કોઈને ભેટ આપવાથી તમારી અને ભેટ મેળવનાર વચ્ચે એક બંધન બને છે. જેા આપનાર અને લેનાર વચ્ચે સંબંધ મજબૂત બનાવે છે. એક નવા સંબંધની શરૂઆત અથવા જૂનાને મજબૂત બનાવવા માટે ભેટ ઘણી વાર પ્રેમ, આભાર અને ખુશીની અભિવ્યક્તિ હોય છે. કેટલીક વાર ભેટ પસંદ કરવામાં સમસ્યા થાય છે, કારણ કે સામેવાળાની પસંદ સમજાવી સરળ કામ નથી. એવામાં તમે આ કેટલીક ખાસ ભેટ વિશે વિચારી શકો છો :
જેા લગ્ન નક્કી થયા છે તો પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવવા માટે કેવી ભેટ પસંદ કરશો આ સવાલ ઘણી વાર પુરુષોના મનમાં થાય છે એટલે કે છોકરીઓ શું પસંદ કરે છે આ વિશે વિચાર કરવો જરૂરી છે. આવો, જાણીએ કે તમે ભાવિ જીવનસંગિની કે ગર્લફ્રેન્ડ કે દૂર રહેતી બહેનને ફેસ્ટિવલમાં કેવા પ્રકારની ભેટ આપી શકો છો :
પર્સ : છોકરીઓને પર્સ અથવા બેગનો ખૂબ શોખ હોય છે. એવામાં તેમને બેગ અથવા પર્સ ભેટ કરવી સારો વિકલ્પ હોઈ શકે છે. આજકાલ કેટલાક પ્રકારના સ્ટાઈલિશ બેગ્સ માર્કેટ અને ઓનલાઈન ઉપલબ્ધ છે. એક ટ્રેન્ડી અને ફેશનેબલ પર્સ પસંદ કરો, જે સુંદર લુકની સાથેસાથે ઉપયોગી પણ થશે.
રૂમ ડિફ્યૂઝર : પૂરા દિવસના થાક પછી જ્યારે રૂમમાં આવતાની સાથે ભીનીભીની સુગંધ મળશે તો કોઈનો પણ થાક દૂર થઈ શકે છે. એવામાં આ અહેસાસ માટે તમે તમારા પાર્ટનરને ડિફ્યૂઝર ભેટમાં આપી શકો છો. તેની પસંદનું સુગંધિત એસેંશિયલ ઓઈલ અને ડિફ્યૂઝરનું કોમ્બિનેશન એક બેસ્ટ ભેટ હોઈ શકે છે. આ અરોમા થેરપિની જેમ કામ કરીને થાકની સાથેસાથે મૂડને પણ સુધારે છે.
કસ્ટમ નેમ રિંગ : ગર્લફ્રેન્ડને શું ભેટ આપવી તેનો એક બેસ્ટ ઓપ્શન છે કસ્ટમ નેમ રિંગ. આ આજકાલ ટ્રેન્ડમાં છે અને પ્રેમ જતાવવાની એક સારી રીત છે. રિંગમાં તમે તમારી પાર્ટનરના નામ સાથે પોતાના નામનો પહેલો અક્ષર લખાવીને તેને સરપ્રાઈઝ આપી શકો છો. તેને આપીને ગર્લફ્રેન્ડના દિલમાં તમે તમારો પ્રેમ વધારી શકો છો.
જ્વેલરી કેસ : કેટલીય છોકરીઓ જ્વેલરીની શોખીન હોય છે. થોડીઘણી જ્વેલરી તો દરેક છોકરી પાસે હોય છે. એવામાં જેા તમારી પાર્ટનર પણ જ્વેલરી રાખે છે તો તેને ઓર્ગેનાઈઝ રાખવા માટે જ્વેલરી બોક્સ ઉત્તમ વિકલ્પ હોય છે. આજકાલ કેટલાય પ્રકારની ડિઝાઈનર જ્વેલરી કેસ માર્કેટ અને ઓનલાઈન ઉપલબ્ધ છે.
ફેશનેબલ જ્વેલરી : કેટલીક છોકરીઓને ફેશનેબલ જ્વેલરીનો શોખ હોય છે. તે હંમેશાં જ્વેલરી કેરી કરે છે. તમારી ગર્લફ્રેન્ડ પણ બ્રેસલેટ, રિંગ કે એરિંગ્સ ભેટ કરી શકો છો. તેને જેાઈને તમને વધારે પ્રેમ કરવા લાગશે.
