આજકાલ કુટુંબ, પરિવાર અને ઘર નાના થઈ રહ્યા છે. જ્યાં પહેલા મોટા પરિવારની વહુ ઘરમાં આવે તેને શુભ મનાતું હતું, કારણ કે મોટો પરિવાર એ વાતની ઓળખ રહેતો હતો કે ત્યાં સગાંસંબંધીમાં એકબીજા સાથેનો તાલમેલ સારો હશે. પરિવારના બધા એકબીજાના સુખદુખમાં સાથે ઊભા રહેતા હશે. જેાકે આ તાલમેલ બેસાડવો કોઈ સરળ કામ નથી. નાજુક સંબંધને મજબૂત બનાવવા માટે બધાની પસંદનાપસંદનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. આ બધાના વશની વાત નથી હોતી કે તેઓ પરિવારની એકતા જાળવી શકે. આ વાત માટે પ્રામાણિકતા, વાણી પર સંયમ, મનમાં ભેદભાવ ન હોવો, સ્વાર્થથી દૂર રહેવું, ધીરજ રાખવી વગેરે તમામ ગુણો હોવા ખૂબ જરૂરી છે. કેટલાક લોકો નાનીનાની વાતમાં નારાજ થઈ જાય છે. તેમને વારંવાર મનાવો, ત્યારે તેઓ સામાન્ય થાય છે, પરંતુ આ લોકોને કંઈ ખબર નથી હોતી કે તેઓ કઈ વાતે નારાજ થશે.

વ્યવહાર સારો રાખો
કેવી રીતે ચીડિયલ કે નાનીનાની વાતે ખોટું લાગે તેવા વ્યવહારના લીધે સંબંધમાં કડવાશ પેદા થાય છે.
અમૃતાના લગ્ન દિલ્લીના સી.એ. વિપિન સાથે થયા હતા. તેના લગ્નમાં ફેરા સમયે જ્યારે અમૃતાની પિતરાઈ બહેનોએ જૂતા છુપાવવાની વિધિ સમયે ભાવિ જીજાજીના જૂતા શોધવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તે ત્યાં ન મળ્યા. પછી જાણવા મળ્યું કે જીજાનો નાનો ભાઈ જૂતા રૂમમાં મૂકવા ગયો છે. સાળીઓએ વિચાર્યું કે રૂમમાં કેવી રીતે જવું. પછી તેમણે પોતાના ભાઈને પણ સામેલ કરી લીધો અને તેને કહ્યું કે તું રૂમમાં જઈને જૂતા બહાર લઈ આવ. જે રૂમમાં જીજાનો નાનો ભાઈ જૂતા સાથે બેઠો હતો ત્યાં તે ગયો.

તે સમયે ઊંઘી રહેલા જીજાના ભાઈને લાગ્યું કે કોણ જાણે કોણ રૂમમાં ઘૂસી આવ્યું છે અને તે કંઈ જ જેાયાજાણ્યા વિના આવનાર પર તૂટી પડ્યો. ત્યાર પછી બંને વચ્ચે મારામારી થઈ ગઈ અને ફેરાની વચ્ચે બંને પક્ષે ઉગ્ર બોલચાલ થઈ ગઈ. જેાકે વર થોડો સમજદાર હતો, તે બંને પક્ષના વડીલો સામે માફી માંગવા લાગ્યો. ભાઈભાભી બંનેએ ખૂબ માફી માંગી જેથી ગમે તે રીતે પરિવારમાં શાંતિ જળવાય, પરંતુ દિયરની નારાજગી તો જેમની તેમ રહી. તેનું કહેવું હતું કે મને નવવધૂ પક્ષે માનસન્માન ન આપ્યા. ત્યાર પછી દિયર અવારનવાર ભાભીને મહેણાંટોણાં મારતો. આખરે હારીને મોટા ભાઈભાભી પરિવારથી અલગ થઈ ગયા.

