ન્યૂટ્રિશનની આપણી સ્કિનની હેલ્થ પર સીધી અસર થાય છે. એવામાં વિટામિન અને સ્કિન બૂસ્ટિંગ સપ્લિમેન્ટ મદદરૂપ સાબિત થાય છે, કારણ કે તે સ્કિન માટે બિલ્ડિંગ બ્લોકનું કામ કરે છે અને ક્ષતિગ્રસ્ત સ્કિનને ઝડપથી હીલ કરવામાં મદદ કરે છે.

આવો, જાણીએ સ્કિન બૂસ્ટિંગ સપ્લિમેન્ટ વિશે :
‘એશિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ’ ના ડર્મેટોલોજિસ્ટ ડોક્ટર અમિત બાંગયા જણાવે છે કે સ્કિન બૂસ્ટિંગ સપ્લિમેન્ટ આજકાલ ચર્ચામાં છે, પણ આ સપ્લિમેન્ટ તમારા ઓવરઓલ ડાયટ મુજબ અસર કરે છે. તે અલગથી એટલા અસરકારક નથી હોતા. તમારું ડાયટ બેલેન્સ્ડ છે, લાઈફસ્ટાઈલ હેલ્ધિ છે તો તે તમારી સ્કિનને સ્મૂથ કરવામાં મદદ કરે છે. પણ જેા ડાયટ યોગ્ય નથી, ઓવરઓલ હેલ્થ સારી નથી તો તેની કોઈ ખાસ ભૂમિકા નથી હોતી. કેટલીક મહિલાઓને તેનાથી સારું રિઝલ્ટ મળે છે, તો કેટલાકને ખાસ રિઝલ્ટ જેાવા નથી મળતું. તેનું રિઝલ્ટ તમારા ડાયટ, હેલ્થ, લાઈફસ્ટાઈલ, જેનેટિક કંપોઝિશન અને કઈ સપ્લિમેન્ટ તમે પસંદ કરી રહ્યા છો તેની પર નિર્ભર કરે છે.

સ્કિન બૂસ્ટિંગની સપ્લિમેન્ટ ક્યારેય જાતે ન લો, કારણ કે તે ક્યારે અને કઈ સપ્લિમેન્ટ લેવી અને કેટલા સમય સુધી લેવી તે ડોક્ટર જ જણાવી શકે છે કે પછી તમારે તેના માટે ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવી જેાઈએ. સ્કિન બૂસ્ટિંગ સપ્લિમેન્ટ ઓઈલી, ડ્રાય, કોમ્બિનેશન સ્કિન માટે અલગઅલગ હોય છે અને એક ડર્મેટોલોજિસ્ટ જ તમારી સ્કિન ચેક કરીને જણાવી શકે છે કે તમારા માટે કઈ સપ્લિમેન્ટ બેસ્ટ છે.

આવો જાણીએ, કેટલીક જરૂરી સ્કિન બૂસ્ટિંગ સપ્લિમેન્ટ વિશે :
વિટામિન સી
તેનાથી સ્કિનને ઈલાસ્ટિસિટી મળે છે, સ્કિન યંગ દેખાય છે. કોલોજન અને ઈલાસ્ટિસિટી બંને પ્રોટીન ફાઈબર છે, જે સ્કિન સેલ્સને રીઝનરેટ કરવાની સાથેસાથે સ્કિનને ફર્મ અને ટાઈટ બનાવવાનું કામ કરે છે. કોલોજન એજિંગ પ્રોસેસને ધીમી કરીને સ્કિન પિગમેન્ટેશનની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
ઈન્ફોર્મેશન : એક મહિલાને રોજ ૮૦ મિલીગ્રામ વિટામિન સીની જરૂર હોય છે.

વિટામિન ઈ
તે સ્કિનને યૂવી ડેમેજથી બચાવવાનું કામ કરે છે. તે સ્કિનના મોઈશ્ચરને લૂઝ થતું બચાવવાની સાથે સ્કિનને નરિશ અને સોફ્ટ બનાવવાનું કામ કરે છે, પણ તમે તે હંમેશાં નથી લઈ શકતા. તેને થોડા સમય માટે લેવામાં આવે છે અને તે પણ ડર્મેટોલોજિસ્ટની સલાહ પર જ, નહીં તો જરૂરિયાત કરતા વધારે વિટામિન ઈ લેવાથી તમારા શરીરને નુકસાન થાય છે.
ઈન્ફોર્મેશન : એક મહિલાને રોજ ૧૫ મિલીગ્રામ વિટામિન ઈની જરૂર હોય છે.