પર્સનલાઈઝ ફોટો ફ્રેમ : આ આજકાલ ખૂબ ટ્રેન્ડમાં છે. તેમાં તમે તમારી પાર્ટનરની કોઈ સારી તસવીર લગાવી શકો છો. સૌથી ખાસ વાત એ છે કે તમે ક્યાંય પણ રહો તેને ઓનલાઈન કસ્ટમાઈઝ કરાવી શકો છો અને તે પણ સરળતાથી અને કસ્ટમાઈઝ થયા પછી આ તમારી ગર્લફ્રેન્ડ સુધી પહોંચાડવામાં આવે છે. પર્સનલાઈઝ ફોટો ફ્રેમ આપીને તમે તેને તમારી નજીક હોવાનો અહેસાસ કરાવી શકો છો.
થ્રી ડી લેમ્પ : પાર્ટનર માટે ભેટ રૂપે થ્રી ડી લેમ્પ એક સારો ઓપ્શન છે. માર્કેટમાં તેની કેટલીય ડિઝાઈન ઉપલબ્ધ છે. આ લેમ્પ દ્વારા તમે તેનાથી દૂર હોવા છતા રોમેન્ટિક અહેસાસ કરાવી શકો છો. રાતે બધી લાઈટ્સ બંધ કર્યા પછી તેનો પ્રકાશ તમારા બંનેના સંબંધને ચમકાવશે અને ચારે બાજુ ચમકશે. આ ખરેખર તમારી ગર્લફ્રેન્ડ માટે સુંદર ભેટ છે.
સેલ્ફ કેર ગ્રૂમિંગ કિટ : જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો, ત્યારે તેનું ધ્યાન રાખવું તમારી જવાબદારી હોય છે. એવામાં તેની હેલ્થની સાથેસાથે તેની સ્કિનનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. ખાસ કરીને જ્યારે વાત છોકરીઓની હોય, તો તમે તેને સેલ્ફ કેર કિટ આપી શકો છો. તેમાં તમે તેની સ્કિન મુજબ સ્કિન કેર પ્રોડક્ટ જેમ કે મોઈશ્ચરાઈઝર, ટોનર, ફેસવોશ, ક્લીંઝર અને અન્ય પ્રોડક્ટ પસંદ કરીને એક કોમ્બો કસ્ટમાઈઝ ગિફ્ટ પેક કરાવી શકો છો.
ડેટીબેર : છોકરીઓનો નેચર સોફ્ટ હોય છે તેથી તેમને સોફ્ટ ટોયઝ ખૂબ ગમતા હોય છે. જેાકે ટેડીબેર ખૂબ સામાન્ય ભેટ છે, પરંતુ હકીકતમાં આ દરેક છોકરીને ગમે છે. તમે તમારી ગર્લફ્રેન્ડને ટેડીબેર ભેટ કરો છો તો તે ખૂબ ખુશ થશે.
ડ્રેસ : જૂતા અને બેગની જેમ છોકરીઓને કપડાંનો ખૂબ શોખ હોય છે. એવામાં જેા તમે તમારી ગર્લફ્રેન્ડને કંઈક સ્પેશિયલ ફીલ કરાવવા ઈચ્છો છો, તો તમે તેને સારો ડ્રેસ ગિફ્ટ કરી શકો છો. તમે ઈચ્છો તો તેના માટે કેઝ્્યુઅલ ડ્રેસ, ટોપ, ટીશર્ટ, જિન્સ, પાયજામો, શ્રગ પણ ગિફ્ટમાં લઈ શકો છો. જ્યારે પણ તે તમારો આપેલો ડ્રેસ પહેરશે ત્યારે તમને યાદ કરશે.
રીડિંગ મટીરિયલ : તમારી ગર્લફ્રેન્ડને વાંચવાનો શોખ છે તો તમે તેને કંઈક વાંચવાનું મટીરિયલ આપવાનું વિચારી શકો છો. તમે તેને તેની પસંદના પુસ્તક અથવા મેગેઝિન આપી શકો છો. આ મેગેઝિનમાં મહિલાઓ અને છોકરીઓના કામની વસ્તુ હોય છે અને તેને વર્ષો સુધી સાચવીને રાખી શકે છે.
