મનુષ્ય સ્વભાવથી પરિવર્તનની ઈચ્છા ધરાવતો હોય છે. જીવનમાં જ્યારે એકરસતા આવે ત્યારે નિરંતરતા જીવનમાં કંટાળો પેદા કરે છે. પછી દરેક માણસ આ કંટાળામાંથી બહાર આવવાની કોશિશ કરવા લાગે છે. તેના માટે તે નવાનવા ઉપાય શોધતો રહે છે. મોનોટોની ખાવાપીવા પ્રત્યે હોય કે પછી રહેણીકરણી બાબતે. મનુષ્ય હંમેશાં બદલાવની ઈચ્છા રાખે છે. આ મોનોટોની જ્યારે સેક્સ પ્રક્રિયામાં પણ આવી જાય છે ત્યારે વ્યક્તિ ત્યાં પણ કંટાળામાંથી બહાર આવવાનો વિકલ્પ શોધવા લાગે છે. આ જ કારણસર પતિપત્ની વચ્ચે પણ થોડા સમય પછી અંતર આવવા લાગે છે. આ અંતરના કારણ ભલે ને કોઈ પણ હોય, પરંતુ તેનો મૂળ આધાર સંભવતયા મોનોટોની હોય છે. આ અંતર વધતાંવધતાં અંતે ડિવોર્સ પર આવીને અટકી જાય છે. એ વાત સાચી છે કે દરરોજ ડિવોર્સની સંખ્યા અવિશ્વનીય રીતે વધી રહી છે અને તેનું મુખ્ય કારણ છે નોટોની.
આવો, આ વિષય પર વિસ્તારથી વાત કરીએ કે આખરે બેડરૂમમાં આ કંટાળો કેમ આવી જાય છે અને આ કંટાળાથી બચવાના વિકલ્પ કયા છે.

જેથી કંટાળાથી સુરક્ષિત રહો
અમેરિકાના પ્રખ્યાત લેખક લુઈસ એ. વર્ડ્સવર્થની લોકપ્રિય બુક ‘એ ટેસ્ટ બુક ઓન સેક્સોલોજી’ માં લખેલું છે, ‘‘બેડરૂમનો કંટાળો અને મોનોટોનીથી બચવા માટે કપલે રોજ નવી રીતે સેક્સ પ્રક્રિયા નિભાવવી જેાઈએ. નવીનવી પોઝીસન તરફ આકર્ષિત થવું જેાઈએ. ક્યારેક-ક્યારેક સ્થળ બદલીને કોઈ હિલ સ્ટેશનમાં જઈને થોડા દિવસ વિતાવવા પણ તેનો એક વિકલ્પ છે.’’ લુઈસ આગળ લખે છે, ‘‘થોડા દિવસ પછી જેાકે તેમાં પણ એકરૂપતા કે એકરસતા આવવા લાગે છે, ત્યારે દંપતી ફરીથી કોઈ નવા વિકલ્પ જેા કંટાળાથી બચવા માટેના અને મોનોટોનીમાંથી બહાર આવવાના હોય. તેમાં એક નવું નામ પ્રચલિત થયું છે અને તે છે સેક્સ ફેન્ટસી જે પશ્ચિમી દેશોના યુવાનોમાં ખૂબ પ્રચલિત થઈ રહ્યું છે. જેાકે તેને યોગ્ય માનનાર લોકોની સંખ્યા પણ વધારે છે જ્યારે બીજી તરફ ખોટું ઠેરવનાર લોકો પણ તેટલા જ છે.’’