સાથીની ઉપેક્ષા કેમ
અમેરિકાથી આવેલા એક યુગલ દંપતીમાં પતિ કામમાં એટલો વ્યસ્ત રહેતો કે પત્ની તરફ બિલકુલ ધ્યાન આપતો નહોતો. તેમનું નાનકડું બાળક પણ પિતા પાસે સમય ન હોવાથી મા સાથે જ રહેતું હતું. આ સમયગાળામાં પત્ની સીમાની મિત્રતા સોસાયટીમાં રહેતી રાધા સાથે થઈ. સારી વાત એ હતી કે બંનેના પતિનો વ્યવહાર એકસમાન હતો. રાધાના પતિ કોઈ એરલાઈનમાં કાર્યરત હતા અને ૩ શિફ્ટમાં કામ પર જતા હતા. તેમનું કોઈ ફિક્સ રૂટિન નહોતું, તેથી રાધા પોતાના ૨ બાળકો સાથે તેમના રૂટિન સાથે માંડ તાલમેલ બેસાડતી હતી. સીમા અને રાધા સાહેલીઓ બનીને સાથે શોપિંગ માટે જતી હતી. બંનેના બાળકો પણ સમવયસ્ક હોવાથી સાથે રમતા હતા. સીમા ખૂબ વ્યવહારુ મહિલા હતી, પરંતુ છેલ્લા ઘણા દિવસથી થોડો બદલાવ દેખાતો હતો. રાધાએ ઘણી વાર તેને આવેલા આ બદલાવનું કારણ પૂછ્યું હતું, પરંતુ સીમા કહેતી કે કંઈ જ નથી થયું. થોડા દિવસ પછી સીમાના દીકરાનો જન્મદિવસ હતો અને તેણે પોતાની સાહેલી રાધાને ફોર્મલ નિમંત્રણ પણ ન આપ્યું. રાધા વિચારતી રહી કે આખરે સીમાને થયું છે શું? તેણે જન્મદિવસના એક દિવસ પહેલાં સીમાને ફોન કર્યો અને હસીને પૂછ્યું કે તે જન્મદિવસની પાર્ટીમાં આવે કે ન આવે?

સ્વયંમાં બદલાવ
હંમેશાંની જેમ રાધા સમય કરતા વહેલી સીમાના ઘરે આવી ગઈ, જેથી તે તેને પાર્ટીની તૈયારીમાં મદદ કરી શકે. જ્યારે તે ત્યાં પહોંચી ત્યારે જેાયું તો આ વખતે તેમના ગ્રૂપની અન્ય મહિલાઓ પહેલાંથી જ હાજર હતી અને ખૂબ બારીક નજરે રાધાને જેાતી હતી. આ એ જ મહિલાઓ હતી જે સીમાની વ્યવહારિક ખામી શોધીને રાધાને જણાવતી હતી. હવે રાધાને સમજતા વાર ન લાગી કે સીમાના તેના પ્રત્યેના વ્યવહારમાં બદલાવ કેમ આવ્યો છે. કદાચ આ મહિલાઓએ જ સીમાની કાનભંભેરણી કરી હશે. અંતે રાધાએ કહી દીધું કે આપણે છેલ્લા ૪ વર્ષથી સાહેલીઓ છીએ. તું માને કે ન માને હું તને અને તારા વ્યવહારને સમજુ છું. હવે રાધાએ પણ તેને મનાવવાનું છોડી દીધું. થોડા મહિના પછી રાધાના પતિની બદલી થઈ. તે પછી ક્યારેય રાધાએ સીમાને મળવાની કોશિશ કરી નહોતી.

