
ગ્રીન એન્ડ મેજેન્ટા કલરની આકર્ષક ગોલ્ડન એમ્બ્રોઈડર્ડ કુરતીઓ. તેની સાથે ગોલ્ડન સેંડલ્સ અને મેચિંગ જ્વેલરી પહેરીને નીકળો, પછી જુઓ કેવી રીતે લોકો તમને જેાતા જ રહેશે.

સેજ ગ્રીન પ્રિન્ટેડ, એ લાઈન કુરતીનો જાદૂ બતાવવો હોય તો સાથે કેરી કરો હાઈહીલ્સ અને લાઈટ મેકઅપ. વાળ ખુલ્લા રાખો.

ઓફવાઈટ સ્ટ્રેટ કુરતી અને બ્લેક પેંટ્સ સાથે મિનિમલ મેકઅપ લુક અને બ્લેક સેંડલ્સમાં તમે ખૂબ સુંદર દેખાશો.

બોલ્ડ પ્રિન્ટ્સવાળી ફ્રંટ એમ્બ્રોઈડર્ડ ઈન્ડિગો લિવા કુરતી સાથે પ્લાઝો પેન્ટ પહેરીને તમે ભીડમાં અલગ દેખાશો. તેની સાથે જૂતી, લોંગ એરિંગ્સ અને વાળની ચોટી બનાવીને દેશી લુકમાં પણ હોટ દેખાશો.

સ્કાય બ્લૂ કોટન બ્લેન્ડ કળીદાર ડ્રેસ કે લાઈમ ગ્રીન એમ્બ્રોઈડર્ડ સ્ટ્રેટ કુરતી સેટ, તમારો સોફટ સ્ટાઈલિશ લુક કોઈનું પણ દિલ જીતી લેશે. તેની સાથે ખુલ્લા હેર અને લાઈટ મેકઅપ પરફેક્ટ અને કૂલ લાગશે.

યલો કલરની સ્ટ્રેટ કુરતી સાથે વાઈટ સ્ટ્રેટ પેન્ટ અને વાઈટ હાઈહીલ્સનું કહેવું જ શું.