આ વિષય પર મુંબઈના પ્રખ્યાત સેક્સ કાઉન્સેલર ડો. રૂસ્તમ જણાવે છે, ‘‘તમે ખૂબ યોગ્ય વિષય પસંદ કર્યો છે, જે લોકોમાં જાગૃતિ પેદા કરશે. જુઓ મારી પાસે આજકાલ આવા પેશન્ટની સંખ્યા વધી રહી છે. હાલની જનરેશન ઈંસ્ટન્ટ જનરેશન છે. તેમને ફાસ્ટ ફૂડની જેમ જ ફાસ્ટ પ્લેજર પણ જેાઈએ છે. તેમનામાં ધીરજ નથી, જ્યારે સેક્સ ઈઝ ગેમ ઓફ પેશંસ છે. ડો. ઈરાની આગળ જણાવે છે, ‘‘સેક્સ પ્રક્રિયામાં માત્ર શરીરની ભાગીદારી નથી રહેતી, પરંતુ મન પણ એટલું જ ઈનવોલ્વ રહેતું હોય છે. તેથી સેક્સ પ્રક્રિયા પહેલાં ફોરપ્લે એટલે કે સેક્સ્યુઅલ છેડછાડ, આલિંગન, કિસિંગ, હગિંગ વગેરે પણ ખૂબ જરૂરી હોય છે, જેને આજની યુવા પેઢી ઈગ્નોર કરતી જેાવા મળે છે. જેાકે તેમાં ભૂલ તેમની પણ નથી. તેમની પર કામનો બોજ એટલો વધારે રહેતો હોય છે કે તેઓ માનસિક રીતે ખૂબ જલદી થાકી જાય છે.’’

આ જ કારણસર ફોરપ્લેમાં જેટલું ઈન્વોલ્વ થવું જેાઈએ તેટલું તેઓ થઈ શકતા નથી, પરિણામે તેમને સેક્સ પ્રક્રિયામાં પરમ આનંદ અથવા ઓર્ગેઝમની પ્રાપ્તિ નથી થઈ શકતી. પછી અહીંથી તેમનામાં સેક્સ પ્રક્રિયા પ્રત્યે અરુચિ શરૂ થાય છે, જેા ધીરેધીરે કંટાળો કે નફરતમાં ફેરવાઈ જાય છે. સમય જતા આ કંટાળો કે સેક્સ પ્રત્યેની નફરત તેમની વચ્ચે અંતર બનાવવા લાગે છે અને તે એ હદે વધી જાય છે કે ડિવોર્સ સુધી પહોંચી જાય છે.

શરીર અને મન બંને પ્રભાવી
ડો. ઈરાનીના જ પેશન્ટ ગૌરવ ગ્રોવર અને તેમના પત્ની નેહા ગ્રોવર જણાવે છે, ‘‘હા, અમે બંને પણ અમારી સેક્સ લાઈફથી કંટાળી ગયા છીએ, તેથી અહીં આવ્યા છીએ. હવે કોઈ ચાર્મ નથી રહ્યો સેક્સમાં.’’ ‘‘અમારા લગ્નને હજી માત્ર ૨ વર્ષ થયા છે, પરંતુ સેક્સ પ્રક્રિયામાં અમારો રસ કોણ જાણે કેમ ‘નો ચાર્મ’ ના પોઈન્ટ પર આવી ગયો છે. બીજા કામની જેમ સેક્સ પણ અમને હવે રોજબરોજના કામની જેમ બોરિંગ લાગવા લાગ્યું છે.’’

ગૌરવે આગળ જણાવ્યું, ‘‘અમે અમારી આ સેક્સ લાઈફમાં થ્રિલ લાવવા માટે જાતજાતના ઉપાય કર્યા, વીડિયો જેાઈને વાર્મઅપ થવું શરૂ કર્યું, ઘણી બધી દવાનો પણ ઉપયોગ કર્યો અને વીકેન્ડ પર કોઈ હોટલમાં જઈને પણ રહેવા લાગ્યા. આ બધાથી થોડા દિવસ માટે અમારી મોનોટોની જરૂર દૂર થઈ ગઈ અને અમને આ બદલાવથી આનંદ મળવા લાગ્યો, પરંતુ થોડા દિવસ પછી તેમાં પણ અમને કંટાળો આવવા લાગ્યો. ફાઈનલી અમે પતિપત્ની ડોક્ટર ઈરાની પાસે આવ્યા છીએ.’’

