, પણ તે ઉપરાંત હવે પ્રેમની શોધમાં લોકો જિમ સેન્ટર જવા લાગ્યા, ખાસ તો સિંગલ લોકો તેને એક માર્ગ બે કામની જેમ લે છે કે શરીર પણ ફિટ રહેશે અને ઈમોશનલ હેલ્થ પણ સુધરશે. જિમ એક એવી જગ્યા બની ગઈ છે કે જ્યાં કોઈ એકલા અઠવાડિયામાં ૧/૨ કે ૭ દિવસ જાય. તો કોઈ આંખ ઉઠાવીને પણ ન જુએ. તમે અહીં આરામથી તમારા જિમ ટ્રેનર પ્રેમી સાથે ફ્લર્ટ કરી શકો છો, કોઈ કંઈ જ નહીં બોલે, કારણ કે કોઈ શંકા પણ ન કરે કે તમે ત્યાં તમારા પ્રેમી સાથે પ્રેમાલાપ કરવા જઈ રહ્યા છો. બીજી બાજુ જેા તમે ક્લબના સભ્ય છો, તો ત્યાં જાઓ ખાઓપીઓ. સ્પોર્ટ્સમાં પણ પાર્ટનર જેાઈએ, પણ જિમમાં તમે પૂરું અઠવાડિયું એકલા જઈ શકો છો અને તેમ છતાં તમે એકલા રહી જાઓ કોઈ મિત્ર ન બને, તો કોઈ આંખ નથી ઊઠતી. આ સોશિયલાઈઝિંગની સૌથી સુલભ જગ્યા છે.
જિમમાં મી ટાઈમ
કોઈ પણ વ્યક્તિ એમ વિચારીને જિમ નથી જતી કે ત્યાં તેને કોઈ પાર્ટનર મળી જાય અને તે તેની સાથે પ્રેમ ફરમાવે. તે ત્યાં માત્ર પોતાની ફિટનેસ માટે આવે છે, પણ જિમમાં આવનાર કોઈ વ્યક્તિ ખરેખર તમારા સંબંધને લઈને ઉદાસ છે તો જિમનો માહોલ તેની મદદ જરૂર કરે છે. જિમ ટ્રેનર અથવા કોઈ બીજું તે વ્યક્તિને એકલતામાં જેાઈને તેની સાથે સિંપેથી બતાવવા લાગે છે, તેનું ધ્યાન રાખવા લાગે છે, તો તે તેની તરફ આકર્ષિત થાય છે અને એક દિવસ તે પ્રેમનું રૂપ લે છે.
સમસ્યાનું કારણ
જિમવાળો પ્રેમ સમસ્યાના લીધે પણ થઈ રહ્યો છે. એવા અનેક કિસ્સા જેાવા મળે છે જેમ કે ગત વર્ષે પટણાના જાણીતા ડોક્ટર રાજીવ કુમાર સિંહની પત્ની ખુશબૂ સિંહ, જે ૨ બાળકની મા છે તે ૨૬ વર્ષના જિમ ટ્રેનરના પ્રેમમાં પાગલ થઈ ગઈ, બંને લેટ નાઈટ સુધી ફોન પર વાત કરતા હતા, પણ આ વાત ડોક્ટર પતિને પસંદ નહોતી અને તેણે જિમ ટ્રેનરને જાનથી મારવાની ધમકી આપી. ત્યાર પછી તેની સોપારી આપીને તેની પર બદમાશ ગુંડાઓ દ્વારા એક પછી એક ધનાધન ૫ ગોળી ચલાવડાવી. આ જાણકારી જિમ ટ્રેનર વિક્રમે પોલીસને આપી. ગોળી વાગ્યા પછી લોહીથી લથપથ તે સ્કૂટી ચલાવીને હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેનો જીવ બચી શક્યો.
એવો જ એક મામલો ઉત્તરાખંડના દેહરાદૂનનો છે જ્યાં જિમ ટ્રેનરના પ્રેમમાં પાગલ એક પત્નીએ પતિને ઊંઘની ગોળી ખવડાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો. હરિયાણાના યમુનાનગરમાં જિમ ટ્રેનરના પ્રેમમાં પડેલી એક મહિલાએ ૧૦ લાખ રૂપિયામાં પોતાના પતિના મોતનો સોદો કરી દીધો. ગયા વર્ષે એક વેપારીની હત્યાનો ખુલાસો થયો. પોલીસ તપાસ મુજબ પત્નીના જિમ ટ્રેનર સાથે સંબંધ અને તેની બ્લેકમેલિંગથી પરેશાન પતિએ આત્મહત્યા કરી લીધી.
