ધોમધખતી ગરમી પછી પોતાની સાથે રાહતનો વરસાદ લઈને આવી ગઈ છે મોનસૂનની ઋતુ. વરસાદમાં ભીનીભીની માટીની સુગંધ સાથે ચાની મજા માણવાનો આ સમય છે. આ સીઝનમાં વીકેન્ડ આઉટિંગ પર નીકળતા ચારે બાજુ છવાયેલી લીલોતરી પણ તમારા મનને મોહી લે છે, પછી ભલે ને તમે પહાડો પર જાઓ કે પછી બગીચામાં ફરવા. બીજી તરફ મોનસૂનના કેટલાક પડકારો પણ છે. ક્યારેક-ક્યારેક વરસાદ એટલો મુશળધાર પડતો હોય છે કે રસ્તાઓ નદી બની જતા હોય છે અને તમે પણ ઘરની બહાર નીકળી નથી શકતા. આ સ્થિતિમાં ઉત્તમ એ જ રહેશે કે મોનસૂનની મોસમમાં તમે ઘરે તમારું વર્ક સ્ટેશન તૈયાર કરી લો, જેથી જરૂર પડતા તમારું કામ ચાલી શકે.
આ મોસમમાં ગરમ સૂપ અને ખુશબૂદાર કોફીથી ભરેલા થરમોસની સાથે ગરમ અને ઊર્જથી ભરેલા રહો. તમારદ્બ પાસે વધારાનાં કપડાં અને જૂતા રાખો, જેથી ભલે ને વરસાદ તમારો મૂડ બગાડે, પરંતુ તે તમારો પૂરો દિવસ ન બગાડી શકે. પૂરો સમય તમારી પાસે એક ફોલ્ડિંગ છત્રી અને મચ્છર ભગાડવાનું સ્પ્રે રાખવાનું ન ભૂલશો.
મોનસૂનમાં ખુશ રહો
મોનસૂનમાં વાતાવરણ વાદળોથી ઘેરાયેલું રહેવાથી ક્યારેક-ક્યારેક મન પણ ઉદાસ અને સુસ્ત રહે છે. આ સ્થિતિને દૂર કરવા માટે સારું તો એ જ રહેશે કે તમે તમારા ઘર અથવા વર્કપ્લેસને ઊજળું અને પ્રકાશથી ભરપૂર રાખો. પ્રકાશ તમારા મનને ખુશી અનુભવવા માટે પ્રેરિત કરે છેે. તેના માટે ફ્લોર લેમ્પ એક સુંદર ઉપાય છે. તે ન માત્ર પૂરતો પ્રકાશ આપે છે, પરંતુ રૂમને મોટો અને વધારે હવાઉજાસવાળો બનાવે છે. જેા તમારો રૂમ નાનો હોય તો તમે વોલ લેમ્પ અથવા ટેબલ લેમ્પ લગાવી શકો છો. વાતાવરણ ખૂલતા જ ઘરના બારીદરવાજા ખોલી નાખો અને તડકાને ઘરની અંદર આવવા દો.
નાનીનાની વાતનું ધ્યાન રાખો
વાત જ્યારે રહેવાની જગ્યાને તાજગીસભર રાખવાની થઈ રહી હોય ત્યારે કેટલીક નાનીનાની વાત પર ધ્યાન આપવું જરૂરી બની જાય છે, જેમ કે ભેજને શોષી લેનાર નેફ્થલીન બોલ્સ. આ બોલ્સને પ્લાસ્ટિક અથવા કાચના ખુલ્લા કંટેનરમાં રાખો. આરામદાયક અને આકર્ષક વાતાવરણ બનાવવા માટે ગર્મજેાશથી ભરેલા પીળા પ્રકાશનો વિકલ્પ પસંદ કરો, જેા તમારા રૂમને આરામદાયક ટચ આપે છે. ઉપરાંત ભેજને તિજેારીમાં જતો અટકાવવા માટે શટરને ફોમ ટેપ અથવા ડસ્ટ સીલથી સીલ કરો.