‘‘ડોક્ટર સાહેબે અમને કેટલીક મહત્ત્વપૂર્ણ સારી ટિપ્સ આપી છે. તેમની ટિપ્સથી અમને હવે લાભ થઈ રહ્યો છે.’’ નેહાએ થોડું શરમાઈને કહ્યું. આ ટિપ્સ કઈ છે? પૂછતા સેક્સ ફેન્ટસી એટલું કહીને નેહા ચુપ થઈ ગઈ. ત્યારે ગૌરવે આગળ જણાવ્યું, ‘‘ફેન્ટસીનો અર્થ છે કલ્પનાની દુનિયા. ડોક્ટર ઈરાનીએ અમને સલાહ આપી હતી કે બેડરૂમમાં જતા જ અમારે બંનેએ કલ્પનાની દુનિયામાં ચાલ્યા જવું પડશે. તેનો અર્થ એ છે કે બેડરૂમમાં જતા જ હું પત્નીને કેટરિના કૈફ સમજવા લાગુ છું અને તે મને તેને ગમતો અક્ષયકુમાર અને ત્યાર પછી બંને હસવા લાગ્યા.

આ એક ગંભીર વિષય છે અને તેનો એક મનોવૈજ્ઞાનિક દષ્ટિકોણ પણ છે. આ વાતના મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ માટે પુણે યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના પ્રોફેસર કલ્પેશ દેસાઈ સાથે મુલાકાત કરી. તેઓ જણાવે છે, ‘‘હા, તેનું એક મનોવૈજ્ઞાનિક પાસું પણ છે, જે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. મનુષ્યના મસ્તિષ્કમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ૨ ગ્રંથિ હોય છે. આ બંને ગ્રંથિ ૨૪ કલાક એક્ટિવ રહે છે. આપણે ઊંઘીએ છીએ ત્યારે પણ પરોક્ષ મગજ પોતાની ઉડાણ ભરતું રહે છે અને મનની અધૂરી અથવા અપૂર્ણ ઈચ્છાને દીવાસ્વપ્ન રૂપે પૂરી કરતું રહે છે. આ જ છુપાયેલીદબાયેલી ઈચ્છામાંની એક છે સેક્સ ફેન્ટસી.’’

પ્રોફેસર દેસાઈ આગળ જણાવે છે, ‘‘આ પ્રક્રિયામાં જેાડાયેલા કપલ કોઈની પણ કલ્પના મનોમન કરી લે છે. ભલે ને તેમનો ક્રશ હોય કે પછી કોલેજ, મહોલ્લા અથવા પાડોશનો કોઈ છોકરો અથવા છોકરી હોય. જેા કોઈ પસંદ હોય તેને પોતાની કલ્પનામાં ઢાળી લે છે, ભલે ને તે તેમની સેક્સ લાઈફમાં એક નવું થ્રીલ લાવી દેતું હોય, પરંતુ સાઈકોલોજિકલી આ ખોટું છે. જે વ્યક્તિને તમે કિલ કરી રહ્યા છો. તેના આત્મસન્માનને હર્ટ કરી રહ્યા છો. જાણેઅજાણે તેનું અપમાન કરી રહ્યા છો. સેક્સોલોજિસ્ટ ભલે ને તેને દવા માને, પરંતુ સાઈકોલોજિસ્ટ ક્યારેય તેની સલાહ નથી આપતા.’’

