
ફ્લાવર પ્રિન્ટેડ ફુલસ્લીવ ટોપ અને પ્લાઝો ડ્રેસ. તેની સાથે મેચિંગ સેન્ડલ અને લોંગ એરિંગ્સ પહેરીને તમે સિંપલ મેકઅપ લુકમાં પણ સુંદર લાગશો. સાથે છે બ્લૂ કલરની આકર્ષક મિડી, જેની સાથે તમે હાઈ હીલ અને કેપ પહેરીને જાદૂ વિખેરશો તો લોકો તમને જેાતા જ રહેશે.

પ્યોર કોટન સ્લીવલેસ કુરતી, પ્લાઝો અને દુપટ્ટા સાથે તમે સિંપલ જ્વેલરી અને હાઈ હીલ પહેરીને અનોખો અંદાજ બતાવી શકો છો.

ગ્રીન અને વાઈટ કલર કોમ્બિનેશનની સ્ટ્રેટ કુરતી સૂટ સેટ. તેની સાથે તમે ડેંગલર એરિંગ્સ અને આકર્ષક બ્રેસલેટ પહેરી શકો છો. સાથે ખુલ્લા વાળમાં લુકને કંપ્લીટ કરી શકો છો.

ઓલિવ ગ્રીન સ્ટ્રેટ કુરતી સેટ હોય કે ફ્લાવર પ્રિન્ટેડ સ્ટાઈલિશ કુરતી વિથ ગ્રીન સ્ટ્રેટ પેન્ટ, તેને પહેરીને તમારો અંદાજ ડિફરન્ટ દેખાશે.

સ્કાય બ્લૂ ટોપ અને વિથ લવેન્ડર પ્લાઝો સેટ હોય કે પિંક સ્ટ્રેટ, પ્રિન્ટેડ કુરતી અને પ્લાઝો સેટ, તેને પહેરીને તમે કંફર્ટેબલ અનુભવશો. તેની સાથે તમને વધારે મેકઅપ કરવાની જરૂર નહીં પડે.

ગોલ્ડ ટોંડ રેડ ફુલસ્લીવ કુરતી. ગોલ્ડન પ્લાઝો વિથ ગોલ્ડન દુપટ્ટો. આ ડ્રેસ સાથે મેચિંગ એક્સેસરિઝ અને હાઈ હીલ કેરી કરો. સાથે ખુલ્લા વાળ અને અનોખા અંદાજ સાથે બીજાના દિલ પર રાજ કરો.