ખતરનાક અંજામ
આવો જ એક કેસ દિલ્લીમાં સામે આવ્યો હતો જેમાં છાપાની ખબર અનુસાર હિમાંશી ગાંધીના પિતા લવેશ ગાંધીએ પોલીસમાં ફરિયાદ લખાવી કે તેમની દીકરીએ મિત્રો સાથે મળીને એક કેફે ખોલ્યું હતું. આજે તેનો પહેલો દિવસ હતો અને સાંજના લગભગ ૪ વાગે તેના મિત્ર આયુષે તેની માને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હિમાંશી અને તેના મિત્રો વચ્ચે કોઈ વાતને લઈને ખૂબ વિવાદ થયો છે અને ત્યાર પછી તે નારાજ થઈને કેફેમાંથી ક્યાંક ચાલી ગઈ છે. અમે વારંવાર તેને ફોન કરી રહ્યા છીએ, પરંતુ હિમાંશી ફોન નથી ઉઠાવી રહી અને હવે તો તેનો ફોન અનરિચેબલ થઈ ગયો છે.

આ કેસમાં પોલીસે તપાસ કરી અને ૨૫ જૂનના રોજ તેમને એક મહિલાનું શબ યમુનામાંથી તરતું મળી આવ્યું. પછી પોલીસે હિમાંશીના પરિવારને તેની જાણ કરી ત્યારે તેના પરિવારજનોએ લાશ જેાઈને સમર્થન કર્યું કે આ લાશ હિમાંશીની છે. ત્યાર પછી પોલીસે સીસીટીવી કેમેરા ચેક કર્યા, જેમાં લગભગ ૩ વાગે હિમાંશી બ્રિજની રેલિંગ પર દેખાઈ હતી. ત્યાર પછી તે રેલિંગની વચ્ચેના ગેપમાંથી યમુના નદીમાં કૂદી ગઈ. આ પ્રકારના કિસ્સા અને દુર્ઘટના દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક વ્યવહારમાં ચીડિયાપણું કે નાનીનાની વાતમાં ખોટું લાગવાનું પરિણામ જાતે જ ભોગવવું પડે છે.

લાભ ઓછો નુકસાન વધારે
શક્ય છે કે ચીડિયલ કે વાતવાતમાં નકારાત્મક માનસિકતા ધરાવતા લોકો જ્યાં સુધી સ્વયંનું નુકસાન ન થાય ત્યાં સુધી આવા વ્યવહારની આડમાં ખુશ થાય છે કે બધા કેવા તેમની સામે નતમસ્તક ઊભા રહે છે. તેઓ જેા રિસાય તો બીજા તેમને વારંવાર મનાવતા રહે અથવા તે ક્યાંક નારાજ ન થાય તે ડરથી બધા તેમની વાત સ્વીકારે. ત્યારે તો કોઈને ન કોઈ વાતનો ડર કે ન કોઈ ચિંતા, બધા પોતાનો મત રજૂ કરવાનો પ્રયાસ કરશે. ઉપરથી આવા વ્યવહારનો લાભ એ છે કે તમે લડીઝઘડીને દરેક જગ્યાએ પોતાની વાત મનાવીને દરેક સારા કામની ક્રેડિટ પણ લો જ છો, પરંતુ જેા સીધોસાદો સરળ વ્યવહાર રાખશો તો નુકસાનથી બચશો.

જેાકે આવા નકારાત્મક સ્વભાવનું નુકસાન પણ છે. જરૂરી નથી કે તમને વારંવાર દરેક સમયે લોકો મનાવે અને વિનંતી કરે. જેા સજ્જન લોકો તમારી સાથે હશે તો નિશ્ચિત રીતે શરૂઆતમાં તમારા આવા સ્વભાવને કે વ્યવહારને ઈગ્નોર કરીને પણ તમારી સાથે સારો વ્યવહાર રાખવાની કોશિશ કરશે, પરંતુ જેવા તેઓ સમજી જશે કે તમે તેમની સજ્જનતાનો લાભ ઉઠાવવાની કોશિશ કરી રહ્યા છો તો તેઓ તમારાથી અંતર વધારવાનું શરૂ કરી દેશે અને પરિણામે નુકસાન એ થશે કે તમે પણ સ્વયં પોતાનું નુકસાન કરીને બિલકુલ એકલા થઈ જશો.
– રોચિકા અરુણ શર્મા.

વધુ વાંચવા કિલક કરો....