ઘડિયાળ : એક સમય હતો જ્યારે ઘડિયાળ માત્ર સમય જેાવા માટે લોકો પહેરતા હતા, પરંતુ આજકાલ એક સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની ગઈ છે. તમારી ગર્લફ્રેન્ડને પણ ઘડિયાળ પહેરવાનો શોખ છે તો તેના માટે આ એક સારો ગિફ્ટ ઓપ્શન છે. હમણાંના સમયમાં કેટલાક પ્રકારની ડિઝાઈનર ઘડિયાળ જેમ કે બ્રેસલેટ ડિઝાઈન, બેંગલ ડિઝાઈનની સાથેસાથે ડ્રેસના મેચિંગ બેલ્ટવાળી ઘડિયાળ પણ માર્કેટ અને ઓનલાઈન ઉપલબ્ધ છે. તેનાથી એક લાભ એ થશે કે તે તમારી ગિફ્ટનો ઉપયોગ રોજ કરશે અને જ્યારે તે પહેરશે ત્યારે તમને હંમેશાં યાદ કરશે.
મેકઅપ ટ્રાવેલ બેગ : જ્વેલરીની જેમ છોકરીઓ મેકઅપ કરવાનું પસંદ કરે છે. થોડો ઘણો મેકઅપનો સામાન દરેક છોકરી પોતાની પાસે રાખે છે. તેથી તે જ્યાં પણ જાય છે પોતાની સાથે મેકઅપ પાઉચ કેરી કરે છે. એવામાં જેા તમે તમારી ગર્લફ્રેન્ડને મેકઅપ ટ્રાવેલ બેગ ગિફ્ટ કરો છો તો તે જેાઈને ખૂબ ખુશ થશે. આજકાલ મેકઅપ પાઉચ કેટલાય આકાર અને ડિઝાઈનમાં ઉપલબ્ધ છે. તેને સરળતાથી યાત્રા દરમિયાન બેગમાં રાખી શકો છો. તમે સરળતાથી કોઈ ઓનલાઈન સાઈટ અથવા માર્કેટમાંથી ખરીદી શકો છો.
પર્ફ્યૂમ : પર્ફ્યૂમ પણ એક સારો વિકલ્પ છે. તમે તમારી ગર્લફ્રેન્ડની પસંદનું પર્ફ્યૂમ તેને ગિફ્ટ કરી શકો છો. તેને આ ગિફ્ટ આપતી વખતે તમે કહી શકો છો કે આ પર્ફ્યૂમની ભીનીભીની સુગંધથી તમે તેને ઓળખી શકો છો. તેને પણ આ પર્ફ્યૂમથી તમારી યાદ આવશે.
બેંગલ બોક્સ : છોકરીઓને મેકઅપ બોક્સ અથવા જ્વેલરી બોક્સનો શોખ હોય છે, તે ઉપરાંત તમે તેને બેંગલ બોક્સ ગિફ્ટ કરો છો તો તે પણ એક સારો વિકલ્પ છે. આજકાલ કેટલાક પ્રકારના ડિઝાઈનર બેંગલ બોક્સ માર્કેટમાં ઉપલબ્ધ છે. કેટલાક તો એવા હોય છે જેને યાત્રા દરમિયાન સરળતાથી બેગમાં કેરી કરી શકો છો.
મોબાઈલ : આજનો જમાનો મોબાઈલ ફોનનો છે અને આ પ્રેમ કરનાર પાર્ટનર વચ્ચે અંતર ઓછું કરવાનું માધ્યમ છે. ગર્લફ્રેન્ડ સાથે ફોન પર વાત ન થાય તો દિવસ પૂરો જ નથી થતો. એવામાં જેા તમારું બજેટ થોડું વધારે છે તો મોબાઈલ ગિફ્ટ કરવો એક સારો ઓપ્શન છે.
ગોગલ્સ : ગોગલ્સ ભલે છોકરો હોય કે છોકરી દરેકની જરૂરિયાત છે. વાત કરો છોકરીઓની તો તે તેના કેટલાય કલેક્શન રાખવાનું પસંદ કરે છે. એવામાં ગોગલ્સ એક સારી ગિફ્ટ છે. તે વાજબી હોવાની સાથેસાથે સ્પેશિયલ પણ છે. તમે ગર્લફ્રેન્ડની પસંદગીની ડિઝાઈનના સનગ્લાસ ગિફ્ટ કરી શકો છો.
દુપટ્ટો : દુપટ્ટો ભારતીય પરંપરાને દર્શાવવાની સાથેસાથે આજકાલ સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની ગયો છે. એવામાં ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા માટે દુપટ્ટો પણ એક સારો વિકલ્પ હોઈ શકે છે. આજકાલ તમને એવા કેટલાય દુપટ્ટા મળશે જે બધા કપડાં પર સૂટ કરે છે. ખાસ કરીને મલ્ટિ કલર, બાંધણી દુપટ્ટા ખૂબ સુંદર લાગે છે અને બધાની ઉપર શોભે છે.