પ્રેમ છુપાયે છુપાતો નથી
કહેવાય છે પ્રેમ છુપાયે છુપાતો નથી અને આજના ટેક્નોલોજી યુગમાં તરત પ્રેમ પર પડેલો પડદો ખૂલી જાય છે. આપણે ક્યાં ફરવા જઈએ છીએ, શું કરી રહ્યા છીએ, કોને મળીએ છીએ ટેક્નોલોજી દ્વારા સરળતાથી જાણી શકાય છે. જિમમાં થતા અફેરને લઈને કેટલીય વાર પતિપત્ની વચ્ચે જાસૂસી કરવામાં આવે છે. તેમાં જિમના ટુવાલ શોધી કાઢવાની કોશિશ કરવામાં આવે છે.
દગો આપનાર પાર્ટનરના ઈમેલ સુધી પહોંચવા માટે એક ખાસ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. ગત વર્ષે જ ૧૫ ઓક્ટોબરે મધ્ય પ્રદેશના ભોપાલના કોહેફિજમાં એક ફિટનેસ સેન્ટરમાં આવો મામલો જેાવા મળ્યો, જ્યાં પતિપત્ની વચ્ચે હંગામો થયો. જ્યારે પત્નીને ખબર પડી કે ફિટનેસ સેન્ટરમાં પતિનું કોઈ અન્ય છોકરી સાથે અફેર ચાલે છે તો તે ત્યાં પહોંચી ગઈ અને પતિપત્ની અને વો વચ્ચે જેારદાર ઝઘડો થયો. પોલીસના મતે, મહિલાના પતિનું જિમમાં આવનાર એક છોકરી સાથે અફેર ચાલતું હતું, તેની પત્નીને ખબર પડી અને પછી તેના જિમ સેન્ટર આવીને તે છોકરીની ચંપલથી ધોલાઈ કરી.
જિમમાં પ્રેમના કિસ્સા વધવા લાગ્યા
મહિલાઓને લઈને કરવામાં આવેલા એક સર્વેમાં જેાવા મળ્યું છે કે ૯૦ ટકા મહિલાઓનો ફિટનેસ ટ્રેનર પર ક્યારેક ને ક્યારેક ક્રશ રહ્યો. બીજી બાજુ જિમ ટ્રેનરનો પણ ત્યાં આવનાર છોકરીઓ પર ક્રશ રહ્યો. જિમ ન માત્ર બોડીને લઈને તમારી ચિંતા ઓછી કરે છે, પણ તમારા દાંપત્યજીવનનો પણ અંત કરી શકે છે. આજે તલાકના મામલામાં મોટું કારણ ફિટનેસ ટ્રેનર સાથે અફેર જેાવા મળે છે. એક વકીલનું કહેવું છે કે દાંપત્ય જીવનના અંતનું કારણ એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય છે. આવા કેસમાં સામે આવ્યું છે કે ટ્રેનર સાથે ‘પર્સનલ’ થઈને મહિલાઓ પહેલાંથી મુશ્કેલીથી પસાર થતા દાંપત્ય જીવનમાં સમસ્યા વધારે છે. પરિણામે કપલ તલાક માટે કોર્ટનો દરવાજેા ખખડાવે છે. સામાન્ય રીતે આવા કપલ સંપન્ન પરિવારના હોય છે, જ્યાં પતિ બિઝનેસમાં બિઝી રહે છે. એવામાં સાથ અને સુખ શોધતી મહિલાને પર્સનલ ટ્રેનરમાં આ બધું દેખાવા લાગે છે, તો તે તેની તરફ આકર્ષિત થવા લાગે છે.
‘યુનિવર્સિટી ઓફ ઓટારિયો’ ના એક અભ્યાસ પરથી જે લોકો પોતાના પાર્ટનર સાથે જિમ જાય છે તેમના આ દરમિયાન કરવામાં આવેલા વર્કઆઉટ ઈફેક્ટિવ હોય છે. તમે તમારા પાર્ટનર સાથે જિમ જાઓ છો તો તમારા માટે આ એક પ્લસ પોઈન્ટ છે, કારણ કે એકસાથે એક્સર્સાઈઝ કરવાથી તમે ફિટ તો રહેશો જ પરસ્પર સંબંધ પણ મજબૂત બનશે. જે કપલ કેટલીક વસ્તુ એકસાથે કરે છે જેમ કે હેર ઓઈલ લગાવવું, ડિનર કરવું, ફરવા જવું તેમના સંબંધ સારા હોય છે. જેા કપલ સમયના અભાવે ક્વોલિટી સમય વિતાવી નથી શકતા તે સાથે વર્કઆઉટ કરતી વખતે પોતાના લાઈફપાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકે છે.
– મિની સિંહ.