વિટામિન એ
વિટામિન એ ન માત્ર સ્કિન માટે પણ આપણી આંખ માટે ખૂબ જરૂરી માનવામાં આવે છે. તેના કેટલાય વેરિએંટ્સ હોય છે જેમ કે બીટા કેરોટિન, રેટિનોલ્સ વગેરે જે સ્કિનના બેરિયર ફંક્શનને ઈમ્પ્રૂવ અને સ્કિનને ડેમેજ થતા બચાવે છે. રેટિનોલ્સ સ્કિન સેલ્સ ટર્નઓવરને પ્રમોટ કરવાની સાથેસાથે હાઈપર પિગમેન્ટેશન, સન સ્પોટ્સ, એજ સ્પોટ્સને ઓછા કરી સ્કિન ટોનને ઈમ્પ્રૂવ કરવામાં મદદરૂપ છે. બીટા કેરાટિન વિટામિન એમાં રિચ હોવાથી તે સ્કિનને રીઝનરેટ કરવા અને કોલોજનના નિર્માણમાં મદદ કરે છે, જેથી એજિંગ, એક્નેની સમસ્યા ઓછી થવાની સાથે સ્કિન ટેક્સ્ચર પણ ઈમ્પ્રૂવ થાય છે અને સ્કિન યંગ દેખાય છે.
ઈન્ફોર્મેશન : એક મહિલાને દરરોજ ૮૦૦ માઈક્રોગ્રામ વિટામિન એની જરૂર હોય છે.

ઝિંક
તેને એક જરૂરી સપ્લિમેન્ટ માનવામાં આવે છે, જે સ્કિનને ગ્લોઈંગ બનાવવાનું કામ કરે છે, સાથે ઈમ્યૂનિટી વધારે છે. તેમાં ઝડપથી જખમ ભરવાની ક્ષમતા હોય છે. સ્કિન સેલ્સને ફરીથી હેલ્ધિ બનાવવામાં સક્ષમ છે. તેની એન્ટિઈન્ફ્લેમેટરી અને એન્ટિબેક્ટેરિયલ પ્રોપર્ટી સ્કિનને એક્ને, એક્ઝિમાથી બચાવવાની સાથેસાથે સ્કિનને સુપર હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ સપ્લિમેન્ટને પણ ડર્મેટોલોજિસ્ટની સલાહ પર જ લો.
ઈન્ફોર્મેશન : એક મહિલાને રોજ ૧૦ મિલીગ્રામ ઝિંકની જરૂર હોય છે.

ઓમેગા ૩ ફેટી એસિડ
આ તમારી સ્કિનને અંદર અને બહારથી નરિશ કરવાની સાથે તમારી સ્કિનમાં જે ઓઈલની કમી હોય છે, તેને પૂરી કરવાનું કામ કરે છે. કેટલીય સ્કિન કંડિશન્સ જેમ કે સોરાયસિસ, એટોપિક ડર્મેટાઈટિસની સ્થિતિમાં સ્કિનમાં ઓઈલની કમી સર્જય છે, તેમાં ઓમેગા ૩ ફેટી એસિડ ખૂબ મદદ કરે છે. ઈન્ફ્લેમેશનને ઓછી કરવાની સાથે હેલ્ધિ કોમ્પ્લેક્શન આપવાનું કામ કરે છે. તેને તમારા ડાયટની સાથેસાથે સપ્લિમેન્ટ રૂપે લઈ શકો છો.
ઈન્ફોર્મેશન : એક મહિલાને રોજ ૨૫૦-૫૦૦ મિલીગ્રામ ઓમેગા ૩ ફેટી એસિડની જરૂર હોય છે.
– પારૂલ ભટનાગર.

વધુ વાંચવા કિલક કરો....