જ્યાં સુધી ઈલેક્ટ્રિક ગેજેટ્સની વાત છે, તો તેને ક્યારેય ખુલ્લી હવામાં ન રહેવા દો. ભેજને દૂર કરવા માટે તેમને નિયમિત રીતે ચલાવતા રહો, જેથી તે ગરમ થતા રહે. ફૂગને દૂર રાખવા માટે સોફાની સરફેસને ગરમ કરવા માટે વેક્યૂમ ક્લીનરના ગરમ બ્લોઅરનો ઉપયોગ કરો અને ત્યાર પછી તેને સૂકા કપડાથી ધીરેથી લૂછી લો. આ બધા સામાન્ય પરંતુ ખૂબ અસરકારક ઉપાય તમને મોનસૂનમાં પોતાના રહેવાની જગ્યાને સ્વચ્છ અને આકર્ષક બનાવી રાખવામાં મદદરૂપ બનશે.
મોનસૂનમાં ઘરની સારસંભાળ રાખવાની કેટલીક ટિપ્સ :
જાડા, વજનદાર પડદાની જગ્યાને બારીક, વજનમાં હળવા પડદા લગાવો, જેથી પ્રકાશ અને હવા બરાબર ઘરમાં પ્રવેશી શકે. આમ પણ સૂર્યપ્રકાશ ન માત્ર જગ્યાને પ્રકાશિત કરે છે, પરંતુ જીવજંતુના વિકાસને અટકાવીને તેને કુદરતી રીતે સાફ પણ રાખે છે. દર અઠવાડિયે બેડની ચાદરોને યાદ રાખીને બદલી નાખો અને નિયમિત રીતે ટુવાલ અને નેપ્કિન પણ બદલતા રહો. આ સરળ દિનચર્યા તમારા ઘરમાં તાજા અને સ્વચ્છ વાતાવરણને જાળવી રાખવામાં તમને મદદ કરશે.
મનગમતી સુગંધ લાવીને તમારા ઘરમાંથી દુર્ગંધથી છુટકારો મેળવો. ગુલાબ અથવા લવન્ડર જેવી તાજગી આપતી સુગંધિત મીણબત્તી અથવા ઓઈલ ડિફ્યૂઝરનો ઉપયોગ કરો. આ જ રીતે તાજી સુગંધ માટે સૂકાં ફૂલ અથવા સુગંધિત જડીબુટ્ટીથી ભરેલા પાઉચને તમારી તિજેારી, કિચન?અને જૂતાના રેક પાસે લટકાવો.
બાલ્કનીના ખૂણા અને કિનારી પર સુગંધિત કેન્ડલ લટકાવવાથી દુર્ગંધને દૂર કરવામાં મદદ મળશે. તમારા પૂરા ઘરમાં કોઈ સુંદર ખુશબૂ માટે તેને લિવિંગરૂમ તેમજ આસપાસના રૂમ વચ્ચે લટકાવીને રાખો. આ બધા સરળ ઉપાય તમારા ઘરને મનમોહક ખુશબૂથી ભરી દેશે અને તાણ પણ દૂર રાખશે.
સ્ટોરેજ સ્પેસને પણ કેટલાક સરળ ઉપાય અજમાવીને ભેજથી થતા નુકસાનથી બચાવી શકાય છે. કાટથી બચવા માટે દરવાજાના મજાગરા, સ્ટોપર વગેરે પર સારી રીતે તેલ લગાવીને રાખો. વોર્ડરોબને સૂકા અને તાજા રાખવા માટે નેફ્થલીન બોલ્સ તથા કપૂર વગેરેનો ઉપયોગ કરો. ભેજને અટકાવવા માટે પૂરતું વેન્ટિલેશન ઘરમાં હોવું ખાસ જરૂરી રહે છે.
વોર્ડરોબ અને તિજેારીની વચ્ચે થોડી સ્પેસ રાખો. તેમને દીવાલોથી થોડું અંતર જાળવીને રાખો. ખાસ કરીને વરસાદની ઋતુમાં જ્યારે દીવાલો ભેજવાળી થઈ જાય ત્યારે ભેજને શોષી લેવા માટે તમારી તિજેારીમાં નેફ્થલીન અથવા કપૂરની ગોળી રાખો. સિલ્વરફિશથી બચવા માટે લીમડાના પાંદડાં અથવા લવિંગનો ઉપયોગ કરો.