પ્રોફેસર કલ્પેશ દેસાઈની વાતોએ દ્વિધામાં મૂકી દીધા ત્યારે તેના સમાધાન હેતુ મુંબઈના મલાડની ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર અંજલિ માલવાનકર સાથે મુલાકાત કરી. તેઓ જણાવે છે, ‘‘સેક્સ પ્રક્રિયા એક એવી પૂર્વ પ્રક્રિયા છે, જેનાથી શરીરની સાથેસાથે મનનું પણ ઈન્વોલમેન્ટ હોય છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં લગભગ ૨૦૦ કેલરી બર્ન થાય છે. આ વાતને સરળ શબ્દોમાં કહીએ તો આ પૂરી પ્રક્રિયામાં મસ્તિષ્ક અને પ્રજનન અંગોની વચ્ચે એક સંબંધ સ્થપાઈ જાય છે. મસ્તિષ્કના આદેશ પર ઘણા બધા હોર્મોન રિલીઝ થાય છે. મુખ્યત્વે એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને ટેસ્ટોસ્ટેરોન છે. આ લૂબ્રિકેન્ટ્સ ત્યારે પેદા થાય છે, જ્યારે આપણે સ્વસ્થ ફોરપ્લેની પ્રક્રિયામાંથી પસાર થઈએ છીએ. તેનો અર્થ એ કે મેડિકલ દષ્ટિકોણથી પણ સેક્સ પ્રક્રિયા માટે ફોરપ્લેની ખૂબ જરૂરી છે અને જે ફોરપ્લે માટે સેક્સ ફેન્ટસીનો સહારો લેવો પડે તો તેમાં કંઈ ખોટું પણ નથી.’’

ખૂલીને વાત કરો
ડો. અંજલિ આગળ જણાવે છે, ‘‘અમારે ત્યાં ૯૦ ટકા મહિલાઓ સેક્સ વિશે વધારે જાણવા માટે આવે છે, પરંતુ તેઓ ખૂલીને વાત કરવામાં શરમાતી હોય છે, પરંતુ આ જ મહિલાઓ ગૂગલ પર સેક્સ વિશે વધારે સર્ચ કરતી હોય છે. જાતજાતના પ્રશ્નોના જવાબ શોધતી રહે છે. એક સર્વે અનુસાર ૮૦ ટકા છોકરીઓ સેક્સ અને ઓર્ગેઝમ વિષય પર સર્ચ કરે છે, જ્યારે ૫૫ ટકા પુરુષો આ વિષયો પર સર્ચ કરતા હોય છે.’’

‘‘જ્યાં સુધી સેક્સ ફેન્ટસીની વાત છે તો તેના વિશે જાણવાની ઉત્સુકતા પુરુષોમાં વધારે હોય છે, જ્યારે મહિલાઓમાં ન બરાબર હોય છે. જ્યારે વાસ્તવમાં તેમણે પણ ખૂલીને આ વિષય પર ચર્ચા કરવી જેાઈએ અને ડોક્ટરની સલાહ લેવી જેાઈએ, કારણ કે ખોટો ઈલાજ અથવા ખોટી દવાઓ નુકસાન પણ કરી શકે છે.’’
સેક્સ ફેન્ટસીના ભાવનાત્મક પાસા પર ધ્યાન આપીએ તો એ વાત સાચી છે કે આશાઓ અને ઈચ્છાઓનો કોઈ અંત નથી હોતો. આ એક એવી પ્રબળ ઈચ્છા હોય છે જેની પાછળ માણસ હંમેશાં ભાગતો રહે છે અને અંતે તેની મૃગતૃષ્ણામાં ભટકતો રહી જાય છે. તેથી આ મૃગતૃષ્ણાની પાછળ ભાગવાના બદલે તેનો કોઈ વિકલ્પ શોધી લેવો વધારે યોગ્ય છે. આપણે કુદરતી પરંપરાગત અને યોગ્ય વિકલ્પ એટલે કે ફોરપ્લેના શરણે જવું પડશે. જ્યાં સુધી સેક્સ ફેન્ટસીની વાત છે તો જેા તે સેક્સ પ્રક્રિયામાં આવતા કંટાળાને દૂર કરી દે તો તેનો સહારો લેવામાં કંઈ ખોટું નથી. પરંતુ યાદ રાખો તે વિકલ્પોની અંતિમ કડી હોવી જેાઈએ. અંતિમ પૂર્ણવિરામ હોવું જેાઈએ, કારણ કે સુખદ સેક્સ લાઈફ માટે ઈચ્છાઓની લાઈન લગાવી દઈએ કે આકાંક્ષાઓનો અંબાર પરંતુ આ સુખની તિજેરી સંતુષ્ટિની ચાવીથી જ ખૂલે છે.
– રાકેશ સિંહા.

વધુ વાંચવા કિલક કરો....