ગિટાર : કેટલીક છોકરીઓને મ્યૂઝિકલ ઈંસ્ટ્રુમેંટ્સનો શોખ હોય છે, જેમાં ગિટાર ખાસ છે. જેા તમારી ગર્લફ્રેન્ડને પણ ગિટારનો શોખ છે કે પછી તે ઘણા સમયથી ગિટાર શીખવાનું વિચારી રહી છે તો તમે તેને આ ગિફ્ટ આપી શકો છો. તમે ઈચ્છો તો તમારી ગર્લફ્રેન્ડની પસંદ મુજબ તેને અન્ય મ્યૂઝિક ઈંસ્ટ્રુમેન્ટ પણ ગિફ્ટમાં આપી શકો છો.
મેકઅપ કિટ : દરેક છોકરી થોડોઘણો મેકઅપ કરે જ છે. એવામાં જેા તમે તમારી ગર્લફ્રેન્ડને ખુશ કરવા ઈચ્છો છો, તો મેકઅપ કિટ ગિફ્ટ કરી શકો છો. તમારી ગર્લફ્રેન્ડને લાઈટ મેકઅપ પસંદ છે તો તમે તેમાં તેની પસંદની લિપસ્ટિક, નેલપોલિશ, કાજલ પણ એડ કરી શકો છો. જે તેમના માટે ખૂબ ઉપયોગી ગિફ્ટ રહેશે.
કસ્ટમાઈઝ નેકલેસ : આ ખરેખર એક બેસ્ટ ગિફ્ટ છે. આ નેકલેસ ન માત્ર તમારી ગર્લફ્રેન્ડને સ્પેશિયલ ફીલ કરાવશે, પણ ગળામાં હોવાથી તેને હંમેશાં તમારી યાદ અપાવશે. તમે તેના નામનો કે પછી તમારા બંનેના નામના પ્રથમ અક્ષરનો નેકલેસ બનાવડાવીને તેને આ સ્પેશિયલ ગિફ્ટ આપી શકો છો.
ફિટનેસ બેન્ડ કે સ્માર્ટ વોચ : આજકાલના વ્યસ્ત જીવનમાં બધા પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે. તેમાં છોકરીઓ પણ પાછળ નથી. એવામાં તમારી પાર્ટનર પણ ફિટનેસ ફ્રીક છે તો તમે તેને ફિટનેસ બેન્ડ કે સ્માર્ટ વોચ ગિફ્ટમાં આપી શકો છો. એવામાં ફિટનેસ બેન્ડ કે સ્માર્ટ વોચમાં ટાઈમ જેાવાની સાથેસાથે હૃદય ગતિ, ઓક્સિજન અને ફૂટ સ્ટેપ્સનું ધ્યાન રાખવામાં આવે છે, સાથે મોબાઈલને કનેક્ટ કરવાથી કોલ અને મેસેજની સુવિધા પણ ઘડિયાળમાં મળી જાય છે. આ સમયમાં ફિટનેસ બેન્ડ ગર્લફ્રેન્ડને આપવા માટે સારી ગિફ્ટ છે.
હોમ ડેકોર : છોકરીઓને ઘર સજાવવાનો ખૂબ શોખ હોય છે. તે અવારનવાર હોમ કે ડેસ્ક ડેકોર માટે વસ્તુ ખરીદતી રહે છે. એવામાં જેા તમારી ગર્લફ્રેન્ડને પણ હોમ ડેકોર વસ્તુ પસંદ છે તો તમે તેને ઘર સજાવવાની વસ્તુ ગિફ્ટમાં આપી શકો છો. સુંદર કેન્ડલ સ્ટેન્ડ, ફોટો ફ્રેમ, ડેસ્ક ઓર્ગેનાઈઝર, કુશન, લાઈટ્સ તમે તમારી ગર્લફ્રેન્ડ માટે ગિફ્ટ રૂપે લઈ શકો છો.
ચોકલેટ્સ : સંબંધની મીઠાશ જાળવી રાખવા માટે તમે તમારી ગર્લફ્રેન્ડને તેની પસંદની ચોકલેટ ગિફ્ટ કરી શકો છો. તમે ઈચ્છો તો આ ગિફ્ટમાં કોઈભેટ પસંદ કરી ચોકલેટ સાથે તેને ગિફ્ટ કરી શકો છો. ગિફ્ટને વધારે સ્પેશિયલ બનાવવા માટે તમે જાતે બનાવેલું હેન્ડમેડ કાર્ડ પણ તેને ગિફ્ટ કરી શકો છો.
– ગરિમા પંકજ.