તમારા ઘરમાં પૂરતા પ્રકાશ અને ખુશનુમા વાતાવરણ બનાવો. ફ્લોર લેમ્પ ન માત્ર પ્રકાશ આપે છે, પણ તમને જગ્યાનો વધારે ખુલ્લી હોવાનો અનુભવ પણ કરાવે છે. જેા તમારી પાસે જગ્યા નાની હોય, તો વોલ લેમ્પ તેમજ ટેબલ લેમ્પને યોગ્ય જગ્યાએ લગાવો. કુદરતી પ્રકાશને ઘરમાં લાવવા અને તમારા ઘરને પ્રકાશિત કરવા માટે તડકાના દિવસોમાં ઘરના બારીદરવાજા ખુલ્લા રાખવાનું ન ભૂલો.
મોનસૂન દરમિયાન લાકડાના ફર્નિચરનું ખાસ ધ્યાન રાખો. તેને સાફ કરવા માટે નિયમિત રીતે ચોંટેલી ધૂળને દૂર કરતા રહો અને વેક્યૂમ કરો. ખાસ કરીને કોતરણીવાળી જગ્યાએ ડાઘા પડતા અટકાવવા માટે ધૂળ સાફ કરવી જરૂરી છે. લાકડાના ફર્નિચરની સુરક્ષા માટે પોલિશ લગાવો. એવું ફર્નિચર પસંદ કરો જે મોનસૂનમાં પણ ખરાબ ન થાય.
તે તમામ જગ્યાએ નજર રાખો, જ્યાં ભેજ આવી શકે, જેમ કે ફરસ, દીવાલ અને છતની તિરાડમાં નાના છોડ ઊગી ન જાય તેની તપાસ કરતા રહો. તે ભેજ બનાવી શકે. કોઈ પણ પ્રકારના ભેજને તરત દૂર કરો અને ભવિષ્યની સમસ્યાને અટકાવવા માટે વોટરપ્રૂફિંગ કરાવો.
સુરક્ષિત રહીને વરસાદનો આનંદ માણવા માટે બાલ્કનીમાં બેસવાની જગ્યાને શેડથી કવર કરો. બહાર પડેલા ફર્નિચરને વરસાદથી બચાવવા માટે છત્રી અથવા સારી ક્વોલિટીના કવરિંગનો ઉપયોગ કરો. વોટરપ્રૂફ કુશન, આઉટડોર ગાલીચા અને પ્લાસ્ટિક અથવા એલ્યુમિનિયમ જેવી વસ્તુઓ અપનાવો.
મોનસૂનમાં તમારા મૂડને સારો રાખવા માટે પ્રેરણા આપતા રંગોનો ઉપયોગ કરો. નીરસ વાતાવરણમાં ખુશ રહેવા માટે ઘરમાં પીળા, નારંગી અને લીલા જેવા વાઈબ્રન્ટ કલરની પસંદગી કરો. તમે ફર્નિચરના કવર, પડદા અથવા ઘરની સજાવટમાં આ રંગોને સામેલ કરી શકો છો.
ઓછી કાળજીની જરૂર પડે તેવા હાઉસપ્લાન્ટ સાથે તમારા ઘરમાં ઈન્ડોર લીલોતરી લાવો. તે ન માત્ર હવાને શુદ્ધ કરે છે, પરંતુ તાજગી અને શાંતિનો અહેસાસ પણ કરાવે છે. ફર્ન, સ્નેક પ્લાન્ટ અથવા પીસ લીલી જેવા છોડને પસંદ કરો જેને મોનસૂનમાં ઓછી સારસંભાળની જરૂર પડે છે. કુદરતી વાતાવરણ માટે છોડવાને બારીની નજીક અથવા એવી જગ્યાએ રાખો, જ્યાં સૂર્યપ્રકાશ આવતો હોય.
– લલિતેશ માંદ્રેકર.





